વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 2, 2016

( 948 ) શ્રી રીતેશ મોકાસણા અને એમની ગુજરાતી ફિલ્મ “ઓલ્વેઝ રહીશું સાથે ” – એક પરિચય

 કૈંક નવું કરવાનાં સ્વપ્ન જેને બરાબર સુવા ના દે એનું  નામ જ યુવાની. આવા એક સ્વપ્ન દ્રષ્ટા ગુજરાતી યુવાન શ્રી રીતેશ મોકાસણાનો અલ્પ ઝલપ પરિચય વિનોદ વિહારની કોઈ પોસ્ટમાં એમના પ્રતિભાવથી હતો પણ એમની દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ”ઓલ્વેઝ રહીશું સાથે ” વિષે એમના ઈ-મેલ મારફતે જાણી એમનો વધુ પરિચય મેળવીને ખુબ આનંદ થયો.

રીતેશ જણાવે છે એમ આ ફિલ્મના મૂળમાં એમના બ્લોગને લીધે બે ગુજરાતી બ્લોગરોનો અનાયાસે થયેલ પરિચય છે એમાં જરા પણ અતિશયોક્તિ નથી. આ ફિલ્મના ડીરેક્ટર યુવરાજ જાડેજા અને નિર્માતા રીતેશ બંને એમના બ્લોગને લીધે મિત્રો બન્યા અને પહેલી જ મુલાકાતમાં એમણે સાથે ફિલ્મ બનાવવાનું નક્કી  કર્યું.આમ બે નવ લોહિયા સ્વપ્નશીલ બ્લોગર મિત્રોનો અનાયાસે થયેલ પરિચય એક નવતર અર્બન ગુજરાતી ફિલ્મ”ઓલ્વેઝ રહીશું સાથે “ના સર્જનમાં પરિણમ્યો.

આ ગુજરાતી ફિલ્મ શ્રી રીતેશ મોકાસણા લિખિત પુસ્તક “મારી ઉમ્મર તને મળી જાય “થી પ્રેરિત છે.આ ફિલ્મનું નિર્દેશન એમના બ્લોગર મિત્ર શ્રી યુવરાજ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે.

FILM : Always Rahishu Saathe

Producer-Writer : Ritesh Mokasana

Director : Yuvraj Jadeja

Star cast : Bharat Thakkar, Sonali Nanavati, Umang acharya, Tillana desai Harsh Vyas etc.

All stars belong to Theatre/Drama. 

આ ફિલ્મનું મ્યુઝીકલ  લોન્ચ થયું એ વખતનો અખબારી અહેવાલ નીચે પ્રસ્તુત છે જેમાં આ ફિલ્મની વિગતે માહિતી આપવામાં આવી છે .

Ritesh mokaana- Press news

આ ફિલ્મને અમેરિકા રહેતા ગુજરાતીઓ પણ જુએ એ માટે શ્રી રીતેશભાઈ ખુબ ઉત્સુક છે.આ  વિષે એમના ઈ-મેલમાં તેઓએ લખ્યું છે કે …

મુરબ્બી શ્રી
કુશળ હશો !
રમેશભાઈએ, મારા વિષે તમને લખેલું તે સંદર્ભે આપને ઇ-મેઇલ કરું છું.

ફિલ્મ વિષે જણાવું તો ફિલ્મ ઓલવેયઝ રહીશુ સાથે એક મેડિકલ ડ્રોપ બ્રેક વાળી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.જેમાં સ્કૂલમાં સાથે ભણતા બે પ્રેમીનો અધૂરો પ્યાર હોસ્પિટલમાં ફરી જીવંત બને છે. દર્દી ને ડોક્ટર સાજી કરવા ચેલેન્જ ઉપાડે છે અને ફરી દર્દી-ડોક્ટરને સારો કરવા પ્રેમિકા ચેલેન્જ ઉપાડે છે.

ફિલ્મને સિનેમા હોલમાં રિલીઝ કરવા માટે ઘણી મહેનત માંગે છે. મેં અહીંયાં કતારમાં ટ્રાય કરેલો પણ પછી અમે એક ક્લબના સિનેમા હોલમાં મુવી બતાવેલું. ફિલ્મ ને મોટા હોલમાં પ્રોજેક્ટર પર પણ બતાવી શકાય,જે એકદમ સરળ રસ્તો છે. ગુજરાતીઓએ પહેલી વાર ગુજરાતી મુવી જોયેલું. મિત્રો બહુ ખુશ થઇ ગયેલા.

બીજું એ પણ હતું કે આ ફિલ્મ નીટ એન્ડ ક્લીન ઇમેજ વાળી એક પારિવારિક ફિલ્મ છે. ઘણા નોન ગુજરાતી મિત્રોએ પણ આ ફિલ્મ જોયેલી અને ગમેલી.

તમે જે રીતે પણ ફિલ્મને ત્યાં રજુ કરશો તેમાં હું ખુશ છું. મારો ધ્યેય એટલો જ કે ત્યાંના બધા મિત્રો ફિલ્મ જુએ, વળતર રૂપે મને જે મળશે એમાં હું સંતોષ માનીશ.

એમના એક બીજા ઈ-મેલમાં યુ ટ્યુબમાં ફિલ્મનું ટ્રેલર,ટીઝર અને સોન્ગ્સ છે તથા ફેસબુક પર મુકેલા ચિત્રોની લિંક એમણે આપી હતી એ પણ નીચે સૌની જાણ માટે આપેલ છે જેના ઉપરથી આ ગુજરાતી ફિલ્મની  ગુણવતાનો પરિચય મળી રહેશે.