વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 838 ) ડૉ.માર્ટિન લ્યુથર કિંગ અને અમેરિકા માટેનું એમનું સ્વપ્ન…

King is most famous for his "I Have a Dream" speech, given in front of the Lincoln Memorial during the 1963 March on Washington for Jobs and Freedom.

King is most famous for his “I Have a Dream” speech, given in front of the Lincoln Memorial during the 1963 March on Washington for Jobs and Freedom.

 જાન્યુઆરી ૧૮, ૨૦૧૬ના રોજ સમસ્ત અમેરિકાએ જેમના જન્મ દિવસના માનમાં એ દિવસને નેશનલ હોલી ડે તરીકે ઉજવ્યો એ વિભૂતિ ડો.માર્ટિ‌ન લ્યુથર કિંગનો જન્મ ૧૫ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ જ્યોર્જીયા,અમેરિકામાં થયો હતો. એમના બાળપણથી જ એમણે એમના રાજ્ય અને બીજા રાજ્યોમાં કાળા ગોરા વચ્ચે પ્રવર્તતા રંગ ભેદ અને તિરસ્કારની ભાવનાનાં દર્શન કર્યા હતાં. અમેરિકામાં કાળી પ્રજાને ગોરાઓ બરાબરનો દરજ્જો અપાવવા માટે શાંતિપૂર્ણ આંદોલન-સિવિલ રાઈટ્સ મુવમેન્ટ-ની આગેવાની લઈને એમણે એમના યુવાનીના દિવસોમાં જે  અગત્યની ભૂમિકા ભજવી હતી એના લીધે એમનું નામ અમેરિકાના ઇતિહાસમાં અમર થઇ ગયું છે.

અમેરિકામાં એ સમય એવો હતો જ્યારે દેશમાં અને ખાસ કરીને દક્ષીણ અમેરિકાનાં રાજ્યોમાં શ્વેત અને અશ્વેત નાગરિકો વચ્ચે ‘સેગ્રીગેશન’  તરીકે ઓળખાતો રાજ્ય માન્ય સત્તાવાર ભેદભાવ પ્રવર્તતો હતો. દક્ષિણનાં ઘણાં રાજ્યોમાં શિક્ષણ સંસ્થાઓ ,પીવાના પાણીનાં જાહેર સ્થળો, હોટલો તથા બસ સર્વિસ જેવી સરકારી સુવિધાઓમાં ઉઘાડો અન્યાય અને ભેદભાવ રાખવામાં આવતો હતો. બસોમાં ગોરી ચામડીના લોકોની બેઠકો અલગ રહેતી અને બસ ભરાઈ જાય ત્યારે ગોરાઓ માટે અશ્વેતોએ ઉભા થઇ એમની સીટ ખાલી કરી આપવી પડતી હતી. ૧૯૬૨માં  અલાબામા રાજ્યના ગવર્નર જ્યોર્જ વોલેસે એમના હોદ્દાની શપથ લેતી વખતે જ જાહેર કર્યું હતું કે “આઇ વિલ ફાઇટ ફોર સેગ્રીગેશન નાઉ, સેગ્રીગેશન ટુમોરો એન્ડ સેગ્રીગેશન ફોરેએવર’.રાજ્યના મુખ્ય શહેર બર્મિંગહામમાં કાળા લોકોએ કાઢેલ સરઘસના લોક સમૂહ પર પોલીસે અમાનુષી જુલમ ગુજાર્યો હતો અને એમાં કેટલાક આંદોલન કરનારાઓ મૃત્યુ પણ પામ્યા હતા.

King at a Civil Rights March on Washington, D.C.

King at a Civil Rights March on Washington, D.C.

ત્યારબાદ,તા. ૨૮ ઑગસ્ટ, ૧૯૬૩ ના રોજ ડો.કિંગની આગેવાની હેઠળ બે લાખથી પણ વઘુ લોકો તેમના નાગરિક અધિકાર- સિવિલ રાઇટ્‌સ માટે દક્ષિણ અમેરિકાના જાતીય ભેદભાવથી ખદબદતા એલેબામા સ્ટેટના બર્મિંગહામ નામના શહેરથી પાટનગર વૉશિંગ્ટનના લિંકન મેમોરિયલ સુધી કૂચ લઇને આવ્યા હતા જેમાં અમેરિકાભરમાંથી આવેલા અશ્વેત લોકોની બહુમતી હતી.એમના હક્કો માટેની આ લડત હતી .આ કુચ March on Washington તરીકે પણ જાણીતી છે.

આ બે લાખની મેદની સમક્ષ અનેક સાથીઓએ તૈયાર કરેલા એમના ભાષણના ડ્રાફ્ટને એક બાજુ મૂકી દઈને ડો.કિંગે એમનું ખુબ જાણીતું થયેલું I have a dream… પ્રવચન આપી લોકોને એમના ધ્યેય માટેની લડત લડવા માટે એમનામાં નવી શક્તિનો સંચાર કર્યો હતો.

સ્વયંભુ પ્રેરણાથી આપેલ આ વક્તવ્યથી  ડો. કિંગએ દેશમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા એક અશ્વેત મહાનુભાવનું સ્થાન નક્કી કરી લીધું હતું, જેને પ્રેસીડન્ટ કેનેડીએ પણ બિરદાવ્યું હતું.

આ ઐતિહાસિક પ્રવચનમાં એમણે લલકાર્યું હતું કે ..

“મારા મિત્રો આપણે બહુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ.કાલે પણ કરતા રહીશું છતાં ….

I have a dream.. મારું એક સ્વપ્ન છે કે એક દિવસ આ દેશ ની પ્રજા જાગશે અને અને તેના સાચકલા હાર્દને જીવી બતાવશે…

મારું સપનું છે કે એક દિવસ આ દેશ પોતાના સિદ્ધાંતો અને વિશ્વાસોના વાસ્તવિક અર્થને સાર્થક કરશે.આ દેશ એ  તથ્યમાં વિશ્વાસ ધરાવે છે કે ઇશ્વરે તમામ મનુષ્યને એક સરખા બનાવ્યા છે.”

 ‘હું દેશના એવા ભવિષ્યની કલ્પના કરું છું… મારું સપનું છે કે મારા ચાર પુત્રોને તેમની ચામડીના રંગથી નહીં, પરંતુ તેમના ચારિત્ર્યથી ઓળખવામાં આવશે.”

વીસમી સદીના સૌથી યાદગાર પ્રવચનોમાં સ્થાન પ્રાપ્ત કરનાર જોસ્સાથી ભરપુર ડો. કિંગનું ‘આઇ હેવ એ ડ્રીમ’ વક્તવ્ય આ વિડીયોમાં સાંભળો .. 

Martin Luther King – I Have A Dream Speech – August 28, 1963

અમેરિકામાં કાળા-ગોરા વચ્ચે સમાનતાનો પ્રથમવાર મંત્ર આપનાર પ્રમુખ અબ્રાહમ લીંકનનું જે કાર્ય એમની શહીદી બાદ અધૂરું રહ્યું હતું એ કાર્ય ડો.માર્ટીન લ્યુથર કિંગ અને એમના સાથીઓના  અથાક પ્રયત્નોથી પૂરું થયું હતું . કોંગ્રેસને આખરે કાળા ગોરાનો ભેદ અને થતા અન્યાયને નાબૂદ કરતો  કાયદો પસાર કરી દેશના બંધારણમાં જરૂરી સુધારો કરવો પડ્યો હતો.

કિંગની આ ઐતિહાસિક લડતથી અમેરિકામાં સાચી લોકશાહી સ્થપાઇ શકી અને કાળા ગોરાનો ભેદ કાયદેસર રીતે નાબૂદ થયો. ડો.કિંગના આવા ભગીરથ કાર્યની કદર કરીને ૧૯૬૪માં એમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

દેશના કમનશીબે અબ્રાહમ લિંકનની જેમ જ અમેરિકામાં વસતી અશ્વેત પ્રજાના મોટા સમૂહ માટે અન્ય શ્વેત પ્રજા બરાબરનો દરજ્જો અપાવવા માટે શાંતિપૂર્ણ આંદોલનની આગેવાની લેનાર ડો.કિંગની માત્ર ૩૯ વર્ષની યુવાન વયે  એક ગોરા જેમ્સ અર્લ રે. જેમ્સ રેએ ૪થી એપ્રિલ, ૧૯૬૮ની એક સાંજે એમના પર ગોળીબાર કરીને કરપીણ હત્યા કરી હતી .દેશને અને ખાસ કરીને અશ્વેત પ્રજાને માટે આંચકા રૂપ આ કરુણ બનાવની પ્રતિક્રિયામાં ઘણા શહેરોમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હતાં .

સમાનતા માટેના સંઘર્ષનાં પચાસ વર્ષ પછી રંગભેદને લીધે અગાઉ થતા અન્યાયનું સ્વરૂપ આજે ધરમૂળથી બદલાયું છે.આની પ્રતીતિ એક અદ્ભુત ઘટનામાં દેખાય છે.અમેરિકા જેવા ગોરાઓની બહુમતી ધરાવતા દેશની લોકશાહીની એ કેવી બલિહારી કહેવાય કે ડો.કિંગની સમાનતાની લડતના પાંચ દાયકા બાદ એક અશ્વેત આફ્રિકન અમેરિકન જાતિના સભ્ય બરાક ઓબામાને આ દેશની પ્રજાએ  ચૂંટીને દુનિયાના સુપર પાવર ગણાતા દેશના સર્વોચ્ચ પદ પર બેસાડી દીધા.આ ઐતિહાસિક બનાવથી માન્યા ના આવે એવો જન માનસમાં આવેલ ફેરફાર જોઇને માર્ટીન લ્યુથરનો આત્મા સ્વર્ગમાંથી કેટલો રાજી થયો હશે !

માર્ટીન લ્યુથર કિંગ મેમોરીયલ

ડો.કિંગની માર્ચ ઓન વોશિંગ્ટન ચળવળના બિલકુલ  પચાસ વર્ષ પછી તારીખ ૨૮ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ એ જ જગાએ અમેરીકાના એક અશ્વેત પ્રમુખ બરાક ઓબામાએ કડક સુરક્ષા વ્યવસ્થા અને વરસાદ વચ્ચે મોટી મેદનીની  હાજરીમાં માર્ટીન લ્યુથર કિંગ મેમોરીયલને ગૌરવભેર ખુલ્લું મુક્યું હતું.

દેશની ઐતિહાસિક વિભૂતિઓ અબ્રાહમ લિંકન મેમોરીઅલ અને જેફરસન મેમોરીઅલની અડોઅડ ઉભા કરવામાં આવેલા માર્ટીન લ્યુથર કિંગ મેમોરીયલની આ રહી તસ્વીર ..

MLK_1 Memorial_.jpg-

૨૦૧૪ ના સપ્ટેમ્બર મહિનાના અંતે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એમની અમેરિકાની મુલાકાત દરમ્યાન વાઈટ હાઉસમાં અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને જ્યારે મળ્યા ત્યારે ભરચક કાર્યક્રમમાંથી એમનો સમય ફાળવી ઓબામા જાતે મોદીને ડો.કિંગનું આ ભવ્ય સ્મારક બતાવવા માટે લઇ ગયા હતા અને બધે ફેરવીને આ અદભૂત સ્મારકની એમને માહિતી આપી હતી.આ દ્રશ્યને આ વિડીયોમાં જુઓ .

આમ અમેરિકાએ માર્ટીન લ્યુથરના કાર્યો અને બલીદાનની સરસ કદર કરી છે અને એમના માનમાં નેશનલ હોલીડે તથા આ  મેમોરીયલ દ્વારા ભવ્ય અંજલિ આપી છે. ડો.કિંગના માનમાં એમના જન્મ દિવસ નજીકના  જાન્યુઆરીના ત્રીજા સોમવારને સમસ્ત અમેરિકામાં દર વરસે માર્ટીન લ્યુથર કિંગ ડે તરીકે નેશનલ પેઈડ હોલીડે તરીકે મનાવવામાં આવે છે. નેશનલ હોલી ડે નું આવું રાષ્ટ્રીય માન મેળવનારી ફક્ત બીજી બે જ વ્યક્તિઓ છે અને એ છે અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગટન  અને અમેરિકાના શોધક ક્રિસ્ટોફર કોલંબસ .

દેશના આ અશ્વેત નેતા ડો. માર્ટિ‌ન લ્યૂથર કિંગએ સેવેલા  સપનાઓને સંપૂર્ણ રીતે સાકાર કરવા માટે અમેરિકામાં  ઘણું બધું કરવાનું કામ હજુ બાકી છે.આજે પણ જાતિભેદને લીધે ટ્રેવાન માર્ટિ‌ન જેવા અશ્વેત યુવાનની શ્વેત પોલીસ દ્વારા ગોળી મારીને થતી હત્યાઓ અને  હત્યારાને સજાને બદલે મુક્તિ જેવા અન્યાયી બનાવો બનતા જ રહે છે.હોલીવુડના ઓસ્કાર એકેડેમી એવોર્ડમાં પણ શ્વેત કલાકારોની સરખામણીમાં અશ્વેત કલાકારો  માટે જે ઉઘાડો અન્યાય થાય છે એની સામે હાલ બુમો ઉઠી છે અને અશ્વેત કલાકારો દ્વારા આ એવોર્ડનો  બહિષ્કાર કરવાની વાતો પણ સમાચાર માધ્યમોમાં હાલ ચર્ચાઈ રહી છે.

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમ જ રંગભેદ નાબુદીના એમના ધ્યેય અને આદર્શો માટે શહીદી વહોરનાર આવી મહાન વિભૂતિ ડો.માર્ટીન લ્યુથર ભલે સદેહે આજે હાજર નથી પરંતુ  એમના કાર્યો અને વિચારોની સુગંધનો પમરાટ સદીઓ સુધી વિશ્વમાં ફેલાતો રહેવાનો છે.

 

ડો.માર્ટીન લ્યુથર કિંગ વિષે અંગ્રેજીમાં વિગતે માહિતી વિકિપીડીયાની

આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

Martin Luther King Jr.

 

( હવે પછીની પોસ્ટમાં -‘અમેરિકાના ગાંધી’- ડો. માર્ટીન લ્યુથર કિંગ”–ડો.કિંગ પર ગાંધી વિચારોની અસર અને એ બન્ને  વચ્ચેની સામ્યતાઓ વિશેનો મારો લેખ વાંચશો.)

2 responses to “( 838 ) ડૉ.માર્ટિન લ્યુથર કિંગ અને અમેરિકા માટેનું એમનું સ્વપ્ન…

 1. pravinshastri જાન્યુઆરી 21, 2016 પર 5:26 એ એમ (AM)

  હું ભારતમાંથી માર્ચ ૧૯૬૮માં લંડન ગયો ત્યારે માર્ટિન લ્યુથર કિંગ વિશે ખાસ જાણતો ન હતો. ૪ એપ્રીલ અને ત્યાર પછીના યુકેના ટીવી પર આખો દિવસ માર્ટિન લ્યુથર; “આઈ હેવ અ ડ્રીમ”; જૂદા જૂદા શહેરોમાં થતાં તોફાનો, લૂંટ અને હિંસાના સમાચારો જ આવતા રહેતા. મેં જ્યારે અમેરિકા આવવા માટે લંડનની લેબમાં ૧૯૭૦માં રાજીનામું મૂક્યું ત્યારે અમારી લેબના બોસે બે કલાક સૂધી મારી સાથે લેક્ચર બાજી કરી હતી કે “અમેરિકા ઈઝ ધ મોસ્ટ વાયોલન્ટ અને અનસેઇફ કન્ટ્રી ઈન ધ વર્લ્ડ”
  મારી પહેલી જોબ નૉવાર્ક ન્યુ જર્સીમાં હતી. બ્લેકની વસ્તી નજરે ચડ્રે એવી હતી. અને બે વર્ષ પછી, પણ તોફાનમાં બળેલી મિલ્કતોના અવશેષો દેખાતા હતાં.
  તમે આ લેખમાં સરસ અભ્યાસ પૂર્ણ માહિતીઓનું સંકલન કર્યું છે જે અત્યાર સૂધી મને પણ ખબર ન હતી કે જાણવાની દરકાર રાખી ન હતી.

  Like

 2. pragnaju જાન્યુઆરી 21, 2016 પર 3:58 પી એમ(PM)

  ખૂબ સુંદર સંકલન
  ઘનું નવું જાણવા મળ્યુ
  અહીસક સત્યાદ્રહ મા પણ હત્યા થાય …
  સલામ માર્ટિન લ્યુથર કિંગ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: