ઘણીવાર જીવનમાં અકસ્માતો બનતા હોય છે.અકસ્માતમાં શરીરનાં અંગો ગુમાવીને ઘણા લોકો લાચારી અનુભવી નિરાશાની ગર્તામાં સરી પડી એમનું જીવન દુઃખદાયક બનાવે છે તો કેટલાક એ અકસ્માતને એક જીવનનો એક શાપ માન્યા સિવાય એમનામાં પડેલા સત્વને બહાર લાવી, નવી ઉર્જા શક્તિને ઉજાગર કરી એ અકસ્માતને આશીર્વાદમાં પલટી નાખે છે અને અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની જતા હોય છે.
અકસ્માતને એક આશીર્વાદમાં પલટી નાખનાર હાલ ૨૪ વર્ષની પાકિસ્તાની યુવતી મુનીબા મઝારી (Muniba Mazari) ના જીવનમાં બનેલી સત્ય ઘટના ખુબ જ રસિક છે એટલી જ પ્રેરક છે.આ યુવતીને એની ૨૦ વર્ષની ઉંમરે એક કાર અકસ્માતમાં એના શરીરને ગંભીર ઈજાઓ થઇ.બે વર્ષ અને અઢી મહિના એને હોસ્પીટલમાં પથારીમાં પડી રહેવું પડ્યું.અકસ્માતમાં એના શરીરના ઘણા ભાગનાં હાડકાંમાં ફ્રેકચર થઇ ગયું. એનું અડધું અંગ લકવા ગ્રસ્ત થઇ ગયું.એનાં ભાગેલાં હાડકાંને સાંધવા ઘણી બધી લોખંડની પ્લેટો નાખવી પડી .પરંતુ આ લોખંડી મિજાજ ધરાવતી યુવતી આવા દુખ દાયક સંજોગોમાં હિંમત ના હારી, હામ ના હારી.એની જાતને એક નિષ્ક્રિય વેજીટેબલ માનવાને બદલે એનામાં પડેલી ઉર્જાને એણે સતેજ કરી. પથારીમાં રહીને પણ એણે ઓઈલ પેઈન્ટથી સુંદર ચિત્રો દોરવાનું શરુ કર્યું . આ લીંક પર એનાં કેટલાંક ચિત્રો જોઈ શકાશે.
એની ૨૦ વર્ષની ઉંમરે જ્યારે આ યુવતી મુનીબાને અકસ્માત થયો ત્યાં સુધી એણે જીવનમાં કશું નવું કર્યું ન હતું.સામાન્ય ઘરની અનેક યુવતીઓની જેમ કોઈ ધ્યેય વિહીન,દિશા વિહીન રીતે એનું જીવન પસાર થતું હતું. પાકિસ્તાનમાં એને કોઈ ઓળખતું ન હતું. પરંતુ અકસ્માત થયા પછી આજે એને વ્હીલચેરમાં જ બધે ફરવું પડતું હોવા છતાં એના વ્યક્તિત્વનું સુંદર ઘડતર કરીને આજે એ એક આર્ટીસ્ટ,ગાયિકા, મોડેલ , સામાજિક કાર્યકર્તા ,મોટીવેશનલ સ્પીકર ટી.વી. એન્કર,ઘણી પ્રોડક્ટ્સની બ્રાંડ એમ્બેસેડર વિગેરે અનેક વિધ પ્રવૃતિઓથી એનું જીવન આજે ધમધમી રહ્યું છે.આજે એ પાકિસ્તાન અને વિદેશમાં ખુબ પ્રખ્યાત થઇ ગઈ છે.
જીવનની કસોટી કરે એવા મુશ્કેલીઓના સમયમાં જ માણસના વ્યક્તિત્વનો ખરો વિકાસ થતો હોય છે. એવા વખતે એનામાં રહેલી છુપી શક્તિઓ કામે લાગી જાય છે અને માર્ગ શોધી આગળ વધવાનો જુસ્સ્સો એનામાં પેદા કરે છે.સોનું મૂળ ખાણમાં હોય ત્યારે જોવું ના ગમે એવું બેડોળ હોય છે. આગમાં તપીને એરણ પર કારીગર સોનીના હાથે એના હથોડાના ઘા ખમ્યા પછી જ એ એક સુંદર ઘરેણું બને છે.એવી જ રીતે જીવનની એરણ પર વિપરીત સંજોગોના હથોડા પડ્યા પછી જ માણસના વ્યક્તિત્વનું ખરું ઘડતર થાય છે. મુશ્કેલીઓમાંથી હેમખેમ બહાર આવીને વિકાસ સાધવાનો આનંદ અનેરો હોય છે.
પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
પાકિસ્તાની ઝીંદાદીલ યુવતી મુનીબા મઝારી ઉપરની જીવન કથાના અનુસંધાન રૂપે સુ.શ્રી દર્શાબેન કીકાણી લિખિત અને વેબ ગુર્જરી બ્લોગમાં પ્રકાશિત નીચેનો પ્રેરણા સભર ચિંતન લેખ પણ વાંચવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો છે.
પ્રેરણાદાયી લેખ અને વીડીયો
LikeLike
એ આનંદની વાત છે કે, પાકિસ્તાનમાં પણ યુવા વર્ગ હવે જાગી રહ્યો છે. એ કદાચ ઝનૂનને હરાવશે.
LikeLike