વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: માર્ચ 2016

( 877 ) ‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છું’ ….. શરીફા વીજળીવાળા

‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છું’

      VIJLIVAla                      

નારાયણભાઈ દેસાઈ (ઉપર) અને રઘુવીર ચૌધરીની

(નીચે) મુલાકાત લેતાં શરીફા વીજળીવાળા

એમને વર્ષ ૨૦૧૫નો  શ્રેષ્ઠ ગુજરાતી ટ્રાન્સલેશનનો એવૉર્ડ મળ્યો છે. સતત  આંખો ભીંસી, હોઠ કરડી ખાવા સુધીની આકરી શારીરિક વેદનાઓ તેમને ઉત્તમમાં ઉત્તમ કામ કરતાં રોકી શકતી નથી.

પીડા વચ્ચે સતત કાર્યશીલ એ પ્રેરણાનું નામ છે શરીફા વીજળીવાળા.અસગર વજાહતનું બહુ જાણીતું નાટક ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી’ (જિસ લાહૌર નહીં વેખ્યા વો જન્મ્યાઈ નહીં) એ પુસ્તકના અનુવાદ માટે પ્રોફેસર શરીફા વીજળીવાળાને વરસ ૨૦૧૫નો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો છે. આમ જોઈએ તો કોઈ પણ અનુવાદ કે પુસ્તક માટે લેખકે અથાગ મહેનત કરી જ હોય, પરંતુ શરીફાબહેન જે રીતે કામ કરે છે તેમાં પીડા પણ છે. 

 

ભાવનગર પાસેના જીંથરી ગામમાં પતરાના ઘરમાં જન્મીને ઉછરેલી શરીફાએ જીવનમાં સતત સંઘર્ષ અને પીડા જોયા છે.આર્થિક સંઘર્ષને તો તેઓ પાર કરી ગયા છે, પણ શારીરિક પીડાને તેઓ આજે પણ ઝેલી રહ્યા છે.શરીફાબહેનનું કોઈ અનુવાદિત પુસ્તક બહાર આવે કે તેમના મિત્રો સમજી જાય કે શરીફા ચોક્કસ જ અસહ્ય પીડામાંથી પસાર થયા હશે.

શરીફા વીજળીવાળાએ ૧૯૯૧ની સાલથી, ૨૩ વરસ સુરતની એમટીબી આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી ભણાવ્યું ત્યારબાદ છેલ્લા ત્રણ વરસથી તેઓ વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ સાથે અનેક વરસ હૉેસ્ટેલમાં રહેવાનો અનુભવ વિશે પણ તેમણે લેખ લખ્યો છે.અનુવાદ સિવાય અનેક નારાયણ દેસાઈ, રઘુવીર ચૌધરી જેવા અનેક મહાનુભવોની મુલાકાતોનું પુસ્તક પ્રગટ થયું છે. થોડા વરસ પહેલાં એકાદ બે સેમિનારમાં તેમને જોયા ત્યારે તેઓ હંમેશાં ઊભા જ હોય. કેમ ઊભા છે? તેની તપાસ કરતાં ખબર પડી કે તેમને કરોડરજ્જુના મણકાની સમસ્યા છે. 

 

સાહિત્ય અકાદમીના એવૉર્ડના અભિનંદન આપ્યા બાદ તેમને પહેલો પ્રશ્ર્ન એ જ પૂછાયો કે, ‘તમે બેસી નથી શકતા તો શું પુસ્તકોના અનુવાદ ઊભા ઊભા જ કરો છો? આટલી પીડાઓ તમને થકવી નથી દેતી?’ એ જ ખણખણતા અવાજમાં શરીફાબહેન કહે, ‘અનુવાદ મારા માટે પેઈનકિલર છે. અનુવાદ કરતાં હું મારી જાતને, આખી દુનિયાને ભૂલી જઈ શકું છું. પેઈનકિલર ગોળીઓ થોડો સમય માટે મને પીડામુક્ત કરે છે, પણ વળી પાછી પીડાઓ મને પીડે ત્યારે એ પીડાને ભૂલવા માટે અનુવાદ મારા માટે જરૂરી છે. મારા જન્મ સાથે જ પીડા મારી સાથે રહી છે.

બાળપણમાં હું કુપોષણના કારણે ખૂબ નબળી હતી. ચામડીના રોગો મને ચામડીની સાથે જ જાણે મળ્યા હતા. સમજણી થઈ ત્યારથી ગુમડાંઓ મને પજવતાં રહ્યા છે. ગામડાં ગામમાં જે સારવાર મળી તેમાં સ્ટેરોઈડ્સ પણ પીવડાવેલાં. તે નુકસાન કરે તે તો આજે ખબર પડી. ખેર, તેનાથી ય કોઈ ફાયદો થતો નહીં. ત્યારબાદ એક્ઝિમાએ પણ સાથ આપ્યો. છેલ્લાં ચારેક વરસથી જ મને ગુમડાં નથી થતા તે નસીબ. છેક ૧૯૯૨ની સાલમાં મને ખબર પડી કે ડોકના બે મણકાં એકબીજામાં મિક્સિગં હતા. પછી તો સ્પાઈન ડિજનરેટ થતાં ૧૯૯૬ની સાલથી હું બેસી જ નહોતી શકતી. કોલેજમાં ભણાવવાનું કામ તો ઊભા ઊભાં જ થઈ શકતું એટલે વાંધો ન આવ્યો પણ પછી યે ઊભા ઊભા જ વાંચવું, લખવાનું ચાલુ રહ્યું. ૨૦૦૨ની સાલમાં ગાઉટ થયો એટલે ઊભા રહેવાનું પણ અશક્ય જેવું જ છે. થોડીવાર ઊભા રહેવું, થોડીવાર બેસું, થોડી વાર આડા પડવાનું બસ જીવન જીવાયે રાખે છે. સારું છે કે હું સર્જનાત્મક નથી લખતી, કારણ કે પીડાને કારણે વિચારોનું સાતત્ય જળવાઈ ન શકે, સતત તૂટે. 

અનુવાદના કામમાં શબ્દોને શોધવા, વિચારવામાં જાતને પણ ભૂલી શકાય છે તેથી પીડા થોડી સહ્ય બને. હું મારી જાતને નવરી ન પડવા દઉં જેથી પીડા મને હેરાન ન કરે. મારી જાતને હું કામમાં જોતરી રાખુંં. ખરું કહું તો મારી જાતને હું થર્ડ પાર્ટી તરીકે જોઉં. જેમ પીડા વધે તેમ એની પાસે હું વધારે વંચાવું, લખાવડાવું હાર્ડ ટાસ્કમાસ્ટર તરીકે શરીર પાસેથી કામ લઉં, જેથી પીડા વિશે વિચારવાનો કે રડવાનો સમય જ ન મળે.

અસ્થમા હતો ત્યારે સૌ પહેલાં મન્ટો હાથમાં લીધેલા (મન્ટોની ૨૨ વાર્તાઓનો અનુવાદ). ૨૦૦૨ ગોધરા કાંડની પીડાએ તેમાં ઉમેરો કરતાં ભાગલાલક્ષી સાહિત્ય અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું તેમાં આ ‘જિન્હ લાહૌર નહીં દેખ્યા …’ નાટક અનુવાદ કર્યો. પછી જરા અટકીને તેઓ કહે કે સ્ટેરોઈડ્સ તો આજે પણ નિયમિત લઉં છું. પેઈન કિલરના ઈન્જેકશન અને ગોળીઓ પણ જ્યારે રાહત ન આપે તો નેચરક્યોરની સારવાર પણ લઈ આવું. થોડું સારું લાગે પણ વળી પાછું જૈસે થે જેવી સ્થિતિ આવી જ જાય.

શરૂઆતમાં તો હું આ પીડાઓને લીધે નેગેટિવ થઈ ગઈ હતી. શું કામ મને જ આ બધા દુખ? એવા પ્રશ્ર્ન પણ થતા, પણ પછી શ્ટેફાન ત્સ્વાઈકની વાર્તાઓના અનુવાદ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સમજાયું કે ઈશ્ર્વરને મારા પર ભરોસો હશે કે આ પીડાઓ સહેવા માટે ખભા પહોળા છે. પીડાઓને કારણે ડિપ્રેશન આવે તો ય ક્યારે ય દવા ન લઉં. જાત પાસેથી વધુને વધુ કામ લઉં, ન લખાય તો વાંચું, નવલકથા, આત્મકથા વાંચું, મનગમતી ફિલ્મો જોઉં. પીડાને ગણકારું નહીં એ જ મારો પ્રયત્ન. એવૉર્ડ આ પહેલાં પણ મળ્યા છે પણ ૨૫ વરસ અનુવાદ કર્યા બાદ પહેલીવાર નેશનલ એવૉર્ડ મળ્યો તેનો આનંદ છે. ’ 

 

શરીફાબહેને ગ્લાસ અડધો ખાલી જોવાને બદલે ગ્લાસ અડધો ભરેલો જ જોયો. ગુજરાતે તેમને જે આપ્યું તેનો આભાર વ્યક્ત કરવાનું તેઓ ચૂકતા નથી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમને પાંચ વખત એવૉર્ડ મળી ચૂક્યો છે. તેઓ કહે છે, ‘શરીરથી હું જીવતી જ નથી મનથી જીવું છું એટલે જ જીવવાની મજા આવે છે. વળી મિત્રો અને ડૉકટરો ખૂબ સારા મળ્યા છે. હા, ડૉકટરોને જોઉં ને ડૉકટર ન બની શક્યાનો અફસોસ રહેશે.’ શરીફાબહેનને કશું જ સરળતાથી મળ્યું નથી. તેમના પિતા અખબાર વેચતા હતા તેમને મદદ કરતાં ભણ્યા.ઈતર વાચનનો શોખ પણ તેને લીધે જ લાગ્યો. તેમનો ભાઈ ડૉકટર થયો. તેમને પણ ડૉકટર થવું હતું પણ ફક્ત ૯ માર્ક ઓછા પડ્યા.

વડોદરાની ઈજનેરી કૉલેજમાં આર્કિટેકચરમાં પ્રવેશ લીધો પણ બે તેનો ખર્ચો ન પોષાતાં લાઈન બદલી ફાર્માસિસ્ટનું ભણ્યા.એલેમ્બિકમાં નોકરી મળી પણ રહેવાનું ઠેકાણું ન હોવાને લીધે હોસ્ટેલમાં રહેવા મળે એટલે આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી અને ગણિત વિષય લઈને ભણવાનું શરૂ કર્યું હતું. સિતાંશુ મહેતા અને અન્ય મિત્રોની મદદથી કોલેજ ભર્યાં સિવાય તેમણે એમ એ સુધીનું ભણવાનું પૂરું કર્યું એટલું જ નહીં તેઓ પરીક્ષામાં પ્રથમ આવતા. આ વિશે તેઓ કહે છે કે ‘જાતે થે જાપાન પહોંચ ગયે ચીન…’ આવી તબિયતે પણ તેમના લગભગ ત્રીસેક પુસ્તકો તેમના પ્રગટ થયા છે તે જોતાં લાગે કે તેમણે કેટલી પીડાઓ સહન કરી છે. જો પીડા ન હોત તો કદાચ આથી વધુ કામ પણ તેઓ કરી શક્યા હોત. 

-દિવ્યાશા દોશી -Published in Mumbai Samachar 

સાભાર- સૌજન્ય :

http://divyashadoshi.blogspot.in/2016/03/published-in-mumbai-samachar.html

શરીફા વીજળીવાળા નો વધુ પરિચય

vijlivala-2

જિંદગી આખી ઈતિહાસ ખંખેરવામાં ગઈ શરીફા વીજળીવાળા

ચિટચેટ – નંદિની ત્રિવેદી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=28987

ફૂલ, ફૂલ અને બસ ફૂલ – શરીફા વીજળીવાળા

http://www.readgujarati.com/2011/06/20/phool-basphool/

 

( 876 ) વડીલોની વાતો …..એક બોધ કથા અને બે સત્ય કથાઓ ….

સમય બદલાય છે એની સાથે સામાજિક સંબંધોનાં સમીકરણો પણ બદલાતાં રહે છે. એક જ કુટુંબમાં સાથે રહેતા સભ્યોની સમજ અને વર્તાવમાં ફેરફાર થયેલો જણાય છે.ઘણા વડીલોને સંતાનોની બદલાયેલી વર્તણુકથી સંતોષ નથી અને તેઓ એક યા બીજી રીતે એમના મનનો ઉભરો કાઢતા હોય છે.આમાં વાંક કોનો એ વિષે બન્ને પક્ષે પોત પોતાના વિચારો હોય છે.

આવા એક વડીલની કથા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલી  હતી એમાં રહેલો સંદેશ મને ગમી ગયો.વાચકોને પણ આ બોધ કથા વાંચવી ગમશે.

આ બોધકથા પછી મળવા જેવા માણસની મિત્ર પરિચય શ્રેણીથી જાણીતા મારા ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી મિત્ર,શ્રી પી.કે.દાવડાજી એ એમના ઈ-મેલમાં વડીલોને સ્પર્શતી બે સત્ય કથાઓ વાંચવા મોકલી હતી એ મૂકી છે. આ બે સત્ય પ્રસંગો પણ વાંચવા જેવા છે.

આ પોસ્ટમાં પ્રસ્તુત વડીલો વિશેની વાતો વાંચીને વાંચકોને એમના મંતવ્યો જો હોય તો પ્રતિભાવ પેટીમાં જણાવવા વિનંતી છે. 

વિનોદ પટેલ

=========================

સાભાર- શ્રી મહેન્દ્ર ઠાકર – એમના ઈ-મેલમાંથી 

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો.પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.

એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, “બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? ”

વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, “બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે.તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ, કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે.”

દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાઈ ગયું કે દિકરાને પિતાની આ વાત ગળે નથી ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો.ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેર વિખેર થઇ ગયા.

દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ દીકરાને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો.એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ:“તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? ”

વડીલે કહ્યુ, ” એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી.એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.”

દિકરાએ કહ્યુ, ” બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા.તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા.ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે.” પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, ” બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે, તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો.”

બોધ પાઠ …

ઘણી વખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.

આ વાત વાંચીને મિત્ર શ્રી લક્ષ્મીકાંત ઠક્કરે એમના ઈ-મેલમાં વડીલો માટે એક સરસ સલાહ એમના ઈ-મેલમાં મોકલી હતી એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે ..

​એક અનુભવી ડાહ્યા શખ્સે કહ્યું :

“પોતાનું આંગણું સાચવો…સાફ રાખો… મફતમાં નહિ કોઈ મન માંગી “તગડી” ફી આપે તો જ
સલાહ -સૂચનો આપવા. બીજાની પંચાતમાં પડવાનું ટાળવું . શક્ય એટલો અન્યો પર આધાર
ન રાખવો. અન્યો પાસેથી અપેક્ષાઓ છે એની જ તો રામાયણ અને મહાભારત છે ને?

જેટલા વધુ સ્વાવલંબી બની શકાય ​રહેવું… યથાશક્તિ મદદ કરવાની ત્રેવડ હોય તેટલી ​કરી શકાય ​​…

“જે છે તે અને બને છે તે ” સ્વીકારવું…”ચુપ મરવું” વધુ બિન જરૂરી સખળ-દખળ,દખલગીરી
ટાળવી ​, ​​૬૫-૭૦-૭૫ પછી” સ્વાન્ત​ સુખાય​”​ જીવવું ​ !”​ જીભેન્દ્રીય પર કાબૂ-કંટ્રોલ મહત્તમ
રાખવા જાતને કેળવવી ” 

નીચે osho એ જે કહ્યું છે એ પણ વડીલો અને સૌએ  યાદ રાખવા જેવું  છે.

જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

osho

વડિલોના વાંકે…. બે સત્ય કથાઓ ….. શ્રી.પી.કે.દાવડા 

અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવ્યા પછી, મેં સંતાનોના વાંકે આહત થયેલા વડિલોની ઘણી વાતો સાંભળી હતી અને વિષય ઉપર કેટલાક લેખ લખ્યા હતા.

૧૯૪૦૧૯૪૨ માં બહુ નાની વયે, બાપુજી સાથે દેશી નાટક સમાજનું નાટક વડિલોના વાંકે જોએલું.નાટકના શીર્ષક અને એમાંના એક બે ગીતોની થોડી પંક્તિઓ સિવાય આજે  નાટકની અન્ય કોઈ વિગત યાદ નથી. આજે શીર્ષકને યાદ કર્યું છે,કારણ કે આજે અમેરિકામાં આવ્યા બાદ, મારા મિત્ર બનેલા, મારી ઉમ્મરની આસપાસના બે જણના જીવન વૃતાંતો યાદ આવ્યા. આજથી ૫૦૬૦ વર્ષ પહેલા, વડિલોની ઇચ્છાને લીધે એમના જીવનના અતિ મહત્વના હિસ્સા ઉપર કેટલી મોટી અસર થઈ, યાદ કરીને આજનો લેખ લખવાની ઇચ્છા થઈ.સત્ય ઘટનાઓ ઉપર આધારિત બનાવોમાં મેં મારા મિત્રોના સાચા નામોનો ઉલ્લેખ કર્યો નથી.

સત્ય કથા-પ્રસંગ

મનહર ગુજરાતના ધનપતિ કુટુંબનો નબીરો છે. કુટુંબ એટલું તો વગદાર હતું, કે મનહરે B.Sc. (Agriculture) ની પરીક્ષા પાસ કરી કે તરત સમયના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન રસિકભાઈ પરીખે એને રાજ્યના Agricultural Secretary બનાવી દીધા. મનહરના પિતા સમયે મુંબઈ શેર બઝારમાં ઘણી મોટી હસ્તી ગણાતા.

એમના કુટુંબમાં એક લાંબા સમયથી ચાલી આવતી પ્રથા હતી કે દિકરા માટે કુટુંબમાંથી કન્યા શોધવી,અને કામ વડિલો કરતા.પ્રથા પ્રમાણે મનહર માટે પણ એક કન્યાની પસંદગી થઈ. મનહરને કન્યાનું શિક્ષણ,દેખાવ વગેરે પોતાના માટે અયોગ્ય લાગ્યા.કુટુંબનો સીધે સીધો સામનો કરવાની કોઈ ગુંજાઈશ હતી. મનહરે વિચાર કરી એક યોજના ઘડી કાઢી.એમણે માબાપને સમજાવ્યા કે થોડા દિવસ લંડનમાં કાકાને ઘરે ફરી આવે,પછી બાબતનું નક્કી કરવું,માબાપ વાત માની ગયા

લંડનમાં એણે યોજનાનો બીજો તબ્બકો અમલમાં મૂક્યો.કાકાને સમજાવ્યા કે અહીં સુધી આવ્યો છું તો અમેરિકા ફરી આવું.પૈસાનો તો કોઈ સવાલ હતો.કાકાએ બધી સગવડકરી આપી.૧૯૫૬ માં અમેરિકા આવી, મનહરે યુનિવર્સીટીમાં એડમીશન મેળવી, M.S.અને M.B.A.નો અભ્યાસ પુરો કરી, Bank of America માં નોકરી શરૂ કરી. બધું વ્યવસ્થિત ચાલતું હતું,ત્યાં અચાનક મેલેરિયાના ઝપાટામાં આવી ગયા.Over the Counter મળતી મેલેરિયાની દવાનો વધારે પડતો ઉપયોગ કરવાથી એમની Auditory Nerve ને નુકશાન થયું,અને સાંભળવામાં મુશ્કેલી થવા લાગી. અગાઉ એક બે વાર Renoમાં કેસીનોમાં જઈ આવેલા, એટલે એમણે નક્કી કર્યું કે ત્યાં એટલો બધો અવાજ હોય છે કે નોર્મલ માણસો પણ એકબીજાની વાત સાંભળી શક્તા નથી,તો હું ત્યાં નોકરી કરું તો મારી કાનની તકલીફ નહિં નડે. ત્યારબાદ ૩૯ વર્ષ સુધી એમણે Reno ના કેસીનોમાં નોકરી કરી.

સાન ફ્રાન્સીસ્કોના જાણીતા સમાજ સેવકને વાતની જાણ થઈ. એ મનહરભાઈને સમજાવીને Reno ની નોકરી છોડાવી,પોતાની સાથે સમાજ સેવાના કામો કરવા સાનફ્રાન્સીસ્કો લઈ આવ્યા.છેલ્લા નવ વરસથી તેઓ અહીં ખૂબ આદર પામે છે. છેલ્લા આઠ નવ મહિનાથી મારા નજીકના મિત્ર થઈ ગયા છે.આજે પણ એમને વારસામાં મળેલા મુંબઈના મરીન ડ્રાઈવ ઉપર આવેલા ફ્લેટની કીમત ૩૦૪૦ કરોડની હશે.

આજે એમની ઉમ્મર આસરે ૮૫ વર્ષ છે. લગ્ન કર્યા વગર આયુષ્યના આટલા વરસ ગુજારી લીધા. !

સત્ય કથા-પ્રસંગ

પવન એક આકર્ષક દેખાવવાળો મધ્યમવર્ગી યુવક હતો.ભણવામાં તેજસ્વી હતો,પણ બારમા ધોરણમાં હતો ત્યારે માબાપે એક સામાન્ય ભણતર અને તદન સામાન્ય દેખાવવાળી સવિતા સાથે એનાં લગ્ન કરી નાખ્યાં.એનો કોઈ વિરોધ કામમાં આવ્યો.સારા નશીબે ભણતર પુરૂં કરે,ત્યાં સુધી સવિતા એના માબાપ સાથે રહે, વાતનો સ્વીકાર કરવામાં આવ્યો.

બારમા ધોરણ પછી પવનને એંજીનીઅરીંગ કોલેજમા એડમીશન મળી ગયું. દરમિયાન એનો વિનીતા નામની અતિ સુંદર છોકરીનો પરિચય થયો,અને આગળ જતાં પ્રેમમાં પરિવર્તન થયો.પવનએ વિનીતાને સાચી હકીકત જણાવી દીધી હતી.બનન્નેએ નક્કી કર્યું કે આમાંથી કોઈ રસ્તો શોધી લઈને પછી આગળ વધવું.

બીજો કોઈ માર્ગ મળતાં પવને અમેરિકામાં M.S. ના અભ્યાસ માટે અરજી કરી અને સારા નશીબે એને સ્કોલરશીપ સાથે એક યુનિવર્સીટીમાં પ્રવેશ મળી ગયો. માબાપે વિચાર્યું કે પવન જશે તો બીજા ભાઈ બહેનોને પણ જવાનો મોકો મળશે,એટલે એમણે પણ રજા આપી.

અમેરિકામાં આવીને એમણે અને વિનીતાએ ઘડેલી યોજનાનો અમલ કરવાનું શરૂ કર્યું. અમેરિકાની કોર્ટમાં એમણે છૂટાછેડાનો દાવો દાખલ કર્યો.કાયદા કાનુનની પ્રક્રીયા પ્રમાણે સવિતાને ટપાલ દ્વારા કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની નોટીસ મોકલવામાં આવી,જેનો નિયત સમયમાં જવાબ આવતાં,એક તરફી ચૂકાદાથી એમને છૂટાછેડા મળી ગયા.

જો કે આવા છૂટાછેડા ભારતમાં માન્ય હતા. એટલે જો પવન ફરીથી લગ્ન કરે અને ભારતમાં જાય તો ગુનેગાર ગણાય. ત્યારબાદ નક્કી થયા પ્રમાણે વિનીતાને વિઝીટર વિસા ઉપર અમેરિકા બોલાવી લીધી, અને અમેરિકામાં બન્ને લગ્ન કરી લીધા.

વર્ષો બાદ વિનીતાએ પોતાના ત્રણ બાળકો સાથે ભારત જઈ,સવિતાને સમજાવીને એની સાથે સેટલમેન્ટ કરી,કોર્ટની મારફત પવનના અને સવિતાના છૂટાછેડા કરાવ્યા.

બન્ને કિસ્સાઓમાં સંતાનોને જે સહન કરવું પડ્યું એના માટે એમના વડિલો અને જમાનાની સામાજીક પરિસ્થિતિને હું જવાબદાર ગણું છું.

પી. કે. દાવડા

જીવનના ત્રણ તબ્બકા

૧૭ મી માર્ચની સાંજે, કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં, એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં, કેલિફોર્નિયાના જાણીતા, ૯૬ વર્ષની વયના સમાજસેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે એક આશ્ચર્યજનક વાત કહીને પ્રક્ષકોને ચોંકાવી દીધા હતા. એમણે કહ્યું હતું કે માણસના જીવનના ત્રણ તબ્બકા છે. જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે. ૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને ૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.

એમણે કહ્યું, અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલા મરવા નહિં દે. એટલે તમે યોજનાબધ્ધ જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.

હાજર રહેલા પ્રક્ષકોએ એમની આ તદ્દન નવીવાત ખૂબ જ આનંદ અને આશ્વર્ય સાથે વાગોળી.

-પી. કે. દાવડા

વડીલો અને સંતાનોના સંબંધોને સ્પર્શતી આ પોસ્ટ વાંચ્યા પછી વિનોદ વિહારમાં અગાઉ મુકવામાં આવેલી નીચેની બે પોસ્ટ પણ વાંચી જવા વાંચકોને વિનતી છે. 

૧. અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ …. લેખક …. શ્રી પ્રવીણ શાસ્ત્રી   

 

૨. વૃદ્ધ પિતા,પુત્ર અને કાગડો … વાર્તા …. વિનોદ પટેલ

અંતે, મને ગમતું એક હિન્દી ફિલ્મનું ગીત- સ્વર કિન્નરી લતા મંગેશકર ના  સ્વરમાં …

Lyricist : Sawan Kumar, Singer : Lata Mangeshkar, Music Director : Usha Khanna, Movie : Sautan (1983)

जिंदगी प्यार का गीत है
इसे हर दिल को गाना पड़ेगा
जिंदगी ग़म का सागर भी है
हँसके उस पार जाना पड़ेगा

जिसका जितना हो आँचल यहाँ पर
उस को सौगात उतनी मिलेगी
फूल जीवन में गर ना खिले तो
काँटों से भी निभाना पड़ेगा

है अगर दूर मंज़िल तो क्या
रास्ता भी है मुश्किल तो क्या
रात तारों भरी ना मिले तो
दिलका दीपक जलाना पड़ेगा

जिंदगी एक पहेली भी है
सुख दुःख की सहेली भी है
जिंदगी एक वचन भी तो है
जिसे सबको निभाना पड़ेगा

गीतकार : सावन कुमार,
गायक : लता मंगेशकर, संगीतकार : उषा खन्ना, चित्रपट : सौतन (१९८३)

Zindagi pyar ka geet hai (लता मंगेशकर)

 

( 875 ) એક સ્થાનિક અમેરિકન સીનીયર સેન્ટરની મુલાકાતે ..

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

 – કૈલાસ પંડિત

જિંદગીની આ રાહમાં માનવીને રોજે રોજ અવનવા પ્રસંગોના અનુભવો થતા રહે છે.કેટલાક પ્રસંગો દિલને હળવું બનાવે છે,કેટલાક પ્રસંગોના અનુભવો દિલનો ભાર વધારે છે.એમ જિંદગી અવનવા અનુભવો કરાવતી એક નદીની જેમ વહેતી જ રહે છે.

ગઈકાલે દિલને ખુશ કરી ગયેલા અહીંના એક અમેરિકન સીનીયર સેન્ટરની મુલાકાતના પ્રસંગની આજે આ પોસ્ટમાં વાત કરવાની તક લઉં છું.

દીકરો અને દીકરાની પત્ની રોજ સવારે જોબ પર સવાર થી સાંજ સુધી વ્યસ્ત હોય,બે પૌત્રીઓ એમના કોલેજ અને શાળાના અભ્યાસ માટે ગયા હોય ત્યારે નાના મહેલ જેવા ઘરમાં સાવ એકલો આ જણ એના સદાના મિત્ર બની ગયેલા મિત્ર કોમ્પ્યુટર અને ટી.વી.નો સહારો લઇ એમાં મગ્ન બની જઈને એકલતા ઓછી કરવાનો અને સમયને સારી રીતે પસાર કરવાનો રોજ પ્રયત્ન કરતો હોય છે.કોમ્પ્યુટર અને એની મારફતે બ્લોગીંગ,ફેસ બુક અને ઈ-મેલથી કે ફોનથી સહૃદયી અને સમરસિયા મિત્રોના સંપર્કમાં ઘર બહારની દુનિયા સાથે જાતને જોડવાનો સતત પ્રયત્ન ચાલતો રહે છે.

શારીરિક મર્યાદાઓ સાથે ૮૦ વર્ષની ઉમરે આવી રીતે દિલ બહેલાવી દિવસો પસાર કરવાના પ્રયત્ન પછી પણ કોઈ વાર ઘર બહાર નીકળીને માણસો વચ્ચે જઈને એમની સાથે  રૂબરૂ વાતચીત કરનું મન થાય એ સ્વાભાવિક છે.જાત સાથે કેટલી અને ક્યાં સુધી વાતો કરી શકાય!

૧૯૯૪માં ભારતથી કાયમ રહેવા જ્યારે હું અમેરીકા આવ્યો ત્યારે લગભગ ૬ વર્ષ હું કેલીફોર્નીયા-લોસ એન્જેલસમાં રહ્યો હતો .અહીં આ શહેરમાં એશિયન ઇન્ડિયન સીનીયર એસોસીએશન ચાલતું હતું એની પ્રવૃતિઓમાં હું ભાગ લેતો હતો.ત્યારબાદ ૧૯૯૯ ની આખરથી હું સાન ડિયેગોમાં છું.અહી ગુજરાતી લોકોનું એસોસીએશન છે પણ એલ.એ.માં હતું એવું સીનીયર લોકો-વૃધ્ધો માટેનું જુદું એસોસીએશન નથી.

અમેરિકન સીનીયરો માટેનાં સેન્ટરો સાન ડીયેગોમાં ઘણાં છે.મેં એવા મારી નજીકના એક સેન્ટરના સભ્ય થવા માટે ફોન પર સંપર્ક કર્યો. સેન્ટરનાં ભલાં સંચાલિકાબેનએ સેન્ટરની મુલાકાત લેવા મને આમંત્રણ આપ્યું.તેઓ મૂળ શ્રી લંકાનાં પણ મલેશિયા રહેલાં છે.એમનાં માતા ઇન્ડીયન છે. 

મને થયું ચાલો જાતે જઈને જોઈએ તો ખરા કે ત્યાં કેવું છે અને શું પ્રવૃત્તિ ચાલે છે.અમેરિકાની સરકારની મદદથી વૃદ્ધ અને શારીરિક ક્ષતિ ગ્રસ્ત લોકો માટે આવાં સેન્ટરો ઘણી સરસ સેવા તાલીમબદ્ધ સેવકો-સેવિકાઓ  દ્વારા પૂરી પાડે છે.ગઈકાલે બસમાં મારી પાવર ચેર સાથે હું નજીકના અમેરિકન સીનીયર સેન્ટર પર સવારના ૧૦ વાગે પહોંચી ગયો.

આ સેન્ટરમાં વૃદ્ધજનો અને કેટલાંક કોઈ શારીરિક વ્યાધિ ગ્રસ્ત લગભગ ૫૦ થી ૬૦ સ્ત્રી-પુરુષો ત્યાં જોયાં.સેન્ટરનાં કાર્યકરો આ બધાં સભ્યો પ્રત્યે ખુબ પ્રેમથી સેવા પૂરી પાડી રહ્યાં હતાં.કોઈ ચાલી ના શકે એને વ્હીલચેરમાં ફેરવી રહ્યાં હતાં.બધાંને મારો પરિચય કરાવવામાં આવ્યો.મેં પણ મારો પરિચય આપ્યો.

હું ગયો એ દિવસે શુક્રવાર હતો એટલે બીજા રવિવારે આવતા ઈસ્ટરની એ દિવસે ઉજવણી થતી હતી.“ઈસ્ટર સન્ડે”ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિત થયા હતા.ઈસ્ટર સીઝનના એક ભાગરૂપે ભગવાન ઈશુના વધસ્તંભ પર મૃત્યુ પામવાની ઘટનાને ”ઇસ્ટર” પહેલાં આવતા “ગૂડ ફ્રાઈડે”ના દિવસે યાદ કરીને તાજી કરવામાં આવે છે.

Easter Bunny (Easter Rabbit or Easter Hare) ઈસ્ટર ઉજવણી માટેનું એક પ્રતિક છે,જે ઈંડાં લાવે છે એમ મનાય છે.આ દિવસે બાળકો એમના વડીલો સાથે એગ હન્ટ-ઈંડાં શોધવાની રમત રમતાં હોય છે.

આ સીનીયર સેન્ટરમાં સસલું -Bunny-ના લાંબા કાનનું ચિત્ર માથે લગાવી “એગ હંન્ટ ” એટલે કે ઈંડાં શોધી કાઢવાની રમત રમાતી હતી.આ રમતમાં પ્લાસ્ટીકનાં નાનાં મોટાં ઈંડાં જે એ રૂમની જુદી જુદી જગાઓએ સંતાડેલાં હોય એને એ જગાએ જઈને શોધીને એક પ્લાસ્ટિક બેગમાં ભેગાં કરવાનાં હોય છે.જે કોઈ સૌથી વધારે સંખ્યામાં ઈંડાં ભેગાં કરે એ પ્રથમ વિજેતા તરીકે જાહેર થાય અને એને કોઈ ઇનામ આપવામાં આવે.આ રમતની છેલ્લી બેચ વખતે હું પણ આ રમતમાં જોડાઈ ગયો.સેન્ટરનાં કાર્યકર બહેન વ્હીલચેરમાં મેં કહ્યું એ જગાએ લઇ ગયાં.આ રીતે સૌથી વધારે ૫૫ ઈંડાં બેગમાં ભેગાં કરીને હું પ્રથમ રહ્યો.મને ઇનામ આપવામાં આવ્યું.વાહ,ભાઈ,મને તો આ રમતમાં મજા પડી ગઈ !

આ પ્રસંગે ઝડપેલી કેટલીક તસ્વીરો આ રહી.

 પહેલી તસ્વીરમાં ૫૫ ઈંડાની બેગ સાથે અને છેલ્લી તસ્વીરમાં મળેલા ઇનામ સાથે ..  

ત્યારબાદ,મારી નજીકની ખુરશીમાં બેઠેલાં ૫૫ વર્ષનાં એક અમેરિકન બેન સાથે વાતચીત કરતાં જાણ્યું કે એમને ડિમેન્શિયાની વ્યાધીને લીધે એમની યાદ શક્તિ એમણે બિલકુલ ગુમાવી દીધી છે.એમના જીવનની અંગત વાતો દિલ ખોલીને નિખાલસ ભાવે એમણે મારી સાથે કરી. એમનું નામ જુન.તેઓ કહે એમના માતા પિતાએ એમનાં ત્રણ સંતાનોના નામ એપ્રિલ,મે અને જુન રાખ્યાં એ કેવું કહેવાય!એમને સ્ટ્રોકના પ્રથમ હુમલાથી બ્રેઈન હેમરેજ થયેલું.હેમરેજ પછી એમનું મગજ ખોલીને કરાવેલી ગંભીર પ્રકારની સર્જરી પછી તેઓ બચી ગયેલાં.સર્જરી પછીના ખરબચડાં નિશાન હજુ એમના માથામાં મોજુદ છે.

એમનાં લગ્ન કોલેજના એક પ્રોફેસર સાથે થયાં હતાં.એમનાથી એમને બે પુત્રો છે જે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે.એમના પતિને એમણે એક દિવસ બીજી કોઈ સ્ત્રી સાથે પકડી પાડ્યા. બન્ને વચ્ચે ઝગડો થયો.પતિએ ગુસ્સામાં આવી આ બહેનના ચહેરા પર જોરથી મુક્કો માર્યો. આ ઘાયલ બેનને  નાક અને ચીક બોનની સર્જરી કરાવવી પડી.૪૦ વર્ષની ઉંમરે તનાવને લીધે એમને સ્ટ્રોકનો બીજો હુમલો થયો એમાં એમણે એમની યાદ શક્તિ બિલકુલ ગુમાવી દીધી .

એમના પતી સાથે છુટાછેડા લઈને હાલ તેઓ એકલા સરકારી સીનીયર હોમમાં રહે છે.એમનાં મોટાંબેન એમની દેખરેખ રાખે છે. જો કે એમનું બોસિંગ એમને ગમતું નથી.આવા દુખમાં પણ આ બહેન ખુબ રમુજી સ્વભાવનાં છે.૫૫ વર્ષનાં આ બહેન મને હસતાં હસતાં કહે “હું કોઈની સાથે ડેઈટ પર જાઉં તો પણ મને યાદ નથી રહેતું કે હું કોની સાથે ડેઇટ પર ગઈ હતી, એટલી ભુલકણી થઇ ગઈ છું !”

ત્યારબાદ બાર વાગે ખુબ જ પૌષ્ટિક ખોરાકનો લંચ સેન્ટરના કાર્યકરો દ્વારા પીરસવામાં આપવામાં આવ્યો.મારી સાથે લંચના ટેબલ પર ખુરસીમાં મારી સાથે જે બેઠેલાં હતાં એમાં એક ૮૫ વર્ષના જાપાનીઝ ભાઈ હેરી હતા,મારી ડાબી બાજુ આ ભૂલકણાં બેન જુન અને જમણી બાજુ એક ૮૦ વર્ષના ભૂતકાળમાં પ્લેન ચલાવી નિવૃત્ત થયેલ પાઈલોટ વૃદ્ધ અમેરિકન ભાઈ ડોન હતા.સામે ૮૫ વર્ષનાં ઇટાલિયન-અમેરિકન બેન શેલી અને સામે બેઠેલાં ૮૦ વર્ષનાં મૂળ લેબેનોન વૃધ્ધા લંચમાં સાથે હતાં.એવામાં એક વિએટનામી ડોશીમા મારી પાસે આવ્યાં અને કહે હું ગાંધી અને એમની દીકરી ઇન્દિરા ગાંધીને જાણું છું.ગાંધીને કોઈ ઇન્ડિયનએ જ મારી નાખ્યા હતા.મેં એમને સમજાવ્યું કે ઇન્દિરાએ ગાંધીની દીકરી નથી.ઇન્દિરા ગાંધીને પણ એમના બોડી ગાર્ડોએ જ માર્યા હતા.તેઓ કહે મને આની ખબર ન હતી.  

આ સેન્ટરનાં સંચાલિકા બેન મારા સભ્ય પદ માટે મારા ડોક્ટર તરફથી મળેલ કાગળોને ધ્યાનમાં લઈને આગળની પ્રક્રિયા કરી રહ્યાં છે.જરૂરી મંજુરી મળે એટલે દર વીકે બે દિવસ ૧૦ થી ૧ આ સેન્ટરમાં જવાનો વિચાર રાખ્યો છે.આનાથી ઘર બહારની દુનિયામાં જઈને દિલને હળવું કરવાનું બનશે અને જીવન સંધ્યાના આ સમયે અવનવા પ્રસંગ રંગોનો અનુભવ મળશે.

માણસે ગમે એવી પરિસ્થિતિમાં સુખી થવા માટે અને દિલને હળવું કરવા માટે જ્યાંથી પણ મળે ત્યાંથી શુદ્ધ આનંદ શોધી કાઢીને સમયનો મહત્તમ ઉપયોગ કરવાની કોઈ પણ તકને જતી કરવી ના જોઈએ .

મને ગમતું  ‘રૂસ્વા’ મઝલુમી નું આ રહ્યું એક કાવ્ય …

મને જિંદગીના પ્રસંગો ન પૂછો,
બધા હસતા, હસતા પતાવી દીધા છે.
પ્રલોભન, જો આવ્યા છે જીવનમાં જ્યારે
મેં ખુદ્દારે દિલથી ફગાવી દીધા છે.

બધા ઓરતાઓ, ને આશાઓ ક્યાંથી,
ફળે, મંજરીની, મહેક થઇને કાયમ
અફળ કામનાઓના, ઓથાર બેશક
રહી મૌન દિલમાં સમાવી દીધા છે.

તરંગોની માફક જે દિલમાં, ઊઠ્યા તે,
મનાવી લીધા છે રૂઠેલા ઉમંગો,
અને આવકાર્યા છે અવસર મળ્યા જે
હૃદય ઉર્મિઓથી વધાવી દીધા છે.

ખુદાની કસમ હું- છું ઇન્સાન ‘રૂસ્વા’
ને ઇન્સાનિયતનો પ્રશંસક રહ્યો છું,
મળી છે મને બાદશાહી ફરીથી
જે આવ્યા પ્રસંગો દીપાવી દીધા છે.

– ‘રૂસ્વા’ મઝલુમી

 Ester

( 874 ) પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક નવી વાર્તા “બેક્ટેરિયા “

પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક નવી વાર્તા

“બેક્ટેરિયા “

“કહું છું, સાંભળે છે, દિલીપ અમેરિકાથી આવે છે એની ખબર દીકરી ચંપાને અમદાવાદ કહેવડાવી છે ને,ભૂલી ગઈ તો નથી ને ?” બરાબર ખાતરી કરી લેવા માટે રણછોડભાઈ એ એમનાં પટલાણીને પૂછ્યું .

“એમ તમારી જેમ હું ભૂલું એવી નથી. દીકરીને એનો વ્હાલો ભાઈ દિલીપ  અમેરિકાથી આવે છે એની ખબર ગામ પહેલાં એને જ મોકલાવી દીધી છે. બિચારી દર બળેવે ભઈને ટપાલમાં રાખડી મોકલે છે. આજે એને નજરે જોશે એટલે કેટલી હરખ પદુડી થઇ જશે મારી દીકરી “

નાનકડા ગોકુળિયા ગામના આગેવાન સરપંચ રણછોડભાઈ પટેલ અને એમનાં પત્ની મંગુ કાકીનું દિલ આજે સવારથી જ આનંદના હિલોળે ચડ્યું હતું. કેમ ના ચડે, આજે તો એમની આંખની કીકી જેવો એકનો એક દીકરો દિલીપ દસ વર્ષના લાંબા ગાળા પછી આજે શિકાગો,અમેરિકાથી વતનના ગામમાં આવી રહ્યો હતો.દિલીપ સાથે એની પત્ની રક્ષા અને જોતાં જ ગમી જાય એવાં એમનાં બે બાળકો ,પાંચ વર્ષનો બાબો આનંદ અને ગલગોટાના ફૂલ જેવી નાજુક એક વર્ષની નાનકડી બેબી પીન્કી પણ એમનાં ડેડી-મમ્મી સાથે આવવાનાં હતાં.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને આખી વાર્તા વાંચો . 

બેક્ટેરિયા / becteria

બેક્ટેરિયા

PRATILIPI.COM

 

( 873 ) હોળી-ધૂળેટીનો આનંદ મુબારક…. ત્રણ હોળી કાવ્યો …/ઇલેક્શનની હોળી- અમેરિકામાં … હરનીશ જાની (સંકલિત)

Happy holi

હોળી-ધુળેટી માર્ચ મહિનામાં અને હિંદુ કેલેન્ડર પ્રમાણે ફાગણ માસની પુનમના દિવસે,આવતો લોકપ્રિય હિંદુ તહેવાર છે.હોળીનો ઉલ્લાસ અને આનંદ લોકો અવનવા રંગોમાં રંગાઈ અને રંગીને ઉજવે છે.આ ઉત્સાહમાં લોકોના હૃદયની રંગીનતા જણાઈ આવે છે.

આ તહેવાર પ્રસંગે વસંત ઋતુનું પણ આગમન થઇ ચૂક્યું હોય છે.ખેતરોમાં પાક લહેરાતો હોય છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે.

હોળીનો પર્વનો ઇતિહાસ અને અન્ય માહિતી માટે વિનોદ વિહારની માર્ચ ૨૦૧૨ ના વર્ષની હોળીના પર્વની આ પોસ્ટમાંથી વાંચો.

કરોના,કેલીફીર્નીયા નિવાસી કવિ મિત્ર શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ) નું હોળીના તહેવારને અનુરૂપ સુંદર ગેય કાવ્ય એમના સાભાર સાથે આજની પોસ્ટમાં નીચે મુક્યું છે.

આ કાવ્યમાં એમણે હોળી-ધુળેટીમાં લોકોનો ઉલ્લાસ અને આનંદ ,રંગોની રમઝટ સાથે કુદરતમાં થતા માદક બદલાવનો આપણને પરિચય કરાવ્યો છે.

આજ આવી છે રંગીલી હોળી

હૈયાને રંગમાં ઝબોળી

આવી છે રંગીલી હોળી

છે કુદરત ખુશહાલ, સંગ નાચ મસ્તીનો વ્હાલ

શોભે તિલક આ ભાલ, લાવો હાથમાં ગુલાલ

ઉમંગે ખેલે ભેરૂઓની ટોળી

આજ આવી છે રંગીલી હોળી

ફાગણના રંગ ફાગ, મધુ કોયલના રાગ

છોડી વેરની આગ, ખેલો લઈને ગુલાલ

રંગભરી રમે નવોઢા ભોળી

આજ આવી છે રંગીલી હોળી

ઢોલ વાગ્યા હોળીના, લઈ કેસરિયા વ્હાલ

વ્રજમાં નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ

લાવો ધાણી ખજૂરની ઝોળી

આજ આવી છે રંગીલી હોળી

રમેશ પટેલ  (આકાશદીપ)

શ્રી પી.કે.દાવડા નું એક વિચારવા જેવું હોળી કાવ્ય .

 

મનાવો પછી રોજ હોળી મજેથી

(ભૂજંગી)

કરીને ભલે કાષ્ટ ભેળા બધેથી,
જલાવો તમે આજ હોળી મજેથી,
ઉડાડો ગુલાલો અને રંગ બીજા,
અને માનજો બાળી નાખી બુરાઈ.

ભલે છેતરાઓ તમારી જ જાતે,
નથી નાશ પામી બુરાઈ જરાએ,
હજીતો વધારે વધે છે બુરાઈ,
હજી આજ લોકો રહ્યા છે લુંટાઈ.

હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.

કરો નાશ આ દાનવોનો પહેલા,
પછી છો ઉડાડો થઈ રંગ-ઘેલા;
રંગો મુખ કાળા ધુતારા જનોના,
મનાવો પછી રોજ હોળી મજેથી.

-પી. કે. દાવડા

હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલ “ચમન ” ની એક સુંદર હોળી રચના એમના અનોખા અંદાઝમાં માણો.

રંગ રાગ
આજ
ધૂળની જેમ
ઊડી રહી રંગની છોળો!
એકલવાયા
મારા મનને
શીદ આવી ઢંઢોળો?
રંગ ઘોળ્યો દિલડું ડહોળી,
ભરી પિચકારી એમાં બોળી.
પણ-
રમવી કોની સંગમાં હોળી?
આજ તો
મારેય છે રંગા’વું
પિચકારીયે છે છંટા’વું
સંગે રમી
રંગે રમી
દિલડું મારેય છે બહેલાવું!
ઉરના કો’ એકાંતે
આવી ‘એ’ લઈ પિચકારી
રંગી દીધો!
ભીજવી દીધો!
મને એના કસુંબલ રંગથી!!
ત્યારથી
એ રંગરાગમાં
એની સંગમાં
આજ લગી રંગાયેલ છું!!
*ચીમન પટેલ ‘ચમન’
(કસુંબલઃ કસુંબાના ફૂલનો રંગ)

 

Please, click the link below for whole article of Guj Mitra
http://gujaratmitra.in/Portals/6/Supplements/drp6.pdf

 

Holi Khelat Nandlal – Top Holi Songs

વિનોદ વિહાર ના વાચકોને હોળી-ધૂળેટીનો આનંદ મુબારક

( 872 ) “તમે શા માટે દોડો છો?…મધુવનની મહેક”…ડો. સંતોષ દેવકર ..ચિંતન લેખ

૧૮૯૪ માં શિકાગોથી મૈસૂરના મહારાજાને લખેલા પત્રમાં સ્વામી વિવેકાનંદજી નોંધે છે :

swamiji10

“હે રાજવી ! આ જીવન ટૂંકુ છે. અને તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે,બાકીના તો જીવતા કરતાં મરેલા વધુ છે.”

એક મજાની વાત સાંભળો :

એક વાર એક કૂતરો સસલાની પાછળ પડયો. એ શિકારી કૂતરો હતો. એટલે દોડવાની ઝડપ સારી હતી. સસલો આગળ અને કૂતરો સસલાની પાછળ. લાંબો સમય દોડયા બાદ સસલાને એક બખોલ દેખાઈ અનેે તેમાં ઘૂસી ગયો. બખોલ નાની હતી. કૂતરો અંદર જઈ ન શક્યો અને સસલાની બહાર નીકળવાની રાહ જોતો બખોલની બહાર ઊભો રહ્યો. કૂતરાને વિચાર આવ્યો કે હું શિકારી કૂતરો, ઝડપથી દોડી શકનારો અને હું એક નાનકડાં સસલાને પકડી ન શક્યો ? કૂતરાએ પોતાની જાતને પ્રશ્ન પૂછયો. હવે તેને થયુ કે હું સસલાને કહું કે, ભાઈ બહાર નીકળ, મારે તને સવાલ પૂછવો છે.

કૂતરાના અભય વચન પછી સસલો બહાર આવ્યો. કૂતરાએ સવાલ કર્યો : મારી દોડવાની ઝડપ તારા કરતાં વધુ હોવા છતાં હું તને પકડી કેમ ન શકયો ? સસલાએ સુંદર જવાબ આપ્યો : તુ તારા પેટનો ખાડો પૂરવા માટે દોડતો હતો. અને હું મારી જિંદગી બચાવવા માટે. કૂતરાને ખાસ સમજ પડી નહિ. કૂતરાએ પૂછયું : એટલે ? સસલાએ કહયું : એટલે એમ કે જેઓ જીવન માટે દોડે છે, તેઓ પેટ માટે દોડનારા કરતાં હંમેશા આગળ નીકળી જાય છે.

અત્યારે આપણે જે કાર્ય કરી રહ્યાં છીએ તે પાછળનો સંદર્ભ તપાસવો જોઈએ. અભ્યાસ, નોકરી કે ધંધો કરતાં હોઈએ તે પાછળના આપણા સંબંધો તપાસીએ,કાર્ય પાછળના હેતુની યથાર્થતા અને યોગ્યતાને સમજીએ. સ્વાર્થ માટેની દોડ છે કે પરમાર્થ માટેની?આપણા કાર્યમાં જયારે પરમાર્થની સુગંધ ભળે છે ત્યારે કાર્યનો વિશાળ હેતુ સાર્થક બને છે.

“માનવી મટી, બનું વિશ્વમાનવી’ મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીની આ પંકિતનું સાર્થકય તો જ જળવાશે જયારે આપણું કાર્ય સમષ્ટિ માટે બની રહે.

સંદેશમાં પ્રગટ ડો. સંતોષ દેવકર ના પ્રેરક લેખ “તમે શા માટે દોડો છો?

…મધુવનની મહેક” માંથી સાભાર …

આખો લેખ પ્રેરક લેખ વાંચવા આ ચિત્ર પર ક્લિક કરો.

Why running

મીસરી

કોઈનું પણ આંસુ લૂછયું હોય તે બેસે અહીં
ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં
(સ્નેહી પરમાર)

સાભાર santoshdevkar03@gmail.com