વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 845 ) સેવાભાવી અપંગ ભિખારી ખીમજીભાઈ

 • માનવતા બતાવવા અને સેવા કરવા માટે હમ્મેશાં તમારી પાસે ધનનો સંચય હોય એ જરૂરી નથી . દિલમાં સેવા ભાવના જો હોય તો એક ભિખારી પણ માનવતાનાં કાર્યો કરી બતાવે છે જે પૈસા વાળા પણ બતાવી નથી શકતા .દાન માટે દિલ જોઈએ છે ,પૈસા તો મળી રહે છે.

   જલ્દી માન્યામાં ના આવે એવી આવા એક અપંગ ભિખારી ખીમજીભાઈની એક સત્ય કથા જ્યારે ગુજરાત સમાચારમાં મેં વાંચી ત્યારે મને એ સ્પર્શી ગઈ. વિનોદ વિહારના માધ્યમથી સૌ વાચકો સાથે એને  શેર કરતાં આનંદ થાય છે.

 • મહેસાણામાં રહેતા સેવાભાવી અપંગ

  ખીમજીભાઇ ભીખમાં મળેલા પૈસા ગરીબ દીકરીઓના

 • શિક્ષણ પાછળ ખર્ચે છે. 

 ૨૫૦૦ કરતાં વધુ બાળકીઓને શિક્ષણ સહાય કરી છે

૧૦ જેટલી ગરીબ બાળકીઓનેે સોનાની કડીઓ આપશે

bhikhari

સામાન્ય રીતે કોઇ પણ ભિખારી બે ટંકનું ભોજન મેળવવા માટે ભીખ માગતો હોય છે પરંતુ મહેસાણાના વિવિધ મંદિરો આગળ ભીખ માગતા ગોદળીયા બાબા એટલે કે ખીમજીભાઇ પ્રજાપતિ પોતાને ભીખમાં મળેલી રકમ ગરીબ  બાળકીઓના અભ્યાસ પાછળ ખર્ચે છે.

હવે તેઓ ૧૦ જેટલી ગરીબ દીકરીઓને સોનાની કડીઓ (કાનના આભૂષણ) આપવાના છે. છેલ્લા સાત વર્ષથી તેઓ મહેસાણાની વિવિધ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ૨૫૦૦ કરતાં વધુ બાળકીઓને શિક્ષણ સહાય કરી છે. તેઓ બાળકીઓને શિક્ષણને લગતી સામગ્રી જેવી કે, નોટબુક, પુસ્તક, બેગ, કપડા વગેરે વસ્તુઓ જરૃરિયાતમંદ વિદ્યાર્થીનીઓને આપે છે.

ખીમજીભાઇ વર્ષમાં ચાર જેટલી સ્કૂલમાં જઇને ભીખની રકમ શિક્ષણ સહાય પેટે દાન કરે છે.તેઓ અપંગ હોવાથી ટ્રાઇસિકલ પર બેસીને મહેસાણામાં આવેલા સાંઇબાબા મંદિર, હનુમાન મંદિર વગેરે ધાર્મિક સ્થળો આગળ બેસીને ભીખ માગે છે.

આ પ્રવૃતિ અંગે ખીમજીભાઇ કહે છે ,આપણો સમાજ દીકરીઓને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખે છે. દીકરો હોય તો માતા-પિતા પ્રાઇવેટ સ્કૂલમાં ઊંચી ફી ભરીને એડમિશન કરાવે છે, જ્યારે દીકરીઓને સરકારી સ્કૂલમાં ભણાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. દિકરાને તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે, જ્યારે દીકરીને શિક્ષણ માટે જરૃરિયાત સામગ્રી મળતી નથી.

સેવાભાવી અપંગ ખીમજીભાઇએ એમ પણ જણાવ્યું કે દીકરી એ સમાજનું દર્પણ છે,દીકરીઓ શિક્ષિત બનશે તો જ સમાજ શિક્ષિત કહેવાશે.

અત્યાર સુધીમાં કેટલી રકમ દાન કરી એ હું જાણતો નથી. મંદિરના પગથીયે કોઇને કોઇ દાનવીર ટંકનું ભોજન કરાવી દે છે અને જયારે ભીખમાં રકમ આવે છે તેને સાચવી રાખું છું. બે કે ત્રણ મહિનાની રકમ ભેગી થાય એટલે શાળામાં જઇને ગરીબ બાળકોને શિક્ષણ સહાય કરુ છું. કેટલીક વાર ગરીબ દીકરીઓના કન્યાદાન પેટે સહાય કરુ છું. મને ભીખ આપનાર દાનવીરોના પૈસા પણ દીકરીઓના શિક્ષણ પાછળ ખર્ચાય છે. 

સૌજન્ય- ગુજરાત સમાચાર

3 responses to “( 845 ) સેવાભાવી અપંગ ભિખારી ખીમજીભાઈ

 1. pragnaju ફેબ્રુવારી 6, 2016 પર 4:03 પી એમ(PM)

  દાનવીરને સલામ
  રસપ્રદ હકીકત આ પણ છે રસ્તા પર ચીંથરેહાલ ફરતો ભિખારી એક દિવસમાં કેટલા કમાઇ શકે? આ સવાલનો જવાબમાં સો બસો રૂપિયા કદાચ તમે કહી શકો. પણ હકીકત કઇક અલગ જ છે. દિલ્હીમાં એક કોલેજિયન યુવાને ભિખારી બનીને ભિખારીની ડેઇલી ઇન્કમ જાણવાનો પ્રયાસ કર્યો.
  ફૂલફટાક લાગતો આ યુવાન એક એવો પ્રયોગ કરવા જઇ રહ્યો છે તેનુ પરિણામ સૌને ચોંકાવી દે તેવુ છે. ગોગલ્સ અને ફંકી લુક ધરાવતો આ યંગસ્ટર ભિખારી બનવા જઇ રહ્યો છે. આ માટે તેણે પુરી તૈયારી કરી લીધી છે.

  સૌ પહેલા તો આ યુવકને બેશરમ બનવાની શીખામણ આપવામાં આવી. તે પછી તેના ફંકી લૂકને ફટીચર લૂકમાં ફેરવવામાં આવ્યો. ફટીચુર લૂક બાદ આ યુવક અસ્સલ ભિખારી લાગે તે માટે તેનો બાકાયદા મેક અપ પણ કરાયો. ગેટઅપ અને મેક અપ બાદ ફંકીમાંથી ફકીર બનેલો યુવાન સીધો પહોંચી ગયો ટ્રાફીક સિગ્નલ પર.

  બસ પછી તો મૂડ બનાવીને આ યુવકને ભિખ માગવાની શરૂ કરી. બેશરમ બનેલા આ યુવકને તો પછી તો જાણે લોટરી લાગી. જ્યા હાથ લાંબો કર્યો ત્યાંથી ભીખ મળવા લાગી. આખરે બે કલાક બાદ કલેકશન ગણવામાં આવ્યુ તો બે કલાકમાં થયા બસો રૂપિયા, બે કલાકાના બસો રૂપિયા લેખે દિવસના દસ કલાક પ્રમાણે થયા એક હજાર રૂપિયા અને મહિનાના થયા ત્રીસ હજાર. જીહા ભિખારીના મહિનાની આવક ત્રીસ હજાર રૂપિયા. હવે સામાન્ય કર્મચારી આખો દિવસ ઢસરડો કરે ત્યારે માંડ આઠ દસ હજાર રૂપિયા કમાય છે ત્યારે એક ભિખારીની આટલી આવક સૌ કોઇને ચોંકાવી દે તેવી છે.

  ભિક્ષૂક બનેલા આ યુવકને બાકાયદા મેકઅપ કરીને ચીથરેહાલ ભિખારી જેવો ગેટઅપ કરવામાં આવ્યો. ત્યાર બાદ તેણે બે કલાક સુધી દિલ્હીની સડકો પર ભીખ માગી. હટ્ટાકટ્ટા આ યુવાનને માત્ર બે કલાકમાં જ બસો રૂપિયાનો વકરો થતા આ પ્રયોગ કરનારા પણ ચોંકી ગયા હતા. જો કે બે કલાકમાં જ ભિખારી બસો રૂપિયા કમાઇ શકતો હોય તો દિવસના હજાર રૂપિયા લેખે તેની કમાણી ત્રીસ હજાર થાય. આમ એક સામાન્ય કર્મચારીને આઠથી દસ હજાર કમાતા પરસેવો પડી જતો હોય છે ત્યારે એક ભિખારીની કમાણી સૌ કોઇને ચોંકાવી દે તેવી હોય તો નવાઇ નહી.

  Like

 2. pravinshastri માર્ચ 14, 2016 પર 2:21 પી એમ(PM)

  પ્રજ્ઞાબેનનીવાત જરાપણચોંકાવનારીનથી. ભીખ કેટલાકને માટે જીવવા માટે જરુરી છે. એક કંપાવનારીહકિકત છે. જ્યારે કેટલાક માટે એ પ્રોફેશન છે.એમાં ગણત્રી પૂર્વકની એક્ષપર્ટીઝ કેળવે છે. એમાં રિસર્ચ કરીને લોકેશનાને ટાઈમિંગ સેટ થાય છે. મેં મારી એક વાર્તા “પ્રજ્ઞા” માં એકપગ વગરના ગાયક ભિખારી વિશે લખ્યું જ હતું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: