વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: મે 2016

( 917 ) સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળના બાળકોનું પ્રભુત્વ-અમેરિકનો માટે મોટું આશ્ચર્ય !

spellingbee2016.jpg-1તારીખ ૨૪-૨૫ મે,૨૦૧૬ ના રોજ કન્વેન્શન સેન્ટર, નેશનલ હાર્બર,મેરી લેન્ડ ખાતે 89th Scripps National Spelling Bee સ્પર્ધા યોજાઈ હતી. 

આ સ્પર્ધામાં પણ ભારતીય મૂળના બે વિદ્યાર્થીઓ, ઓસ્ટીન,ટેક્સાસ નો ૧૧ વર્ષીય નિહાર જંગ (Nihar Janga)અને કોર્નીંગ,ન્યુયોર્કનો જયરામ હથવાર (Jairam Hathwar) પ્રથમ નંબરે રહીને સંયુક્ત ચેમ્પિયન બન્યા હતા. 

આ વર્ષની સ્પેલિંગ બી સ્પર્ધામાં ૨૮૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 

આ પ્રસંગનો વિડીયો… 

 

સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળના બાળકોનું પ્રભુત્વ

…..અમેરિકનો માટે એક મોટું આશ્ચર્ય ! 

આ સ્પર્ધાની એક આશ્ચર્ય જનક હકીકત એ છે કે અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોની વસ્તી અમેરિકાની કુલ વસ્તીના એક ટકાથી પણ ઓછી હોવા છતાં નેશનલ સ્પેલ્લીંગ બી સ્પર્ધાઓમાં છેલ્લા ઘણા વષોથી દર વર્ષે ભારતીય મૂળના જ બાળકો જ પ્રથમ સ્થાને રહી ચેમ્પિયન બને છે.

૧૯૯૯ થી ૨૦૧૬ દરમ્યાનની સ્પેલ્લીંગ બી સ્પર્ધાઓના ૨૧ વિજેતાઓમાંથી ૧૭ વિજેતાઓ ભારતીય મૂળના વિજેતાઓ હતા તો ૨૦૦૮ થી ૨૦૧૬ દરમ્યાન આઠ વર્ષના ગાળાના ૧૨ વિજેતાઓમાંથી બધા જ ભારતીય મૂળના હતા.( છેલ્લા ત્રણ વર્ષથી પ્રથમ સ્થાન માટે ટાઈ થાય છે એટલે બે વિજેતાઓ સંયુક્ત રીતે ચેમ્પિયન જાહેર કરાય છે.)

છેલ્લા આઠ વર્ષના વિજેતા ભારતીય મૂળના વિજેતાઓનાં નામ ….
List of Scripps National Spelling Bee champions -2008 to 2016-All winners are of Indian Origin

Year    Word                   Name                           Location 
2008  guerdon        Sameer Mishra               Indiana
2009 Laodicean     Kavya Shivashankar     Kansas
2010 stromuhr      Anamika Veeramani      Ohio
2011  cymotrichous    Sukanya Roy        Pennsylvania
2012 guetapens      Snigdha Nandipati   San Diego,Ca
2013 knaidel           Arvind Mahankali     New York 
2014 stichomythia  Sriram J. Hathwar[I]  New York
          feuilleton           Ansun Sujoe[I]         Texas
2015 scherenschnitteVanyaShivashankar[I] Kansas
          nunatak        Gokul Venkatachalam[I]  Missouri
2016 Feldenkrais     Jairam Hathwar[I]      New York
           gesellschaft     Nihar Janga[I]    Houston,Texas

(Source-wikipedia.org)

ભારતીય મૂળના બાળકોની આવી સિદ્ધિ અમેરિકનો માટે એક મોટું આશ્ચર્ય રહ્યું છે.એનું મુખ્ય રહસ્ય એ છે કે અમેરિકન બાળકોની સરખામણીમાં ભારતીય મૂળનાં બાળકો એમના અભ્યાસ માટે ગંભીર અને ખુબ મહેનતુ હોય છે.અમેરિકામાં આજે ઘણા સફળ ભારતીય ઈજનેરો અને ડોકટરોએ ભારતને ગૌરવ અપાવ્યું છે એ એમની મહેનત અને ધગશને લીધે છે. 

માત્ર ૬ વર્ષના ભારતીય મુળના સ્પર્ધક આકાશ વુકોટી (Akash Vukoti) ને ઓળખો . …. 

આ વર્ષની સ્પેલિંગ બી સ્પર્ધામાં ભાગ લેનાર ૨૮૫ સ્પર્ધકોમાં મધ્ય ટેક્સાસનો આકાશ વુકોટી (Akash Vukoti)સૌથી નાનો -માત્ર ૬ વર્ષનો સ્પર્ધક હતો જે આજકાલ બધાં જ સમાચાર માધ્યમોમાં છવાઈ ગયો છે.

આકાશનો એક ગમતીલો શબ્દ છે

pneumonoultramicroscopicsilicovolcanoconiosis

આ શબ્દ એ કડકડાટ બોલી જાય છે.

આવા લાંબા શબ્દના અર્થની તો કેટલાક ડોકટરો સિવાય કોઈને ખબર નહિ હોય. એ એક મેડીકલ વિજ્ઞાનનો શબ્દ છે અને જે એક પ્રકારનો લંગનો રોગ( type of lung disease)છે.મેડીકલ ડીક્ષનેરીમાં એનો અર્થ આ પ્રમાણે લખ્યો છે.A  pneumoconiosis caused by inhalation of very fine silicate or quartz dust.૬ વર્ષના આકાશ સામે મોટાઓએ પણ હાર માની લેવી પડે ને ! આકાશ અંગ્રેજી, તામિલ અને હિન્દી ભાષામાં સરસ રીતે વાત કરી શકે છે. 

આ બે વિડીયોમાં તમે આકાશને જોશો અને સાંભળશો તો તમે આ ટેણીયાના પ્રેમમાં પડી જશો !

Meet this year’s youngest Spelling Bee competitor 

 

 Spellebrity Akash Vukoti Takes Over

as BeeTV Reporter 

આકાશનો વધુ વિગતે અંગ્રેજીમાં પરિચય

આ લીંક પર ક્લિક કરી વાંચો.

( 916 ) ગુજરાતના ચાર્લી ચેપ્લિન પી.ખરસાણીની વિદાય ….શ્રધાંજલિ

P.KHARSANI

ગુજરાતના ચેપ્લિન બનીને લોકોને ૧૦૦-૧૫૦ ફિલ્મો અને ૧૦૦થી વધુ નાટકોમાં ખડખડાટ હસાવનાર પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી ઉર્ફે પી. ખરસાણીનું અવસાન અમદાવાદ ખાતે ૨૦ મે ૨૦૧૬ના રોજ થયું હતું.પી.ખરસાણી ૯૧ વર્ષનું ભરપૂર જીવન જીવ્યા હતા.હવે એમના ભાતીગર જીવન નાટક પર સદાનો પડદો પડી ગયો છે.

આ અભિનેતા એમની પાછળ લીલી વાડી મૂકી ગયા છે.એમને 4 પુત્રો અને 2 પુત્રીઓ છે અને તેમના પૌત્ર પોત્રીઓએ પણ અભિનય જગતમાં નામ કાઢ્યું છે.

મોરારીબાપુના અસ્મિતાપર્વ દરમિયાન પી. ખરસાણીને નટરાજ પુરસ્કાર એનાયત થયો હતો. તેમના જીવન પરનું પુસ્તક પી. ખરસાણીનો વેશ ૩૦ જૂન ૨૦૧૫ના રોજ પ્રગટ થયું હતું.

ફેબ્રુઆરી ૨૦૧૫માં અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન યોજિત એક સમારંભમાં ગુજરાતી થીએટર અને ગુજરાતી નાટકોના પ્રખ્યાત કોમેડી કલાકાર સ્વ.પી.ખરસાણીનું બહુમાન કરવામાં આવ્યું હતું એ પ્રસંગનો વિડીયો આ રહ્યો …..

પી. ખરસાણી વિષે મુંબઈ સમાચાર.કોમમાં પ્રગટ શ્રી સંજય છેલ નો એક સરસ લેખ ગુજરાતીના ચાર્લી ચેપ્લિનની ગુડબાય!  લેખકના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

ગુજરાતીના ચાર્લી ચેપ્લિનની ગુડબાય!
અંદાઝે બયાં – સંજય છેલ

ઈવ: કોમેડી એટલે?

આદમ: દૂરથી જોયેલી ટ્રેજડી.

(ચેપ્લિનનું ઉધાર)

અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી!

(પી. ખરસાણીના એક નાટકનું ટાઇટલ)

 

 ‘ઘણાં નાટકોમાં રોલ કર્યા,દિગ્દર્શન કર્યાં,નિર્માણ પણ કર્યાં. નાટકોમાં વિવિધ રોલ કરતાં કરતાં ખરી જિંદગીમાં ક્યારેક મીરાંનો રોલ કરી ઝેરનો કટોરો પીવો પડ્યો છે.ક્યારેક ભીષ્મની બાણશય્યા ઉછીની લઇ તેની પર પણ સૂવું પડ્યું છે.ઘણી વખત ઓડિયન્સની તાળીઓના ગડગડાટ અને સીટીઓ સાંભળ્યાં છે.તો ઘણી વાર ખાલી સીટોને કલ્પનાથી ભરીને પણ નાટકો કર્યાં છે.ક્યારેય કોમર્શિયલ ન થઇ શક્યો પણ ઇમોશનલ હોવાનો ઠાઠ ભોગવ્યો છે.’

આ ઇમોશનલ શબ્દો કોઇ બહુ મોટા હોલીવૂડનાં ફિલ્મસ્ટાર કે બ્રોડવે-લંડન થિયેટરનાં નાટકવાળાનાં નથી પણ અમદાવાદની વીંછીની પોળમાં આજીવન વસેલા સાવ સાદા સૌમ્ય સજ્જન કલાકારનાં છે. ‘કદાચ, હતાં’ એમ લખવા માટે કલમ ઉપડતી નથી.

૯૧ વર્ષનું ભરપૂર જીવન જીવી ગયેલા હાસ્ય કલાકારને ઉદાસ, રડમસ શબ્દોથી અંજલિ આપવાનું પાપ નથી કરવું. જી હાં, ગુજરાતી ફિલ્મોમાં અને અમદાવાદ-ગુજરાતનાં નાટકોનાં પ્રાણલાલ ખરસાણી ઉર્ફે પી. ખરસાણી હવે ગયા. એમનું કદ નાનું-નામ મોટું – કામ એનાથીયે મોટું.

ગુજરાતી ફિલ્મોનાં ચાહકો એમને ‘બટકો’ કહેતાં. જેની એન્ટ્રી પર જ લોકો હસવા માંડતાં એવા પી. ખરસાણીએ પોતાની બોલવાની-હસવાની સ્ટાઇલથી ગુજરાતનાં લાખો-કરોડો લોકોને ૧૦૦-૧૫૦ ફિલ્મો અને ૧૦૦થી વધુ નાટકોમાં ખડખડાટ હસાવ્યાં છે. ભૂખ, ગરીબી, શોષણ અસમાનતાથી ખદબદતાં આઝાદી પછીના કપરા સમયગાળામાં કોઇને હસાવવું – સામાન્ય પબ્લિકને હસાવવી એના જેવું પુણ્યનું કામ કદાચ કોઇ નહીં હોય.

સ્વ.પી.ખરસાણી વિષેનો આ આખો  લેખ વાંચવા માટે

મુંબઈ સમાચાર .કોમની આ લીંક પર ક્લિક કરો.

 

જાણીતાં અખબાર ચિત્રલેખા,સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં પ્રગટ

સ્વ.પી.ખરસાણી વિશેના  લેખો

ગુજરાતી ફિલ્મોના હાસ્ય કલાકાર પી. ખરસાણીનું 91 વર્ષની વયે નિધન”. ચિત્રલેખા.

લોકપ્રિય ગુજરાતી કલાકાર પી. ખરસાણીનું નિધન, જાણો તેમની 10 અજાણી વાતો”. સંદેશ.

“‘ઈમોશનલ છું એટલે કમર્શિયલ ન થઈ શક્યો’ ‘પી.ખરસાણીનો વેશ’ પુસ્તકનું લોકાર્પણ” દિવ્ય ભાસ્કર

 

( 915 ) મોદી સરકારના બે વર્ષના વહીવટનાં લેખાં જોખાં …

Modi govt-2 years

આજથી બરાબર બે વર્ષ પહેલાં ૨૬ મી મે ૨૦૧૪ ના રોજ દેશ વિદેશથી પધારેલ અનેક મહાનુભાવો અને હજારોની સંખ્યામાં હાજર આમંત્રિત મહેમાનોની હાજરીમાં રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકપ્રિય લોક નેતા નરેન્દ્ર મોદી અને એમના પ્રધાનમંડળના સાથીઓને હોદ્દાના શપથ લેવડાવ્યાં હતા. “સબકા સાથ સબકા વિકાસ “ના સૂત્ર સાથે અને જનતાની આશાઓની પૂર્તિ કરવાના મજબુત ઈરાદા સાથે નવી ભાજપની સરકારે આ દિવસે શુભારંભ કર્યો હતો.

2014ની લોકસભાની ચૂંટણીમાં “અબકી બાર મોદી સરકાર”ના નારા સાથે સદી કરતાંય જૂની કોંગ્રેસ પાર્ટીને બુરી રીતે સત્તા પરથી હઠાવીને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા હતા.

મોદી સરકારના બે વર્ષના વહીવટનો ટૂંકો અહેવાલ ..

સોનિયા-મનમોહનની આગેવાની હેઠળના કોંગ્રેસી શાશન ના દસ વર્ષ દરમ્યાનના કુવહીવટ અને ભ્રષ્ટાચાર-ગોટાળાઓથી પ્રજામાં ભારે રોષ હતો એવા સમયે “અચ્છે દિન આનેવાલે હૈ “ની આશાઓ અને અપેક્ષાઓ સાથે જનતાએ શ્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે અને ભાજપને સત્તાધારી પક્ષ તરીકે દેશના સુવહીવટ માટે બે વર્ષ પહેલાં દેશનું સુકાન સોપ્યું હતું

બે વર્ષ દરમ્યાન મોદીએ વિશ્વમાં ઘણા દેશોમાં પ્રવાસો યોજીને દેશના વિકાસ માટે ભારતમાં વિદેશી મૂડીના રોકાણ માટેનું ગજબનું માર્કેટિંગ કરીને વિશ્વમાં ભારતની પહેચાન બનાવી છે અને વિશ્વ નેતાઓની વાહ વાહ મેળવી છે.

બે વર્ષની સમાપ્તિ પછી દેશના ફલકમાં પણ અનેક યોજનાઓ મારફતે વિકાસ માટે ઘણું સારું કામ થયું છે એ હકીકત છે.આમ છતાં હજુ દેશના સર્વાંગી વિકાસ માટે ઘણા પ્રશ્નોનું નિરાકણ કરવાનું ઘણું કામ બાકી છે.

બે વર્ષના મોદી સરકારના વહીવટ પછી મોદી સરકારની  વહીવટી સિધ્ધિઓની ખૂબીઓ અને ખામીઓની સમીક્ષા કરતો એક સરસ લેખ ચિત્રલેખા સામયિકના સૌજન્યથી અહીં ક્લિક કરીને વાંચો .

मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है -વિડીઓ દર્શન 

2 Years of Modi Sarkaar

મોદી સરકારના શાસનના બે વર્ષની સિદ્ધિ માટે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અને એમના સાથીઓને અભિનંદન અને હવે પછીના વર્ષોમાં મોદી સરકાર જનતાની આશાઓ અને અપેક્ષાઓને ત્વરિત પૂરી કરે એ માટે વિનોદ વિહારની અનેક શુભકામનાઓ.

Report card of PM Modi’s top 5 performing ministers

Modi is scheduled to address a joint meeting of the US Congress on June 8 at the invitation of Paul Ryan , Speaker of the US House of Representatives.

Read more at:
http://economictimes.indiatimes.com/articleshow/52444721.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

( 914 ) ગામડાનો ઉનાળો…. ( મારાં સંસ્મરણો ) / બે ગ્રીષ્મ કાવ્યો

હાલ ભારત અને ગુજરાતમાં લોકો કાળઝાળ ઉનાળાના તાપથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.ઉનાળો તેનો પ્રકોપ બતાવી રહ્યો છે.

ગરમીની આવી પશ્ચાદભુમિકા માં વેબ ગુજરાતીના સૌ પ્રથમ ઈ-બુક પ્રકાશન “ગ્રીષ્મવંદના ” માં પ્રગટ મારો એક લેખ “ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) “આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.આ લેખમાં ગામડાના ઉનાળાનાં મારાં સંસ્મરણો મેં પ્રસ્તુત કર્યા છે. જેઓ ગામડામાં મોટા થયા હશે એમને આ લેખ એમનો ભૂતકાળ ની યાદોને તાજી કદાચ કરાવશે.

“ગ્રીષ્મ વંદના” ઈ-બુક માં ગ્રીષ્મ ઋતુ વિશે અન્ય લેખકોના લેખો/કાવ્યો  આ લીંક પર ક્લિક કરીને વાંચવા ભલામણ છે.ઉનાળાના તાપમાં આ લેખો થોડી માનસિક ઠંડક આપે  એવી આશા .

મારા લેખ નીચે શ્રી ચીમન પટેલ”ચમન” અને શ્રી અનીલ ચાવડાની કાળઝાળ ઉનાળાની કવિતાઓ એમના આભાર સાથે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ

ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) …. વિનોદ પટેલ 

મારી જીવન સંધ્યાના નીવૃતીકાળ વખતે અહીં અમેરિકામાં બેઠાં બેઠાં જ્યારે મારી સ્મૃતિને ૭૦ -૭૫ વર્ષ પાછળ લઇ જઈને વિચારું છું ત્યારે મારા વતનના ગામ ડાંગરવામાં વીતાવેલાં મારાં બાળપણ અને શૈશવ કાળનાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણે ઋતુઓમાંથી પસાર થયેલાં  વર્ષો અને એની સાથે જોડાયેલી કેટલીક યાદો મારા સ્મૃતિ પટ ઉપર આજે ઉપસી આવે છે.

છાપરા જેવી બેઠા ઘાટની વિલાયતી નળીયાં વાળી ગામની પ્રાથમિક શાળાના મકાનની બહાર ઉનાળામાં વિશાળ લીમડાની છાયામાં ખુરશી ઉપર બિરાજેલા મોહનલાલ શુકલ સાહેબ અને એમની સામે ધૂળમાં લાઈન બંધ બેઠેલા મારા જેવા નાના ખેડૂત પુત્રો-વિદ્યાર્થીઓનું ચિત્ર મારા માનસપટ ઉપર તાજું થાય છે .વૃદ્ધ ઉંમરના અમારા આ શુક્લ શાહેબ એમની છીકણીની ડબીમાંથી એક ચપટી ભરી નાકમાં ઊંડે સુધી ખેંચીને તાજા માજા થઈને આપણા આદ્ય કવિ દલપતરામની શિયાળો,ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓ ઉપરનું જાણીતું કાવ્ય સંભળાવતા હતા એ યાદ આવે છે.આ કાવ્યમાં કવિ દલપતરામે ઉનાળા વિષે બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .

ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;

 પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.

 સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;

 બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ. 

ગામનું લોકજીવન ત્રણેય ઋતુઓને અનુકુળ થઈને પોતાની પ્રવૃતિઓમાં રત થઇ  જતું .ઉનાળો એના  નામ પ્રમાણે ગરમી અને લુ વરસાવતી ઋતુ. ધૂળની ડમરીઓ ઉરાડતી ઋતુ .આ ઋતુમાં સ્વાભાવીક રીતે જ લોકોની કાર્ય શક્તિ ઘટી જાય છે અને લોકો આળસુ થઇ જાય છે.ઝાડ  નીચે છાયડામાં ખાટલામાં ઉંઘ ખેંચતા ઘણા  માણસો તમને ઠેર ઠેર જોવા મળે .

ચાર માસનું ચોમાસું શરુ થાય એ પહેલાં ખેડૂતો ગામની ભાગોળે પોતાના ઢોરનાં છાણના ઉકરડામાંથી બળદ ગાડામાં ખાતરને પોતાનાં ખેતરોમાં લઇ જઈને  પાથરી દેતા .આ વખતે ગાડામાં ખાતર ઉપર બેસી ખેતર સુધી જઈને ખાલી ગાડામાં પાછા આવવાની ફ્રી રાઈડ મળતાં કુટુમ્બનાં બાળકોને ખુબ મજા આવી જતી .

ગામના ઉનાળાનું  બીજું દ્રશ્ય લગ્નોનું છે .ઉનાળો એટલે લગ્નસરાની સીઝન.ગામમાં ઢોલ ઉપર ડંકો પડે એ સાથે કોની છોકરી કે છોકરો પરણે છે એની જાહેરાત થઇ જતી.જે વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગ હોય એને ગામ લોકો તરફથી પુરો સહકાર મળતો.કોઈ પણ લગ્ન પ્રસંગનું મોટું આકર્ષણ હોય તો એ એના જમણવારનું .ખેડૂત વર્ગ સામાન્ય રીતે વર્ષ દરમ્યાન રોજ બાજરી કે ઘઉંના રોટલા, ખીચડી,દૂધ ,ઘી જેવું સાદું ભોજન કરે પણ લગ્ન વખતે લાડુ,લાવ્સી,ચુરમું કે અન્ય મીઠાઈ,રસોઈયાએ ખાસ ઉકાળેલી જમણના મસાલેદાર દાળ,શાક વી.નું પાકું જમણ જમવાનો આનંદ અનેરો રહેતો.ઢોલ અને શરણાઈના સુરો અને લગ્ન ગીતોથી ઉનાળામાં આવતા આ લગ્ન ગાળામાં આખાયે ગામનો માહોલ ખુશીમાં બદલાઈ જતો .મોટાઓ અને બાળકો આનંદથી ઝૂમી ઉઠતાં.

ઉનાળો એટલે શાળાઓમાં લાંબી ઉનાળાની રજાઓનો સમય.આ રજાઓ પડતાં ગામના નિશાળીયાઓ  રાજીના રેડ થઇ જાય. ગામમાં , વગડામાં ,મામા કે માસીને ઘેર જઈને પૂરી સ્વતંત્રતાથી ભેરુઓ સાથે રમવાના ,તોફાનો કરવાના, ઝાડ ઉપર ચડીને કેરીઓ ,રાયણ વિગેરે પાડીને ખાવાના એમ આનંદથી  રજાઓ ગાળવાના આ દિવસો. મોટી ઉંમરના વિદ્યાર્થીઓને વેકેશનમાં એમના પિતા અને વડીલો ખેતીવાડીના કામકાજમાં પલોટી દેતા.એક ઇન્ટર્ન ખેડૂત તરીકે !

ઉનાળાના દિવસોમાં ગામમાં નાટક મંડળી ,તુરી અને ભવાઈ મંડળીઓ  આવતી અને રાત્રે ધૂળમાં બેસીને ખુલ્લા આકાશ નીચે મોડી રાત સુધી એમના ખેલો જોવાની બહું મજા આવતી. ગાયનો કટ કરવાની હરીફાઈ જામતી.ઉનાળાની રજાઓનું આ મોટું મનોરંજન બની રહેતું.ગામમાંથી નાટક મંડળી જતી રહે એ પછી એમનામાંથી પ્રેરણા લઈને બાળકો ઘણા દિવસો સુધી એમની નકલ કરીને કોઈની સાડી કે ધોતીયાના પડદા કરી રાજા હરીશ્ચંદ્ર ,રાણા પ્રતાપ વગેરે ખેલો પાડતા એ યાદ આવતાં આજે હસવું આવે છે.

ગામમાં ઉનાળાનું એક બીજું મોટું આકર્ષણ એટલે કેરીઓ ચૂસવાની અને એનો રસ કાઢીને ખાવાની સીઝન.ગામના નાના બઝારમાં,વખારમાં કે બહાર ખુલ્લામાં ઢગલા કરી  કેરીઓ પુષ્કળ પ્રમાણમાં વેચાતી.અમારા  ખેતરમાં પણ કેરીઓના વૃક્ષો હતાં એ વાઘરી લોકોને સાચવવા અને વેડવા માટે આપીએ એટલે ઘરના આંબાની કેરીઓ ખાવા મળતી.

કિશોર અવસ્થા પછી શાળા કોલેજમાં વધુ અભ્યાસ અને નોકરી માટે ગામ છોડીને કડી શહેરમાં અને અમદાવાદ જવાનું થયું અને નિવૃત્તિ કાળમાં અહીં અમેરિકા આવવાનું થયું.દરેક જગાઓએ ઉનાળાની જુદી જુદી અસરો નિહાળી છે પણ એ સૌમાં ગામના ઉનાળાના એ દિવસોની તોલે કોઈ પણ ન આવે .

અહીં અમેરિકામાં તો ઋતુઓ અને હવામાનની તો વાત જ કોઈ ઓર છે. અહીં દરરોજ ટી.વી. ઉપર હવામાનના સમાચાર જોઈએ તો દરેક જગાઓએ જુદી જુદી ઋતુઓ. કોઈ જગાએ ઉનાળો તો કોઈ જગાએ બારે માસ ચોમાસું .કોઈ જગાએ બરફ અને સખ્ત ઠંડી .અમેરિકામાં રોજે રોજ હવામાનના સમાચાર જોઈને લોકો જીવતા હોય છે . ભારતમાં લોકોને હવામાનના સમાચાર જોવાની બહુ જરૂર જ નથી પડતી. શિયાળો ,ઉનાળો અને ચોમાસું એમ લગભગ વરસો વરસ નિયમિત રીતે ચાલ્યા કરે ,કોઈક  વખત કમોસમી માવઠાના અપવાદ સિવાય.  

કહેવાય છે ને કે બફા એટલા નફા .ઉનાળાની ગરમી અને લુ સહન કરીએ તો જ ચોમાસાની ઠંડક અને ખેતરોમાં જીવન ઉપયોગી પાકો લણી શકીએ.એવું જ જીવનમાં પણ,દુઃખનો તાપ સહન કરીએ તો જ સુખના ચોમાસાની ઠંડકનો અનુભવ ભોગવી શકાય .

ત્રણ ઋતુઓનું ચક્ર એ પરમ કૃપાલુ પરમાત્માએ માનવોને આપેલી પર્યાવરણની એક અમુલ્ય ભેટ છે એ સમજી લઈએ અને એને સારી રીતે ભોગવવા માટે લાયક બનીએ.

======================

             ઉકળાટ …..….. ચીમન પટેલ ‘ચમન’

ગરમી!! ગ્રીષ્મની ગરમી સૌને ગૂંગળાવી રહી છે. વરસાદની ચીંતા સહુને સતાવી રહી છે. એમાંયે ‘યાર્ડ’ની કે ખેતરની ખેતી કરતા ખેડુતોનું દયાન આકાશ તરફ જાણે –અજાણે જાય છે. ઍમાયે જ્યારે વાદળો દેખાય છે ત્યારે વરસાદ આજે તો આવશેની આશામાં મન થોડું હળવું થાય છે. જ્યારે વાદળો વાયરા સાથે વિખરાઇ જાય છે ત્યારે મન નિરાશામાં નિચોવાઇ જાય છે.

‘એરકંડીશન’વાળા આલિશાન ઘરમાં,પોતાના પતિ (કે પત્ની) વગર રહેતી વ્યક્તિ,આવા સમયે એ, બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરતી હોય છે.

૧૯૬૫માં, ભાવનગરની ભૂમીપર,  આવા એક ઉનાળાના દિવસે હું  બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરી રહ્યો હતો, ત્યારે આ કાવ્ય રચાયું હતું અને ‘સૌરાષ્ટ સમાચાર’ દૈનિકે એને છાપીને મને પ્રોત્સાહિત કર્યો હતો.

ઉકળાટ

ક્યાંય આછોય વર્ષાનો ભાર નથી,
એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.

ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર,
ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!

કોના પાપે રે વરસે ન આજ વાદળી,
અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.

પશુ,  પક્ષી ને ધરતીની વેદના,
જોઇનેય નવ એને કંઇ થાય છે!

વેદના વધારીનેય એ તો વરસી ગયો;
ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!

*ચીમન પટેલ ‘ચમન’ (૦૪ઓગષ્ટ’૧૩)

(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦જુલાઇ’૬૫ ના અંક્માં પ્રગટ)

ઉનાળો આવ્યો!

ઉનાળાનું ગીત …… કવિ શ્રી અનીલ ચાવડા 

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

– અનિલ ચાવડા
http://www.anilchavda.com/archives/1647#comment-13228

( 913 ) સ્માર્ટ ફોન ! … માઇક્રોફિક્શન વાર્તા …વિનોદ પટેલ

Smart Phone

શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી કુમુદિની સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ.કુમુદિનીનો પતિ રાકેશ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક કુમુદિનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

પતિ રાકેશએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”કુમુ હની શું થયું? કેમ રડે છે ?”

કુમુદિની:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહ કામ આપ્યું હતું.

રાકેશએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

કુમુદિની:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

રાકેશએ આશ્ચર્ય સાથે કુમુદીનીને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં કુમુદિનીએ કહ્યું:

” તો સાંભળ,આ વિદ્યાર્થીએ ” મારી ઇચ્છા “એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

કુમુદિની નોટમાંથી આ વાંચતી હતી એને રાકેશ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે કુમુદિનીને પૂછ્યું:“હની,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે કુમુદીનીએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર યશ !”

( કથા બીજ – મિત્રનો અગ્રેજી ઈ-મેલ )

( 912 ) સુખી થવાનો માર્ગ -Road To Happiness ….ભાવાનુવાદ

ઘણીવાર મિત્રો એમના ઈ-મેલમાં અંગ્રેજી ભાષામાં વાંચવા અને વિચારવા જેવી પ્રેરક વાચન સામગ્રી મોકલતા હોય છે.આવા બે મિત્રોએ અંગ્રેજીમાં મોકલેલ મને ગમેલા લેખોનો ભાવાનુવાદ કરીને આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત કરું છું . આપને એ પ્રેરક જણાશે એવી આશા છે.

વિનોદ પટેલ 

સુખી થવાનો માર્ગ – Road To Happiness 

Road To Happiness (સુખી થવાનો માર્ગ)એ Mac Anderson and BJ Gallagher નામના લેખકોએ સંયુક્ત રીતે લખેલુ એક બેસ્ટ સેલર પુસ્તક છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક ટેક્ષી ડ્રાઈવર જેવો સામાન્ય માણસ પણ કોઈ વાર જીવન જીવવા માટેનો કેવો અમુલ્ય પાઠ શીખવી જાય છે એનું સરસ ઉદાહરણ લેખક Mac Anderson એ આપ્યું છે.આ પ્રસ્તાવનાના આ ભાગનો ભાવાનુવાદ કરીને નીચે પ્રસ્તુત કરેલ છે.

Mac Anderson પ્રસ્તાવનામાં લખે છે કે :

જ્યારે હું મારા ધંધાકીય કામકાજ અંગે બહાર મુસાફરી કરતો હોઉં છું ત્યારે એરપોર્ટથી મારી હોટેલ સુધી કે કન્વેન્શન સેન્ટર યા કોઈ રેસ્ટોરંટ સુધી મને ટેક્ષીમાં લઇ જનાર ટેક્ષી ડ્રાઈવર સાથે વાતો કરવાનું મને ગમે છે.સામાન્ય રીતે આ ટેક્ષી ડ્રાઈવરો બીજા દેશમાંથી આવેલા વસાહતીઓ હોય છે.તેઓના અંગત જીવનમાં જો ડોકિયું કરીએ તો એમની કથા ખુબ રસ પડે એવી હોય છે.દરેક ડ્રાઈવર અસામાન્ય પ્રકારની એના દેશની સાંસ્કૃતિક પશ્ચાદ ભૂમિકા ધરાવતો હોય છે.

આ ડ્રાઈવરો સાથેની વાતચીતમાં હું એમને પૂછું છું કે અમેરિકામાં એ કેટલા વર્ષથી રહે છે.એ જે શહેરમાં રહે છે એને જ એમણે કેમ પસંદ કર્યું?એ જે સ્થળે રહે છે એના વિશેની કઈ બાબત એમને સૌથી વધુ ગમે છે.સ્થાનિક વિસ્તારમાં કઈ સારી રેસ્ટોરંટ છે અને ગ્રાહકોને એ લોકો ડીસકાઉન્ટ વગેરે જેવો કોઈ ફાયદો કરાવે છે કે કેમ એવા પ્રશ્નો પૂછીને એમની સલાહ પણ લેતો હોઉં છું.મારે કહેવું જોઈએ કે આ ડ્રાઈવરોની સલાહથી મને મારી મુસાફરી દરમ્યાન ઘણા અવનવા અનુભવો થયા છે.

આશરે દસેક વર્ષ અગાઉ મારી આવી એક ટેક્ષી મુસાફરી દરમ્યાન એક ટેક્ષી ડ્રાઈવર સાથે હું વાતો કરી રહ્યો હતો ત્યારે મેં એને મારી ટેવ પ્રમાણે મારો હંમેશ મુજબનો પ્રશ્ન પૂછ્યો કે એ હાલ જે જગ્યાએ રહે છે ત્યાં કેમ અને કેવી રીતે રહેવા આવ્યો.ત્યારબાદ મેં એને એક ધારણાત્મક પ્રશ્ન પૂછ્યો કે :”ધારો કે તમે વિશ્વમાં કોઈ પણ જગાએ રહી શકો એમ હો  અને પૈસા કમાવવા એ તમારો મુખ્ય હેતુ ના હોય તો તમે કઈ જગાએ રહેવાનું પસંદ કર્યું હોત ?”

મારા આ સવાલના જવાબમાં એક સેકન્ડનો પણ વિલંબ કર્યા સિવાય આ ડ્રાઈવરે જે જવાબ આપ્યો એણે મને વિચારતો કરી મુક્યો. એણે કહ્યું :

”સાહેબ, હું મારા હૃદયમાં રહું છું એટલે મારું આ શરીર ક્યાં રહે છે એનાથી કોઈ ફર્ક નથી પડતો.મારા ભીતરથી જો હું ખુશી અને સુખી હોઉં તો હું એક સ્વર્ગમાં રહું છું એમ જ માનું છું પછી મારું રહેઠાણ કઈ જગાએ આવેલું છે એનું કોઈ મહત્વ રહેતું નથી“

હું એને પ્રશ્ન પૂછતાં તો પૂછી બેઠો પણ પછી થોડો ખમચાયો કે એ પૂછીને હું મૂર્ખાઈ તો નથી કરી બેઠો ને.અલબત,આ ડ્રાઈવર બિલકુલ સાચું કહી રહ્યો હતો.આપણે જે કામ કરતા હોઈએ એમાં જ સાચું સુખ સમાએલું હોય છે.આ સામાન્ય માણસે મારા જેવા લેખકને હું જે જાણતો જ હતો પણ ભૂલી ગયો હતો એને ફરી યાદ કરાવી દીધું!

તમે જો તમારી ભીતરમાંથી સુખ શોધી શકતા ના હો તો બહારની આખી દુનિયામાં તમે ફરી વળશો તો પણ તમને એ સુખ કદી મળવાનું નથી.તમે વિશ્વની કોઈ પણ જગાએ રહેવા જાઓ છો ત્યાં તમે હો છો,તમારી જાતને તમે ત્યાં સાથે લેતા જાઓ છો.

આ ડ્રાઈવર એની ટેક્ષી ચલાવતાં ચલાવતાં જિંદગી માટેનો મહાન પદાર્થ પાઠ જાતે શીખી ગયો હતો.એમ લાગે છે કે આજે ઘણા માણસો એમ વિચારતા હોય છે કે વિશ્વ એમનું એક દેવાદાર છે.જીંદગીમાં ગમે એટલું દ્રવ્ય ભલે તેઓ એકઠું કરતા હોય પણ એનાથી એમને કદી સંતોષ કે ધરવ થતો નથી.

બેન્ઝામિન ફ્રેન્કલીનએ કહ્યું છે કે:

“અમેરિકાનું બંધારણ સુખ માટેની કોઈ ગેરંટી આપતું નથી.સુખ મેળવવાના લક્ષ્યની પ્રાપ્તિ માટેના માર્ગને અનુસરવાની જ એ ફક્ત વાત કરે છે.સુખનું આ લક્ષ્ય તો તમારી જાતે જ તમારે પ્રાપ્ત કરવાનું હોય છે.”

તમે જો એમ માનતા હો કે આ દુન્યવી ચીજો તમને સુખ આપશે તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો.મેં ઘણી વાર લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે આપણે જિંદગીની રાહમાં મુસાફરી કરતા કરતા એક દિવસ સુખના જે અંતિમ મુકામે આવી પહોંચીએ છીએ એ સુખ નથી પરંતુ એ લક્ષ્યની પ્રાપ્તિ માટેની મુસાફરીમાં જ ખરું સુખ સમાએલું છે.તમારી પાસે અઢળક ધન હોય કે દુન્યવી ભૌતિક ચીજ વસ્તુઓથી મોટો ખજાનો ભર્યો હોય પણ એ તમને સુખ આપી શકવા માટે શક્તિમાન નથી.સુખને બહાર શોધવાથી મળતું નથી પણ એ આપણી અંદર પડેલું હોય છે.તમે તમારું સુખ ક્યાં શોધી રહ્યા છો?તમારી જાતને આ પ્રશ્ન પૂછવા જેવો છે.   

“જે લોકો કથિત શબ્દ પર બુદ્ધિ પૂર્વક ધ્યાનથી વિચારે છે એમને બધું સારું પ્રાપ્ત થાય છે અને જેઓ પ્રભુ પર વિશ્વાસ રાખે છે એ જ એક સુખી માણસ છે “–બાઈબલ

The Road to Happiness પુસ્તક પર આધારિત કેટલાંક સુવાક્યો નીચેના વિડીયોમાં છે એ પણ બહુ જ પ્રેરક છે.

The Road to Happiness

by Mac Anderson and BJ Gallagher

=================================

સાભાર- શ્રીમતી ગોપી રાંદેરી …
7 steps of happiness

સુખ તમારા જીવનમાં મીઠાસ લાવે છે.

જિંદગીની કસોટીઓ તમને મજબુત બનાવે છે.

દુખ અને શોક તમારી માનવતાને ટકાવી રાખે છે.

નિષ્ફળતા તમને નમ્ર બનાવે છે.

પરંતુ માત્ર અને માત્ર તમારામાંનો વિશ્વાસ જ તમને ગતિશીલ રાખે છે.

કોઈવાર તમે જે અને જેવી જિંદગી જીવી રહ્યા છો એનાથી તમને સંતોષ નથી.પરંતુ તમે નથી જાણતા કે આ વિશ્વમાં ઘણા લોકો તમારા જેવી જિંદગી જીવવા માટે સ્વપ્ન સેવી રહ્યા હોય છે.

કોઈ ફાર્મ હાઉસ પાસે ઉભેલું બાળક આકાશમાં ઉડતા એરોપ્લેનને જોઇને એની જેમ હવામાં ઉડવાનાં સ્વપ્ન સેવે છે જ્યારે એજ પ્લેનનો પાઈલોટ ઉપરથી એ જ ફાર્મ હાઉસને જોઇને જલ્દી એના ઘેર પહોંચી જવાનાં સ્વપ્ન જોતો હોય છે.

આવી છે આપણી આ જિંદગી.

જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના !

તમારી પાસે જે પડેલું છે એનો ઉત્સવ મનાવો.જો પૈસાથી જ સુખ મળતું હોત તો બધા ધનિકોને રસ્તામાં આનંદથી નાચતા તમે જોતા હોત !

રસ્તામાં આનંદથી નાચવાનું સુખ તો માત્ર ગરીબ અર્ધ નગ્ન બાળકોના ભાગ્યમાં જ લખેલું હોય છે.

તમે શક્તિશાળી છો એટલે સલામત છો એ સાચું નથી .જો એવું જ હોત તો વી.આઈ.પી. માણસોને બોડી ગાર્ડ રાખવાની જરૂર ના પડતી હોત !

જે લોકો સાદગી ભરી જિંદગી જીવે છે એમના ભાગ્યમાં જ શાંતિથી ઊંઘવાનું સુખ લખેલું હોય છે.

જો સુંદરતા અને કીર્તિ આદર્શ સંબધો સર્જી શકતી હોત તો નટ નટીઓ જેવી સેલીબ્રીટીઝ નું લગ્ન જીવન સર્વોત્તમ અને આદર્શ હોવું જોઈએ,પણ એવું ક્યાં હોય છે !

સાદગીથી જીવો

નમ્રતાથી ચાલો

 બધાંને 

હૃદયથી

સાચો પ્રેમ કરતા રહો.

MC-Quote-4