વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 861 ) ભૈરવી ભજનાવલિ- ભૈરવી રાગ પર આધારિત ક્લાસિકલ ફિલ્મી ભજનો

ભૈરવી રાગ એ મને ખુબ ગમતો એક શાસ્ત્રીય રાગ છે. બધા રાગોમાં ભૈરવી રાગ શિરમોર જેવો છે અને બહુ જ પ્રખ્યાત રાગ છે .

આ રાગમાં ગવાએલ શાસ્ત્રીય ગીતો અને ભજનો મનને શાંતિ આપે છે. ભૈરવી રાગમાં કમ્પોઝ કરેલું કોઈ પણ ગીત કે ભજન ખુબ જ મધુર બનતું હોઈ મનને ડોલાવી જાય છે

ભર્તુહરીએ કહ્યું છે કે: “संगीत साहित्य कला विहीन साक्षात् पशु पुच्छ् विषाण हीन”  એટલે કે સંગીત સાહિત્ય અને કળાના જ્ઞાન વિનાનો માણસ પુંછડા અને શીંગડા વિનાના પશુ સમાન છે. થોડો સમય કાઢીને જો સંગીત સાંભળી લઈએ, કોઈ સારું સાહિત્ય વાંચીએ અથવા તો કોઈ પણ કળાના ઊંડાણમાં જઈને જો રસ લઈએ તો એથી જીવનમાં આનંદની અનુભૂતિ થાય છે જે મેડીટેશનની ગરજ સારે છે.

વિદ્વાનોએ પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે ભારતીય ક્લાસીકલ સંગીત સાંભળવાની મ્યુઝિક થેરેપીથી અનેક રોગોમાંથી  રાહત મળે છે. સંગીતના સૂરો વિવિધ રોગોમાં અસરકારક દવા જેવું કામ કરી શકે છે.

પાચનરોગોમાં રાગ દેશ,રાગ વૃંદાવની સારંગ, ડિપ્રેશનમાં રાગ ભૈરવી, રાગ યમન જયારે અનિંદ્રામાં રાગ પીલું અસરકારક કહેવાય છે. રાગ સાથે   કયા  વાજિંત્રનો ઉપયોગ થાય છે તે પણ મહત્વનુ છે જેમ કે, રાગ યમન સિતારમાં સાંભળવામાં મજા આવે છે.

ભૈરવી રાગ મનને શાંતિ આપતો હોઈ અનિદ્રાના દર્દીઓને માટે રાગ ભૈરવી અથવા રાગ સોહની સાંભળવો લાભ દાયક છે.  

મોટા સમારંભોમાં સંગીતના પંડીતો આ રાગને અંતે ગાવાનું પસંદ કરે છે કારણ કે મધુરતાથી ભરપુર ભૈરવી રાગ સાંભળ્યા પછી બીજા રાગો ફિક્કા પડી જાય છે. ભૈરવી રાગ એ મુખ્યત્વે સવારે પ્રથમ પ્રહરે ગાવાનો રાગ છે.  દેવીઓનાં જે આઠ નામો છે એમાં એકનું નામ ભૈરવી છે.

ભૈરવી ભજનાવલી- ભૈરવી રાગ ઉપર આધારિત ક્લાસિકલ ભજનો

ભૈરવી રાગ ઉપર આધારિત ઘણાં શાસ્ત્રીય અને ફિલ્મી ભજનો યુ-ટ્યુબ ચેનલ પર મળી આવે છે. એમાંથી કેટલાંક મારી પસંદગીનાં મને ગમતાં ભક્તિ ગીતો નીચે આપવા મેં પ્રયત્ન કર્યો છે. 

આ બધાં ગીતોમાં એક આધ્યાત્મિક -Spiritual- ભાવની તમને અનુભુતી થશે.

પ્રથમ ફિલ્મ – આલાપનું મા સરસ્વતીની વંદના કરતા ગીતથી થી

શરુઆત કરીએ…. …રાગ ભૈરવ

૧. ફિલ્મ – આલાપ …ગાયક- લતા મંગેશકર -દિલરાજ કૌર

 

૨.જાગો મોહન પ્યારે –ફિલ્મ આલાપ

Lata Mangeshkar -“Jago Mohan Pyare (From “Jagte Raho”)

Music Director: Salil Chowdhury

૩. સાંવરે સાંવરે….ફિલ્મ અનુરાધા -૧૦૬૦

SAANWARE SAANWARE KAAHE MO SE -LATA -SHAILENDRA- PT.RAVISHANKAR (ANURADHA 1960)

૪.તુમ હી હો માતા, તુમ હી હો પિતા .. ફિલ્મ મૈ ચુપ રહુંગી.-૧૯૬૨

Song : Tum Hi Ho Maata Pita Tum Hi Ho…a famous prayer

Movie : Main Chup Rahungi 1962

Singers : Lata Mangeshkar

Lyricist : Rajinder Krishan

૫. ઇન્સાફ્કા મંદિર હૈ ,….ફિલ્મ- અમર -૧૯૫૪

Song : insaaf ka mandir hai ye bhagwan ka ghar hai..

Movie: Amar(1954),Singer(s): Mohammad Rafi, Chorus

Music Director: Naushad,Lyricist: Shakeel Badayuni

Cast : Nimmi, Dilip Kumar, Madhubala

૬. તોરા મન દર્પન કહલાએ…ફિલ્મ કાજલ …  

Kaajal – Tora Mann Darpan Kehlaye – Asha Bhonsle

Music Director : Ravi,Singer : Asha Bhonsle

૭. જ્યોત સે જ્યોત જગાતે ચલો …ફિલ્મ સંત જ્ઞાનેશ્વર ..-૧૯૬૪

Jyot Se Jyot Jagaate Chalo Lata Mangeshkar- Film Sant Gyaneshwar [1964]- Laxmikant Pyarelal

૮ . તું  પ્યાર કા સાગર હૈ …ફિલ્મ સીમા- ૧૯૫૫

Song – Tu Pyaar Ka Saagar Hai ..a spiritual song

Movie : Seema (1955),Singers : Manna Dey,Lyricist – Shailendra

૯. છેલ્લે લતાજી અને  સ્વ.પંડિત ભીમસેન જોશીની મસ્ત શાસ્ત્રીય જુગલબાંધીમાં ભૈરવી રાગમાં ગવાએલું આ ભક્તિ ગીત.

Baaje Re Muraliya Baaje Lata Mangeshkar & Pandit Bhimsen Joshi

https://youtu.be/F3foxQDXCOo

હવે પછીની પોસ્ટમાં શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયકો દ્વારા ગવાએલ ભૈરવી રાગ  અને એના ઉપર આધારિત ક્લાસિકલ અને ફિલ્મી ગીતોનો આસ્વાદ કરાવવામાં આવશે.

7 responses to “( 861 ) ભૈરવી ભજનાવલિ- ભૈરવી રાગ પર આધારિત ક્લાસિકલ ફિલ્મી ભજનો

 1. Vimala Gohil માર્ચ 7, 2016 પર 1:26 પી એમ(PM)

  “થોડો સમય કાઢીને જો સંગીત સાંભળી લઈએ, કોઈ સારું સાહિત્ય વાંચીએ અથવા તો કોઈ પણ કળાના ઊંડાણમાં જઈને જો રસ લઈએ તો એથી જીવનમાં આનંદની અનુભૂતિ થાય છે જે મેડીશનની ગરજ સારે છે.”

  મહા શિવ રાત્રીનો માહોલ ચાલે છે ત્યારે રાગ-સંગિતની ભક્તિથી તરબોળ કરી દીધા આપે. સાથે જુના સાથીદાર
  (All India Radio) નો સથવારો પણ કરવ્યો.
  જેના શ્રવણ પછી થઈ રહેલા ગુંજારવમાં શબ્દો ખોવાય ગયા છે. છતા આભાર શબ્દ કહ્યાવગર કેમ રહેવાય??!!!

  Like

 2. pragnaju માર્ચ 7, 2016 પર 3:41 પી એમ(PM)

  અનેકોમા અનુભવેલી વાત-‘ભૈરવી રાગ મનને શાંતિ આપતો હોઈ અનિદ્રાના દર્દીઓને માટે રાગ ભૈરવી અથવા રાગ સોહની સાંભળવો લાભ દાયક છે.
  મોટા સમારંભોમાં સંગીતના પંડીતો આ રાગને અંતે ગાવાનું પસંદ કરે છે કારણ કે મધુરતાથી ભરપુર ભૈરવી રાગ સાંભળ્યા પછી બીજા રાગો ફિક્કા પડી જાય છે. ભૈરવી રાગ એ મુખ્યત્વે સવારે પ્રથમ પ્રહરે ગાવાનો રાગ છે. દેવીઓનાં જે આઠ નામો છે એમાં એકનું નામ ભૈરવી છે.આ મધુરો રસથાળ ફરી ફરી માણવાનો આનંદ
  રાગ ભૈરવ . ફિલ્મ – આલાપ …ગાયક- લતા મંગેશકર -દિલરાજ કૌર
  જાગો મોહન પ્યારે ..અદભૂત
  સાંવરે સાંવરે
  .તુમ હી હો માતા, તુમ હી હો પિતા ..
  ઇન્સાફ્કા મંદિર હૈ ,….
  . તોરા મન દર્પન કહલાએ…
  . જ્યોત સે જ્યોત જગાતે ચલો
  … કા સાગર હૈ …
  સાંવરે,સાવરે છેલ્લે લતાજી અને સ્વ.પંડિત ભીમસેન જોશીની મસ્ત શાસ્ત્રીય જુગલબાંધીમાં ભૈરવી રાગમાં ગવાએલું આ ભક્તિ ગીત.ખૂબ મધુર

  Like

 3. Hemant Bhavsar માર્ચ 7, 2016 પર 4:01 પી એમ(PM)

  Bhairav Raag also benefit for the deep Meditation , calm the mind and help for concentration .

  Like

 4. pravinshastri માર્ચ 7, 2016 પર 5:50 પી એમ(PM)

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  રાગ ભૈરવી.
  આજે શ્રી વિનોદભાઈ એ મને આનંદમાં તરબોળ કરી દીધો. મારી ઉર્મિને દર્શાવવા મારી પાસે શબ્દો નથી. કેટલી ટેલીપથી? આવતી કાલે હું મારા બ્લોગમાં આ જ રાગ પર આધારીત થોડી લિન્ક મૂકવાનો હતો તે વિનોદભાઈએ ખૂબ જ સરસ રીતે રસ દર્શન કરી રજુ કર્યો. વિનોદભાઈના આભાર સહિત આ હું મારા સંગીતપ્રિય મિત્રો માટે રીબ્લોગ કરું છું.
  સાથે રાગની બેઝિક માહિતી ઉમેરવાનો લોભ જતો નથી, કે જેથી મારે ભૈરવી રાગ મારે ફરી પુનરાવર્તીત કરવો ન પડે.

  Like

 5. Pingback: ( 869 ) ભૈરવી રાગ પર આધારિત થોડા વધુ શાસ્ત્રીય અને ફિલ્મી ગીતોની મહેફિલ …. | વિનોદ વિહાર

 6. Sumanbhai Patel મે 12, 2016 પર 12:55 પી એમ(PM)

  Thank you very much for this- sumanbhai@ap;.com

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: