ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 855 ) સફળતા માટે મોટિવેશન જરૂરી, ભલે તે કાલ્પનિક હોય N Raghuraman
દલિત જાતિમાં જન્મેલા અને રંકમાંથી રાય બનેલા રાજા નાઇકના જીવનની સફળતાની આ ગાથા ઘણી પ્રેરક છે.
આજે ઘણાં વેપાર-ધંધા દ્વારા એમનું 60 કરોડથી વધારેનું ટર્નઓવર છે. પોતે દલિત છે અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે. તેઓ અભાવગ્રસ્ત બાળકો માટે સ્કૂલ પણ ચલાવે છે.
એમની સફળતા માટેની પ્રેરણા એમને 1978ની હિટ ફિલ્મ ‘ત્રિશૂલ’માં વિજયનું પાત્ર ભજવતા અમિતાભ બચ્ચનના સંવાદના આ શબ્દો ‘શાંતિ કન્સ્ટ્રક્શન- હું આ નામને આકાશમાં લખેલું જોવા માંગુ છું.” બન્યો હતો.
આ લેખના અંતે લેખકે કહ્યું છે એમ જીવનમાં સફળતા માટે કોઈ એક મોટિવેટર કે સફળતાની સીડી ચડેલા કોઈ પણ વ્યક્તિની વાર્તા- Sucees Story- ની જરૂર હોય છે, પછી એ વાસ્તવિક હોય કે આ ત્રિશુલ હિન્દી ફિલ્મના નાયક અમિતાભ બચ્ચન જેવી કોઈ એક ફિલ્મની કાલ્પનિક સ્ટોરી હોય.
વિનોદ પટેલ
સફળતા માટે મોટિવેશન જરૂરી, ભલે તે કાલ્પનિક હોય –N Raghuraman
‘શાંતિ કન્સ્ટ્રક્શન- હું આ નામને આકાશમાં લખેલું જોવા માંગુ છું.”
આ તો ઘણા જાણીતા સંવાદોમાંનો એક છે જે 1978ની હિટ ફિલ્મ ‘ત્રિશૂલ’માં વિજય બોલ્યો હતો. તે પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યું હતું. બે વર્ષ પછી ફિલ્મ ‘કભી-કભી’માં અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવનારા વહીદા રહેમાન ફિલ્મ ‘ત્રિશૂલ’માં તેમના મા બન્યાં હતા.
– મોહમ્મદ અલીએ કહ્યું હતું, ‘સામે ઊભેલો પહાડ નહીં, જૂતામાં રહેલો કાંકરો ચઢાઇમાં થકવી નાંખે છે.’
આખી ફિલ્મમાં તેમની હાજરી જણાય છે, જોકે તે પાત્ર સ્ક્રિન પર ખૂબ ઓછું દેખાય છે. માતા શાંતિ પ્રત્યેના સમર્પણને કારણે જ વિજય ગરીબીમાંથી બહાર આવવા માંગે છે, ભલે તે માટે કોઇ પણ રસ્તો કેમ અપનાવવો ન પડે. તે શાંતિના નામે જ એક આખી કન્સ્ટ્રક્શન કંપની બનાવે છે.
આપણામાંથી ઘણાં લોકો માટે બોક્સર મોહમ્મદ અલી પ્રેરણા હોઇ શકે છે, પણ રાજા નાઇક માટે તો વિજય જ પ્રેરણા બની ગયો હતો. ‘ત્રિશૂલ’નો સ્ક્રિન હીરો અને કંગાળ માણસ, જે માત્ર ત્રણ કલાકમાં રિયલ એસ્ટેટનો બાદશાહ બની જાય છે. રાજાના દિમાગમાં જ્વાળામુખી સક્રિય કરવા માટે થિએટરના અંધારામાં વિતાવેલા ત્રણ કલાક પૂરતાં હતા. તેમણે જાતને વિશ્વાસ આપ્યો કે, સપનાઓને સાચાં કરી શકાય છે. તે પણ રિયલ એસ્ટેટનો બાદશાહ બનવા ઇચ્છતો હતો.
આ આ વિશ્વાસને આધારે જ તે ત્યારના બોમ્બે અને આજના મુંબઇમાં જઇ પહોંચ્યો. અને પછી ભગ્ન હૃદયે હતાશ થઇને પાછો ફર્યો. પણ ફિલ્મમાં જેમ વિજય સતત પોતાના પિતાની વિરુદ્ધમાં યોજનાઓ ઘડતો રહે છે, તે પણ હંમેશાં તકની શોધમાં રહ્યો . 70ના દાયકાના છેલ્લાં વર્ષોમાં રાજાએ ભણવાનું છોડી દીધું. તે પહેલાં પ્રી-યુનિવર્સિટી કોર્સમાં હતો.
પોતાના મિત્ર દિપક સાથે પાર્ટનરશીપ કરી અને સડક પર શર્ટ વેચવાનો નિર્ણય કર્યો. બંનેએ 10 હજાર રૂપિયા એકઠાં કર્યાં અને તમિલનાડુના ત્રિપુર જવાનો નિર્ણય કર્યો. ત્રિપુર ખૂબ મોટું ગારમેન્ટ અને ટેક્સટાઇલ હબ હતું. જેવી ‘ત્રિશૂલ’માં વિજયની માતા હતી, તેવી જ રાજાની માતાને રાજા ખૂબ પ્રિય હતો. માતાએ તેને ધંધો જમાવવા માટે જે પણ તેની પાસે હતું, બધું આપી દીધું. માએ આ પૈસા જેમ ચકલી ઘાસ ભેગું કરે છે તેમ ભેગાં કર્યાં હતા.
તેમણે 50 રૂપિયાના ભાવે શર્ટ ખરીદ્યા અને બેંગલુરુ લાવી 100 રૂપિયામાં વેચી દીધાં. આમ તેઓને 100 ટકા નફો થયો. આ સફળતાથી ખુશ થઇ બંને મિત્રોએ નફાના પૈસાનું ફરી રોકાણ કર્યું. વેચાણ માટે અન્ય સામાન પણ લાવવા માંડ્યાં. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જતાં, જાણે તેમના પગમાં પૈડાં લાગેલાં હોય. આ માત્ર શરૂઆત હતી. તેમણે નક્કી કર્યું લીધું કે તેઓ જ્યાં સુધી પૈસાનો ભંડાર ભેગો નહીં કરી લે, નિરાંતનો શ્વાસ નહીં લે.
ત્રણ વર્ષ પછી તેમણે સારો એવો ધંધો જમાવી લીધો અને તેમાં કોલ્હાપુરી ચપ્પલ અને અન્ય ફૂટવેર પણ ઉમેરી દીધાં. પાર્ટનરથી છૂટાં પડ્યાં પછી રાજાએ ગરીબીને ધરમૂળથી ઉખેડી નાંખવાનો નિશ્ચય કરી લીધો અને આજે ઘણાં વેપાર-ધંધા દ્વારા તેનું 60 કરોડથી વધારેનું ટર્નઓવર છે. તેમાં એમસીએસ લોજિસ્ટિક્સ કંપની ઇન્ટરનેશનલ લોજિસ્ટિક્સ અને શિપિંગનું કામ કરે છે. અક્ષય એન્ટરપ્રાઇઝિસ પેકેજિંગ, જાલા બેવરેજિસ પેકેજ્ડ પાણી બનાવે છે, ‘પર્પલ હેઝ’ બેંગલુરુમાં બ્યૂટીસલૂન અને સ્પા ચલાવે છે. આ સિવાય ત્રણ પાર્ટનર સાથે ન્યુટ્રી પ્લાન્ટ છે. આ કંપની સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટની સાથે એનર્જી બાર અને ચિયા રાઇસથી બનેલા ઓઇલ પ્રોડક્ટ લાવવાનું કામ કરે છે.
રાજા, જેઓ પોતે દલિત છે, તેઓ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે. તેઓ અભાવગ્રસ્ત બાળકો માટે સ્કૂલ પણ ચલાવે છે.
ફંડા એ છે કે, સફળતા માટે તમારે મોટિવેટર અને વાર્તાની જરૂર હોય છે, ભલે તે વાસ્તવિક હોય કે કાલ્પનિક.
સાભાર –N Raghuraman
Like this:
Like Loading...
Related
સફળતા માટે મોટિવેશન જરૂરી, ભલે તે કાલ્પનિક હોય –N Raghuraman
true
LikeLike
Hard work , Strong desire and positive thoughts will lead to a success , Thank you .
LikeLike
સફળતા માટે મોટિવેશન જરૂરી, ભલે તે કાલ્પનિક હોય –N Raghuraman.
LikeLike
ગજબનાક સફળતાની કહાણી. આને ઈ-વિદ્યાલય પર મઠારીને મુકું?
LikeLike
હા જરૂર મુકો.
LikeLike
જૂનો એક ઈમેલ બીજા સંદર્ભમાં યાદ આવી ગયો…
૧. ભણવામાં બહુ હુંશિયાર હોય તે ડોક્ટર / ઇન્જિનિયર બને- કોઈક ખાતાના હેડ કે બૌ બૌ તો જનરલ મેનેજર કે વાઈસ પ્રેસિડેન્ટ બને.
૨. એમનાથી કમ – બી.કોમ. માંડ થાય અને મેનેજિંગ ડિરેક્ટર કે કમ્પનીના ચેરમેન બને.
૩. હાવ રખડી ખાધેલ, પોલિટિકસની લાઈન પકડે અને કમ સે કમ કોક ખાતાના પ્રધાન બને, અને ઓલ્યા ચેરમેનો એમની કદમબોસી કરે!
૪. ચાર ચોપડીય માંડ પાસ થયેલા– ‘ભાઈ’ બનવાની લાઈન પકડે – અને પોલિટિશિયનો વોટ બેન્ક માટે એમના ચરણ ચાંપે.
૫. નાની ઉમરથી જ કે’વાતા વેરાગના રવાડે ચઢેલા અથવા બધેથી ફેલ થયેલા, ભગવા કપડાં અને રૂદ્રાક્ષ ખરીદી ‘બાબા’ બને, અને ઉપરના બધા એમની ચરણરજ લેવા ધક્કામુક્કી કરે !
– લે. પહેલી કક્ષાનો સુ.જા.!!
LikeLike