વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 2, 2016

(939 ) સહાધ્યાયી પૂ.કોઠારી સ્વામી સાથેની મારી યાદગાર મુલાકાતો અને સચિત્ર પરિચય

સહાધ્યાયી પૂ. કોઠારી સ્વામી સાથેની મારી યાદગાર મુલાકાતો અને સચિત્ર પરિચય ..

મારી હાલની ૮૦ વર્ષની વયે સાન ડીએગો,કેલીફોર્નીયા,અમેરિકામાં હું મારો નિવૃત્તિકાળ જ્યારે વિતાવી રહ્યો છું ત્યારે લગભગ ૬૫ વર્ષ પહેલાંના મારા વિદ્યાર્થીકાળ વખતની જૂની યાદો તાજી થાય છે.૧૯૫૦-૫૫ ના વરસો દરમ્યાન કડી ખાતે આવેલી ઉત્તર ગુજરાતની જાણીતી શિક્ષણ સંસ્થા  સર્વ વિદ્યાલય હાઈસ્કુલમાં હું અભ્યાસ કરતો હતો. આ હાઈસ્કુલના વિશાળ પરિસરમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા ૪૦૦ વિદ્યાર્થીઓને સમાવતી ગાંધી મુલ્યોને વરેલી આશ્રમને નામે જાણીતી બોર્ડીંગમાં રહેતો હતો.

આ બે સંસ્થાઓમાં અભ્યાસ કરતા મારા ઘણા જુના મિત્રો આજે દેશ-વિદેશમાં જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં જેવાં કે ડોક્ટર,એન્જીનીયર,રાજકારણ વી. માં એમનું નામ આજે દેશ-વિદેશમાં દીપાવી રહ્યા છે.

Kothari Swami-Pujya Bhaktipriyadas Swami

Kothari Swami-Pujya Bhaktipriyadas Swami

આ જુના મિત્રોમાંથી આધ્યાત્મિક જગતમાં જેમણે એમનું નામ દીપાવ્યુ છે એવા એક મિત્ર છે લગભગ મારી ઉમરના સ્વામી ભક્તિપ્રિયદાસ. બોચાસણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સૌ સંતો અને હરી ભક્તો-સત્સંગીઓ એમને “કોઠારી સ્વામી “ કે “કોઠારી બાપા” ના હુલામણા નામે ઓળખે છે અને સંબોધે છે.

કોઠારી સ્વામીનું મૂળ વતન કડી તાલુકામાં આવેલું ગામ નામે રાજપુર . તેઓ જ્યારે કડીની સંસ્થામાં મારી  સાથે અભ્યાસ  કરતા હતા ત્યારે એમનું નામ રણછોડભાઈ ત્રિભોવનદાસ પટેલ હતું અને સૌ વિદ્યાર્થીઓમાં તેઓ RT તરીકે જાણીતા હતા.પહેલેથી જ તેઓ અભ્યાસમાં બહુ તેજસ્વી હતા અને શાળાના આચાર્ય નાથાભાઈ દેસાઈના પ્રિય શિષ્ય હતા. એસ .એસ.સીની પરીક્ષામાં મેથ્સ ના વિષયમાં ૯૯ ટકા માર્ક્સ આવ્યા એ દિવસે એ નિરાશ થઇ સુઈ શક્યા ન હતા કે એક માર્ક શાનો ઓછો આવ્યો! ખો ખો અને હું તું તું વી.રમતોની હરીફાઈમાં ખુબ રસથી ભાગ લેતા હતા. મુંબઈમાં વધુ અભ્યાસ કરી તેઓએ સંસ્કૃતમાં સારા માર્ક્સ સાથે પી.એચ.ડી.કર્યું હતું જે એ વખતે ગુજરાતીઓ માટે એક મોટી વાત કહેવાય.

તેઓ અપરિણીત રહ્યા.પૂજ્ય કોઠારી સ્વામીને એમના ગુરુ યોગીજી મહારાજએ દીક્ષા આપી હતી.દીક્ષા લીધા પછી તેઓએ સાધુ ભક્તિપ્રિયદાસ નામ રાખ્યું.જ્યારે ૧૯૭૧ માં પૂ.યોગીજી મહારાજ અક્ષરધામમાં ગયા બાદ તેઓ પ્રમુખ સ્વામીના અદના અને નજીકના શિષ્ય બન્યા.આ ગુરુ પ્રમુખ સ્વામીની આજ્ઞા અને દોરવણી નીચે તેઓ છેલ્લા ઘણા વરસોથી મુંબાઈમાં દાદર ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરમાં કોઠારી તરીકે મંદિરનું ખુબ કુશળતાથી સંચાલન કરી સંપ્રદાયની અમુલ્ય સેવા બજાવી રહ્યા છે.

આ બી.એ.પી.એસ. સંસ્થાના હાલના ૯૬ વર્ષના સર્વેસર્વાં પુ.પ્રમુખ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય કોઠારી સ્વામી સરળ સ્વભાવના,સદા હસતા– હેતાળ અને જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ છે.

કોઠારી સ્વામી હાલ લોસ એન્જેલસ ના ચીનો હિલ વિસ્તારમાં આવેલ BAPS સ્વામીનારાયણ મંદિરમાં આવ્યા છે. આ મંદીરમાં SUMMER SHIBIR 2016 નું આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હિંદુ ધર્મ ઉપર એક સપ્તાહથી જ્ઞાન ચર્ચા કરવામાં આવી હતી.આ શિબિરમાં ૧૫૦ કિશોર અને ૧૨૦ કિશોરીઓએ હાજરી આપી હતી.મારા પૌત્ર અને પૌત્રીએ પણ એમાં ભાગ લીધો હતો.  

ગત રવિવાર, તા.૩૧મી જુલાઈ ૨૦૧૬ ના દિવસે મારા પુત્ર પરિવાર સાથે આ મંદીરની મેં મુલાકાત લીધી હતી.

દેવ દર્શન બાદ આ પ્રસંગે હાજરી આપવા ખાસ પધારેલા મારા જુના સહાધ્યાયી પૂ.કોઠારી સ્વામીની રૂબરૂ મુલાકાત લેવાની અમુલ્ય તક પ્રાપ્ત થઇ હતી.

એ વખતે મારા પુત્ર ચી.આશિષ સાથેની મને આશિર્વચનો આપતી પુ.કોઠારી સ્વામીની લીધેલ બે યાદગાર તસ્વીરો.

કોઠારી સ્વામી સાથેની અમેરિકામાં મારી સૌ પ્રથમ મુલાકાત

સને ૨૦૦૫ માં કોઠારી સ્વામી સાન ડીયેગો આવેલા ત્યારે એક હરી ભક્ત દિલીપભાઈ પટેલને ત્યાં એમના પુત્ર જન્મ નિમિત્તે સૌ સંતો સાથે એમની પધરામણી કરવામાં આવી હતી.હું એમને એ વખતે રૂબરૂ મળ્યો હતો.આ મુલાકાત વખતે એમની સાથે સારી વાતચીત થઇ હતી અને જૂની યાદો તાજી કરી હતી.ત્યાં હાજર સૌ સત્સંગીઓને તેઓએ કહ્યું હતું :”કડીમાં ભણતા હતા ત્યારે વિનોદભાઈના અક્ષરો  મોતીના દાણા જેવા હતા એ મને હજુ યાદ છે.”

પૂ.કોઠારી સ્વામી સાથેની મારી અમેરિકામાં થયેલ એ પ્રથમ મુલાકાત વખતે લીધેલા બે ફોટા આ રહ્યા .

કોઠારી સ્વામી સાથે  મુંબઈ ખાતે મારી પ્રથમ મુલાકાત

નવેમ્બર-ડીસેમ્બર ૨૦૦૭ માં હું વતન-અમદાવાદની મુલાકાતે ગયો હતો.એ વખતે હું મુંબઈ ગયો હતો અને મારા સ્નેહીઓ સાથે દાદર સ્વામીનારાયણ મંદિર ખાતે પુ. કોઠારી સ્વામીના નિવાસ સ્થાને જઈને એમની રૂબરૂ મુલાકાત લીધી હતી. એ વખતની એમની સાથેની મારી તસ્વીર. 

WP_20150803_003

કોઠારી સ્વામી સાથેની અમેરિકામાં મારી બીજી મુલાકાત

ઓક્ટોબર ૨૦૧૨ માં રોબીન્સ વિલે, ન્યુ જર્સીના ભવ્ય સ્વામીનારાયણ મંદિરમાં સત્સંગ કાર્ય કેન્દ્રનું  ઉદ્ઘાટન અને મૂર્તિ સ્થાપન વિધિ પુ. કોઠારી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવી હતી.

એવી જ રીતે ડીસેમ્બર ૨૦૧૨ માં લોસ એન્જેલસમાં ચીનો હિલ ખાતે BAPS સ્વામીનારાયણ મોટું ભવ્ય મંદિર થયું ત્યારે એની મૂર્તિ પ્રતિષ્ઠા પણ પુ.કોઠારી સ્વામીના હસ્તે થઇ હતી. એમના ગુરુ પુ પ્રમુખ સ્વામીએ આ બન્ને અગત્યના કાર્ય માટે કોઠારી સ્વામીની પસંદગી કરીને એમને ખાસ અમેરિકા મોકલ્યા હતા.

આ બન્ને મન્દીરોમાંની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરાવતા પુ.કોઠારી સ્વામીને નીચેના બે વિડીયોમાં જોઈ શકાશે.

Satsang Activity Center Inauguration and Murti Sthapan Vidhi, Robbinsville, NJ, USA- Oct 25, 2012 – Pujya Kothari Swami (Pujya Bhaktipriya Swami)

 

 

Murti Pratishtha – BAPS Shri Swaminarayan Mandir, Chino Hills, CA- Dec 26, 2012- Pujya Kothari Swami (Pujya Bhaktipriya Swami)

 

ઉપરના બે અગત્યના ખાસ કામ માટે કોઠારી સ્વામી અમેરિકા આવ્યા ત્યારે જુલાઈ ૨૦૧૨ થી જાન્યુઆરી ૨૦૧૩ સુધી સાત માસ તેઓ અમેરિકામાં રહ્યા એ દરમ્યાન અમેરિકા અને કેનેડામાં જુદા જુદા શહેરોનાં મંદિરોમાં જઈને સૌ સત્સંગીઓને ધર્મ લાભ કરાવ્યો હતો.

એ વખતે તેઓ જુલાઈ ૨૦૧૨માં સાન ડીયેગો ખાતે સામૈયામાં હાજરી આપવા આવ્યા હતા એ વખતે મારી બીજી રૂબરૂ મુલાકાત એમની સાથે થઇ ત્યારની એમની સાથેની મારી બે તસ્વીરો.. 

પૂ.કોઠારી સ્વામી હાલ નિર્માની ભાવે  ઘણા સંતો અને હરી ભક્તોના જીવન ઘડતર અને નીતિ નિયમો, ધર્મ મર્યાદા શીખવવા માટે બહુ મુલ્ય ફાળો આપી રહ્યા છે.સાધુતાની મૂર્તિ સમા પૂજ્ય  કોઠારી સ્વામીએ પ્રમુખ સ્વામીનું સેવક પણું સુપેરે નિભાવ્યું છે અને મમત્વ રાખી સંસ્થાની અને સત્સંગની હાલ મુક ભાવે સુંદર સેવા બજાવી રહ્યા છે.

કોઠારી સ્વામીને આશીર્વાદ આપી રહેલા પૂ.પ્રમુખ સ્વામી

KOTHARI SWAMI GETTING BLESSINGS FROM BAPA ON HOLI –BOMBAY

ભારતના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ ડો. અબ્દુલ કલામ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપી રહેલ પૂ.પ્રમુખ સ્વામી .

Pramukh Swami with ex-President Kalam and Narendra Modi Pramukh Swami -Ashirvaad

૯૬ વર્ષના પુ.પ્રમુખ સ્વામીના સુસ્વાસ્થ્ય માટે આપણે સૌ ભક્તો-ભાવિકો પ્રાર્થના કરીએ.