વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 919 ) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન (૯૧ વાર્તાઓ)/પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન (૧૪ વાર્તાઓ)

સાભાર- શ્રી જીગ્નેશ અધ્વર્યુ ,અક્ષરનાદ / હિરલ શાહ

ગુજરાતી માઈક્રોફિક્શન લીગ એ વોટ્સએપ ગૃપ ‘સર્જન’નો પ્રસ્તુતિ મંચ છે.

ગુજરાતી વોટ્સએપ ગૃપ ‘સર્જન’ કે જે ફક્ત માઈક્રોફિક્શન સર્જન અને ચર્ચા માટેનું આગવું ગૃપ છે, તેમાંના અનેક આયોજનો અંતર્ગત રચાતી કૃતિઓમાંથી પસંદગીના સર્જનો અહીં મૂકવામાં આવે છે.

ગુજરાતી માઈક્રોફિક્શન લીગ –કાર્ય પદ્ધતિ 

છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન (૯૧ વાર્તાઓ)

‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૬ થી ૧૯ મે ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન ગણેલા શબ્દોમાં જ બહુ મોટી વાત કહી જાય છે.જાણે કે ગાગરમાં સાગર.આમાંથી કેટલીક વાર્તાઓ આ રહી ..

૧.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે..
– નિમેષ પંચાલ

૮.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકરતો રોજ ડુંગળી ખાતો.
– પરીક્ષિત જોશી

૧૦.
બપોરનો તડકો
જીવનમાં લાગેલી લાય કરતાય
આજ મીઠો લાગ્યો!
– તૃપ્તિ ત્રિવેદી

૨૬.
“હેલો…! પૂજા ચાલુ છે?”
“ના…, સંસ્કારી છે.!”
– સંજય ગુંદલાવકર

૩૭.
પત્ની પિયર ગઈ….
ટીફીનમાં મનપસંદ મળ્યું.
– દિવ્યેશ સોડવડીયા

૩૦.
“કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
“કાળીના એક્કા જેવા.”
– સંજય ગુંદલાવકર

આ વાર્તાઓ ગમીને ! આ લીંક પર ક્લિક કરીને 

આવી બધી જ ૯૧ વાર્તાઓ માણી શકાશે.

=======================

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧ (૧૪ વાર્તાઓ)

૧૦.ફળિયું – દિવ્યેશ સોડવડીયા

“અલખ નિરંજન…” સાધુ મહાત્માએ ફળિયું પસાર કરી ઓસરી પાસે આવતા કહ્યું.

“મા’રાજ… દાણા લેશો?” એક પગને ગોઠણથી ઉભો રાખી ઘઉં સાફ કરતી સમજુ ડોસીએ પૂછ્યું.

“હા.” સાંભળતા ડોસીએ સુપડામાં ઘઉં લઇ ઓસરીમાંથી થાંભલી પાસે આવતા કહ્યું: “લ્યો, મા’રાજ.”

“તમારા દીકરાની જોળી દાણાથી સદા ભરેલી રહે.” જોળી ફેલાવતા સાધુ બોલ્યા.

ડોસીની આંખોમાંથી દાણા જેવા આંસુઓ દડ.. દડ.. કરતા જોળીમાં સરી ગયા, “મા’રાજ તમને ભવિષ્ય ભાખતા આવડતું હોય તો કહો કે મારો દીકરો નિત્ય ઘર છોડીને ક્યાં ગયો છે?” ડોસીએ પૂછ્યું.

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?” હિંડોળે બેઠેલ આનંદ ડોસાએ ડોસીને કહ્યું. નિત્યાનંદ સાધુએ પોતાની માના આંસુઓને જોળીમાં છુપાવી પોતાનું ફળિયું છોડ્યું.

આવી બીજી વાર્તાઓ આ લીંક પર ….

http://www.gml.aksharnaad.com/?p=15

 

5 responses to “( 919 ) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન (૯૧ વાર્તાઓ)/પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન (૧૪ વાર્તાઓ)

 1. Pingback: ઝીણી વાર્તા/ લઘુકથા/ માઈક્રો ફિક્શન | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. pravinshastri જૂન 4, 2016 પર 12:23 પી એમ(PM)

  મારી સાસુ મૂંગી હતી.
  વાસણો ઘણાં નાદ કરતા હતા.

  ટૂંકા સાથે લાંબો જાય
  કપાઈ વહેરાઈને માઈક્રો થાય.

  ફકરામાંથી પંક્તિ થાય
  શબ્દો ગળાઈને કક્કો જ રહે.

  અમારા સુરતમાં જો શાક લેવા નીકળ્યા હો અને શાકવાળી સાથે ભાવતાલ કરો તે વખતે શાકવાળી જે વન લાઈનર સાહિત્ય સર્જે તેના જેવા માઈક્રો લિટરેચરની આગળ તમારા બધાના માઈક્રોફિક્શનનો કોઈ ક્લાસ નહિ.

  મને ખાત્રી છે કે તમારા જેવા ભદ્ર વડીલોએ સ્ટ્રીપટીઝ શો ન જ જોયા હોય.લાસુંદર સન્નારીઓ, વિકટોરિયન ભપકાદાર વસ્ત્રમાં સ્ટેજ પર આવે. માદક મ્યુઝિક ચાલતું હોય, પહેલાં હેટ ઉતરે, એક પછી એક વસ્ત્રો ઉતરે. અને આગલી હરોળમાં બેઠેલા ડોસાઓ ચશ્માના લેન્સ સાફ કરીને મોં પહોળા કરીને પંચ લાઈનની રાહ જૂએ છેલ્લે ડ્રમ રોલ સાથે એક પછી એક આંતર વસ્ત્રો ઉતરે, પછી પ્રેક્ષકો સૌંદર્ય સાહિત્યનો પંદર સેકન્ડમાં રસાસ્વાદ માણી લે.

  નવીનતાના અભરખામાં સાહિત્યનો શણગાર તો નથી ગુમાવતાને? જો કે હું ક્યાં સાહિત્ય સમજુ છું?

  વિનોદભાઈ હું ટમને હાચ્ચુ કૈ દઉમ. આપને ટુંકુ નૈ ફાવે. હિઢ્ઢી વાટ. ટમને લામ્બી લાગે ટો લામ્બી, ટૂકડી લાગે ટો ટૂકડી, જે કે’વાનું ટે કે’વાનું જ.

  Like

 3. Vinod R. Patel જૂન 4, 2016 પર 1:10 પી એમ(PM)

  નવાના પ્રેમમાં પડી જવાનો સામાન્ય રીતે મનુષ્ય સ્વભાવ છે.
  જુનું જાય છે અને નવું નવું આવતું જાય છે , શું સમાજમાં કે શું સાહિત્યમાં. માઈક્રો… હાઈકુ .. વિગેરે
  પ્રવીણભાઈ તમારી વાત કે નવીનતાના અભરખામાં સાહિત્યનો શણગાર તો નથી ગુમાવતાને? એ વિચારવા જેવો પ્રશ્ન છે.
  કલ્પનાને વિહરવા દેવી જોઈએ .એને મચડીને શબ્દોની મર્યાદિત જગામાં કેદ શા માટે કરવી એ પણ વિચારવા જેવું ખરું !

  Like

 4. Chhaya Sachdev જૂન 4, 2016 પર 11:12 પી એમ(PM)

  I enjoyed lot , thank u Vinod Bhai, aapni badhi post wah wah, chalai ne aavtu sahitya ,badha j lakh 👏🏻👌🏻👏🏻👌🏻

  Like

 5. મનસુખલાલ ગાંધી, યુ,એસ,એ, જૂન 14, 2016 પર 2:28 પી એમ(PM)

  સુંદર………………

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: