વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 10, 2016

( 923 ) આને ક્યાં પોગવું ? ….હળવે હૈયે …. સ્ત્રી-પુરુષ સંબંધોની હળવી રમુજ ..!!

પતી-પત્નીના સંબંધોને ઉજાગર કરતી ઘણી રમુજો-જોક્સ -કાર્ટુન -ચિત્રો,વિડીયો વી.સોસીયલ મીડિયા,અખબારો અને ઇન્ટરનેટમાં જોવા મળે છે.

સ્ત્રીઓની ખાસિયતોને ઉજાગર કરતી હાસ્ય સામગ્રી નેટ મિત્રો તરફથી એમના ઈ-મેલમાં મળી એને આજની પોસ્ટમાં એમના આભાર સાથે પ્રસ્તુત છે.વિ.પ.

સાભાર- શ્રીમતી ગોપી રાંદેરી ….

આને ક્યાં પોગવું ? 

“એય…. ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!”

“કેમ? હું તમને જાડી લાગુ છું?’

“અરે , જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવાથી તબિયત સારી રહે! ફીટ રહેવાય ! ”

“તમ ને હું માંદી લાગુ છું? ”

“તારે ન આવવું હો ય તો પડી રહે! ”

“એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું? ”

“રેવા દે ને યાર! તું કોઈ વાતને સમજતી નથી! ”

“હું તો જાણે નાની કીકલી! મને કાઇ જ સમજણ નથી પડતી! ”

“જો મેં એવું નથી કહ્યું!”

“એટલે હું ખોટું બોલું છું એમને?”

“મગજની નસ ખેચવાની રેવા દેને!’

“મને કચકચણી કહો છો? ”

“એએએ , મુક માથાકૂટ , મારે નથી જાવું વોકિંગમાં! ”

“ જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે! ”

“હે ભગવાન, તું જા સુઈ જા! હું એકલો જ જાઉં છું!”

“મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!”

“રેવા દે હો , હવે હું થાક્યો, મારૂ માથુ ભમે છે!”

“જોયું? તમે કાયમી તમારી તબિયતનો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!”

આને ક્યાં પોગાય ?

==========================

Courtesy-Mr. Jaffer Kassam 

તમારી પત્ની આદર્શ અને ગ્રુહ કર્તવ્યદક્ષ છે કે નહીં,તે કેવી રીતે ઓળખશો…!

ભાતમાં પાણી વધી જાય તો…

ચોખા નવા હતા.

રોટલી કડક થાય તો…

ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી.

ચાય મીઠી થાય તો…

સાકર જાડી હતી,

અને

ચાય પાતળી થાય તો…

દુધ પાતળુ હતું.

લગ્ન કે ફન્કશનમાં જતી વખતે…

કઇ સાડી પહેરું,સારી સાડી જ નથી મારી પાસે.

ઘરે વહેલા આવીએ તો…

ટીવી પર મૅચ છે કે શું?

મોડા પહોંચીએ તો…

કોની સાથે ગુડાણા હતા.

કોઇ વસ્તુ સસ્તી લાવીએ તો…

શું જરૂર હતી ખોટા ખર્ચ કરવાની!

મોંઘી લાવીએ તો…

તમને તો બધા જ ફસાવે.

રસોઈના વખાણ કરીએ તો…

રોજ સારી જ બનાવું છું.

ભૂલ કાઢીએ તો…

આ ઘરમાં તો મારી કદર જ નથી!

કોઇક કામ કરી આપીએ તો…

અેકે કામ સરખુ આવડતું નથી!

કામ ન કરીએ તો…

તમારા ભરોસે રહેવાય જ નહીં!

અને છેલ્લે …

જો તમે જીભાજોડી કરી તો…

હું હતી તે ટકી આ ઘરમાં,બીજી કોઇ હોત તો ખબર પડત!

મને ખાત્રી છે કે…

તમારી પત્નીમાં ઉપરોક્ત લક્ષણો નહીં હોય

અને જો હોય તો…તો

કોઈને કહેતા નહીં,

કરેલા કર્મ ભોગવ્યે જ છૂટકો, ભાઇ.

આ વાંચીને પુરુષ વર્ગએ ખુશ થઇ જવા જેવું નથી.

જેમ બધી સ્ત્રીઓ એક સરખા સ્વભાવની નથી હોતી એમ બધા પુરુષો પણ એક સરખા સ્વભાવના નથી હોતા.પુરૂષોને વિષે પણ સ્ત્રીઓને  કૈક કહેવાનું હોય છે.

એક બીજા નેટ મિત્રએ અગાઉ એમના ઈ-મેલમાં પુરુષોની સમજ શક્તિની હાંસી ઉડાવતા વિડીયોની લીંક મોકલી હતી એ વિડીયો નીચે રજુ કરેલ છે.

આ વિડીયોમાં એક રમુજી સ્વભાવના મોટીવેશનલ વક્તા સ્ત્રીઓના અને પુરુષોના મગજનું પૃથ્થકરણ કરી પુરુષોના મગજની હાંસી ઉડાવે છે.

આ વક્તા હસતાં હસાવતાં સ્ત્રીઓ અને પુરુષોની ખાસિયતો ઉપર જે રીતે એમની વાત સમજાવે છે એ જોઇ/સાંભળીને તમને જરૂર મજા આવશે.

આ વિડીયો પતિ-પત્નીએ સાથે બેસીને જોવા જેવો અને હસતાં હસતાં માણવા જેવો છે.