વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(825 ) સરદાર વલ્લભભાઈ પટેલની ૬૫ મી પુણ્યતિથીએ શ્રધાંજલિ

Sardarvallabhbhai -1

આજે ૧૫ મી ડિસેમ્બર ૨૦૧૫ એટલે દેશની એકતાના પ્રહરી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૬૫ મી પુણ્યતિથી.

ભારત દેશ આઝાદ થયો એના માત્ર ત્રણ વર્ષમાં જ દેશને મજબુત પાયા ઉપર મુકીને ગાંધીજીની પાછળ પાછળ તેઓ પણ ૧૫ મી ડિસેમ્બર ૧૯૫૦ ના રોજ સ્વર્ગવાસી થયા અને મૃત્યુમાં પણ એમના રાજકીય ગુરુને અનુસર્યા હતા.  

દેશની રાજધાની દિલ્હીમાં દેશના નાના મોટા દરેક નેતાઓના અવસાન પછી એમના સ્મારકો તરીકે વિવિધ ઘાટ અસ્તિત્વમાં છે . નહેરુ પરિવારના ત્રણ ઘાટ છે પરંતુ સરદારના નામનો એવો કોઈ ઘાટ અસ્તિત્વમાં નથી.આમ કેમ બન્યું હશે એ એક પ્રશ્ન છે.

દેશના સુકાની પદે હાલ સરદાર જેવા જ મજબુત મનના ગુજરાતના સપુત શ્રી નરેન્દ્ર મોદી બિરાજે છે ત્યારે સરદાર નામે થયેલ કે કરવામાં આવેલ આ અન્યાય દુર થશે એવી આશા રાખીશું ?

મારા સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડાએ એમના ઈ-મેલમાં આજ સન્દર્ભમાં એક નાનકડી પણ સરસ અસરકારક કાવ્ય રચના ઈ-મેલમાં આજે મોકલી છે એ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

આ રચનામાં તેઓ યોગ્ય રીતે જ જણાવે છે કે સરદારને એવા કોઈ ઘાટની જરૂર નથી કારણ કે …..

સરદાર તારૂ સરનામુ છે
હરેકના દિલમાં વલ્લભઘાટ.

સરદાર પટેલને શ્રધ્ધાંજલી

આજે ૧૫ મી ડિસેમ્બરે સરદાર પટેલની પુણ્યતિથીને દિવસે મારી એક નાની શ્રધ્ધાંજલી

વલ્લભ ઘાટ.

ગાંધી પોઢ્યા રાજઘાટમાં ,
શાંતિવન છે નેહરુનું ઘર;
ઈન્દીરાનું શક્તિસ્થલ છે,
વીરભૂમિ રાજીવનુ ઘર;
વિજયઘાટ શાસ્ત્રીનું ઘર છે,
છે ચરણસિંહનું કિશાનઘાટ;
સમતા સ્થલ છે જગજીવનનું,
ને જૈલસિંગનું એક્તા ઘાટ.
પણ સરદાર તારૂ સરનામુ છે
હરેકના દિલમાં વલ્લભઘાટ.

-પી.કે.દાવડા

ભારતની એકતા સરદારની મુત્સદ્દીગીરી અને દ્રઢ વહીવટી કુનેહને કારણે છે એ વાત નિર્વિવાદ હોવા છતાં સરદારની આટલી બધી અવગણના શા માટે? પ્રથમ પ્રધાનમંત્રી તરીકે નહેરુની પસંદગી થયા પછી પચ્ચીસ વર્ષે રાજગોપાલાચારીએ એવું કહ્યું હતું કે નહેરુને વિદેશ-પ્રધાન બનાવ્યા હોત અને સરદારને પ્રધાનમંત્રી બનાવ્યા હોત તો ખરેખર સારું થાત.

સરદાર પોતાના પાકા અનુયાયી હતા અને વધુ કાબેલ મુત્સદ્દી હતા અને કોંગ્રેસમાં બહુમતી મત સરદારને આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન બનાવવા માટે હતો એ હકીકત જાણવા છતાં શા માટે ગાંધીજીએ વારંવાર નહેરુને જ ટેકો આપ્યો હશે એ તો એમને જ ખબર !

સરદારની જીવન ઝરમર  

Sardar Vallabhbhai Patel

સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

નીચેની લીંક પર ક્લિક કરીને સરદાર વલ્લભભાઈ પટેલની

જીવન ઝરમર વાંચો.

વલ્લભભાઈ પટેલ – વિકિપીડિયા

 

સરદાર પટેલના જીવનનો એક પ્રેરક પ્રસંગ  


Sardar and Maniben

પિતા-પુત્રી

જીવન પર્યંત અપરિણીત રહી પિતાની એમના મૃત્યુ પર્યંત સેવા કરનાર  આદર્શ પુત્રી મણીબેન પટેલ અને ખુશખુશાલ પિતા વલ્લભભાઈની એક યાદગાર તસ્વીર   

સરદાર પટેલની રાજકીય ખુમારી 

એકવાર દાલમિયા શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદારના સેક્રેટરીને મળવા આવ્યા. તેમણે કહ્યું કે, દાલમિયા શેઠ ચૂંટણી-ફંડ માટે બે લાખ રૂપિયા આપવા માગે છે, સરદાર એ સ્વીકારશે ? સરદારને આ વાત તેમના સેક્રેટરીએ કહી તો તેમણે હા પાડી, પછી બીજા દિવસે ફરીથી શેઠનો સેક્રેટરી આવ્યો અને સરદારના સેક્રેટરીને કહ્યું કે, દાલમિયા શેઠ ઇચ્છે છે કે સરદાર તેમના ઘરે ચા પીવા આવે અને ત્યાં જ તેઓ આ રકમ આપશે.

સરદાર આ સંદેશો સાંભળતાં જ તાડુકી ઉઠયા, તેમણે કહ્યું કે, જુઓ તેમને કહી દો કે તેઓ બે લાખ રૂપિયા આપીને મારી પર કે કોંગ્રેસ પર કોઇ ઉપકાર નથી કરતા. એમને સ્પષ્ટ જણાવો કે હું તેમના ઘરે નહીં આવું. તેમને ચેક આપવો હોય તો આપે. આ વાત સાંભળીને દાલમિયા શેઠે પચીસ હજાર વધારે ઉમેરીને સવા બે લાખનો ચેક સરદારને મોકલી આપ્યો. આ હતી સરદારની રાજકીય સૂઝ, ખુમારી. એ સાથે સરદારનાં હૃદયની ઋજુતા પણ જુઓ. પંદર દિવસ પછી સરદાર સામેથી કહેવડાવી દાલમિયાને ત્યાં ચા પીવા ગયા.

ચૂંટણીભંડોળ ઉઘરાવવા અને વાપરવા માટે સરદારે કેટલીક નીતિવિષયક રેખાઓ પણ નક્કી કરીને દરેક પ્રાંતિક કોંગ્રેસ સમિતિને મોકલી આપી હતી. સરદારની પ્રતિષ્ઠા અને કોંગ્રેસ પરનો તેમનો પ્રભાવ લોકોમાં અનેરો ઉત્સાહ અને વિશ્વાસનો સંચાર કરતા હતા.

સૌજન્ય-સંદેશ.કોમ

સરદાર વાણી

SARDAR pATEL VANI

સરદાર વલ્લભભાઈ પટેલની ૬૫ મી પુણ્યતિથીએ  વિનોદ વિહારની હાર્દિક શ્રધાંજલિ 

 

 

One response to “(825 ) સરદાર વલ્લભભાઈ પટેલની ૬૫ મી પુણ્યતિથીએ શ્રધાંજલિ

  1. pragnaju ડિસેમ્બર 15, 2015 પર 1:57 પી એમ(PM)

    સરદાર વલ્લભભાઈ પટેલની ૬૫ મી પુણ્યતિથીએ હાર્દિક શ્રધાંજલિ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: