વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 909 ) વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા …. વિનોદ પટેલ

Wheel Chair

વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા

રવિવારના રજાના દિવસે ઘણા દિવસે રમેશભાઈ અને એમનાં પત્ની દેવિકાબેનએ એમના આઠ વર્ષના પુત્ર અનીશ સાથે શહેરના જાણીતા મ્યુઝીયમ જોવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.આ કુટુંબમાં બ્યાસી વર્ષના રમેશભાઈના વૃદ્ધ પિતા કિશોરભાઈ પણ રહેતા હતા.

દાદાના હાથે મોટો થયેલો અનીશ એમનો બચપણથી જ બડી બની ગયો હતો.દાદાને પણ અનીશ મૂડીના વ્યાજથી એ અધિક વ્હાલો હતો.

દાદાએ અમેરિકા આવીને મ્યુઝીયમ જોયું ન હતું એટલે અનીશ ઈચ્છતો હતો કે દાદા પણ બધાં સાથે મ્યુઝીયમ જોવા માટે આવે તો ઘણું સારું.

નીકળતા પહેલાં અનીશએ એના ડેડીને કહ્યું “ડેડી, દાદાને પણ આપણે સાથે મ્યુઝીયમ જોવા લઇ જઈએ.ઘરમાં એકલા ઘેર બેસી રહેશે તો બોર થઇ જશે .”

અનિશની મમ્મીએ કહ્યું :”ના બેટા,દાદાને પગે બરાબર ચલાતું નથી ક્યાંક પડી જશે તો તકલીફ થશે.આ ઉંમરે એમને ના ફાવે “

દાદાને મનમાં મ્યુઝીયમ જોવાની તો ખુબ ઇચ્છા હતી છતાં એ છુપાવતાં એમણે કહ્યું :

‘અનીશ બેટા,તારી મમ્મી બરાબર કહે છે.તમ તમારે ખુશીથી જાઓ, મારી ચીંતા ના કરશો.પુસ્તક વાચન અને કોમ્યુટર પરના મારા રોજના ક્રમમાં મારો સમય તો આમ પસાર થઇ જશે.”

અનીશના મગજમાં એકાએક એક વિચાર ચમકી ગયો.અનીશે એના પપ્પા રમેશભાઈને કહ્યું :

“પપ્પા,આજે રવિવાર છે,મ્યુઝીયમમાં દરેક જગાએ બહુ જ લાંબી લાઈનો હશે.એ લાઈનોમાં ઉભા રહી રહીને થાકી અને કંટાળી જઈશું.જો દાદાને વ્હીલચેરમાં લઇ જઈએ તો એમના લીધે આપણને લાઈનમાં સૌથી આગળ ઉભા રહેવાનું મળશે અને મ્યુઝીયમ જોઇને જલ્દી ઘેર પાછા આવી જઈશું.”

રમેશભાઈ અને દેવીકાને અનિશની આ વાત શીરાની જેમ એકદમ ગળે ઉતરી ગઈ !

દાદા અને એમની વ્હીલચેર સાથે આખું કુટુંબ મ્યુઝીયમ જોવા માટે ગાડીમાં બેસીને ઉપડી ગયું.

ગાડીમાં પાછલી સીટમાં દાદા સાથે બેઠેલા અનીશે દાદાનો હાથ વ્હાલથી દબાવી મો પર સ્મિત સાથે,આંખ મીંચકારી,ડેડી અને મમ્મી સાંભળે નહિ એમ ધીમા અવાજે કહ્યું “દાદા,વ્હીલ ચેર !”

6 responses to “( 909 ) વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા …. વિનોદ પટેલ

 1. મનસુખલાલ ગાંધી મે 22, 2016 પર 5:45 પી એમ(PM)

  સરસ વારતા……………
  આતો જરૂરિયાતની વાત….. પણ વૃધ્ધોની માનસિક ઝંખનાને નિર્દોષ પૌત્રો સમજી શકે તે પુખ્ત સંતાનો સમજવા જ નથી માંગતા.

 2. pragnaju મે 18, 2016 પર 5:54 પી એમ(PM)

  ધીમા અવાજે કહ્યું “દાદા,વ્હીલ ચેર !”
  મઝાની વાત સુંદર અંત
  અમે અમારા વડીલ સ્નેહીને લઈને ગયેલા અને એક્સેલેટર મબધશીન પર ગબડેલા…વાગ્યું ન દતું તેથી તેરી બી ચૂપ કરી …બધાને હજુ યાદ વ્હીલ ચેર

 3. Vimala Gohil મે 18, 2016 પર 12:59 પી એમ(PM)

  આવો લાભ અમને પણ મળ્યો છે.૨૦૦૫માં મારી દીકરીના ગ્રેજુએશન માટે મારા સસરા ભારતથી આવેલ. અમે “સસ્ટેચ્યુ ઓફ લીબર્ટી”
  જોવાની લાંબી લાઈનમાં ઉભા હતા,ને બંધ થવાનો સમય થવા આવ્યો હતો. ગડ્મથલમાં હતા કે વારો આવશે કે ધક્કો પડ્શે??
  મારા સસરા વ્હિલ ચેરમાં હતા એ જોઈને એક વોલન્ટિયર આવીને કહે” follow me with grandpa”
  અને અમને છેલ્લા tourist તરીકે પ્રવેશ અપાવી દીધો!!!!! યાદ કરીએ તો લાગે કેઃ ઈસુ એ કોઈ ફરીસ્તો મોકલ્યો’તો???
  જે હોય તે….
  હા, પણ એતો વ્હિલ્ચેર અને અમેરીકન સિસ્ટમની કમાલ કહેવાય.આમ ૮૫ વરસના દાદાની ઈચ્છા પુરી થઈ શકી.
  thanks to wheelchair.
  સરસ વારતા.

 4. pravinshastri મે 18, 2016 પર 12:01 પી એમ(PM)

  ખૂબ સરસ મારા પિતાશ્રી સાથે અનેક જગ્યાએ અમને પણ વ્હિલચેરને કારણે પ્રાયોરિટિ લાભ મળ્યો હતો. (વૃધ્ધાવસ્થા અને પાર્કિન્સન)
  મારી વાઈફને સિવિયર એમ્પીરીમા અને ઘણુ ઘણું. એના લાભનો અમે પણ ગેરલાભ મેળવી લઈએ. ખાસ તો એરપોર્ટ પર તો હવે મનેયે જરૂર પડે છે.
  આતો જરૂરિયાતની વાત….. પણ વૃધ્ધોની માનસિક ઝંખનાને નિર્દોષ પૌત્રો સમજી શકે તે પુખ્ત સંતાનો સમજવા જ નથી માંગતા. સરસ વારતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: