આજ કાલ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અભિનીત અને આધુનિક મહિલાઓના પ્રશ્નો ઉપર પ્રકાશ ફેંકતી તાંજેતરમાં જ રીલીઝ થયેલ ફિલ્મ “પિંક “(PINK) બહુ ચર્ચામાં છે. આ ફિલ્મ રીલીઝ થતાં જ પ્રેક્ષકોમાં ખુબ વખણાઈ છે. એક પછી એક ફિલ્મમાં એમની શ્રેષ્ઠ અદાકારીનાં દર્શન કરાવતા આ મહાનાયક એમની ૭૩ વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવી તનની અને મનની તાજગી ધરાવે છે, અલબત ધનની તો ખરી જ !
એવી જ રીતે,આ ફિલ્મ પરથી પ્રેરિત થઈને,૭૩ વર્ષીય આ મહાનાયક અમિતાભ બચ્ચનએ એમની ચાર વર્ષની પૌત્રી આરાધ્યા( પુત્ર અભિષેક ની પુત્રી ) અને ૧૮ વર્ષની દોહિત્રી નવ્યા નવેલી (પુત્રી શ્વેતા નીખીલ નંદાની પુત્રી) ને સંબોધીને અંગ્રેજીમાં લખેલ એક પત્ર પણ આજકાલ ઈન્ટરનેટ જગત અને સમાચાર માધ્યમોમાં ખુબ વાઈરલ બન્યો છે.આ પત્રનું વાચન કરતા બચ્ચનનો વિડીયો એમણે ટ્વીટર પર પણ પોસ્ટ કર્યો છે.
આ પત્ર આ મહા નાયકે દેશની બેટીઓને પણ સમર્પિત કર્યો છે. વિડીયોમાં અને એમના પત્રમાં એમણે જણાવ્યું છે ” આ પત્ર માત્ર તમારા બન્ને માટે નથી પણ દેશની દરેક પુત્રીઓ -Grand daughters – માટે પણ એટલો જ મહત્વનો છે.”
છોકરીઓના સ્કર્ટની લંબાઈ કે ટૂંકાઈ જોઇને આજની છોકરીઓની કિંમતનું આંકલન કરતા સમાજ પર આ પત્રમાં સણસણતો પ્રહાર છે.
આજ કાલ ખુબ ચર્ચિત આ પત્રનો મૂળ અંગ્રેજી પાઠ, પત્રનું વાચન કરતા અમિતાભ બચ્ચનનો એમણે ટ્વીટર પર પોસ્ટ કરેલ વિડીયો અને મૂળ અંગ્રેજી પત્રનું ગુજરાતીમાં કરેલ ભાષાંતર આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.
પૌત્રીઓને પત્ર લખતા અમિતાભ બચ્ચનની એક તસ્વીર
Amitabh Bachchan writing letter to his Grand Daughters -Aaradhya & Navya Naveli
એમની પૌત્રીઓને સંબોધીને લખેલ આ પત્ર વાંચી રહેલ બચ્ચનનો ટ્વીટર પર પોસ્ટ કરેલ વિડીયો
Amitabh Bachchan’s letter to
Aaradhya, Navya Naveli
આ પત્રનો અંગ્રેજી પાઠ … The full text of his letter is reproduced below.
It is a must-read.
My very dearest Navya & Aaradhya
You both carry a very valuable legacy on your tender shoulders – Aaradhya, the legacy of your Par Dadaji, Dr Harivansh Rai Bachchan…and Navya, the legacy of your Par Dada , Shri H P Nanda….
Both your Par Dadajis’ gave your present surnames celebrated fame, dignity and recognition !
Both of you maybe a Nanda or a Bachchan, but you are also girls…women !
And because you are women people will force their thinking, their boundaries on you.
They will tell you how to dress, how to behave, who you can meet and where you can go.
Don’t live in the shadows of people’s judgement. Make your own choices in the light of your own wisdom.
Don’t let anyone make you believe that the length of your skirt is a measure of your character.
Don’t let anyone’s opinion of who you should be friends with, dictate who you will be friends with.
Don’t get married for any other reason other than you want to get married.
People will talk. They shall say some terrible things. But that doesn’t mean you have to listen to everyone. Never ever worry about – Log Kya Kahenge !
At the end of the day, you are the only one who will face the consequences of your actions, so don’t let other people make your decisions for you.
Navya – the privilege your name, your surname offers you, will not protect you from the difficulties you will face because you’re a woman.
Aaradhya – by the time you see and understand this, I may well not be around. But I think what I am saying today shall still be relevant.
This may be a difficult, difficult world to be a woman. But I believe that it is women like you that will change that.
It may not be easy, setting your own boundaries, making your own choices, rising above people’s judgement. But YOU !…you can set an example for women everywhere.
Do this and you would have done more than I have ever done, and it will be my honor to be known not as Amitabh Bachchan, but as your grandfather !!
With all my love
Your ….Dadaji ….your Nana
૭૩ વર્ષીય દાદાજી મહાનાયક અમિતાભ બચ્ચનએ એમની બે પુત્રીઓ જોગ લખેલ પ્રખ્યાત પત્ર – ગુજરાતીમાં પણ વાંચો
ગુજરાતીમાં ભાષાંતર … વિનોદ પટેલ
૭૩ વર્ષીય દાદાજી મહાનાયક અમિતાભ બચ્ચનએ એમની બે પુત્રીઓ જોગ લખેલ ઉપરનો પત્ર આ ૮૦ વર્ષીય દાદાજીને ગમી ગયો.
વિડીયોમાં શરૂઆતમાં બચ્ચન કહે છે એમ “આ પત્ર માત્ર તમારા બન્ને માટે જ નથી પણ દેશની દરેક પૌત્રીઓ (Grand Daughters) ને માટે પણ એટલો જ મહત્વનો છે .”
આપણા આતાજી જેવા અંગ્રેજી બરાબર ના જાણતા બીજા દાદાજીઓ-સીનીયરો પણ આ વાંચવા લાયક પત્ર વાંચી શકે એ માટે મૂળ અંગ્રેજી પાઠનું ગુજરાતીમાં ભાષાન્તર કરીને રજુ કરવાનો વિચાર મને આવ્યો.એના ફળ સ્વરૂપે આ પત્રના અંગ્રેજી પાઠનું ગુજરાતીમાં ભાષાન્તર કરીને નીચે પ્રસ્તુત કરેલ છે.આશા છે આપને એ ગમશે.
વિડીયોમાં આ પત્ર વાંચતા પહેલાં અમિતાભ બચ્ચન એમની બે પૌત્રીઓને સંબોધીને શરૂઆતમાં આ પ્રમાણે કહે છે :
નમસ્તે આરાધ્યા,
હું જાણતો નથી કે આ પત્ર તું ક્યારે વાંચીશ પણ ૨૦૧૬ માં હું આવો (વિડીયોમાં છું એવો ) દેખાઉં છું.
નવ્યા નવેલી,
હાય.. નમસ્તે
તમને બન્નેને મેં આ પત્ર લખ્યો છે અને એ પત્રને હું અહીં વાંચું છું. આ પત્રને હું ઈન્ટરનેટ પર પણ મુકવા ચાહું છું કેમ કે મને લાગે છે કે આ પત્ર માત્ર તમારા બન્ને માટે જ નથી પણ દેશની દરેક પૌત્રીઓ (Grand Daughters) ને માટે પણ એટલો જ મહત્વનો છે.
ઓ.કે. …તો મારો પત્ર આ પ્રમાણે છે :
મારી સૌથી વધુ વ્હાલી નવ્યા અને આરાધ્યા,
તમારા બંનેના નાજુક ખભાઓ પર ખુબ જ મુલ્યવાન વિરાસત છે.આરાધ્યા, તારા પર-દાદાજી ડો.હરિવંશરાય બચ્ચન અને નવ્યા,તારા પર-દાદાજી શ્રી.એચ.પી.નંદાની વિરાસતની જવાબદારી તમે બન્ને સંભાળી રહ્યાં છો.
તમારા આ બન્ને પર-દાદાઓ પાસેથી તમોને તમારી હાલની અટક,એમનીપ્રતિષ્ઠા અને સન્માનનો તમે આનંદ લઇ શકો એવી ઓળખ મળી છે.
તમે બન્ને ભલે અટકથી નંદા કે બચ્ચન કહેવાતા હશો પણ સૌથી પ્રથમ તમે છોકરી અને મહિલા પણ છો.અને તમે મહિલાઓ છો એટલા માટે સમાજના લોકો એમના વિચારો-માન્યતાઓની સીમાઓ તમારા પર જબરદસ્તીથી તમારા ઉપર થોપવા માગશે.
તમારે કેવો પોષક પહેરવો, કેમ વર્તાવ કરવો, કોને મળવું કે ના મળવું અને ક્યાં જવું કે ના જવું એ વિષે લોકો તમોને ટકોરતા રહેશે.
લોકોની આવી તમારા વિશેની ધારણાઓ અને માન્યતાઓના પડછાયા નીચે કદી ના જીવશો. તમારી સોચ પ્રમાણે અને તમારી પોતાની પસંદગીથી ડહાપણ પૂર્વક તમારો નિર્ણય કરશો.
કોઈની એટલી બધી શેહમાં ના આવશોકે જેથી તમને એમ લાગવા માંડે કે તમારા સ્કર્ટની લંબાઈનું માપ એ તમારા શીલ અને ચારિત્ર્યનું પ્રમાણ-માપ છે.
લોકો તમને દબાણ કરશે કે તમારે કોની સાથે મિત્રતા રાખવી, કેવા મિત્રો હોવા જોઈએ પણ આવા દબાણને તમે વશ ના થશો.
” લોકો શું કહેશે “એની બીક કોઈ પણ સંજોગોમાં કદી ના રાખશો.
તમારા લગ્નનો નિર્ણય તમારી પસંદગીથી તમે ખુદકરશો,એ લગ્ન માટે રાજી છો એના પરથી જ કરશો અન્ય કોઈ કારણોથી નહિ.
લોકો તો વાતો કરશે. તમને ના ગમે એવી અને તમને ડંખે એવી ટીકાઓનો તમારા પર મારો કરશે,પરંતુ એનો એવો અર્થ નથી કે તમારે એવી બધી વાતો તરફ ધ્યાન આપવું જોઈએ કે સાંભળવી જોઈએ.
આખરે તો તમે જે કરશો કે જે નિર્ણય લેશો એનાં પરિણામો ભોગવવાની જવાબદારી તમારા શિરે છે.એટલા માટે જ કોઈને પણતમારા બદલે નિર્ણય લેવાની મંજુરી આપશો નહિ.
નવ્યા,એક મહિલા હોવાના કારણે તારી સમક્ષ જે મુશીબતોનો સામનો કરવાનો આવશે એમાંથી તારું નામ અને તારી અટકની પ્રતિષ્ઠા તારું રક્ષણ કરી નહિ શકે.
આરાધ્યા, જ્યારે તું આ પત્ર જોઇશ અને એનો અર્થ સમજી શકીશ ત્યારે હું કદાચ જીવિત ના પણ હોઉં.પરંતુ મને લાગે છે કે હું આજે જે આ પત્રમાં કહી રહ્યો છું એ બધું એ વખતે પણ એટલુ જ ઉચિત હશે.
આજની દુનિયામાં એક મહિલા હોવું ભલે ખુબ મુશ્કેલીભર્યું હશે પરંતુ મારું વિશ્વાસ પૂર્વક માનવું છે કે તારી જેવીમહિલાઓ જ જરૂરી બદલાવ લાવી શકશે.
જો કે તમારી પોતાની સીમાઓ નક્કી કરવી, બીજાઓના નિર્ણયોની ઉપરવટ જઈને તમારી પોતાની પસંદગીના નિર્ણયો લેવાનું કામ એટલું સહેલું નહિ હોય.પરંતુ,તમે… તમે… જ દરેક જગાએ અન્ય મહિલાઓ માટે દાખલા રૂપ બની શકો છો.
તમે જો આટલું કરશો તો મેં આજ સુધીમાં જે કઈ કર્યું છે એનાથી પણ વધુ કર્યું છે એમ હું માનીશ અને મારા માટે એ સૌભાગ્યની વાત હશે કે જ્યારે લોકો મને અમિતાભ બચ્ચન તરીકે નહિ પણ તમારા દાદાજી તરીકે મને ઓળખતા હશે.
મારા તરફથી ખુબ વ્હાલ સાથે.
તમારો…દાદાજી…..તમારો નાના
ગુજરાતીમાં અનુવાદિત અમિતાભ બચ્ચનના આ પત્રને નીચેના વિડીયોમાં પણ મેં વાંચવાનો પ્રયત્ન કર્યો છે .કદાચ એ તમને ગમે.
વાચકોના પ્રતિભાવ