વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 893 ) સ્વ.કુસુમબેન વિ.પટેલની ૨૪ મી વાર્ષિક પુણ્યતિથીએ હાર્દિક સ્મરણાંજલિ

અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવન પછી તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસની લાંબી માંદગી બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન થયું હતું .આ દુખદ પ્રસંગને આજ કાલ કરતાં ૨૪ વર્ષ થઇ ગયાં ! સમય સમયનું કામ કર્યે જાય છે.  

ઋણાનુંબંધ ઓછા પડ્યા,જિંદગીના માપદંડો ય ટૂંકા પડ્યા,

ભરપુર વસંત ખીલી હતી ત્યાં જ , પાનખર બની ખરી ગયાં !

આજે ૧૪મી એપ્રિલ ૨૦૧૬ ના દિવસે સ્વ.કુસુમબેનની ૨૪ મી વાર્ષિક પુણ્યતિથીએ એમને હાર્દિક સ્મરણાંજલિ આ પોસ્ટ દ્વારા આપું છું.

 

 

સ્વ.કુસુમબેન વિનોદભાઈ પટેલ
(જન્મ-ફેબ્રુઆરી ૧,૧૯૩૮ …….સ્વર્ગવાસ-એપ્રિલ ૧૪,૧૯૯૨)

હાર્દિક કાવ્યાંજલિ

ગોઝારા એ કરુણ દિને હૃદય અમારાં ભગ્ન થયાં હતાં, 

પ્રભુએ એના ઘરે જ્યારે તમોને બોલાવી લીધાં હતાં .

નશ્વરદેહ તમારો ભલે પંચ મહાભૂતમાં ભળી ગયો,

મનથી તો અમારી નજીક છો એવું અમોને લાગે સદા.

વેદનાઓ, કષ્ટો સહ્યાં અત્યંત ધીરજથી, બેશબ્દ રહી,

જીવન અને મૃત્યુંને પણ ખરેખર તમે જીતી ગયાં.

પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના,

તસ્વીરો જોઈ તમારી, તાજાં થતાં અમને સૌ સંસ્મરણો.

શબ્દો ઓછા પડે ખરે ગણવા ઉપકારો અમ પર આપના,

ચોવીસમી પુણ્યતિથીએ અર્પું, શ્રધાંજલિ અલ્પ શબ્દો થકી.

૧૪મી અપ્રિલ,૨૦૧૬ —વિનોદ પટેલ

“કુસુમાંજલિ “ -ઈ બુક

ગયા વરસે સ્વ.કુસુમબેનની ૨૩મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એ સ્વર્ગીય આત્માની સુવાસિત સ્મૃતિ સચવાય એ હેતુથી પ્રતિલિપિ ના સહયોગમાં “કુસુમાંજલિ “ નામની એક ઈ-બુક બહાર પાડવામાં આવી હતી.

કભી ખુશી,કભી ગમનો અહેસાસ કરાવતા અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના અનેક પ્રસંગોની સ્મૃતિઓ એમાં તમને આમુખ -પ્રસ્તાવના ,સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર અને મારું જીવન વૃતાંત,ભજન સંગ્રહ વી.આ આ ઈ-પુસ્તકમાંથી વાંચવા મળશે .

ઉપરાંત મારા ગુજરાતી બ્લોગ “વિનોદ વિહાર”માં પ્રકાશિત મારા સ્વ-રચિત ઘણા લેખો, વાર્તાઓ, કાવ્યો ,ચિંતન લેખો વી.માંથી મારી પસંદગીની રચનાઓનો પણ એમાં સમાવેશ કરી કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીએ એમની યાદમાં “કુસુમાંજલિ” ઈ-બુક દ્વારા શ્રધાંજલિ આપવામાં આવી હતી.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને આ ઈ-બુકને વાંચી શકાશે.

kusumaanjali- big-2

આજના દિને મને ગમતી પાંડીચેરી અરવિંદ આશ્રમનાં શ્રી માતાજી રચિત એક પ્રાર્થના

પ્રાર્થના
હે પ્રભુ ! હે પરમાત્મન ! હે ગુરુદેવ !
મારા સર્વ વિચારો,મારી સર્વ ઉર્મિઓ,
મારા સર્વ મનોરથો મારા દેહનું અણું એ અણું,
મારા લોહીનું બિંદુએ બિંદુ તારામય હો.
તારા જગતની સેવા માટે હો.

હે પ્રભુ ! તારી ઈચ્છા એ મારી ઈચ્છા હો,
મારા જીવનને તારી ઈચ્છા મુજબ બનાવ,
મારા જીવનમાં જે કંઇ સંજોગો નિર્માણ કરીશ,
ભલે તે સુખ કે દુખના હોય, લાભ કે હાનિના હોય,
હર્ષ કે શોકના હોય, અરે ! જીવન કે મૃત્યુના હોય ,
તો પણ તે બધા સંજોગો મારા કલ્યાણને માટે જ
તેં સર્જ્યા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રહો.

—–શ્રી માતાજી (અરવિંદ આશ્રમ ,પાંડિચેરી)

गीता सार
Gita sar

 જિંદગીની આ તો કેવી છે કરુણતા કે,

નજર સમક્ષ રોજ  રહેતાં  પ્રિય જન,

એક દિન છબીઓમાં મઢાઈ જાય છે ! 

વિદાય થાય પણ યાદો રહી જાય છે!

વિનોદ પટેલ  

 

16 responses to “( 893 ) સ્વ.કુસુમબેન વિ.પટેલની ૨૪ મી વાર્ષિક પુણ્યતિથીએ હાર્દિક સ્મરણાંજલિ

  1. pragnaju એપ્રિલ 14, 2016 પર 5:14 એ એમ (AM)

    તમારા બ્લોગ પર આવીએ
    અને
    …પહેલા દર્શન થાય
    એક દિન છબીઓમાં મઢાઈ જાય છે !
    વિદાય થાય પણ યાદો રહી જાય છે!
    યાદ અપાવે મારે પણ …
    મારી વિધવા નાનીબેન મરણ પોટલી બનાવી કહે કોઇને તકલીફ ન પડે માટે
    સાથે કરુણવાતમા પણ રમુજ કરતા મને કહેતી કે ‘તારે બે પોટલી બનાવવી પડશે
    પણ અમારે તો
    મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
    જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
    અમારી સ્મરણાજંલી

    Like

  2. chaman એપ્રિલ 14, 2016 પર 6:14 એ એમ (AM)

    કુસુમભાભીને મારી પણ હાર્દિક સ્મરણાંજલી! આવો ભઈ હરખા આપણ બે સરખા!

    Like

  3. Anila Patel એપ્રિલ 14, 2016 પર 7:49 એ એમ (AM)

    Svajan-ni gerhajari emani madhur yadothi pooravi pade e jivananu kadavu satya svikarvuj rahyu.. Mari hardik shrddhanjali.

    Like

  4. Vimala Gohil એપ્રિલ 14, 2016 પર 12:27 પી એમ(PM)

    સન્મુખ જોયા નથી પણ આપનો બ્લોગ ખોલતા એમની તસ્વીર નજર સમક્ષ આવે ને એમની શાંત નિમિલીત આંખો એક અનોખી પરિચિતતા આપી જાય છે,રોજ. આમ આપની જેટલાજ તેઓ અમારે પરિચિત છે.
    સ્વ.કુસુમબેનને મારી હાર્દિક શ્રધાંજલિ.

    Like

  5. P.K.Davda એપ્રિલ 18, 2016 પર 11:38 એ એમ (AM)

    જીવનમાં આ એક એવું બંધન છે એ એકની વિદાય પછી પણ એ બંધન ટુટતું નથી. જીવનની હરેક ક્રીયામાં જનારની સ્પષ્ટ છાયા ઉપજી આવે છે. જાગૃતિમાં અને નિદ્રાવસ્થામાં એની અનુભૂતિ થયા જ કરે છે. આ પણ ઈશ્વરે જ મૂકેલું લાગણીતંત્ર છે.

    Like

  6. pravinshastri એપ્રિલ 19, 2016 પર 8:04 એ એમ (AM)

    લાગણી અને અશ્રુ કુંઠીત રાખવાને બદલે એક યા અન્ય સ્વરૂપે વહેતાં રાખીયે તો જ જીવન સરળ અને દબાવ વગરનું રહે. સ્મરણાંજલિ હૈયાને હળવું રાખે છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.