વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 11, 2016

( 951 ) ૯/૧૧ ના આતંકી હુમલાની ૧૫ મી સંવત્સરીએ …..

સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ નો દિવસ અમેરિકાના ઇતિહાસમાં એક સીમાચિન્હ રૂપ બની ગયો છે. આ દિવસે ઓસામા બિન લાદનના આતંકવાદી સંગઠનના અમેરિકામાં જ રહી વિમાની હુમલાની તાલીમ લઇ રહેલા ૧૯ યુવાન ઇસ્લામિક આતંકવાદીઓએ ન્યુયોર્કના નાક સમા ૧૧૦ માળના બે વર્લ્ડ ટ્રેડ ટ્વીન ટાવર્સ પર બે વિમાનોને અથડાવીને એને જમીન દોસ્ત કરી નાખ્યા હતા .ત્રીજું પ્લેન -American Airlines Flight 77 પેન્ટાગોનના હેડ ક્વાર્ટર્સ પર ત્રાટકીને મોટી જાન હાની કરી હતી.ચોથું પ્લેન -United Airlines Flight 93 ના બહાદુર પેસેન્જરોએ આતંક વાદીઓનો સામનો કર્યો અને જમીનદોસ્ત થયેલા વિમાનમાં શહીદ થયા . આ ત્રણ હુમલાઓમાં કુલ ૩૦૦૦ માણસોએ જાન ગુમાવ્યા અને૬૦૦૦ માણસોને નાની મોટી શારીરીક ઈજાઓ થઇ હતી.

૯/૧૧ ના આતંકી હુમલા અંગેની વિગતે માહિતી વિકિપીડિયા (અંગ્રેજી) ની આ લીંક પર આપેલી છે.

નીચેની History.com ની લીંક પર 9/11 ATTACKS વિષે વિડીયો સાથેની માહિતી  છે.  
http://www.history.com/topics/9-11-attacks

૯/૧૧ ના હુમલા પછીના ૧૫ વર્ષોમાં ઈરાક અને અફગાનિસ્તાન અને મિડલ ઈસ્ટના દેશોમાં યુધ્ધોમાં અને અનેક શહેરોમાં આતંકવાદી હુમલાઓમાં ઘણા માણસોએ જાન ગુમાવ્યા છે. લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

નીચેના વિડીયોમાં આ ગોઝારા દિવસ ૯/૧૧ નાં દ્રશ્યો જોવાથી એ દિવસની ગંભીરતાનો ખ્યાલ આવે છે.

9/11 Video Timeline: How The Day Unfolded

9/11 Museum Virtual Walking Tour

૯/૧૧/ ૨૦૦૧ ના આતંકવાદી હુમલામાં  ન્યુયોર્ક અને અમેરિકાની શાન ગણાતાં   ૧૧૦ માળનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ના  ટ્વીન ટાવર જમીન દોસ્ત થયા હતા એ જ જગ્યાએ  આજે  One World Observatory નું એથી વધુ ઊંચાઈનું બિલ્ડીંગ ઉભું થઇ ગયું છે . આ વિડીયોમાં એની વિના મુલ્યે મુલાકાત  લો.

Take a tour of new One World Observatory