વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(947 ) વિનોદ વિહાર છઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ….

મિત્રો,

આપને જણાવતાં આનંદ થાય છે કે આજે સપ્ટેમ્બર,૧ ૨૦૧૬ ના રોજ વિનોદ વિહાર ગુજરાતી બ્લોગ વિશ્વમાં પાંચ વર્ષની મજલ કાપીને છઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે.

આજથી બરાબર પાંચ વર્ષ પહેલાં ૧ લી સપ્ટેમ્બર  ૨૦૧૧ના રોજ મારી ૭૫ વર્ષની ઉંમરે વિનોદ વિહાર નામ સાથે  મેં આ ગુજરાતી બ્લોગ શરુ કર્યો હતો .

મારી ઉંમર જેમ વધતી જાય છે એની સાથે સાથે વિનોદ વિહારની ઉમર પણ વધતી જાય છે.આવતા જાન્યુઆરી ૨૦૧૭  થી મારું ૮૧ મું વર્ષ શરુ થશે.આ ઉંમરે જો કે થોડા શારીરિક પ્રશ્નો સામે સંઘર્ષ કરી રહ્યો છું એમ છતાં મનથી હું  આશાવાદી અને ઉત્સાહી જીવ છું.વિનોદ વિહાર ની મજલ પુરા ઉત્સાહથી ચાલુ રાખવા માટે મનથી કટી બદ્ધ અને ઉત્સાહિત છું.

ગત વરસે વિનોદ વિહારની સાથો સાથ ફેસબુક પર “મોતી ચારો “ એ નામે એક સમાંતર સાહિત્ય પ્રવૃત્તિ શરુ કરી છે એ માધ્યમ પણ ઘણા વાચકો માટે આકર્ષણરૂપ બનેલ છે.  

આ પાંચ વર્ષની મજલ દરમ્યાન વાચકો તરફથી મળેલ સહકાર ખુબ સંતોષકારક રહ્યો છે જે નીચેના પ્રગતી સૂચક આંકડાઓ પરથી ફલિત થશે.

છેલ્લા ચાર વર્ષ દરમ્યાન વર્ષ વાર પ્રગતી સૂચક આંકડાઓ 

      વર્ષ ….                                                 5                       4             3                    2             
                                                               2016              2015         2014         2013     
 1. માનવંતા મુલાકાતીઓ       288,484           229,746         173917    97200  
      2.  કુલ પોસ્ટની સંખ્યા                  946                       776           512           301      
 1. બ્લોગના  ફોલોઅર .                320                     290            251             198     
વાચક મિત્રોના  પ્રતિભાવો ની  સંખ્યા            …….. 4,913 

વિનોદ વિહાર દુનિયાના ફલક ઉપર

વિનોદ વિહારના વાચકો મુખ્યત્વે ક્યા ક્યા દેશમાં અને કેટલી
સંખ્યામાં છે એની માહિતી-૨૦૧૬ 

VV1

મારે મન વિનોદ વિહાર શું છે એ વિશેની મારી લાગણીઓ નીચેની અછાંદસ રચનામાં વ્યક્ત થાય છે.વિનોદ વિહાર એ વેબ નગરમાં આવેલું મારું રૂપાળું અને રળિયામણું ઘર છે .

વિનોદ વિહાર …વેબ નગરનું મારું ઘર

વિનોદ વિહાર બ્લોગ શું છે એ તમે જાણો છો?

વેબ નગરમાં આવેલું મારું એક રૂપાળું ઘર છે!

વેબ નગરમાં ઘણાં બીજાં ઊંચાં ઘરો પણ છે,

પણ મારું નાનકડું ઘર મારા મનથી ઊંચું છે.

એક બાપને જેમ એના સંતાનો માટે હોય છે,

એમ આ ઘર સાથે મારો જીવ જોડાઈ ગયો છે.

રોજ સવારે આ ઘરમાં મુક્ત મને વિહરું છું,

ઘરની બારીમાંથી આખા વિશ્વને નિહાળું છું,

જે દ્રશ્યો હું જોઉં છું એને શબ્દોમાં ઉતારું છું,

રોજ મારા પ્રિય ઘરને સજાવું, શણગારું છું .

મારું ઘર મારે માટે એક સાધના મંદિર છે,

જેમાં રોજ હું નવું સર્જન કરીને આનંદુ છું,

મિત્રોને આ ઘરમાં મળવા માટે બોલાવું છું,

એમના ઘેર પણ બોલાવ્યો જઇ આવું છું,

મારું ઘર મિત્રો માટેનું  મિલન સ્થાન છે,

જ્યાં મિત્રો હોંશે હોંશે આવી મને મળે છે,

મિત્રો સાથે બૌધિક મિજબાની કરતો રહું છું.

 

મિત્રોનો સહકાર ને પ્રેમ નવું કરવા પ્રેરે છે,

નિવૃતિની પ્રવૃતિનું આ ગમતું માધ્યમ છે.

મારું આ ઘર મારા માટે તો સાધના મંદિર છે,

મા સરસ્વતીની આરાધના માટેની કુટીર છે!

 

ગત વર્ષોમાં મિત્રો તરફથી મળેલ સહકાર અને પ્રેમ એમના તરફથી અવાર નવાર મળતા પ્રતિભાવોમાં દ્રષ્ટિગોચર થાય છે.દાખલા તરીકે ગત વર્ષે તારીખ ૧લી સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ પાંચમા વર્ષમાં પ્રવેશ વખતે આધ્યાત્મિક માર્ગના યાત્રી મિત્ર શ્રી શરદ શાહએ એમના કાવ્ય મય પ્રતિભાવમાં જણાવ્યું હતું :

નથી કોઈની સાડાબારી
નથી અહીં કોઈ મારામારી
જે સ્ફુર્યૂ, જે મનને ગમ્યુ
બ્લોગે ચઢાવ્યું શીર પર ધારી.
વાત ભલે હો તારી મારી
કરવી મનની દુર બિમારી
તમને ગમે એ છે તમારી
વિનોદ વિહારની એ ખુમારી.
પાંચમા વર્ષના મંગલ પ્રવેશે અનેક શુભેચ્છાઓ.

Sharad Shah September 1, 2015

કવિ મિત્ર શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ ) એ એમના નીચેના પ્રતિભાવથી મને પ્રોત્સાહિત કર્યો હતો. 

આદરણીય શ્રી વિનોદભાઈ..વિનોદ વિહારની યાત્રા..સાચે જ આપની ચીંતનશીલ મહેનતથી લોક હૃદયે આદર સાથે ઝૂમી રહી છે.નેટ જગતની “વિનોદ-વિહાર” એક વિરાસત સમ છે..માતૃભાષા થકી આપે સપ્ત સાગરે સેતુ બાંધી સૌને આનંદીત કરી દીધા છે..આપની સાથે માણેલી પળો ,એ અમારું ગૌરવ છે…આપે આ ઉમ્મરે જે ખુમારી ને આવડતનાં દર્શન કરાવ્યાં છે..તે સાચે જ અભિનંદનને પાત્ર છે.ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

nabhakashdeep September 5, 2015

Thanks for friendship

ઉપર જણાવ્યું છે એમ આજ સુધીમાં   288,484 માનવંતા મુલાકાતીઓએ  વિનોદ વિહારમાં રસ બતાવી એની મુલાકાત લીધી છે . વાચકો તરફથી આજ સુધીમાં 4,913  પ્રતિભાવો પ્રાપ્ત કરવા માટે વિનોદ વિહાર ભાગ્યશાળી થયું છે.

આવો સુંદર સહકાર આપવા અને મને પ્રોત્સાહિત કરવા માટે હું સૌ સાહિત્ય રસિક વાચક મિત્રોનો હાર્દિક આભાર માનું છું. મને આશા અને ખાત્રી છે કે આ વર્ષ અને આવતા વર્ષોમાં પણ એમનો સુંદર સહકાર અને અને પ્રેમ મળતો રહેશે.

વિનોદ વિહારની વર્ષગાંઠ પ્રસંગે

વર્ડ પ્રેસ.કોમ નો સંદેશ 

ACHIEVEMENT 

W anniversary-2x

Happy Anniversary with WordPress.com!

You registered on WordPress.com 5 years ago.

Thanks for flying with us.

Keep up the good blogging.

I thank WORDPRESS for the message and their valuable services to many bloggers like me.

વિનોદ પટેલ , સંપાદક-વિનોદ વિહાર , 

Ganesh Strotm

 

 

13 responses to “(947 ) વિનોદ વિહાર છઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ….

 1. MERA TUFAN September 7, 2016 at 10:57 AM

  Happy Anniversary

 2. Vinod R. Patel September 4, 2016 at 7:30 PM

  વિનોદ વિહાર ની છઠી વર્ષ ગાઠ પ્રસંગે શુભેચ્છાઓ અને પ્રેમાળ અને પ્રોત્સાહક પ્રતિભાવ પાઠવવા માટે સૌ મિત્રોનો હાર્દિક આભાર માનું છું .

 3. P.K.Davda September 3, 2016 at 7:20 AM

  ખૂબ ખૂબ અભિનંદન વિનોદભાઈ !

 4. રીતેશ મોકાસણા September 3, 2016 at 12:40 AM

  હાર્દિક અભિનંદન !! વિનોદ વિહાર નામનું ઝાડ હવે વિરાટ વડલો બની ગયો છે. મારા જેવા ઘણાં લોકો આ વડલાની છાયા નીચે તૃપ્ત થતા હશે ! બસ આપણી કલમનો પ્રસાદ અવિરત રીતે વહેંચતા રહેશો.

 5. nabhakashdeep September 2, 2016 at 5:49 PM

  તારક મહેતા…જેઠાલાલના ફાયર બ્રીગેડ. અમારા ફાયર બ્રીગેડ..આ.વિનોદભાઈ..કઈંક જરૂર પડે મને બ્લોગ માટે કે ઈ.બુક માટે ટેકનીકલી ગજબની આવડત…સદા તત્પર સહયોગ માટે.’ વિનોદ વિહાર’…જાણે બહુમૂલ્ય ખજાનો…આપ થકી વાંચનનો રસથાળ એ લાખેણો લાભ માણતા જ રહીશું..ખૂબ ખૂબ અભિનંદન સાભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. Anila Patel September 1, 2016 at 7:39 PM

  Vinodbhai khoob khoob abhinandan.
  Aapana soor mandir, swar mandir ane sadhana mandirni mulakat lagbhag roj lau chhu.
  Kyarek network problemne karane reply nathi api shakti, p.c. nathi, samsang tab.thi kyarek vighna avi jay chhe
  Pan avshya vachuj chhu.
  Aapano blogfooli faline maha vatvruksh bane evi shubhechchhao.

 7. Dhanesh Bhavsar September 1, 2016 at 6:04 AM

  વિનોદભાઈ,
  આપનું આયુષ્ય સ્વાસ્થ્ય સાથે લાંબું રહે અને વિનોદ વિહાર બ્લોગ થકી આપને માણતા રહીએ એવી શુભકામના.
  ધનેશભાઈ ભાવસાર (કેનેડા)

 8. pragnaju September 1, 2016 at 4:13 AM

  અમારા મોટા અમારા મનની વાત જાણવામા પ્રવિણ એટલે એમની વાત ઍજન પણ થોડી શાસ્ત્રની વિધી કરાવીએ
  છઠ્ઠે વર્ષે …
  આંખ નંધ કરી માનસપૂજા કરવી
  સફેદ રેશમી કાપડ જમીન પર પાથરી તેમાં ચોખાની ઢગલી કરી તેની પર પાણી ભરેલ તાંબાનો કળશ મૂકી તેમાં ફૂલ,કંકુ,ચોખા,સોપારી,એક રૂપિયાનો સિક્કો નાખવા બાદ તેમાં નાગરવેલ ના પણ ગોઠવી શ્રીફળ મુકવું…(પાન ની દ્દાંડી પાણીની અંદર રહે તેમ ગોઠવવી)..શ્રીફળ પર ચુંદળી ઓઢાળવી, કંકુ-ચોખા-સફેદ ફૂલ-અષ્ટગંધ ચઢાવવું.શ્રીફળ પર કુળદેવી શ્રી ઉમિયા માતાનું આહ્વાહન કરવું-ધ્યાન કરવું…દીવો-અગરબતી કરવા..ખીર નો પ્રસાદ ધરાવવો..
  “या देवी सर्व भूतेशु बुध्धि रुपें संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः”
  “या देवी सर्व भूतेशु बुध्धि रुपें संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः”
  “या देवी सर्व भूतेशु बुध्धि रुपें संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः”
  “या देवी सर्व भूतेशु बुध्धि रुपें संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः”
  “या देवी सर्व भूतेशु बुध्धि रुपें संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः”
  “या देवी सर्व भूतेशु बुध्धि रुपें संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः”
  “या देवी सर्व भूतेशु बुध्धि रुपें संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः”
  મંત્ર બોલવો,.નીચે આપેલ મંત્ર શ્રદ્ધા પૂર્વક માં સરસ્વતી નું ધ્યાન ધરી બ્લોગ પર લખવો
  “ઓમ ઐં નમઃ” “ઓમ ઐં નમઃ””ઓમ ઐં નમઃ””ઓમ ઐં નમઃ””ઓમ ઐં નમઃ””ઓમ ઐં નમઃ””ઓમ ઐં નમઃ” ત્યાર બાદ નીચે આપેલ મંત્ર ની યથાશક્તિ માળા કરવી .”ॐ वद-वद वाग्वादिनी स्वाहा”
  કપૂર આરતી ઉતારવી ..પ્રસાદ ઘરમાં બધાને વહેચવો.
  દાન-ગુરુવારે , પાથરેલા સફેદ કટકા માં સવાશેર ચોખા-સવાસો ગ્રામ સાકર-૧૧)-રૂપિયા-ગાયના ઘી ની થેલી -સોપૈર-શ્રીફળ મૂકી માતાજીના મંદિરે મૂકી આવવું…બ્લોગરો ને ખીર નું ભોજન કરાવવું..આશીર્વાદ લેવા.
  બ્લોગરના અભાવમા હોમલેસને ભોજન કરાવવું
  અમારી હાર્દિક શુભેચ્છાઓ સદા તમારી સાથે

 9. JIVANBHAI PATEL September 1, 2016 at 2:36 AM

  Vinodbhai,
  Jayshrikrishna.
  Khub-khub abhinandan.
  Vinod vihar sang vicharvu dilo-dimag tatha kaya sharirnu swasth update
  karvano rudo yog chhe.
  6th year nu soneri prabhat ugyu chhe.sahuna jivanmo prakash felavshe
  avi shradhha ne parmatma safal banave tevi prarthana.
  Rtd. Prof.Jivanbhai p.patel.
  A-26.Aashirvad Residancy,New citylight area, Surat-395017.Guj.India.

 10. harshendra vinodchandra dholakia September 1, 2016 at 2:02 AM

  વિનોદ વિહાર છઠા વર્ષ માં પ્રવેશ નિમિતે હાર્દિક શુભકામના. આવતા વર્ષો માં પણ ઉત્તમ માહિતી પ્રદાન કરતા રહો એવી અભ્યર્થના . ઈશ્વર પાસે પ્રાર્થના કે અપને તંદુરસ્ત દીર્ઘાયુ આપે. અભાર.

 11. pravinshastri August 31, 2016 at 11:04 PM

  આપના બ્લોગના નાના ઘરની ગલીમાં હું યે નાનું ઝૂંપડું બાંધવાની કોશીશ કરી રહ્યો છું. એમાં યે થાક લાગ્યો છે. આપ અમારા બધાના પ્રેરણામૂર્તી છો. આપનો બ્લોગ વૈવિધ્ય સભર છે. જૂદા જૂદા બ્લોગમાં કે ગુગલમાં કોઈ માહિતીની તપાસ કરવાને બદલે પહેલા આપનો બ્લોગ જોઈ લેવો પડે. બીજું કે આડીતેડી વાત નહિ પણ માત્ર સૌમ્ય અને સંસ્કારી વાતોનું જ નવનીત..
  એ નવનીત મહાસાગરમાંથી નીકળેલા મોતીઓ ફેસબુક પર હંસોને માટે વેરતા રહો છો.
  હું તો આપના દરીયામાંથી લોટા ભરીને લેતો રહીશ.
  હાર્દિક અભિનંદન.
  પ્રવીણના સાદર વંદન.

 12. સુરેશ August 31, 2016 at 9:00 PM

  હાર્દિક અભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: