ગુજરાતી બ્લોગ વિશ્વ સાથે જેઓ પરિચિત છે તેઓ કેલીફોર્નીયામાં સાન ફ્રાંસીસ્કો ,બે એરીયામાં “બેઠક “ની સભાઓ મારફતે ચાલતી સુંદર સાહિત્ય પ્રવૃતિઓથી વાકેફ હશે જ.
Smt. Pragna Dadbhavala
આવી પ્રસંશનીય પ્રવૃતિઓના મુખ્ય કર્તા હર્તા ખુબ જ ઉત્સાહી સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાલા (પ્રજ્ઞાજી) અને એમના અન્ય સાહિત્ય પ્રેમી સહયોગીઓ જેવાં કે કલ્પના રઘુ “બેઠક ” માં ખુબ રસથી ભાગ લઇ રહ્યાં છે.એંસી વર્ષના મારા સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડાજી , જેઓ એમની દીકરી સાથે સાન ડિયેગોમાં મારા નિવાસ સ્થાને આવીને મને મળી ગયા છે, તેઓ પણ ખુબ રસથી બેઠકની પ્રવૃતિઓમાં ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે.
બેઠકની સભાઓમાં સભ્યો એમની રચનાઓ વાંચે છે અને બહારથી કોઈ સારા વક્તાને આમંત્રિત કરી સભાઓ પણ ગોઠવે છે.પુસ્તક પરબ દ્વારા સાહિત્યનો પ્રસાર કરવાની પ્રવૃત્તિ પણ ચાલે છે.આ રહી બેઠકના કેટલાક ઉત્સાહી સભ્યોની એક તસ્વીર .
“બેઠક”(Bethak Gujarati 019 at ICC, Milpitas, CA)ની તારીખ 2015-11-27 ની સભાનો આ વિડીયો જોવાથી એનો ખ્યાલ આવી જશે. આ વિડીયોમાં લેખિકા Kalpana Raghu એમની “સ્વરચિત રચના” વાંચી રહ્યાં છે.બાજુમાં પ્રજ્ઞાજી છે.
“બેઠક”ની સુંદર સાહિત્ય પ્રવૃતિઓમાંની એક સૌને ગમતી પ્રવૃત્તિ દર મહીને કોઈ એક વિષય નક્કી કરી એમના પર કોઈ ધારા વાહી વાર્તા , વાર્તા, નિબંધ , કાવ્ય રચના દ્વારા લેખકોને લખવા માટે આમંત્રિત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે.પછી આ બધી કૃતિઓનું ચયન કરી એને ઈ- બુકમાં ગ્રંથસ્થ કરવામાં આવે છે.
સુ.શ્રી પ્રજ્ઞાબેને એમના ફોનમાં આજે મને વાત કરી એ ઉપરથી એ જાણીને ખુબ આનંદ થયો કે અત્યારે હાલ તેઓ અમેરિકાના લેખકોની ચૂંટેલી સાહિત્ય રચનાઓને સમાવીને એક “મહા ગ્રંથ “ટૂંક સમયમાં બહાર પાડી રહ્યાં છે અને એના માટે ભારતની મુલાકાત માટે જઈ રહ્યાં છે.આવો બૃહદ મહા ગ્રંથ ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે જરૂર એક સુંદર માધ્યમ બનશે .આવી પ્રવૃતિ હાથ ધરવા માટે પ્રજ્ઞાજી અને બેઠકના અન્ય ઉત્સાહી મિત્રોને અભિનંદન.
અગાઉ “બેઠક”દ્વારા નિશ્ચિત થયેલા ઘણા વિષયો ઉપર મેં મારા ગદ્ય નિબંધો, વાર્તાઓ,કાવ્ય રચનાઓ વી. લખી મોકલ્યા છે જે એમની પ્રકાશિત ઈ-બુકોમાં ગ્રંથસ્થ પણ થયેલ છે.પ્રજ્ઞાજી મને ફોનમાં અવાર નવાર લખવા માટે પ્રોત્સાહિત કરે છે એ માટે એમનો આભાર માનું છું.
આ વિષય ઉપર મેં પણ મારો લેખ લખી મોકલ્યો હતો જે પ્રજ્ઞાજીએ એમના બ્લોગ “શબ્દોનું સર્જન ” માં પ્રકાશિત કર્યો છે.
આ લેખને વિનોદ વિહાર ના વાચકો માટે નીચે પ્રસ્તુત કરું છું.
જીવનની જીવંત વાત …….(7)……વિનોદ પટેલ
એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …
અમેરિકાના આ ઝાકમઝોળ અને વૈભવી વાતાવરણમાં જિંદગીનો બાકીનો નિવૃત્તિકાળ હું માણી રહ્યો છું ત્યારે મારા અમદાવાદના રહેવાશ દરમ્યાન મારા ચિત્તના ચોપડામાં જડાઈ ગયેલું નજરે જોએલું ગરીબાઈનું એ વરવું ચિત્ર હજુ એવું ને એવું મને સ્પષ્ટ યાદ છે.
આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાં મારી જોબમાંથી નિવૃત્તિ લઈને મને વ્હાલા અમદાવાદને રામ રામ કરી હું કાયમ માટે અમેરિકામાં વસવાટ કરવાના ઈરાદા સાથે કેલીફોર્નીયામાં આવી સ્થાયી થયો એ પહેલાંની આ વાત છે…
આ વાત સુ.શ્રી પ્રજ્ઞાબેનના બ્લોગ “શબ્દોનું સર્જન ” ની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.
“બેઠક ” જેવું જ અગત્યનું ગુજરાતી સાહિત્યના પ્રચારઅને પ્રસાર નું સુંદર કાર્ય સહિયારા સાહિત્યના બ્લોગ “સહિયારું સર્જન – ગદ્ય”મારફતે હ્યુસ્ટન,ટેક્સાસ,નિવાસી જાણીતા લેખક શ્રી વિજયભાઈ શાહ,અન્ય લેખક મિત્રોના સહયોગમાં કરી રહ્યા છે .એમની પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન ધરાવે છે.
શ્રી વિજયભાઈ શાહના આ બ્લોગ “સહિયારું સર્જન – ગદ્ય”માં પણ એમણે મારી ઉપરની સ્વ-રચના “જીવનની જીવંત વાત -એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …”પ્રકાશિત કરી છે એ બદલ એમનો આભારી છું.
નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને બેઠક માટે લખેલી મારી આ સ્વ-રચના અહીં પણ વાંચી શકશો.
બે ત્રણ દિવસથી કેલીફોર્નીયામા ફાયરીંગના સમાચાર સાંભળી તમે બધા યાદ આવ્યા.
ફીકર થઇ. આપણા ડૉ ચંદ્રવદનભાઇની તો કદાચ નજીક …બીજી તરફ નો ન્યુઝ ઇસ ગુડ ન્યુઝ
તમે સરસ સંકલન કરેલ ફોટા સાથેની માહિતી આનંદદાયક છે
આપ સૌનો માતૃભાષા માટેનો લગાવ મૂઠી ઉંચેરો છે…ખૂબ ખૂબ અભિનંદન.શ્રીવિનોદભાઈ આપ પસંદગીના વિષયને સંપૂર્ણ ન્યાય આપી ગૌરવના અધિકારી બનો છે..એનો અમને ખૂબ જ આનંદ છે.
બે ત્રણ દિવસથી કેલીફોર્નીયામા ફાયરીંગના સમાચાર સાંભળી તમે બધા યાદ આવ્યા.
ફીકર થઇ. આપણા ડૉ ચંદ્રવદનભાઇની તો કદાચ નજીક …બીજી તરફ નો ન્યુઝ ઇસ ગુડ ન્યુઝ
તમે સરસ સંકલન કરેલ ફોટા સાથેની માહિતી આનંદદાયક છે
LikeLike
Pingback: ( 821 ) ઘર એટલે ઘર ……. લેખિકા- પ્રજ્ઞા દાદભાવાળા | વિનોદ વિહાર
આપ સૌનો માતૃભાષા માટેનો લગાવ મૂઠી ઉંચેરો છે…ખૂબ ખૂબ અભિનંદન.શ્રીવિનોદભાઈ આપ પસંદગીના વિષયને સંપૂર્ણ ન્યાય આપી ગૌરવના અધિકારી બનો છે..એનો અમને ખૂબ જ આનંદ છે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike