વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 17, 2016

( 954 ) વડા પ્રધાન શ્રી મોદીના ૬૭ મા જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ

તારીખ ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૧૬ એ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ૬૭ મો જન્મ દિવસ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૬૭મા જન્મ દિવસે  દેશ અને વિદેશ ભરમાં પથરાએલા તેમના અનેક સમર્થકો તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ પોસ્ટ દ્વારા વિનોદ વિહાર પણ એમાં સામીલ થાય છે.

છેલ્લા બે વર્ષના અપવાદ સિવાય શ્રી મોદી તેમના દરેક જન્મ દિવસે એમનાં ૯૪ વર્ષનાં હીરા બાને પગે લાગવા અને આશીર્વાદ મેળવવા અચૂક જતા હોય છે. આ જન્મ દિવસે એમણે આ તક ઝડપી હતી.તેઓ દિલ્હીથી ગત મોડી રાતે આવ્યા બાદ રાજભવન રાત્રી રોકાણ પછી આજે 17 સપ્ટેમ્બરને શનિવારે વહેલી સવારે રાયસણ ખાતે આવેલ એમના નાના ભાઈ પંકજભાઈ મોદીના નિવાસ સ્થાને રહેતાં એમનાં માતા હીરા બાને મળી તેમને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.આ સમયની બે તસ્વીરો.

નવસારી ખાતે દીવ્યાંગો વચ્ચે જઈને મોદીએ જન્મ દિવસ મનાવ્યો

શ્રી નરેન્દ્ર મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગ શબ્દ પ્રયોજ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો ૬૭મો જન્મ દિવસ નવસારી ખાતે દીવ્યાંગો વચ્ચે મનાવ્યો હતો. આ પ્રસંગે દિવ્યાંગો માટે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, નવસારી આજે દિવ્યાંગોની સંવેદનાનું શહેર બની ગયું છે.દિવ્યાંગોને દયાભાવની નહી પરંતુ સ્વાભિમાનની જરૃર છે. વડાપ્રધાન દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કાર્યક્રમમાં સંબોધન કરતા વચ્ચે ભાવુક થઇ ગયા હતા.

પીએમ મોદીનું દિવ્યાંગો સાથેનું ઉષ્માસભર બોન્ડિંગ નવસારીમાં ઉપસ્થિત સૌ માટે આશ્ચર્યાનંદનું કારણ બન્યું હતું.એક દિવ્યાંગ (બે આંખે અંધ ) બાળકીને તેડીને પીએમ મોદી પોડિયમ પર લઇ ગયા હતા જ્યાં બાળકીએ રામકથા પ્રસંગને ગાઇ સંભળાવી હતી. આ પ્રસંગના આ વિડીયોમાં મોદીનો સંવેદનાપૂર્ણ અભિગમ છલકાઇ રહેલો જોવા મળે છે.

સાધન સહાય વિતરણની શરુઆતે વિકલાંગ યુવતીની વ્હીલચેરને તેમણે સ્વહસ્તે દોરીને સ્ટેજ પરથી લઇ ગયા હતા . જેમ જેમ અર્પણ કાર્યક્રમ આગળ વધ્યો તેમ તેમ દિવ્યાંગો સાથેના વ્યકિતગત વર્તાવમાં પીએમ મોદીનો સંવેદનાપૂર્ણ અભિગમ જોઈ શકાતો હતો.પીએમ મોદીએ દિવ્યાંગોને 1000 વ્હીલચેર અર્પણ કરી હતી, તેમજ એમને સહાયક ઉપકરણો આપ્યા હતા.

modi-bd-3

આ અંગેનો વિગત વાર અહેવાલ ચિત્રલેખા.કોમ ના સૌજન્યથી નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

નવસારીમાં પી.એમ.મોદીના જન્મ દિવસની ઉજવણીમાં ૩ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા

 

ગુજરાતી પ્રતિભા પરિચયમાં શ્રી નરેન્દ્ર મોદી ની જીવન ઝરમર અને વિશેષ માહિતી નીચેની લીંક પર ક્લિક કરી વાંચો.

NARENDRA MODI