વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 4, 2016

( 920 ) અવસ્થાની વ્યવસ્થા….. ચિંતન લેખ

અવસ્થાની વ્યવસ્થા…… નમ્રવાણી

– રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

Jain Muni

ઘરમાં બાળક વધારે હસતું હોય કે વૃદ્ધ?

જે ઘરમાં હસતાં વૃદ્ધ અને વડીલો હોય અને વિચારતા યુવાન હોય તે ઘર સુખી હોય અને જે ઘરમાં હસતાં યુવાન અને રડતા વૃદ્ધ હોય તે ઘર દુ:ખી હોય.

જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ બાળક યુવાન બને છે અને યુવાન વૃદ્ધ બને છે.

જેમ જેમ અવસ્થા આવે છે તેમ તેમ વ્યવસ્થા બગડવા લાગે છે અને વ્યવસ્થા હોય છે શરીરની, મનની, ભાવોની વિચારોની અને પરિસ્થિતિઓની.!! પણ એ બગડતી પરિસ્થિતિઓને સુધારવી કે વ્યવસ્થિત રાખવી એ કોના હાથમાં હોય છે?

એ વ્યક્તિના પોતાના જ હાથમાં હોય છે.

પણ થાય છે શું? મોટા ભાગના વડીલો, સિનિયર સિટીઝન્સ વર્તમાનના બદલે ભૂતકાળમાં જીવતાં હોય છે અને ભૂલી જાય છે કે, સમયની સાથે બધું જ બદલાતું હોય છે. માનવીના મન, વિચારો, ભાવો અને કુદરતની ક્રિયાઓ પણ બદલાતી હોય છે. ઘણા વડીલો એવા હોય છે કે જે ભૂતકાળને ભૂલી શક્તાં નથી અને વર્તમાનમાં જીવી શક્તાં નથી, વર્તમાનમાં ઘરમાં ગમે તેવો ખુશીનો, આનંદનો પ્રસંગ હોય ત્યારે પણ ભૂતકાળને યાદ કરી એ આનંદને માણી શક્તાં નથી.

 મુબઈ સમાચાર.કોમના સૌજન્યથી આ આખો પ્રેરક લેખ વાંચવા 

આ લીંક પર ક્લિક કરો. 

( 919 ) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન (૯૧ વાર્તાઓ)/પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન (૧૪ વાર્તાઓ)

સાભાર- શ્રી જીગ્નેશ અધ્વર્યુ ,અક્ષરનાદ / હિરલ શાહ

ગુજરાતી માઈક્રોફિક્શન લીગ એ વોટ્સએપ ગૃપ ‘સર્જન’નો પ્રસ્તુતિ મંચ છે.

ગુજરાતી વોટ્સએપ ગૃપ ‘સર્જન’ કે જે ફક્ત માઈક્રોફિક્શન સર્જન અને ચર્ચા માટેનું આગવું ગૃપ છે, તેમાંના અનેક આયોજનો અંતર્ગત રચાતી કૃતિઓમાંથી પસંદગીના સર્જનો અહીં મૂકવામાં આવે છે.

ગુજરાતી માઈક્રોફિક્શન લીગ –કાર્ય પદ્ધતિ 

છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન (૯૧ વાર્તાઓ)

‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૬ થી ૧૯ મે ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન ગણેલા શબ્દોમાં જ બહુ મોટી વાત કહી જાય છે.જાણે કે ગાગરમાં સાગર.આમાંથી કેટલીક વાર્તાઓ આ રહી ..

૧.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે..
– નિમેષ પંચાલ

૮.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકરતો રોજ ડુંગળી ખાતો.
– પરીક્ષિત જોશી

૧૦.
બપોરનો તડકો
જીવનમાં લાગેલી લાય કરતાય
આજ મીઠો લાગ્યો!
– તૃપ્તિ ત્રિવેદી

૨૬.
“હેલો…! પૂજા ચાલુ છે?”
“ના…, સંસ્કારી છે.!”
– સંજય ગુંદલાવકર

૩૭.
પત્ની પિયર ગઈ….
ટીફીનમાં મનપસંદ મળ્યું.
– દિવ્યેશ સોડવડીયા

૩૦.
“કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
“કાળીના એક્કા જેવા.”
– સંજય ગુંદલાવકર

આ વાર્તાઓ ગમીને ! આ લીંક પર ક્લિક કરીને 

આવી બધી જ ૯૧ વાર્તાઓ માણી શકાશે.

=======================

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧ (૧૪ વાર્તાઓ)

૧૦.ફળિયું – દિવ્યેશ સોડવડીયા

“અલખ નિરંજન…” સાધુ મહાત્માએ ફળિયું પસાર કરી ઓસરી પાસે આવતા કહ્યું.

“મા’રાજ… દાણા લેશો?” એક પગને ગોઠણથી ઉભો રાખી ઘઉં સાફ કરતી સમજુ ડોસીએ પૂછ્યું.

“હા.” સાંભળતા ડોસીએ સુપડામાં ઘઉં લઇ ઓસરીમાંથી થાંભલી પાસે આવતા કહ્યું: “લ્યો, મા’રાજ.”

“તમારા દીકરાની જોળી દાણાથી સદા ભરેલી રહે.” જોળી ફેલાવતા સાધુ બોલ્યા.

ડોસીની આંખોમાંથી દાણા જેવા આંસુઓ દડ.. દડ.. કરતા જોળીમાં સરી ગયા, “મા’રાજ તમને ભવિષ્ય ભાખતા આવડતું હોય તો કહો કે મારો દીકરો નિત્ય ઘર છોડીને ક્યાં ગયો છે?” ડોસીએ પૂછ્યું.

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?” હિંડોળે બેઠેલ આનંદ ડોસાએ ડોસીને કહ્યું. નિત્યાનંદ સાધુએ પોતાની માના આંસુઓને જોળીમાં છુપાવી પોતાનું ફળિયું છોડ્યું.

આવી બીજી વાર્તાઓ આ લીંક પર ….

http://www.gml.aksharnaad.com/?p=15