વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(907) “સેલ્ફી ” નું ભૂત !…. અછાંદસ રચના ….. વિનોદ પટેલ

hillary-selfie

   Hillary Clinton taking Selfie

સેલ્ફીનું ભૂત !…. એક અછાંદસ રચના 

અરે ભાઈ,જરા કોઈ મને કહેશો,

આ સેલ્ફી એ વળી શું બલા છે !

ક્યાંથી આવી હશે આ સેલ્ફી !

આજે દેખું એની જ બધે બોલબાલા !

બાળક હોય કે પછી કોઈ બુઢ્ઢો હોય,

સૌ કોઈ મંડી પડ્યા છે લેવા સેલ્ફી !

આધુનિક યુગનું આ ખરું છે એક તુત ,

જાણે વળગ્યું છે બધાંને સેલ્ફીનું ભૂત!

એમનો સ્માર્ટ ફોન હાથમાં પકડ્યો,

હાથ છેટેથી ઉંચો કર્યો,

ફોનમાં ચહેરાને બરાબર ગોઠવ્યો,

ચાંપ દબાવીને જે તસ્વીર લીધી,

એને કહેવા લાગ્યા સૌ કોઈ સેલ્ફી !

નેતાઓને પણ વળગ્યું સેલ્ફીનું ભૂત !

ચુંટણી સભાઓમાં,આ નેતાઓ સાથે,

સેલ્ફી પડાવવા કેવી થાય પડાપડી !

મો પર બનાવટી હાસ્ય રાખી,

વોટ માટે કઈ પણ કરવા તૈયાર,

આ નેતાઓ લોકો સાથે સેલ્ફી પડાવી,

ખુશ થતી પ્રજાને કેવી બનાવે મુર્ખ !

સેલ્ફીમાં વધુ ચિત્રો લેવા હવે તો,

ઊંચા ડાંડિયા પર ફોન ગોઠવી ,

ડાંડિયો ઉંચો કરી પાડે છે હવે સેલ્ફી,

લ્યો,સેલ્ફી પણ બની ગઈ હાઈટેક !

સેલ્ફી એટલે પોતે લીધેલું પોતાનું ચિત્ર ,

અરે ભાઈ,ચહેરાનું સેલ્ફી તો લઇ લીધું,

પણ તમારા અંતરનું સેલ્ફી લઇ લો ,

ત્યારે જ કહું, તમને ખરા સેલ્ફીકાર !

ચારેકોર બધાને સેલ્ફી લેતા જોઈને 

એંસીના આ ડોસાને પણ ચડ્યું ઝનુન,

હાથમાં સેલ ફોન કેમેરા ઓન કરી,

હાથ બરાબર ઉંચો કરી,

ચહેરાને કેમેરામાં ગોઠવી,ચાંપ દબાવી,

જુઓ લઇ લીધી મેં મારી આ બે સેલ્ફી !

મારી આ “સેલ્ફી” લઈને હું પણ બન્યો,

બધાંની જેમ જ સ્તો, એક “સેલ્ફીશ”!

વિનોદ પટેલ, સાન ડીએગો, ૫-૧૫-૨૦૧૬

6 responses to “(907) “સેલ્ફી ” નું ભૂત !…. અછાંદસ રચના ….. વિનોદ પટેલ

 1. Vimala Gohil મે 15, 2016 પર 1:42 પી એમ(PM)

  “અરે ભાઈ,ચહેરાનું સેલ્ફી તો લઇ લીધું,
  પણ તમારા અંતરનું સેલ્ફી લઇ લો ,
  ત્યારે જ કહું, તમને ખરા સેલ્ફીકાર !”

  આપ જે કહો તે, પણ અમે કહીએઃ
  વિનોદભાઈ તો સેલ્ફી નિષ્ણાંત..

  Like

 2. સુરેશ મે 15, 2016 પર 5:23 પી એમ(PM)

  આયનામાં દેખાતો હોય કે સેલ્ફીમાં. એ જણ વિનોદ છે –

  તમે નથી !

  Like

 3. pragnaju મે 15, 2016 પર 7:34 પી એમ(PM)

  મારી આ “સેલ્ફી” લઈને હું પણ બન્યો,

  બધાંની જેમ જ સ્તો, એક “સેલ્ફીશ”!
  સાચુ

  Like

 4. pravinshastri મે 17, 2016 પર 12:50 પી એમ(PM)

  મારો ફોન તો સીધો સાદો,
  પારકાનો ફોટો જરૂર લે
  પણ મારી જાતનો લેતાં
  ખૂબ જ શરમાય.
  ફોન જાતે એમ ના કહે કહે કે
  એનામાં એવા લખ્ખણ જ નથી
  પણ સામેથી કહે
  સાસટરી ટારા મોરામાં એવું ટો હું બર્યુ છે
  કે ટારા ડાચાનો સેલ્ફી લઉં?????????

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: