વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 912 ) સુખી થવાનો માર્ગ -Road To Happiness ….ભાવાનુવાદ

ઘણીવાર મિત્રો એમના ઈ-મેલમાં અંગ્રેજી ભાષામાં વાંચવા અને વિચારવા જેવી પ્રેરક વાચન સામગ્રી મોકલતા હોય છે.આવા બે મિત્રોએ અંગ્રેજીમાં મોકલેલ મને ગમેલા લેખોનો ભાવાનુવાદ કરીને આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત કરું છું . આપને એ પ્રેરક જણાશે એવી આશા છે.

વિનોદ પટેલ 

સુખી થવાનો માર્ગ – Road To Happiness 

Road To Happiness (સુખી થવાનો માર્ગ)એ Mac Anderson and BJ Gallagher નામના લેખકોએ સંયુક્ત રીતે લખેલુ એક બેસ્ટ સેલર પુસ્તક છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક ટેક્ષી ડ્રાઈવર જેવો સામાન્ય માણસ પણ કોઈ વાર જીવન જીવવા માટેનો કેવો અમુલ્ય પાઠ શીખવી જાય છે એનું સરસ ઉદાહરણ લેખક Mac Anderson એ આપ્યું છે.આ પ્રસ્તાવનાના આ ભાગનો ભાવાનુવાદ કરીને નીચે પ્રસ્તુત કરેલ છે.

Mac Anderson પ્રસ્તાવનામાં લખે છે કે :

જ્યારે હું મારા ધંધાકીય કામકાજ અંગે બહાર મુસાફરી કરતો હોઉં છું ત્યારે એરપોર્ટથી મારી હોટેલ સુધી કે કન્વેન્શન સેન્ટર યા કોઈ રેસ્ટોરંટ સુધી મને ટેક્ષીમાં લઇ જનાર ટેક્ષી ડ્રાઈવર સાથે વાતો કરવાનું મને ગમે છે.સામાન્ય રીતે આ ટેક્ષી ડ્રાઈવરો બીજા દેશમાંથી આવેલા વસાહતીઓ હોય છે.તેઓના અંગત જીવનમાં જો ડોકિયું કરીએ તો એમની કથા ખુબ રસ પડે એવી હોય છે.દરેક ડ્રાઈવર અસામાન્ય પ્રકારની એના દેશની સાંસ્કૃતિક પશ્ચાદ ભૂમિકા ધરાવતો હોય છે.

આ ડ્રાઈવરો સાથેની વાતચીતમાં હું એમને પૂછું છું કે અમેરિકામાં એ કેટલા વર્ષથી રહે છે.એ જે શહેરમાં રહે છે એને જ એમણે કેમ પસંદ કર્યું?એ જે સ્થળે રહે છે એના વિશેની કઈ બાબત એમને સૌથી વધુ ગમે છે.સ્થાનિક વિસ્તારમાં કઈ સારી રેસ્ટોરંટ છે અને ગ્રાહકોને એ લોકો ડીસકાઉન્ટ વગેરે જેવો કોઈ ફાયદો કરાવે છે કે કેમ એવા પ્રશ્નો પૂછીને એમની સલાહ પણ લેતો હોઉં છું.મારે કહેવું જોઈએ કે આ ડ્રાઈવરોની સલાહથી મને મારી મુસાફરી દરમ્યાન ઘણા અવનવા અનુભવો થયા છે.

આશરે દસેક વર્ષ અગાઉ મારી આવી એક ટેક્ષી મુસાફરી દરમ્યાન એક ટેક્ષી ડ્રાઈવર સાથે હું વાતો કરી રહ્યો હતો ત્યારે મેં એને મારી ટેવ પ્રમાણે મારો હંમેશ મુજબનો પ્રશ્ન પૂછ્યો કે એ હાલ જે જગ્યાએ રહે છે ત્યાં કેમ અને કેવી રીતે રહેવા આવ્યો.ત્યારબાદ મેં એને એક ધારણાત્મક પ્રશ્ન પૂછ્યો કે :”ધારો કે તમે વિશ્વમાં કોઈ પણ જગાએ રહી શકો એમ હો  અને પૈસા કમાવવા એ તમારો મુખ્ય હેતુ ના હોય તો તમે કઈ જગાએ રહેવાનું પસંદ કર્યું હોત ?”

મારા આ સવાલના જવાબમાં એક સેકન્ડનો પણ વિલંબ કર્યા સિવાય આ ડ્રાઈવરે જે જવાબ આપ્યો એણે મને વિચારતો કરી મુક્યો. એણે કહ્યું :

”સાહેબ, હું મારા હૃદયમાં રહું છું એટલે મારું આ શરીર ક્યાં રહે છે એનાથી કોઈ ફર્ક નથી પડતો.મારા ભીતરથી જો હું ખુશી અને સુખી હોઉં તો હું એક સ્વર્ગમાં રહું છું એમ જ માનું છું પછી મારું રહેઠાણ કઈ જગાએ આવેલું છે એનું કોઈ મહત્વ રહેતું નથી“

હું એને પ્રશ્ન પૂછતાં તો પૂછી બેઠો પણ પછી થોડો ખમચાયો કે એ પૂછીને હું મૂર્ખાઈ તો નથી કરી બેઠો ને.અલબત,આ ડ્રાઈવર બિલકુલ સાચું કહી રહ્યો હતો.આપણે જે કામ કરતા હોઈએ એમાં જ સાચું સુખ સમાએલું હોય છે.આ સામાન્ય માણસે મારા જેવા લેખકને હું જે જાણતો જ હતો પણ ભૂલી ગયો હતો એને ફરી યાદ કરાવી દીધું!

તમે જો તમારી ભીતરમાંથી સુખ શોધી શકતા ના હો તો બહારની આખી દુનિયામાં તમે ફરી વળશો તો પણ તમને એ સુખ કદી મળવાનું નથી.તમે વિશ્વની કોઈ પણ જગાએ રહેવા જાઓ છો ત્યાં તમે હો છો,તમારી જાતને તમે ત્યાં સાથે લેતા જાઓ છો.

આ ડ્રાઈવર એની ટેક્ષી ચલાવતાં ચલાવતાં જિંદગી માટેનો મહાન પદાર્થ પાઠ જાતે શીખી ગયો હતો.એમ લાગે છે કે આજે ઘણા માણસો એમ વિચારતા હોય છે કે વિશ્વ એમનું એક દેવાદાર છે.જીંદગીમાં ગમે એટલું દ્રવ્ય ભલે તેઓ એકઠું કરતા હોય પણ એનાથી એમને કદી સંતોષ કે ધરવ થતો નથી.

બેન્ઝામિન ફ્રેન્કલીનએ કહ્યું છે કે:

“અમેરિકાનું બંધારણ સુખ માટેની કોઈ ગેરંટી આપતું નથી.સુખ મેળવવાના લક્ષ્યની પ્રાપ્તિ માટેના માર્ગને અનુસરવાની જ એ ફક્ત વાત કરે છે.સુખનું આ લક્ષ્ય તો તમારી જાતે જ તમારે પ્રાપ્ત કરવાનું હોય છે.”

તમે જો એમ માનતા હો કે આ દુન્યવી ચીજો તમને સુખ આપશે તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો.મેં ઘણી વાર લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે આપણે જિંદગીની રાહમાં મુસાફરી કરતા કરતા એક દિવસ સુખના જે અંતિમ મુકામે આવી પહોંચીએ છીએ એ સુખ નથી પરંતુ એ લક્ષ્યની પ્રાપ્તિ માટેની મુસાફરીમાં જ ખરું સુખ સમાએલું છે.તમારી પાસે અઢળક ધન હોય કે દુન્યવી ભૌતિક ચીજ વસ્તુઓથી મોટો ખજાનો ભર્યો હોય પણ એ તમને સુખ આપી શકવા માટે શક્તિમાન નથી.સુખને બહાર શોધવાથી મળતું નથી પણ એ આપણી અંદર પડેલું હોય છે.તમે તમારું સુખ ક્યાં શોધી રહ્યા છો?તમારી જાતને આ પ્રશ્ન પૂછવા જેવો છે.   

“જે લોકો કથિત શબ્દ પર બુદ્ધિ પૂર્વક ધ્યાનથી વિચારે છે એમને બધું સારું પ્રાપ્ત થાય છે અને જેઓ પ્રભુ પર વિશ્વાસ રાખે છે એ જ એક સુખી માણસ છે “–બાઈબલ

The Road to Happiness પુસ્તક પર આધારિત કેટલાંક સુવાક્યો નીચેના વિડીયોમાં છે એ પણ બહુ જ પ્રેરક છે.

The Road to Happiness

by Mac Anderson and BJ Gallagher

=================================

સાભાર- શ્રીમતી ગોપી રાંદેરી …
7 steps of happiness

સુખ તમારા જીવનમાં મીઠાસ લાવે છે.

જિંદગીની કસોટીઓ તમને મજબુત બનાવે છે.

દુખ અને શોક તમારી માનવતાને ટકાવી રાખે છે.

નિષ્ફળતા તમને નમ્ર બનાવે છે.

પરંતુ માત્ર અને માત્ર તમારામાંનો વિશ્વાસ જ તમને ગતિશીલ રાખે છે.

કોઈવાર તમે જે અને જેવી જિંદગી જીવી રહ્યા છો એનાથી તમને સંતોષ નથી.પરંતુ તમે નથી જાણતા કે આ વિશ્વમાં ઘણા લોકો તમારા જેવી જિંદગી જીવવા માટે સ્વપ્ન સેવી રહ્યા હોય છે.

કોઈ ફાર્મ હાઉસ પાસે ઉભેલું બાળક આકાશમાં ઉડતા એરોપ્લેનને જોઇને એની જેમ હવામાં ઉડવાનાં સ્વપ્ન સેવે છે જ્યારે એજ પ્લેનનો પાઈલોટ ઉપરથી એ જ ફાર્મ હાઉસને જોઇને જલ્દી એના ઘેર પહોંચી જવાનાં સ્વપ્ન જોતો હોય છે.

આવી છે આપણી આ જિંદગી.

જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના !

તમારી પાસે જે પડેલું છે એનો ઉત્સવ મનાવો.જો પૈસાથી જ સુખ મળતું હોત તો બધા ધનિકોને રસ્તામાં આનંદથી નાચતા તમે જોતા હોત !

રસ્તામાં આનંદથી નાચવાનું સુખ તો માત્ર ગરીબ અર્ધ નગ્ન બાળકોના ભાગ્યમાં જ લખેલું હોય છે.

તમે શક્તિશાળી છો એટલે સલામત છો એ સાચું નથી .જો એવું જ હોત તો વી.આઈ.પી. માણસોને બોડી ગાર્ડ રાખવાની જરૂર ના પડતી હોત !

જે લોકો સાદગી ભરી જિંદગી જીવે છે એમના ભાગ્યમાં જ શાંતિથી ઊંઘવાનું સુખ લખેલું હોય છે.

જો સુંદરતા અને કીર્તિ આદર્શ સંબધો સર્જી શકતી હોત તો નટ નટીઓ જેવી સેલીબ્રીટીઝ નું લગ્ન જીવન સર્વોત્તમ અને આદર્શ હોવું જોઈએ,પણ એવું ક્યાં હોય છે !

સાદગીથી જીવો

નમ્રતાથી ચાલો

 બધાંને 

હૃદયથી

સાચો પ્રેમ કરતા રહો.

MC-Quote-4

7 responses to “( 912 ) સુખી થવાનો માર્ગ -Road To Happiness ….ભાવાનુવાદ

  1. સુરેશ મે 21, 2016 પર 3:15 પી એમ(PM)

    બહુ જ પ્રેરણાદાયી વાત. હજાર ઉપદેશો કે સુવિચારો કરતાં વધારે અસરકારક.

    Like

  2. Hemant Bhavsar મે 21, 2016 પર 4:09 પી એમ(PM)

    Very inspirational and thoughtful biog , it explain true meaning of life and definition of happiness. Thanks a lot for sharing deep meaningful the most valuable biog .

    Like

  3. pravinshastri મે 21, 2016 પર 5:39 પી એમ(PM)

    એક ઉત્તમ બોધ કથા. સુરેશભાઈએ સાચી જ વાત કહી છે.

    Like

  4. nabhakashdeep મે 22, 2016 પર 3:10 પી એમ(PM)

    ”સાહેબ, હું મારા હૃદયમાં રહું છું એટલે મારું આ શરીર ક્યાં રહે છે એનાથી કોઈ ફર્ક નથી પડતો.મારા ભીતરથી જો હું ખુશી અને સુખી હોઉં તો હું એક સ્વર્ગમાં રહું છું એમ જ માનું છું પછી મારું રહેઠાણ કઈ જગાએ આવેલું છે એનું કોઈ મહત્વ રહેતું નથી“
    સંત વચન સમ વિચાર ભાવ…કેવું ભાથું દઈ દે! આપનો આ લેખ લાખેણો છે..આ.શ્રી વિનોદભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  5. નિરંજન કોર્ડે મે 22, 2016 પર 11:52 પી એમ(PM)

    સુખની સાચી પરખ તો ત્યારેજ થાય છે જયારે આપણે અહેસાસ કરીયે છીયે કે સુખ નો પારખું તો મન અને કેવળ મન જ કરી શકે છે, શરીર નહિ.
    હું આર્થિક રીતે સારી પરિસ્થિતિ માં છું (સારી પરિસ્થિતિ નો માપદંડ દરેક માટે જુદો હોઈ શકે) પુત્રો સ્વનિર્ભર છે. હવે જયારે નોકરીમાં હતો ત્યારે મોટાભાગની બધીજ ભૌતિક સગવડ કરી શક્યો હતો ત્યારે જે સુખનો અનુભવ થતો તેના કરતાં હાલમાં નિવૃત જીવનમાં કેવળ પેન્શન ની આવક ઉપર જીવવામાં જે સુખની અનુભૂતિ થાય છે તેવી અનુભૂતિ પહેલાં કયારેય નથી થઇ. એટલે જ એ વાત સાચી છે કે પૈસાથી સુખ મળતતો કરોડપતિ લોકો સહેલાઈ થી સુખ જ સુખ ભોગવતા જોવા મલત..

    Like

  6. Anila Patel મે 23, 2016 પર 8:34 એ એમ (AM)

    Wah, game tyare, game tya manavi savtantr rite gai, nachi shake ke aanandi shake ej sukhi.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.