વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(939 ) સહાધ્યાયી પૂ.કોઠારી સ્વામી સાથેની મારી યાદગાર મુલાકાતો અને સચિત્ર પરિચય

સહાધ્યાયી પૂ. કોઠારી સ્વામી સાથેની મારી યાદગાર મુલાકાતો અને સચિત્ર પરિચય ..

મારી હાલની ૮૦ વર્ષની વયે સાન ડીએગો,કેલીફોર્નીયા,અમેરિકામાં હું મારો નિવૃત્તિકાળ જ્યારે વિતાવી રહ્યો છું ત્યારે લગભગ ૬૫ વર્ષ પહેલાંના મારા વિદ્યાર્થીકાળ વખતની જૂની યાદો તાજી થાય છે.૧૯૫૦-૫૫ ના વરસો દરમ્યાન કડી ખાતે આવેલી ઉત્તર ગુજરાતની જાણીતી શિક્ષણ સંસ્થા  સર્વ વિદ્યાલય હાઈસ્કુલમાં હું અભ્યાસ કરતો હતો. આ હાઈસ્કુલના વિશાળ પરિસરમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા ૪૦૦ વિદ્યાર્થીઓને સમાવતી ગાંધી મુલ્યોને વરેલી આશ્રમને નામે જાણીતી બોર્ડીંગમાં રહેતો હતો.

આ બે સંસ્થાઓમાં અભ્યાસ કરતા મારા ઘણા જુના મિત્રો આજે દેશ-વિદેશમાં જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં જેવાં કે ડોક્ટર,એન્જીનીયર,રાજકારણ વી. માં એમનું નામ આજે દેશ-વિદેશમાં દીપાવી રહ્યા છે.

Kothari Swami-Pujya Bhaktipriyadas Swami

Kothari Swami-Pujya Bhaktipriyadas Swami

આ જુના મિત્રોમાંથી આધ્યાત્મિક જગતમાં જેમણે એમનું નામ દીપાવ્યુ છે એવા એક મિત્ર છે લગભગ મારી ઉમરના સ્વામી ભક્તિપ્રિયદાસ. બોચાસણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સૌ સંતો અને હરી ભક્તો-સત્સંગીઓ એમને “કોઠારી સ્વામી “ કે “કોઠારી બાપા” ના હુલામણા નામે ઓળખે છે અને સંબોધે છે.

કોઠારી સ્વામીનું મૂળ વતન કડી તાલુકામાં આવેલું ગામ નામે રાજપુર . તેઓ જ્યારે કડીની સંસ્થામાં મારી  સાથે અભ્યાસ  કરતા હતા ત્યારે એમનું નામ રણછોડભાઈ ત્રિભોવનદાસ પટેલ હતું અને સૌ વિદ્યાર્થીઓમાં તેઓ RT તરીકે જાણીતા હતા.પહેલેથી જ તેઓ અભ્યાસમાં બહુ તેજસ્વી હતા અને શાળાના આચાર્ય નાથાભાઈ દેસાઈના પ્રિય શિષ્ય હતા. એસ .એસ.સીની પરીક્ષામાં મેથ્સ ના વિષયમાં ૯૯ ટકા માર્ક્સ આવ્યા એ દિવસે એ નિરાશ થઇ સુઈ શક્યા ન હતા કે એક માર્ક શાનો ઓછો આવ્યો! ખો ખો અને હું તું તું વી.રમતોની હરીફાઈમાં ખુબ રસથી ભાગ લેતા હતા. મુંબઈમાં વધુ અભ્યાસ કરી તેઓએ સંસ્કૃતમાં સારા માર્ક્સ સાથે પી.એચ.ડી.કર્યું હતું જે એ વખતે ગુજરાતીઓ માટે એક મોટી વાત કહેવાય.

તેઓ અપરિણીત રહ્યા.પૂજ્ય કોઠારી સ્વામીને એમના ગુરુ યોગીજી મહારાજએ દીક્ષા આપી હતી.દીક્ષા લીધા પછી તેઓએ સાધુ ભક્તિપ્રિયદાસ નામ રાખ્યું.જ્યારે ૧૯૭૧ માં પૂ.યોગીજી મહારાજ અક્ષરધામમાં ગયા બાદ તેઓ પ્રમુખ સ્વામીના અદના અને નજીકના શિષ્ય બન્યા.આ ગુરુ પ્રમુખ સ્વામીની આજ્ઞા અને દોરવણી નીચે તેઓ છેલ્લા ઘણા વરસોથી મુંબાઈમાં દાદર ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરમાં કોઠારી તરીકે મંદિરનું ખુબ કુશળતાથી સંચાલન કરી સંપ્રદાયની અમુલ્ય સેવા બજાવી રહ્યા છે.

આ બી.એ.પી.એસ. સંસ્થાના હાલના ૯૬ વર્ષના સર્વેસર્વાં પુ.પ્રમુખ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય કોઠારી સ્વામી સરળ સ્વભાવના,સદા હસતા– હેતાળ અને જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ છે.

કોઠારી સ્વામી હાલ લોસ એન્જેલસ ના ચીનો હિલ વિસ્તારમાં આવેલ BAPS સ્વામીનારાયણ મંદિરમાં આવ્યા છે. આ મંદીરમાં SUMMER SHIBIR 2016 નું આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હિંદુ ધર્મ ઉપર એક સપ્તાહથી જ્ઞાન ચર્ચા કરવામાં આવી હતી.આ શિબિરમાં ૧૫૦ કિશોર અને ૧૨૦ કિશોરીઓએ હાજરી આપી હતી.મારા પૌત્ર અને પૌત્રીએ પણ એમાં ભાગ લીધો હતો.  

ગત રવિવાર, તા.૩૧મી જુલાઈ ૨૦૧૬ ના દિવસે મારા પુત્ર પરિવાર સાથે આ મંદીરની મેં મુલાકાત લીધી હતી.

દેવ દર્શન બાદ આ પ્રસંગે હાજરી આપવા ખાસ પધારેલા મારા જુના સહાધ્યાયી પૂ.કોઠારી સ્વામીની રૂબરૂ મુલાકાત લેવાની અમુલ્ય તક પ્રાપ્ત થઇ હતી.

એ વખતે મારા પુત્ર ચી.આશિષ સાથેની મને આશિર્વચનો આપતી પુ.કોઠારી સ્વામીની લીધેલ બે યાદગાર તસ્વીરો.

કોઠારી સ્વામી સાથેની અમેરિકામાં મારી સૌ પ્રથમ મુલાકાત

સને ૨૦૦૫ માં કોઠારી સ્વામી સાન ડીયેગો આવેલા ત્યારે એક હરી ભક્ત દિલીપભાઈ પટેલને ત્યાં એમના પુત્ર જન્મ નિમિત્તે સૌ સંતો સાથે એમની પધરામણી કરવામાં આવી હતી.હું એમને એ વખતે રૂબરૂ મળ્યો હતો.આ મુલાકાત વખતે એમની સાથે સારી વાતચીત થઇ હતી અને જૂની યાદો તાજી કરી હતી.ત્યાં હાજર સૌ સત્સંગીઓને તેઓએ કહ્યું હતું :”કડીમાં ભણતા હતા ત્યારે વિનોદભાઈના અક્ષરો  મોતીના દાણા જેવા હતા એ મને હજુ યાદ છે.”

પૂ.કોઠારી સ્વામી સાથેની મારી અમેરિકામાં થયેલ એ પ્રથમ મુલાકાત વખતે લીધેલા બે ફોટા આ રહ્યા .

કોઠારી સ્વામી સાથે  મુંબઈ ખાતે મારી પ્રથમ મુલાકાત

નવેમ્બર-ડીસેમ્બર ૨૦૦૭ માં હું વતન-અમદાવાદની મુલાકાતે ગયો હતો.એ વખતે હું મુંબઈ ગયો હતો અને મારા સ્નેહીઓ સાથે દાદર સ્વામીનારાયણ મંદિર ખાતે પુ. કોઠારી સ્વામીના નિવાસ સ્થાને જઈને એમની રૂબરૂ મુલાકાત લીધી હતી. એ વખતની એમની સાથેની મારી તસ્વીર. 

WP_20150803_003

કોઠારી સ્વામી સાથેની અમેરિકામાં મારી બીજી મુલાકાત

ઓક્ટોબર ૨૦૧૨ માં રોબીન્સ વિલે, ન્યુ જર્સીના ભવ્ય સ્વામીનારાયણ મંદિરમાં સત્સંગ કાર્ય કેન્દ્રનું  ઉદ્ઘાટન અને મૂર્તિ સ્થાપન વિધિ પુ. કોઠારી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવી હતી.

એવી જ રીતે ડીસેમ્બર ૨૦૧૨ માં લોસ એન્જેલસમાં ચીનો હિલ ખાતે BAPS સ્વામીનારાયણ મોટું ભવ્ય મંદિર થયું ત્યારે એની મૂર્તિ પ્રતિષ્ઠા પણ પુ.કોઠારી સ્વામીના હસ્તે થઇ હતી. એમના ગુરુ પુ પ્રમુખ સ્વામીએ આ બન્ને અગત્યના કાર્ય માટે કોઠારી સ્વામીની પસંદગી કરીને એમને ખાસ અમેરિકા મોકલ્યા હતા.

આ બન્ને મન્દીરોમાંની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરાવતા પુ.કોઠારી સ્વામીને નીચેના બે વિડીયોમાં જોઈ શકાશે.

Satsang Activity Center Inauguration and Murti Sthapan Vidhi, Robbinsville, NJ, USA- Oct 25, 2012 – Pujya Kothari Swami (Pujya Bhaktipriya Swami)

 

 

Murti Pratishtha – BAPS Shri Swaminarayan Mandir, Chino Hills, CA- Dec 26, 2012- Pujya Kothari Swami (Pujya Bhaktipriya Swami)

 

ઉપરના બે અગત્યના ખાસ કામ માટે કોઠારી સ્વામી અમેરિકા આવ્યા ત્યારે જુલાઈ ૨૦૧૨ થી જાન્યુઆરી ૨૦૧૩ સુધી સાત માસ તેઓ અમેરિકામાં રહ્યા એ દરમ્યાન અમેરિકા અને કેનેડામાં જુદા જુદા શહેરોનાં મંદિરોમાં જઈને સૌ સત્સંગીઓને ધર્મ લાભ કરાવ્યો હતો.

એ વખતે તેઓ જુલાઈ ૨૦૧૨માં સાન ડીયેગો ખાતે સામૈયામાં હાજરી આપવા આવ્યા હતા એ વખતે મારી બીજી રૂબરૂ મુલાકાત એમની સાથે થઇ ત્યારની એમની સાથેની મારી બે તસ્વીરો.. 

પૂ.કોઠારી સ્વામી હાલ નિર્માની ભાવે  ઘણા સંતો અને હરી ભક્તોના જીવન ઘડતર અને નીતિ નિયમો, ધર્મ મર્યાદા શીખવવા માટે બહુ મુલ્ય ફાળો આપી રહ્યા છે.સાધુતાની મૂર્તિ સમા પૂજ્ય  કોઠારી સ્વામીએ પ્રમુખ સ્વામીનું સેવક પણું સુપેરે નિભાવ્યું છે અને મમત્વ રાખી સંસ્થાની અને સત્સંગની હાલ મુક ભાવે સુંદર સેવા બજાવી રહ્યા છે.

કોઠારી સ્વામીને આશીર્વાદ આપી રહેલા પૂ.પ્રમુખ સ્વામી

KOTHARI SWAMI GETTING BLESSINGS FROM BAPA ON HOLI –BOMBAY

ભારતના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ ડો. અબ્દુલ કલામ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપી રહેલ પૂ.પ્રમુખ સ્વામી .

Pramukh Swami with ex-President Kalam and Narendra Modi Pramukh Swami -Ashirvaad

૯૬ વર્ષના પુ.પ્રમુખ સ્વામીના સુસ્વાસ્થ્ય માટે આપણે સૌ ભક્તો-ભાવિકો પ્રાર્થના કરીએ.

11 responses to “(939 ) સહાધ્યાયી પૂ.કોઠારી સ્વામી સાથેની મારી યાદગાર મુલાકાતો અને સચિત્ર પરિચય

 1. pravinshastri ઓગસ્ટ 2, 2016 પર 4:52 પી એમ(PM)

  આવા મિત્ર ભાગ્યશાળીને જ મળે.
  તને સાંભરે રે; મને કેમ વિસરે રે! નો
  મનભાવન મેળાપ.

  Like

 2. Vinod R. Patel ઓગસ્ટ 2, 2016 પર 5:31 પી એમ(PM)

  Mr.P.P.Shah wrote ……

  I am pleased to see your memory and keeping such information meeting such saint who has devoted his brilliance in the service of humanity and the religion. I occasionally visit BAPS Edison temple since last 5 years and hence liked this flashback of reverence.

  Like

 3. Anila Patel ઓગસ્ટ 2, 2016 પર 6:46 પી એમ(PM)

  Avarnaniy aanandni anubhooti yaadgar bani raheshe.

  Like

 4. jugalkishor ઓગસ્ટ 2, 2016 પર 7:06 પી એમ(PM)

  ભાગ્યશાળી છો. આટલા વ્યસ્ત હોવા છતાં તમારા અક્ષરોને યાદ રાખનારની સાથેના સંબંધની ઘનીષ્ટતા સમજી શકાય. તમારું જીવન મને હંમેશાં સાત્ત્વીક જણાયું છે. આ બધું બન્ને મીત્રોમાં સમાન હોય જ. મધર્ગ ભલે જુદા પણ તત્ત્વ બન્નેમાં સમાન ગણી શકાય……

  ખુબ આનંદ થયો. તમારી સાથેની અમારી મૈત્રી પણ ધન્ય બની ગણાય !

  Like

 5. P.K.Davda ઓગસ્ટ 2, 2016 પર 7:13 પી એમ(PM)

  તમે નશીબદાર છો. કોઠારી સ્વામીને એકવાર મારા મિત્રની મારફત મારા એક અંગત કામ માટે મળ્યો હતો.

  Like

 6. Seeker ઓગસ્ટ 2, 2016 પર 10:59 પી એમ(PM)

  Reblogged this on મધુ પુંજ and commented:
  ઓકટોબર ૨૦૦૧માં કુવૈતથી મુંબઈ આવ્યા પછી મારી વિનંતીને માન્ય રાખી તેઓ મારા સાયન-ચુનાભટ્ટીના ફ્લેટમાં પધરામણીએ પધાર્યા હતા. ત્યારબાદ અનેકવાર મને તેઓનું માર્ગદર્શન અને આશીર્વાદ મળતા રહ્યા તેનું મને ગૌરવ છે. માર્ચ ૨૦૧૬માં મુંબઈ ખાતે અને હમણાંજ ૧૨ -૧૩ જુલાઈ ૨૦૧૬ માં પોર્ટલેન્ડ ખાતે ફરી તેઓને રૂબરૂ મળવાની મને તક મળી.

  Like

 7. Seeker ઓગસ્ટ 2, 2016 પર 11:10 પી એમ(PM)

  તમે અતિશય ભાગ્યશાળી છો. ઓક્ટોબર ૨૦૦૧માં કુવૈતથી મુંબઈ પરત આવ્યા બાદ મારી વિનંતીને માન્ય રાખી તેઓએ મુંબઈમાં મારા ઘરે પધરામણી કરેલ. ત્યાર પછી અનેક વખત તેઓનું માર્ગદર્શન અને આશીર્વાદ મને પ્રાપ્ત થતા રહ્યા છે. ડીસેમ્બર ૨૦૧૫ માં દાદર મુંબઈ મંદિરના પાટોત્સવ દરમ્યાન તેમના દ્વારા મહાપૂજા કરાવવામાં આવી તેમાં અને હમણા ૧૨-૧૩ જુલાઈ ૨૦૧૬માં પોર્ટલેન્ડ મંદિરના પાટોત્સવ દરમ્યાન ફરીને તેમની જોડે અંગત મુલાકાત નો મને લાભ મળ્યો તેનો મને અતિશય આનંદ છે. બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજના મુખપરનું હમેશનું હાસ્ય આજે તેમના મુખ ઉપર આવીને વસ્યું છે.

  Like

 8. aataawaani ઓગસ્ટ 3, 2016 પર 12:53 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  તમે આવા કોઠારી સ્વામી જેવા સંતના વિદ્યાર્થી જીવનના મિત્ર છો .એ માટે તમને ભાગ્યશાળી કહેવા પડે .

  Like

 9. chaman ઓગસ્ટ 3, 2016 પર 11:16 એ એમ (AM)

  વિનોદભાઈ,
  સરસ પરિચય.
  કોઠારી સ્વામીને અહિ હ્યુસ્ટન ખાતે એક્વાર મારે મળવાનું થયેલ. કોઠારી સ્વામી સ્વ.અનુજ ભાઈ રમણને સહાધ્યાઈ તરીકે સારી રીતે જાણતા હતા એ એમના મુખે ત્યારે સાંભળવા પણ મળેલ!

  આ મંદિર બંધાતું’તું ત્યારે મને એની ટૂર મળેલ અને એ પણ જાણવા મળેલ કે કેલીફોરનીઆના ધરતીકંપના નિયમોનુસાર આ મંદિર બાંધવામાં આવ્યું છે કે જે જનતા અને એન્જીનીઅરોએ જાણવું જરુરી છે.

  આ લખાણ અને વિડીઓની પ્રસાદી ઘેર બેઠાં મળી એનો આનંદ વ્યકત કર્યા વગર રહી શક્તો નથી!

  છેલ્લે,
  અભ્યાસે અને આધ્યાત્મિક રીતે તેજસ્વી પ. પૂ. કોઠારી સ્વામીને મારા દિલથી વંદન મોકલું છું તો તમે કે મારા બનેવી શ્રી ચંદુલાલ સાથે એ મોકલવા વિનંતિ.

  આભાર સાથે,

  ચીમન પટેલ ‘ચમન’

  Like

 10. pragnaju ઓગસ્ટ 3, 2016 પર 1:26 પી એમ(PM)

  પૂ. કોઠારી સ્વામી નો પરિચય હતો પણ વિગતે દર્શન માણી ધન્ય થયા
  તમે અતિશય ભાગ્યશાળી – મૈત્રી પણ ધન્ય !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: