વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 836 ) अकेले हैं, चले आओ…ગઝલાવલોકન … સુરેશ જાની

         ઘણા સમય પછી, જિમમાં કસરત કરવા ગયો. ટ્રેડ મિલ પર ચાલતાં સેલ ફોનમાંથી ગીતો ચાલુ કર્યા, પણ એકેય ગુજરાતી ગીત સાંભળવા ન મળ્યું. પછી યાદ આવ્યું કે, દીકરો ચાલવા ગયો, ત્યારે સેલફોન લઈ ગયો હતો, અને તેણે તેને ગમતા હિન્દી ફિલ્મ ગીતો એમાં ડાઉનલોડ કર્યા હતા.

‘ચાલ…આજે એની લિજ્જત માણું.’- એમ વિચારી, જૂના ગીતો મમળાવ્યાં. એમાંનું એક…

       સરસ દર્દીલું ગીત.પ્રિયજનને મળવાની આરજૂ….ફિલ્મી ગીતોનો કાયમી વિષય – પ્રણય અને વિરહ …

  • મોટા ભાગના ગીતોનો આ જ શબ્દ
  • લગભગ મળતા આવતો દર્દીલો સૂર.
  • ગમતીલી વ્યક્તિ, ગમતીલી ચીજ ન મળે – એના વિરહનું આક્રંદ.
  • ફિલસૂફીની નજરે….અનલ હક માટેની આરજૂ અને તરસ.

પણ …..

     આ અજાગૃત અવસ્થાનું આક્રંદ છે. જાગૃતિ જેમ જેમ આવવા માંડે, તેમ તેમ એ સમજાતું/ અનુભવાતું જાય છે કે, કોઈ, ક્યારે ય, ક્યાંય એકલું નથી હોતું. તે ‘છે’ તેનું ભાન જ ‘તે છે’ ની આલબેલ સતત પોકારતું રહે છે. હરેક શ્વાસ – તેની સતત હાજરીનો પડઘો પાડતો રહે છે. જીવંત ચેતનાની બાંગ કદાપિ બંધ નથી થતી હોતી.

  એ ચેતના છે, ત્યાં સુધીનો જ આ બધો ખેલ છે.

  • વ્યથાઓ
  • આક્રંદો
  • અપેક્ષાઓ
  • પ્રાપ્તિના/ ભોગના ઓડકારો

માટે ‘એકલા છીએ’ અને ‘ચલે આઓ’ નું આવાહન એક નવો વળાંક લઈ શકે છે –

આવો વળાંક ….

ss

 આ ચિત્ર પર ક્લિક કરો

એક આડવાત…

યુ-ટ્યુબ પર ના હોય તેવા, આવા વિડિયો પણ એમ્બેડ થઈ શકે છે.

 

4 responses to “( 836 ) अकेले हैं, चले आओ…ગઝલાવલોકન … સુરેશ જાની

  1. MERA TUFAN January 10, 2016 at 5:37 PM

    nice, thanks

  2. nabhakashdeep January 9, 2016 at 6:11 PM

    Enjoyed

  3. Vimala Gohil January 9, 2016 at 11:18 AM

    “આ અજાગૃત અવસ્થાનું આક્રંદ છે. જાગૃતિ જેમ જેમ આવવા માંડે, તેમ તેમ એ સમજાતું/ અનુભવાતું જાય છે કે, કોઈ, ક્યારે ય, ક્યાંય એકલું નથી હોતું. તે ‘છે’ તેનું ભાન જ ‘તે છે’ ” વાહ,બહુ સરસ.
    ગીત પણ….

  4. Vinod R. Patel January 9, 2016 at 11:10 AM

    વિરહી જનનું પ્રિય પાત્રના મિલન માટેનું દર્દ આ વિડીયોમાં ઉભર્યું છે. કચકડાની પટ્ટી પર આન્કેલું

    ગીત પણ હૃદયને કેવું સ્પર્શતું હોય છે.! સામાન્ય રીતે આવા દર્દ વાળા માણસો હકીકતમાં દર્દના ગીતો ગાવા

    નથી માંડતા પણ એમના દર્દને હૃદય મનમાં ભંડારી દઈને એને સકારાત્મક રીતે બીજા રસ્તે વાળીને

    જીવતા હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: