વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 956 ) અમુલ્ય વારસો …. અછાંદસ …. વિનોદ પટેલ

                        મારો  પરિવાર

એક લગ્ન  પ્રસંગે, મારા  બે પુત્રો અને પુત્રી અને એમના પરિવાર -(પૌત્ર પૌત્રીઓ વી.) સાથેની મારી એક તસ્વીર( તા.૭ -૨-૨૦૧૬, ઓરેગોન )

maro-varso

અમુલ્ય વારસો

નથી કર્યું બહુ ધન ભેગું મેં બે હાથે જીંદગીમાં,
કરવું ન હતું એવું પણ કઈ ન હતું મનમાં,
જે કરવાનું હતું એ જાતે જ, એક હાથે કરવાનું હતું,
નહોતો એવો કોઈ કૌટુંબિક ધનનો મોટો વારસો.
કરી મહેનત,મચી પડી, રાત દિન, થઇ શકી એટલી,
બે પૈસા ભેગા થતા તો થતો મનમાં બહુ રાજી,
પણ બનતું એવું કે, ભેગા થયેલા એ ધનમાંથી
ઘણું બધું ,કોઈ આકસ્મિક ખર્ચાઓમાં વહી જતું.
એકડે એકથી ફરી ધન માટેની ઉંદર દોડ શરુ થતી,
એકધારા જીવન ચક્રના એ વણ થંભ્યા ચગડોળમાં ,
કભી ખુશી કભી ગમના, જીવનના એ બનાવો વચ્ચે ,
કરી મન મક્કમ ,નિભાવી કૌટુંબિક જવાબદારીઓ,
આરોગ્ય પ્રશ્નો અને સામાજિક પ્રસંગોને સાચવી,
શિક્ષણ અને સંસ્કાર રૂપે સંતાનોને પાંખો આપી,
ધનનું સાચું રોકાણ શિક્ષણ છે એ હતી એક અડગ શ્રધા,
આનંદ છે એ વાતનો કે એ શ્રધ્ધા આજે સાચી પડી છે ,
 મારું એ અનોખું રોકાણ આજે રંગ લાવ્યું છે,
બહુ આર્થિક મૂડી ભલે મેં ભેગી નથી કરી ,
પણ સંસ્કાર અને શિક્ષણના એ વાવેલા વૃક્ષમાં,
કરેલ મૂડી રોકાણનાં મીઠાં ફળો આજે ચાખતો,
જીવન સંધ્યાએ આ વૃક્ષને ફાલતું,ફળતું જોઈ,
પ્રભુનો આભાર માનતો કહી રહ્યો છું મનમાં સંતોષથી,
આ સુંદર વૃક્ષ એ જ તો છે મારો અમુલ્ય ધન વારસો.

વરસાવું આશિષ આ વૃક્ષ પર, કરું  પ્રભુને પ્રાર્થના કે,

વટ વૃક્ષ શુ,વાવેલું મારું વૃક્ષ,ફુલતું,ફાલતુ અને ફળતું રહે.

-વિનોદ પટેલ … ૯-૨૦-૨૦૧૬

5 responses to “( 956 ) અમુલ્ય વારસો …. અછાંદસ …. વિનોદ પટેલ

  1. pragnaju સપ્ટેમ્બર 20, 2016 પર 2:31 પી એમ(PM)

    ધન્યવાદ આપના પરિવાર પરીચય માટે
    ‘જીવન સંધ્યાએ આ વૃક્ષને ફાલતું,ફળતું જોઈ,
    પ્રભુનો આભાર માનતો કહી રહ્યો છું મનમાં સંતોષથી,
    આ સુંદર વૃક્ષ એ જ તો છે મારો અમુલ્ય ધન વારસો.
    વરસાવું આશિષ આ વૃક્ષ પર, કરું પ્રભુને પ્રાર્થના કે,
    વટ વૃક્ષ શુ,વાવેલું મારું વૃક્ષ,ફુલતું,ફાલતુ અને ફળતું રહે
    તમારામા ‘ સરલ સુભાવ ન મન કુટિલાઇ; જથા લાભ સંતોષ સદાઇ ‘ આખું અધ્યાત્મ આવી ગયું.
    હવે
    નાના મોઢે મોટી વાત-ઝંખનાની દિશાએ જવા “મારુ” ને બદલે “તારુ” કહી ત્યાગની કેડીએ જે ચઢે તે “વિતરાગ” બનવાની દિશા તરફ પહેલુ કદમ આગળ વધ્યા હવે આગળ વધવું પ્રમાણમા સરળ રહેશે.

    Like

  2. સુરેશ સપ્ટેમ્બર 20, 2016 પર 4:16 પી એમ(PM)

    સરસ ફોટો. સૌને યાદ અને હાર્દિક શુભેચ્છાઓ.

    Like

  3. Navinchandra Dabhi સપ્ટેમ્બર 21, 2016 પર 6:24 એ એમ (AM)

    બિલકુલ મારા દિલની વાત કહી દીધી, આપે.

    પ્રણામ

    > With Warm Regards
    >
    > Navinchandra Dabhi
    > Retired Asst. General Manager
    > & Dy. Zonal Manager
    > Bank of India, Varanasi Zone.
    >
    > Residence:
    > 64 Shrinath Bunglows
    > Chandkheda, Ahmedabad-382424
    > M: 9408490120 & 7041709156
    Mail sent from my iPad.

    >

    Like

  4. nabhakashdeep સપ્ટેમ્બર 25, 2016 પર 5:49 પી એમ(PM)

    આંબો વાવ્યોતો અમે આંગણે રે લોલ

    ટહુકી રે કોયલ ડાળ-ડાળ

    વાતો કહે ‘વિનોદ’ની ખુશખુશાલ

    ફોટામાં ઝીલી અમે ભાળ

    આપની સચ્ચાઈના રણકા સાથેની રચના ,હૃદય સોંસરવી ઊતરી ગઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: