Daily Archives: ડિસેમ્બર 9, 2015
મારા ફેસ બુક ગ્રુપ પેજ “મોતી ચારો “પર પોસ્ટ કરેલ શ્રી પી.કે.દાવડાજીની એક સરળ ગઝલના પ્રતિભાવમાં, અમદાવાદ નિવાસી સહૃદયી મિત્ર શ્રી શરદ શાહએ એમની સ્વ-રચિત ગઝલ મૂકી હતી એ મને ગમી ગઈ .આ રચનાને આજની આ પોસ્ટમાં એમના આભાર સાથે રજુ કરતાં આનદ થાય છે.
શરદભાઈની આ રચના ઉપર મને સુઝ્યો એવો રસાસ્વાદ કરાવવાનો મેં પ્રયાસ કર્યો છે.આશા છે આપને એ રસાસ્વાદ ગમશે.
શ્રી શરદ શાહ એક આધ્યાત્મ માર્ગના પ્રવાસી છે .તેઓ એમની નિવૃત્તિ પછીનું શેષ જીવન એમના ગુરુ,ઓશોના શિષ્ય સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજીના માધોપુર(ઘેડ)માં આવેલ આશ્રમમાં રહી ગુજારવાનો એમણે મનથી નિર્ણય કરેલ છે. ૧૯૮૬માં સ્વામી બ્રહ્મવેદાંતના પરિચયમાં તેઓ આવ્યા હતા ત્યારથી તેઓ એમના આશ્રમમાં જતા આવતા રહે છે.
તેઓએ લખ્યું છે :” “હું સ્વ પરિચયના પ્રયત્નમાં છું.આજે સમજાય છે કે આ ક્ષણમાં જીવતાં આવડૅ તે જ આધ્યાત્મિકતા છે. જે શીખી રહ્યો છું.બસ આજ કળા ગુરુ ચરણે બેસી શીખી રહ્યો છું.”
ઈ-મેલના માધ્યમથી તેઓ એમના લેખો અને કાવ્ય રચનાઓ મારફતે એમના આધ્યાત્મિક વિચારોને મિત્રોમાં વહેંચતા હોય છે જે ઘણા બ્લોગોમાં પણ વાંચવા મળે છે.
આજે પોસ્ટ કરેલી એમની ગઝલ રચના વાંચવાથી તો એક સીધી સાદી લાગે છે પરંતુ એમાં જીવન જીવવાની ફિલસુફી સમાઈ છે એવું મને લાગ્યું છે. આ રચનામાં જીવનના અંતિમ પડાવને સમયે માણસ ગત જીવેલા સમય વિષે એ શું વિચારતો હોય છે એ ભાવ એમાં છે. મારા રસાસ્વાદમાં આ ભાવનું વિશ્લેષણ કરવાનો મારો નમ્ર પ્રયાસ છે.
આ રચના અંગે શ્રી શરદભાઈ એમના ઈ-મેલ જણાવે છે :
“હું કોઈ કવિ નથી. મને છંદ, ગઝલ ના બંધારણોનુ કોઈ જ્ઞાન નથી. બસ મનમાં કોઈ ભાવ ઉઠે તો તેને શબ્દોમાં ઉતારી લઊં છું. આને ગઝલ કહેવાય કે હઝલ કહેવાય કે તુકબંધી તે વિદ્વાનોને નક્કી કરવા દો. એ મારું કામ નથી.મારા કોઈ લખાણ, કાવ્ય કે અન્ય કાંઈ પણ કોઈના હૃદયને સ્પર્શે તે જ ઉદ્દેશ્ય હોય છે. આપને ગમ્યું તે આપનુ. “
આ રહી શ્રી શરદભાઈ શાહ ની એ રચના
જીવતાં ન આવડ્યું લગારે લગારે
આ મૃત્યુ દે, દાંડી નગારે નગારે
દુખો અમે સિંચ્યા સવારે સવારે
ઉગ્યા આ બાવળીયા કયારે કયારે
ઘા જીરવ્યા બધા સહારે સહારે
રોદણા રડ્યા ઘણા પ્રહારે પ્રહારે
તક તો અનેક મળી પ્રકારે પ્રકારે
જીવતાં ન આવડ્યું લગારે લગારે
ઝોળીએ કંકડ ભર્યા તગારે તગારે
હીરાની પરખ નો’તી લગારે લગારે
કાળ ભરખતો રહ્યો કપાળે કપાળે
જીવતાં ન આવડ્યું લગારે લગારે
ગુરુ જનોએ કહ્યું ઘણું ઈશારે ઈશારે
ઘમંડ ચડતો જ રહ્યો વધારે વધારે
દુખી છે માનવ આ બજારે બજારે
જીવતાં ન આવડ્યું લગારે લગારે
દયા, પ્રેમ, કરુણા, સદભાવના
શાંતિ, સેવા, ન રહી લગારે લગારે
જીવ્યા તો કોક જ હજારે હજારે
જીવતાં ન આવડ્યું લગારે લગારે
-શરદ શાહ
રસાસ્વાદ …. વિનોદ પટેલ
દર ચાર ચાર પંક્તિઓ લઈને એના પર વિચાર વિસ્તાર કરીએ ..
જીવતા ન આવડ્યું લગારે લગારે
આ મૃત્યુ દે, દાંડી નગારે નગારે
દુખો અમે સિંચ્યા સવારે સવારે
ઉગ્યા આ બાવળીયા કયારે કયારે
આ સરળ સીધી ગઝલ રચનામાં આધ્યાત્મિક ચિત્ત વૃતિ ધરાવતા ચિંતક શ્રી શરદ શાહએ મનુષ્ય જીવનની વાસ્તવિતાનો મનનીય ચિતાર રજુ કર્યો .
આ રચનામાં એમને જે કહેવું છે એ આ છે.
મનુષ્યના જીવનના અંતિમ સમયે મૃત્યુ નગારા ઉપર દાંડી પીટીને કહી રહ્યું છે કે હવે હું ટૂંક સમયમાં તારી મુલાકાત લેવા આવું છું . જીવનની આ અંતિમ ઘડીઓમાં મનુષ્યને ભાન થાય છે કે સાલું જીવન તો ચાલ્યું ગયું પણ મને જીવતાં ના આવડ્યું. મેં જીવનમાં ઘણી ભૂલો કરી,આ અંતિમ પડાવ સુધી આવવા ઘણા ખોટા માર્ગ લીધા અને એથી ભૂલો પડી ખોટા માર્ગે ફંટાઈ ગયો જે કરવા જેવું ન હતું. એ ભૂલો કરવા જેવી ના હતી. મને જો આજે ફરી જીવન જીવવાનું જો કહેવામાં આવે તો હું કોઈ વધુ સારી રીતો વાપરીને જીવી બતાવું.
આજે આ બ્રહ્મ જ્ઞાન મને આવ્યું છે ત્યારે હવે તો ઘણું મોડું થઇ ગયું છે. ગાડી ચુકી ગયો છું. આ સમયે મને હવે લાગે છે કે જીવનમાં દર સવારે એટલે કે રોજે રોજ જે કઈ કર્મો કર્યા એનું જ પરિણામ હું આજે ભોગવી રહ્યો છું. મેં જીવનમાં કર્મો રૂપી બાવળીયાનાં બી રોપ્યાં હતાં અને એને પરિણામે જ આજે બાવળીયાની શૂળો મને વાગી રહી છે. મેં જો કેરીનો ગોટલો વાવ્યો હોત તો આજે મીઠી મધુરી કેરીનો રસ મને ચાખવા મળ્યો હોત અને મારું જીવ્યું કંઈક સાર્થક થયું હતું. મારી જીવન યાત્રા સુખ રૂપ પૂરી થઇ હોત.
ઘા જીરવ્યા બધા સહારે સહારે
રોદણા રડ્યા ઘણા પ્રહારે પ્રહારે
તક તો અનેક મળી પ્રકારે પ્રકારે
જીવતા ન આવડ્યું લગારે લગારે
મને મારા જીવનમાં વિપરીત સંજોગોના ઘણા ઘા ખમવાના આવ્યા છે .એવા વખતે મને મારાં સગાં,સંબંધીઓ અને મિત્રોનો સહારો મળ્યો એથી મને થોડી રાહત મળી.આ માટે એ સૌનો હું આભારી છું. જો કે જ્યારે જ્યારે સંજોગોએ મારા પર પ્રહારો કર્યા ત્યારે કોઈ કોઈ વાર મનથી નિરાશ થઈને મને મદદ કરનાર આ સૌની આગળ રોદણાં પણ પુષ્કળ રડ્યાં છે..મને મારા જીવનમાં તકો તો ઘણી પ્રાપ્ત થઇ હતી કે હું આ પ્રકારના પ્રહારોનો સફળતાથી સામનો કરી શકું પરંતુ કમભાગ્યે એ બધી તકોને મેં મારા અજ્ઞાન અને આળસને લીધે ગુમાવી દીધી . આ બધી આવેલી તકોનો ઉપયોગ કરીને મને લગારે જીવતાં ના આવડ્યું એનું મને દુખ થાય છે.
ઝોળીએ કંકડ ભર્યા તગારે તગારે
હીરાની પરખ નો’તી લગારે લગારે
કાળ ભરખતો રહ્યો કપાળે કપાળે
જીવતા ન આવડ્યું લગારે લગારે
મારા જીવનના માર્ગમાં વચ્ચે હિરાની ખાણો આવતી હતી તો માર્ગમાં ઠેર ઠેર કાંકરાઓ પણ પથરાએલા હતા. પરંતુ મૂર્ખાઈ કરીને અને ખોટી પસંદગી કરીને દુર્ગુણો રૂપી કાંકરાઓથી હું મારી કર્મો રૂપી ઝોળીને તગારે તગારે ભરતો જ રહ્યો અને એનો ખોટો ભાર ઉપાડીને ચાલતો જ રહ્યો કેમ કે મને સદગુણો રૂપી હિરાની પરખ કરતાં લગારે ના આવડ્યું.આ રીતે હીરા મુકીને મેં કાંકરાથી મારી ઝોળી ભરીને ચાલતો રહ્યો. દિવસે દિવસે મારું શરીર ક્ષીણ થતું ગયું.કપાળ જોઇને કાળ ક્યાં કદી કોઈની દયા ખાવાનો છે ! કાળ તો કાળનું કામ કરતો જ રહે છે.આ ઘડીએ હવે મને મનમાં પસ્તાવો થાય છે કે મેં આવી મૂર્ખાઈ કેમ કરી..ખરેખર મને જીવતાં જ ના આવડ્યું. જીવનમાં જો અગાઉ વેળાસર મેં યોગ્ય પસંદગી કરી હોત, થોડો વધુ વિચાર કરીને કામ કર્યું હોત તો હું મારું જીવન સારી રીતે જીવી શક્યો હોત.
ગુરુ જનોએ કહ્યું ઘણું ઈશારે ઈશારે
ઘમંડ ચડતો જ રહ્યો વધારે વધારે
દુખી છે માનવ આ બજારે બજારે
જીવતા ન આવડ્યું લગારે લગારે
મારા ગુરુ જનોને હું મળતો ત્યારે એમના સત્સંગ વખતે એમણે મારે જીવન કેમ જીવવું જોઈએ એનો ઈશારો કરતા જ રહ્યા હતા . પરંતુ મારા ધન ,દોલત, પ્રતિષ્ઠા ,મોભો વિગેરે ને લીધે મને ગર્વ થયો .દિન પ્રતિ દિન હું એને લીધે વધુ ને વધુ અભિમાની થતો ગયો. મારા ગુરોએ કરેલ ઇશારા અને બોધ પર મેં બહુ ધ્યાન નાં આપ્યું. ઘમંડ માણસને આંધળો બનાવી દે છે. એ સાચું વિચારી શકતો નથી. બીજાઓ એને ગૌણ લાગે છે.ઘમંડના લીધે એ સારા નરસાનું સાન અને ભાન ગુમાવે છે અને પરિણામે એ દુખી થાય છે. આજે ચોરે અને ચૌટે આવા ઘણા માણસો તમને મળી રહેશે.હવે હું સમજ્યો છું કે મારા દુઃખનું કારણ બીજું કઈ નહી પણ મારું ખોટું અભિમાન છે. અભિમાન ત્યજી , નિખાલસ અને નમ્ર બની જો સારી રીતે મને જીવન જીવતાં આવડ્યું હોત તો કેવું સારું થાત ! હે ભગવાન મને લગારે જીવતાં જ ના આવડ્યું.
દયા, પ્રેમ, કરુણા, સદભાવના
શાંતિ, સેવા, ન રહી લગારે લગારે
જીવ્યા તો કોક જ હજારે હજારે
જીવતા ન આવડ્યું લગારે લગારે
સારું જીવન જીવવા માટે જીવનમાં દયા, પ્રેમ ,કરુણા ,સદભાવના .શાંતિ અને સેવા એ બહુ જ પાયાની જરૂરીઆતો છે. પરંતુ દરેક મનુષ્યમાં આ બધા સદગુણો એક સાથે હોય એ ભહુ જ જવલ્લેજ જોવા મળે છે.કોઈનામાં દયા ,પ્રેમ કરુણા હોય તો સદભાવના કે સેવાના ગુણોની ખામી હોય . હજારો માણસોમાં કોઈ એકાદ ભાગ્યશાળી વ્યક્તિ તમને મળે જેનામાં આ બધા સદગુણો એક સાથે જોવા મળે. એવું નથી કે, જો મેં ધાર્યું હોત તો, આ બધા ગુણો મારામાં ના હોત . જરૂર હોત. પરંતુ મેં એ બધી આવેલી તકોને મુર્ખામી કરીને ગુમાવી દીધી .ખરેખર મને લગારે જીવતાં ના આવડ્યું. .
અબ પસ્તાયે ક્યાં હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત ! –ગુરુ નાનક
ओशो की वाणी

તારીખ ૧૧મી ડિસેમ્બરે ઓશોનો જન્મ દિવસ છે .સ્વામી બ્રહ્મવેદાંતજીના માધોપુર(ઘેડ)માં આવેલ આશ્રમમાં શ્રી શરદભાઈ એમના ગુરુના સાનિધ્યમાં એ દિવસની ઉજવણીમાં સામેલ થશે.શ્રી શરદભાઈએ ઈ-મેલમાં મોકલેલ હિન્દી ભાષામાં ઓશો લિખિત જીવન જીવવા માટેનાં ૧૧ સુંદર સોનેરી સુત્રો નીચે એમના આભાર સાથે પ્રસ્તુત કરેલ છે.
આપણે આ ઓશોનાં ૧૧ જીવન ઉત્કર્ષ માટેનાં સુત્રોને જીવનમાં પચાવીએ અને એ રીતે ઓશોના જન્મ દિવસ નિમિત્તે એમને અંજલિ આપીએ.
ओशो की वाणी में से कुछ बहुमूल्य चुनना जितना आसान है, उतना ही मुश्किल भी। उनकी वाणी के अथाह सागर में से कुछ भी कहीं से भी ले लें, हर वाक्य ग्रंथ की तरह है। शशिकांत ‘सदैव’ बता रहे है।
उनके 11 स्वर्णिम सूत्र,जिनको अपनाकर आप भी अपने व्यावहारिक जीवन को सफल बना सकते हैं:
अभी और यहीं
मनुष्य या तो अपने बीते हुए पलों में खोया रहता है या फिर अपने भविष्य की चिंताओं में डूबा रहता है। दोनों सूरतों में वह दुखी रहता है। ओशो कहते हैं कि वास्तविक जीवन वर्तमान में है। उसका संबंध किसी बीते हुए या आने वाले कल से नहीं है। जो वर्तमान में जीता है वही हमेशा खुश रहता है।
भागो नहीं, जागो
हम हमेशा अपने दुखों और जिम्मेदारियों से भागते रहते हैं, उनसे बचने के बहाने खोजते रहते हैं। अपनी गलतियों और कमियों के लिए दूसरों को जिम्मेदार ठहराते रहते हैं, लेकिन ऐसा करके भी हम खुश नहीं रह पाते। ओशो कहते हैं कि परिस्थितियों से भागना नहीं चाहिए।
मैं नहीं, साक्षी भाव
मनुष्य के दुख का एक कारण यह भी है कि वह किसी भी चीज को, फिर वह इंसान हो या परिस्थिति, ज्यों का त्यों नहीं स्वीकारता। वह उसमें अपनी सोच अवश्य जोड़ देता है, जिसके कारण वह उसका हिस्सा बनने से चूक जाता है और दुखी हो जाता है। ओशो कहते हैं कि जो हो रहा है, उसे होने देना चाहिए,कोई अवरोध नहीं बनना चाहिए।
दमन, नहीं सृजन
मनुष्य सदा तनाव में रहता है। कभी ईर्ष्या से तो कभी क्रोध से भरा हीरहता है। उसमें भटकने और आक्रामक होने की संभावना हमेशा छुपी रहती है। वह चाहकर भी आनंदित और सुखी नहीं रह पाता। ओशो कहते हैं कि मनुष्य एक ऊर्जा है। हम यदि उस ऊर्जा को दबाएंगे तो वह कहीं न कहीं किसी और विराट रूप में प्रकट होगी ही।
शिकायत नहीं, धन्यवाद
ऐसा कौन है, जिसका मन शिकायतों से नहीं भरा! घर हो या दफ्तर, भगवान हो या संबंध, हम हमेशा सबसे शिकायत ही करते हैं। हमारी नजर हमेशा इस बात पर होती है कि हमें हमारे अनुसार क्या नहीं मिला। ओशो कहते हैं कि हमारी नजर सदा उस पर होनी चाहिए जो हमको मिला है।
ध्यान एकमात्र समाधान
अपनी इच्छाओं के पूरा होने के लिए लोग हमेशा से प्रार्थना, पूजा वकर्मकांड आदि को प्राथमिकता देते रहे हैं। ध्यान तो लोगों के लिए एक नीरस या उदास कर देने वाला काम है, तभी तो लोग पूछते हैं कि ध्यान करने से होगा क्या? ओशो ने ध्यान को जीवन में सबसे जरूरी बताया,यहां तक कि ध्यान को जीवन का आधार भी माना।
दूसरे को नहीं, खुद को बदलें
देखा जाए तो परोक्ष रूप से मनुष्य के तमाम दुखों और तकलीफों का आधार यहसोच रही है कि मेरे दुख का कारण सामने वाला है। हम परिस्थितियों या किस्मत के साथ भी यही रवैया रखते हैं कि वह बदलें हम नहीं।
अतिक्रमण नहीं, संतुलन
अति हर चीज की बुरी होती है। यह बात जानते हुए भी मनुष्य हर चीज की अतिसुख को पाने या बनाए रखने के लिए करता है। ओशो कहते हैं सुख की चाह ही दुख की जड़ है। सुख अपने साथ दुख भी लाता है। ओशो कहते हैं न पाने का सुख हो, न खोने का दुख, यही अवस्था संन्यास की अवस्था है।
धर्म नहीं, धार्मिकता
मनुष्य ने अपनी पहचान को धर्म की पहचान से व्यक्त कर रखा है। कोई हिंदू है, कोई मुसलमान, कोई सिख तो कोई ईसाई। धर्म के नाम पर आपसी भेदभाव ही बढ़े हैं। नतीजा यह है कि आज धर्म पहले है मनुष्य और उसकी मनुष्यता बादमें। वह कहते हैं, आनंद मनुष्य का स्वभाव है और आनंद की कोई जाति नहीं उसका कोई धर्म नहीं।
सहें नहीं, स्वीकारें
बचपन से ही हमें सहना सिखाया जाता है। सहने को एक अच्छा गुण कहा जाता है।बरसों से यही दोहराया जाता रहा है कि यदि हर कोई सहनशील हो जाए तो न केवल व्यक्तिगत तौर पर बल्कि वैश्विक तौर पर धरती पर शांति हो सकती है, लेकिन आज परिणाम सामने है। ओशो बोध के पक्ष में हैं।
जीवन ही है प्रभु
ओशो कहते हैं कि आदमी बहुत अजीब है, वह इंसान की बनाई चीजों को तो मानता व पूजता है लेकिन स्वयं को, ईश्वर की बनाई सृष्टि और उसमें मौजूद प्रकृति की तरफ कभी भी आंख उठाकर नहीं देखता। सच यह है कि परमात्मा को मानने का मतलब ही हर चीज के लिए ‘हां’, पूर्ण स्वीकार भाव और यह जन्म जीवन उसका जीता-जागता सबूत है।
શ્રી શરદ શાહ નો પરિચય

SHRI SHARAD SHAH
મારા મિત્ર શ્રી પી.કે. દાવડાની ‘મળવા જેવા માણસ’ પરિચય શ્રેણીમાં આપેલ શ્રી શરદ શાહનો પરિચય એમના જ શબ્દોમાં ….
વાચકોના પ્રતિભાવ