વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 879 ) જીવન એક મેરેથોન દોડ… એક અછાંદસ રચના ….. વિનોદ પટેલ

Life a Marathon

જીવન એક મેરેથોન દોડ

 

જિંદગી મેરેથોન દોડ છે,સૌએ એ દોડવાની હોય છે,

ધૈર્યથી દોડી જઈને,લક્ષ્ય સ્થાને પહોંચવાનું હોય છે.

 

જિંદગીની આ દોડમાં અનેક વિઘ્નો આવતા રહે છે,

એ ઉકેલતા રહી,સતત દોડ ચાલુ રાખવાની હોય છે.

 

મેરેથોન દોડના વિઘ્નોથી ડરી, કદી દોડ છોડશો નહિ,

ધૈર્ય રાખીને હિંમતના છેલ્લા અંશ સુધી દોડતા રહો.

 

વચ્ચેથી જે ભાગે છે એ,આ દોડ કદી જીતતો નથી,

મેરેથોન જીતવાનો આનંદ એ લઇ શકતો જ નથી.

 

જેણે રાખી હિંમત જીવનમાં,હારથી એ બચી ગયો,

જીવન મેરેથોન જીતીને,ગર્વથી એવોર્ડ જીતી ગયો.

 

વિનોદ પટેલ, ૪-૩-૨૦૧૬

 

7 responses to “( 879 ) જીવન એક મેરેથોન દોડ… એક અછાંદસ રચના ….. વિનોદ પટેલ

 1. સુરેશ જાની April 3, 2016 at 5:06 PM

  એવોર્ડ જીતવા દોડવાનું ; કે દોડવાની મઝા માટે દોડવાનું ? !

  • Vinod R. Patel April 3, 2016 at 5:32 PM

   દોડવાની મઝા સાથે એવોર્ડ પણ મળે તો આનંદ બેવડાય, દોડ સાર્થક બને.

   સાદી દોડવાની રમતની આ વાત નથી ,જીવન મેરેથોનની વાત છે !

 2. aataawaani April 3, 2016 at 3:56 PM

  પ્રિય વિનોદ ભાઈ
  તમારી વાત તદ્દન ખરી છે . જીવન એ મેથેરોન દોડ છે .એમાં ધૈર્ય રાખી દોડ્યે જવાનું છે . જેણે વચ્ચેથી હારી જઈને દૌડ પડતી મુકે છે . એ કદી એવાર્ડ મેળવી શકવાનો નથી . અને આ દૌડમાં મુશ્કેલીઓ આવવાની છે . એવું જાણીને પણ દોડવાનું છે . અને કીધું છે કે
  ज़िन्दगीमें ग़म न हो अगर , जिन्दगीको मज़ा नहीं मिलता
  राह आसान हो तो राह गिरोको गुमरहका मज़ा नहीं मिलता

  • Vinod R. Patel April 3, 2016 at 5:26 PM

   वाह आताजी, क्या सच बात कही है आपने ….

   ज़िन्दगीमें ग़म न हो अगर , जिन्दगीका मज़ा नहीं मिलता
   राह आसान हो तो राह गिरोको गुमराहका मज़ा नहीं मिलता

   राह आसान हो तो चलनेका क्या मजा , गुमराह होकर राह ढूंढ लेनेका मजा ही ऑर होता है !

 3. Hemant Bhavsar April 3, 2016 at 1:15 PM

  Nice positive inspirational poem , match never end until the last ball …….

 4. pravinshastri April 3, 2016 at 1:08 PM

  ગમે કે ન ગમે; દોડ્યા વગર છૂટકો જ નથી.

 5. pragnaju April 3, 2016 at 11:54 AM

  જેણે રાખી હિંમત જીવનમાં,હારથી એ બચી ગયો,

  જીવન મેરેથોન જીતીને,ગર્વથી એવોર્ડ જીતી ગયો.

  સુંદર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: