વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 12, 2016

( 943 ) ” મા ને ભૂખી કેમ રખાય !” … એક હૃદયસ્પર્શી કથા ( અનુવાદ )

આજની ઈ-મેલમાં હ્યુસ્ટનથી શ્રી ચીમનભાઈ પટેલએ એક હિન્દી વાર્તા મોકલી એ વાંચતાં જ ગમી ગઈ. જાણે સત્ય ઘટના હોય એવી આ કથા હૃદય સ્પર્શી છે. એમાં લઘુ કથાનાં લક્ષણો જણાય છે.એક અનોખા ખિસ્સાકાતરુનો થયેલ હૃદય પલટો ખાસ દયાન ખેંચે છે !

આ વાર્તાનો મારી રીતે ગુજરાતીમાં અનુવાદ કરીને આજની પોસ્ટમાં વિ.વિ.ના વાચકોના આસ્વાદ માટે સાભાર પ્રસ્તુત છે.

વાર્તાના ગુજરાતી અનુવાદ નીચે ઈ-મેલમાં પ્રાપ્ત મૂળ હિન્દી પાઠ પણ મુક્યો છે.ઇન્ટરનેટમાં ફરતી આ વાર્તા-પ્રસંગ ના લેખક અજ્ઞાત છે.જો કોઈ વાચક એમનું નામ જણાવશે તો એને પોસ્ટમાં ઉમેરવામાં આવશે.

વિનોદ પટેલ

==============

” મા ને ભૂખી કેમ રખાય !” … એક હૃદયસ્પર્શી કથા ( અનુવાદ )

Pick pocketમુંબાઈની “બેસ્ટ” કહેવાતી બસમાંથી ઉતરીને મેં મારા પેન્ટના ખિસ્સામાં હાથ નાખતાં જ હું ચોંકી ઉઠ્યો.

મારાથી ચાલાક કોઈ ખિસ્સાકાતરુંએ એની હસ્તકળા સફળતાથી અજમાવી હતી.મારા ખિસ્સામાં હતું પણ શું?ખિસ્સામાં હતા માત્ર ૯૦ રૂપિયા અને મારી વૃદ્ધ મા ને લખેલુ પોસ્ટ કાર્ડ ,જેમાં મેં માત્ર થોડા શબ્દોમાં લખ્યું હતું :

” મા અત્યારે હાલ મારી નોકરી છૂટી ગઈ છે એટલે આ વખતે તને હું પૈસા મોકલી નહિ શકું.”

આ લખેલું પોસ્ટ કાર્ડ ત્રણ દિવસથી પોસ્ટ કર્યા વિનાનું મારા ખિસ્સામાં જ પડી રહ્યું હતું.મને એ પોસ્ટ કરવાનું મન જ થતું ના હતું.માંડ માંડ મા ને મોકલવા માટે બચાવેલા ૯૦ રૂપિયા ખિસ્સાકાતરુએ ચોરી લીધા હતા.જો કે ૯૦ રૂપિયા આમ તો બહુ મોટી રકમ ના કહેવાય પરંતુ જેની નોકરી જતી રહી હોય એને માટે તો ૯૦ રૂપિયા પણ ૯૦૦ રૂપિયા કરતાં જરા ય કમ નથી હોતા.

આમ થોડા દિવસો પસાર થઇ ગયા.એક દિવસે મારી મા નો કાગળ મને પોસ્ટમાં મળ્યો.

મા એ મોકલેલ આ પોસ્ટ કાર્ડ વાંચતાં પહેલાં હું થોડો ખમચાયો કે જરૂર મા એ પૈસા મોકલવા માટે ઉઘરાણી કરી હશે.પરંતુ જ્યારે મેં એ પત્ર પૂરો વાંચ્યો ત્યારે આશ્ચર્યથી હું છક થઇ ગયો.એ પત્રમાં મા એ લખ્યું હતું:

“બેટા,તેં મોકલેલ ૧૦૦૦ રૂપિયાનું મનીઓર્ડર મને મળી ગયું છે.તું મારો કેટલો સારો છોકરો છે.તારા ખર્ચમાંથી પૈસા બચાવીને મારા માટે પૈસા મોકલવાનું ચૂકતો નથી કે મોકલવામાં થોડી ય આળસ કરતો નથી.”

મા એ લખેલ આ પોસ્ટ કાર્ડ વાંચીને હું તો મૂંઝવણમાં પડી ગયો કે મેં તો મા ને પૈસા મોકલ્યા નથી તો એને મનીઓર્ડરથી પૈસા કોણે મોકલ્યા હશે!

થોડા દિવસો પછી મને એક પત્ર મળ્યો એમાંથી મારી મૂંઝવણનો મને જવાબ મળી ગયો.આ પત્રમાં જલ્દી વાંચી ના શકાય નહી એવા ગરબડીયા અક્ષરોમાં માત્ર થોડી લીટીઓમાં લખ્યું હતું:

“ભાઈ,તારા ખિસ્સામાંથી મળેલા ૯૦ રૂપિયા અને મારા તરફથી એમાં ૯૧૦ રૂપિયા ઉમેરીને મેં તમારી માને ૧૦૦૦ રૂપિયાનું મનીઓર્ડર મોકલી આપ્યું છે,માટે ચીંતા ના કરશો.મા તો બધાંની એક સરખી જ હોય છે ને . મા ને ભૂખી કેમ રખાય ?”

લિખિતંગ .. તારો ખિસ્સા કાતરુ !

तुम्हारा—जेबकतरा

बस से उतरकर जेब में हाथ डाला। मैं चौंक पड़ा।

जेब कट चुकी थी।

जेब में था भी क्या?

कुल 90 रुपए और एक खत, जो मैंने
माँ को लिखा था कि—

मेरी नौकरी छूट गई है;
अभी पैसे नहीं भेज पाऊँगा।
तीन दिनों से वह पोस्टकार्ड जेब में पड़ा था।

पोस्ट करने को मन ही नहीं कर रहा था।

90 रुपए जा चुके थे। यूँ 90 रुपए कोई
बड़ी रकम नहीं थी,

लेकिन जिसकी नौकरी छूट चुकी हो, उसके लिए
90 रुपए ,, नौ सौ से कम नहीं होते।

कुछ दिन गुजरे। माँ का खत मिला।
पढ़ने से पूर्व मैं सहम गया।

जरूर पैसे भेजने को लिखा होगा।….
लेकिन, खत पढ़कर मैं हैरान रह गया।

माँ ने लिखा था—“बेटा, तेरा 1000 रुपए
का भेजा हुआ मनीआर्डर मिल गया है।

तू कितना अच्छा है रे!…
पैसे भेजने में
कभी लापरवाही नहीं बरतता।

मैं इसी उधेड़- बुन में लग गया कि आखिर
माँ को मनीआर्डर किसने भेजा होगा?

कुछ दिन बाद, एक और पत्र मिला।
चंद लाइनें थीं— आड़ी तिरछी।
बड़ी मुश्किल से खत पढ़ पाया।

लिखा था—“भाई, 90 रुपए तुम्हारे और
910 रुपए अपनी ओर से मिलाकर मैंने
तुम्हारी माँ को मनीआर्डर भेज
दिया है। फिकर न करना।….

माँ तो सबकी एक-जैसी होती है न।
वह क्यों भूखी रहे?…

तुम्हारा—जेबकतरा