જેસલ તોરલ ગુજરાતી ફિલ્મનું ભજન ‘પાપ તારૂં પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ, “હું તો કાગળિયા લખી લખી થાકી “તેમજ “મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે’ જેવાં લોક જીભે રમતાં લોક ગીતો અને ભજનોથી ઘર ઘરમાં જાણીતાં બનેલ લોક ગાયિકા પદ્મ શ્રી દિવાળીબેન ભીલ હવે આપણે વચ્ચે રહ્યાં નથી.
લંડન,ફ્રાન્સ,અમેરિકા,ન્યુઝીલેન્ડ,કરાંચી જેવા ૧૫ દેશોમાં અનેક કાર્યક્રમો રજુ કરીને દિવાળીબેનએ આંતર દેશીય નામના પ્રાપ્ત કરી હતી.દિવાળી બેને ઘણાં ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્ચ ગાયીકા તરીકે પણ ગીતો ગાએલાં છે.
ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ,વાયબ્રન્ટ ગુજરાતનો એવોર્ડ વી. પ્રાપ્ત કર્યા હતા.તેઓએ એક વાર કહ્યું હતું કે “મારા ઘરની આખી ભીંત એવોર્ડ અને માનદપત્રકોથી ભરાઇ ગઇ છે.”
દિવાળીબેન પુંજાભાઇ ભીલ અથવા દિવાળીબેન પુંજાભાઇ લાઠીયાનો જન્મ અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં દલખાણિયા ગામે જૂન ૨, ૧૯૪૩ ના રોજ થયો હતો અને તેમનું અવસાન ૧૯ મે ૨૦૧૬ના રોજ ના રોજ લાંબી બિમારીને કારણે ૭૩ વર્ષની ઉંમરે થયું હતું.
દિવાળીબેનનાં પિતા પુંજાભાઇ રેલ્વેમાં નોકરી કરતા હતા જ્યારે માતા મોંઘીબેન ગૃહિણી હતા. દિવાળીબેન નવ વર્ષના હતા ત્યારે તેમનાં પિતાને જૂનાગઢ રેલ્વેમાં નોકરી મળતાં તેમનો પરિવાર જૂનાગઢ આવીને વસ્યો.પુંજાભાઇએ જૂનાગઢ આવી પુત્રી દિવાળીબેનને રાજકોટ પરણાવ્યા હતા. પરંતુ પુંજાભાઇને વેવાઇ સાથે વાંધો પડતાં દિવાળીબેનનાં લગ્ન તોડી નાખ્યા હતાં. દિવાળીબેન માત્ર બે દિવસ સાસરે રહ્યાં પછી પિયર પરત આવી ગયાં.
દિવાળીબેનના જીવનની આવી સીલ સીલાબદ્ધ વિગતો દિવ્ય ભાસ્કર. ૧૯ મે ૨૦૧૬ ના અંકમાં એમનાં ચિત્રો સાથે આપવામાં આવી છે એને નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો.
Diwaliben Bhil
ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આ સુપ્રસિદ્ધ લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબહેન ભીલનાં દુ:ખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્તિ કરી શોકાંજલી પાઠવતાં જણાવ્યું હતું :
“ગુજરાતી લોકસંગીત અને સાહસ-શૌર્યગાથા-ભજનો-લોકગીતોને પોતાના કંઠનાં કામણથી ઘરે ઘરે ગુંજતા કરનારા દિવાળીબહેનની વિદાયથી એક વરિષ્ઠ, પરિપક્વ અને લોકગાયિકાની ખોટ ગુજરાતી સંગીત જગતને પડી છે.”
નીચેના ઓડિયો-વિડીયોમાં સ્વ. દિવાળીબેનએ ગાયેલાં કેટલાંક ગુજરાતી લોક ગીતો અને ભજનો પ્રસ્તુત કરીને વિનોદ વિહાર ની આ પોસ્ટ મારફતે એમને હાર્દિક શ્રધાંજલિ આપીએ.
વાચકોના પ્રતિભાવ