પ્રમુખ સ્વામી પ્રોફાઈલ નામ : શાંતિલાલ પટેલ જન્મ તારીખ : સાતમી ડિસેમ્બર ૧૯૨૧ જન્મ સ્થળ : ચાણસદ, વડોદરા બ્રહ્મલીન થયા : ૧૩મી ઓગસ્ટ ૨૦૧૬ બ્રહ્મલીન સ્થળ : અમદાવાદ-સાળંગપુર ગુરૂ : ગુણીતાનંદ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સંપ્રદાય : સ્વામી નારાયણ સંત બન્યા : ૧૭ વર્ષની વયે
છેલ્લા કેટલાક દિવસથી બીમાર રહેતા પ્રમુખ સ્વામી મહારાજે તારીખ ૧૩ મી ઓગસ્ટ ૨૦૧૬ ની સાંજે છ વાગે અંતિમ શ્વાસ લીધ્યા હતા.તેમનાં પાર્થિવ દેહને બે દિવસ સાળંગપુર હરિભક્તોના દર્શન માટે રખાશે.
તા.૧૩ ઓગસ્ટ : પ્રમુખ સ્વામી મહારાજ આજે સાંજે બ્રહ્મલીન થતા આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.ખાસ કરીને સ્વામી નારાયણ સંપ્રદાયના દેશ વિદેશના તેમના હરીભક્તોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમને જુદી જુદી તકલીફ થયેલી હતી. આજે સાંજે છ વાગે સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા.
બાપ્સના બ્રહ્મવિહારી દાસ સ્વામીએ હાલમાં જ કહ્યું હતું કે તેઓ બ્રહ્મલીન થયા છે.તેમણે એમ પણ કહ્યું હતું કે લાખો હરીભક્તો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. બે દિવસ બાદ તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યા છે.૯૫ વર્ષની વયે પહોૅચેલા પ્રમુખ સ્વામી મહારાજ હજુ પણ સક્રિય હતા. પરંતુ તેમની છાતીમાં ઈન્ફેકશન થયું હતું. સાળંગપુર સ્વામી નારાયણ મંદિરમાં છેલ્લા ઘણા સમયથી તેમને સારવાર આપવામાં આવી રહી હતી. ૧૦ તબીબોની ટીમ તેમના આરોગ્ય પર નજર રાખી રહી હતી.
શાંતિલાલનો જન્મ સાતમી ડિસેમ્બર ૧૯૨૧ના દિવસે ગુજરાતના ચાણસદ ગામમાં થયો હતો. તેમના માતા-પિતા મોતીભાઈ અને દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના હરીભક્ત હતા. સાથે સાથે અક્ષર પુરૂષોત્તમ સંપ્રદાયમાં વિશ્વાસ રાખતા હતા.મોતીભાઈ અને દિવાળીબેન બંને સ્વામી નારાયણમાં ખૂબ જ વિશ્વાસ ધરાવતા હતા.દિવાળીબેનના પરિવારના સભ્યો ભગતજી મહારાજના ગાળામાં પણ આગળ વધ્યા હતા. શાસ્ત્રી મહારાજે તે વખતે યુવા શાંતિલાલને જન્મ વખતે વિશેષ આશિર્વાદ આપ્યા હતા અને તે વખતે તેમના પિતાને શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે આ બાળક અમારો છે.જ્યારે સમય આવશે ત્યારે આ બાળકને અમને આપી દેજો.તેઓ ભગવાન પ્રત્યે લાખો લોકોને અગ્રેસર કરશે. ત્યારબાદથી જ પ્રમુખ સ્વામી મહારાજમાં લોકોની શ્રદ્ધા વધવા લાગી હતી.
શાંતિલાલની માતા તેમને શાંત અને ઓછા બોલનાર બાળક અને એક સક્રિય બાળક તરીકે ગણતા હતા. તેમના બાળપણના મિત્રો વાત કરતા કહે છે કે શાંતિલાલે સ્કુલમાં એક ઈમાનદાર વિશ્વાસપાત્ર વિદ્યાર્થી તરીકેની છાપ ઉભી કરી હતી. શાંતિલાલ છ વર્ષ સુધી જ સ્કુલમાં જઈ શક્યા હતા.સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા બાદ જ તેઓ ભોજન લેતા હતા.શાંતિલાલથી દુનિયાની ઘણી હસ્તીઓ પ્રભાવિત રહી હતી.
પ્રમુખ સ્વામી મહારાજ હાલમાં બાપ્સ સ્વામી નારાયણ સંસ્થાના પ્રમુખ અથવા તો ગુરૂ તરીકે હતા. બાપ્સ સ્વામી નારાયણ સંસ્થા ઈન્ટરનેશનલ હિન્દુ સોસાયટી તરીકે છે જે ધાર્મિક વિદેશીઓ સાથે જોડાયેલી રહી છે. બાપ્સને સ્વામી નારાયણના પાંચમા અનુગામી તરીકે ગણવામાં આવે છે. ગુણિતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બાદ પાંચમાં અનુગામી તરીકે તેમને ગણવામાં આવતા હતા.
સ્વામી નારાયણ સાથે જોડાયેલા અને અન્ય સમુદાય સાથે પણ જોડાયેલા તમામ લોકોને પ્રમુખ સ્વામી જુદા જુદા સૂચનો વારંવાર કરતા રહેતા હતા.તેમના સત્સંગમાં લાખો લોકો એકત્રિત થતા હતા.
તેમના મિત્રો પ્રમુખ સ્વામી મહારાજને હરીદાસ તરીકે પણ બોલાવતા હતા.નાની વયમાં પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજથી ખુબ જ પ્રભાવિત રહ્યા હતા.સાતમી નવેમ્બર ૧૯૩૯ના દિવસે જ્યારે શાંતિલાલ ૧૭ વર્ષના હતા ત્યારે તેમને તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજ તરફથી એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવાયું હતું કે તેમને સાધુ સંત તરીકે બનીને સેવામાં જોડાઈ જવું જોઈએ.
શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરવામાં આવેલા સૂચન બાદ તરત જ તેમના માતા-પિતાએ તેમને મંજુરી આપી દીધી હતી અને શાંતિલાલ ઘર છોડીને શાસ્ત્રીજી મહારાજ અને તેમના સાધુ સંતોની સાથે જોડાઈ ગયા હતા. શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને જુદી જુદી પ્રાથમિક શિક્ષણની માહિતી આપી હતી જેમાં પ્રસાદ દિક્ષાનો સમાવેશ થાય છે.
૨૨મી નવેમ્બર ૧૯૩૯ના દિવસે અમદાવાદમાં આંબલી-વાડી પોળમાં પ્રસાદ દિક્ષા આપવામાં આવી હતી અને તેમને શાંતિ ભગત નામ આપવામાં આવ્યું હતું. શાસ્ત્રીજી મહારાજના આદેશ પૈકીના એક આદેશને સ્વીકારીને તેઓએ સંસ્કૃતમાં અભ્યાસ કરવા તૈયારી કરી હતી. શાંતિ ભગત તરીકે તેમની ઓળખ થવા લાગી ગઈ હતી. શાંતિ ભગતે ત્યારબાદ તેમની ઈચ્છાઓ પુરી કરી બતાવી હતી. ૧૦મી જાન્યુઆરી ૧૯૪૦ના દિવસે ગોંડલમાં અક્ષર ડેરી ખાતે શાંતિ ભગતને ભગવતી દિક્ષા આપવામાં આવી હતી અને તેમને સાધુ નારાયણ સ્વરૂપદાસ નામ આપવામાં આવ્યું હતું. આ નામ આપવામાં આવ્યા બાદ શાસ્ત્રીજી મહારાજે આ સંદર્ભમાં વધુ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તેમના ચહેરા ઉપર ભગવાનનું તેજ ચમકે છે. જેથી તેમને નારાયણ સ્વરૂપદાસનું નામ તેઓ આપી રહ્યા છે. યોગીજી મહારાજે તેમને નારાયણ સ્વરૂપદાસજી તરીકે આશિર્વાદ આપ્યા હતા.સાધુ નારાયણ સ્વરૂપદાસે આજીવન સેવા કરી હતી.
બાપ્સના પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે બાપ્સ સંસ્થાને વિશ્વના દેશોમાં પહોંચાડી દેવામાં ભૂમિકા ભજવી હતી.તેઓ એમના લાખો અનુયાયીઓમાં પ્રમુખ સ્વામી કે “બાપા” ના હુલામણા નામથી જાણીતા હતા.ભારતમાં જ નહીં બલ્કે ભારત બહાર પણ એક પછી એક સ્વામી નારાયણ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.બાપ્સ સંસ્થાઓના સંદેશાઓ સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં આવ્યા હતા.
પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતાં માત્ર હરીભક્તોમાં જ નહી બલ્કે તેમના પ્રત્યે સંકળાયેલા જુદા જુદા સંપ્રદાયના લોકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજથી દુનિયાના ઘણા ટોચના નેતાઓ, તબીબો, વૈજ્ઞાનિકો પણ પ્રેરીત થયા હતા. સૌથી મોટો દાખલો ભારતના વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો રહેલો છે. અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજને અનેક વખત મળીને તેમના આશિર્વાદ લીધા હતા.સાથે સાથે તેમની પાસેથી ઘણું માર્ગદર્શન મેળવ્યું હતું.
ભારતના પરમાણુ વૈજ્ઞાનિકે પ્રમુખ સ્વામી મહારાજના સંદર્ભમાં પોતાના પુસ્તકમાં અનેક વાક્યોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે જેમાંથી સાબિત થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ સામાન્ય વ્યક્તિ તરીકે ન હતા. કોઈ પણ મોટી હસ્તી અમદાવાદમાં આવે અને પ્રમુખ સ્વામી મહારાજને ન મળે તે બાબત ક્યારેય શક્ય દેખાતી ન હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ગાળામાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત તેની સાથે ભેટ કરી હતી.અબ્દુલ કલામ સહિતની અનેક દેશની અને વિદેશની હસ્તીઓ પ્રમુખ સ્વામીથી પ્રભાવિત હતી.
(સમાચાર સૌજન્ય- અકિલા,રાજકોટ)
Divine memories of Dr APJ Abdul Kalam and his Spiritual guru Pramukhswami Maharaj.(2001 -2015)
સાભાર— શ્રી વિપુલ દેસાઈ
નીચે ક્લિક કરી પુ.પ્રમુખ સ્વામી વિષે જાણો અને માણો
Pujya Doctor Swami also added that four years ago, on 20 July 2012, His Holiness Pramukh Swami Maharaj had declared in a letter that His Holiness Mahant Swami Maharaj (Sadhu Keshavjivandas) would succeed him as the guru of BAPS. Thus, His Holiness Mahant Swami Maharaj is now the president of BAPS Swaminarayan Sanstha, as the sixth spiritual head in the gunatit guru parampara tradition of Bhagwan Swaminarayan. Henceforth, he will steer BAPS and further the great teachings and works of Bhagwan Swaminarayan and His Holiness Pramukh Swami Maharaj.
પ્રમુખ સ્વામી મહારાજ વ્હાલા શ્રીજી મહારાજને મળવા અક્ષર ધામમાં પહોંચી ગયા . એમના માટે મેં મારા 112 કડીના ભજનમાં એક કડી આરીતે લખી છે .
एक गुजरती पटेल सपूतने श्रीजी से माया लगाई
श्रीजी आके ह्रदय बिराने तब कई मन्दिर बन जाई … संतो भाई समय बड़ा हर जाई
આજે ટિવી અને ઈંટરનેટ દ્વારા પુજ્ય પ્રમુખ સ્વામિ મહારાજના અક્ષરધામ ગમનના સમાચાર જાણ્યા. તેમણે 95 વર્ષોમાં જે સિધ્ધીઓ કરી તેનો અંશ પણ આપણી વિસાતની બહાર છે. આપણે માત્ર તેમના જીવન માર્ગદર્શનને અનુસરીએ અને બીજાને ભાગિયા કરીએ તો પણ આપણે તેમની સાચી સેવા ગણાય
-કનકભાઈ અને ભરતીબેન રાવળ
પ્રમુખસ્વામી મહારાજશ્રી સાથેના મારા પણ કેટલાક સંસ્મરણો છે.જ્યારે પ્રથમ વખત હું ‘બાપા’ ને મળેલો ત્યારે મેં એમને ‘જયશ્રી ક્રુષ્ણ’ કહેલુ. તેમના અનુયાયીઓએ મને ટોકેલો કે અહીં તો ‘જય સ્વામિનારાયણ’ જ બોલવું પડે ત્યારે ‘પુજ્ય બાપા’ એ તેમને અટકાવીને કહેલું કે નવીનભાઇને બાળપણથી જે રીતે અભિવાદન કરવાની ટેવ પડેલી હોય એ પ્રમાણે ‘જયશ્રી કૃષ્ણ’ કહે એમાં કશું ખોટું નથી. અને મને આશીર્વાદ આપેલા. હ્યુસ્ટનમાં તેમના ઘણાં પ્રવચનો, ઉત્સવો, જન્મદિવસોની ઉજવણીઓ વગેરેના સમાચારો મેં. ‘નયા પડકાર’, અને અન્ય ગુજરાતી વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરાવેલા.
પુજ્ય બાપાના દેહનિર્વાણના સમાચાર એક આઘતજનક છે. આવા સંતોને હવે ક્યાં શોધવા ?
નવિનભાઈના ઉપરના સંદેશાના શબ્દો સાથે સંમત થઈ હું પણ અંતરથી એમને અંજલી અર્પું છું. મારા મિત્રોને કદાચ ખબર નહીં હોય કે મારા ભાણા ડૉ. નિખિલ સાથે ખૂબ જ નજીક જઈને એમને મળવાનો ને આશીર્વાદ મેળવાનો અમને એક મોકો મળેલ. અમારા ત્રણનો ફોટો અહિ મૂકાશે તો મૂકીશ.
Pingback: પ્રમુખ સ્વામી, Pramukh Swami | ગુજરાતી પ્રતિભા પરિચય
જાણીને દુઃખ થયું. આવા પૂણ્યાત્માઓના સહારે જ માનવજીવન દિવ્યતા તરફ સંચરશે.
અહીં આ સમાચાર ઉમેરી દીધા –
https://sureshbjani.wordpress.com/2014/12/17/pramukh_swami/
LikeLike
ખુબ સરસ. આપનો આભાર
LikeLike
પ્રમુખ સ્વામી મહારાજ વ્હાલા શ્રીજી મહારાજને મળવા અક્ષર ધામમાં પહોંચી ગયા . એમના માટે મેં મારા 112 કડીના ભજનમાં એક કડી આરીતે લખી છે .
एक गुजरती पटेल सपूतने श्रीजी से माया लगाई
श्रीजी आके ह्रदय बिराने तब कई मन्दिर बन जाई … संतो भाई समय बड़ा हर जाई
LikeLike
આતાજી આપના 112 કડીના ભજનમાં એક કડી પ્રમુખ સ્વામી માટે ઉમેરી એ સરસ રચના છે.આપનો આભાર
LikeLike
From E-mail message of Dr. Kanak Raval
આજે ટિવી અને ઈંટરનેટ દ્વારા પુજ્ય પ્રમુખ સ્વામિ મહારાજના અક્ષરધામ ગમનના સમાચાર જાણ્યા. તેમણે 95 વર્ષોમાં જે સિધ્ધીઓ કરી તેનો અંશ પણ આપણી વિસાતની બહાર છે. આપણે માત્ર તેમના જીવન માર્ગદર્શનને અનુસરીએ અને બીજાને ભાગિયા કરીએ તો પણ આપણે તેમની સાચી સેવા ગણાય
-કનકભાઈ અને ભરતીબેન રાવળ
LikeLike
Prbhu emana sivya aatmane param shanti arpe ej Shree Swaminarayan bhagvanne prarthana.
LikeLike
_/\_ jay swaminarayan
LikeLike
thank you
vinod vihar group
2016-08-14 0:44 GMT+05:30 “વિનોદ વિહાર” :
> Vinod R. Patel posted: “બોચાસણવાસી અક્ષરપુરૂષોતમ સંસ્થા BAPSના વડા પૂજય
> પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થયાઃ દેશ વિદેશના સૌ હરિભક્તોમાં શોકનું મોજુ
> અલવિદા ! પ્રમુખ સ્વામી પ્રોફાઈલ નામ : શાંતિલાલ પટેલ જન્મ તારીખ : સાતમી
> ડિસેમ્બર ૧૯૨૧ જન્મ સ્થળ : ચાણસદ, વડોદરા ”
>
LikeLike
jay swaminarayan- very useful and historic compilation vinod bhai
LikeLike
કોટી કોટી વંદન
જય સ્વામીનારાયણ
LikeLike
પ્રમુખસ્વામી મહારાજશ્રી સાથેના મારા પણ કેટલાક સંસ્મરણો છે.જ્યારે પ્રથમ વખત હું ‘બાપા’ ને મળેલો ત્યારે મેં એમને ‘જયશ્રી ક્રુષ્ણ’ કહેલુ. તેમના અનુયાયીઓએ મને ટોકેલો કે અહીં તો ‘જય સ્વામિનારાયણ’ જ બોલવું પડે ત્યારે ‘પુજ્ય બાપા’ એ તેમને અટકાવીને કહેલું કે નવીનભાઇને બાળપણથી જે રીતે અભિવાદન કરવાની ટેવ પડેલી હોય એ પ્રમાણે ‘જયશ્રી કૃષ્ણ’ કહે એમાં કશું ખોટું નથી. અને મને આશીર્વાદ આપેલા. હ્યુસ્ટનમાં તેમના ઘણાં પ્રવચનો, ઉત્સવો, જન્મદિવસોની ઉજવણીઓ વગેરેના સમાચારો મેં. ‘નયા પડકાર’, અને અન્ય ગુજરાતી વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરાવેલા.
પુજ્ય બાપાના દેહનિર્વાણના સમાચાર એક આઘતજનક છે. આવા સંતોને હવે ક્યાં શોધવા ?
નવીન બેન્કર ( હ્યુસ્ટન)
LikeLike
નવિનભાઈના ઉપરના સંદેશાના શબ્દો સાથે સંમત થઈ હું પણ અંતરથી એમને અંજલી અર્પું છું. મારા મિત્રોને કદાચ ખબર નહીં હોય કે મારા ભાણા ડૉ. નિખિલ સાથે ખૂબ જ નજીક જઈને એમને મળવાનો ને આશીર્વાદ મેળવાનો અમને એક મોકો મળેલ. અમારા ત્રણનો ફોટો અહિ મૂકાશે તો મૂકીશ.
LikeLike
Pingback: (942 ) સંત શિરોમણી સ્વ.પ્રમુખ સ્વામી મહારાજ- અંતિમ દર્શન અને ભાવાંજલિ | વિનોદ વિહાર