વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: સપ્ટેમ્બર 2016

(952 )શેરને માથે સવા શેર – હાસ્ય સપ્ત રંગી- વિનોદ પટેલ

બે એરિયાની બેઠક સાહિત્ય સંસ્થાના વિષય “હાસ્ય સપ્ત રંગી ” ના જવાબમાં તૈયાર કરેલ અને સુ.શ્રી પ્રજ્ઞા દાદભાવાલાના બ્લોગ “શબ્દોનું સર્જન”માં પ્રગટ મારો એક હાસ્ય લેખ “શેરને માથે સવા શેર “

"બેઠક" Bethak

“સ્ત્રીનીબુદ્ધિપાનીએ”જેવીસ્ત્રીઓનેઉતારીપાડતીકહેવતોનો જમાનોઆજે તોક્યારનોય પાછળ વહીગયોછે. આજેમહિલાઓપુરુષસમોવડીનહીપરંતુકેટલાક સ્થાનોએ તો એમનાકરતાંએકકદમઆગળચાલી રહેલી જોઈ શકાય છે.એમ છતાં સદીઓજૂનીટેવનામાર્યાકેટલાક પુરુષોહજુ પણ સ્ત્રીઓતરફનિમ્ન અને અપમાનિત દ્રષ્ટીએજોતાહોયછે

સ્ત્રીઓની બુદ્ધિનેપડકારવાનીહરકતકોઈવારપુરુષોને કેવી ભારેપડીશકે છેઅને એના જવાબમાં સ્ત્રીઓ શેરને માથે સવા શેર કેવી રીતે સાબિત થાય છે એ નીચે આપેલ બે રમુજી હાસ્ય કથાઓમાં જોઈ શકાશે.આ બે કથાઓ રમુજપીરસીહળવાતો કરે છે જ એની  સાથે  સાથેસ્ત્રીશશક્તિકરણની ભાવનાને પણ ઉજાગર કરે છે. 

શેરને માથે સવા શેર …. રમુજ કથા -૧

અમેરિકાના૪૨માપ્રેસીડન્ટબીલક્લીન્ટનનાંપત્નીઅને૨૦૧૬નીપ્રેસીડન્ટનીચુંટણીમાંડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર હિલરીક્લીન્ટનબુદ્ધિચાતુર્યમાંએમનાપતિની ચોટીમંત્રેએવાંચબરાકછે.અમેરિકાની

View original post 645 more words

( 951 ) ૯/૧૧ ના આતંકી હુમલાની ૧૫ મી સંવત્સરીએ …..

સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ નો દિવસ અમેરિકાના ઇતિહાસમાં એક સીમાચિન્હ રૂપ બની ગયો છે. આ દિવસે ઓસામા બિન લાદનના આતંકવાદી સંગઠનના અમેરિકામાં જ રહી વિમાની હુમલાની તાલીમ લઇ રહેલા ૧૯ યુવાન ઇસ્લામિક આતંકવાદીઓએ ન્યુયોર્કના નાક સમા ૧૧૦ માળના બે વર્લ્ડ ટ્રેડ ટ્વીન ટાવર્સ પર બે વિમાનોને અથડાવીને એને જમીન દોસ્ત કરી નાખ્યા હતા .ત્રીજું પ્લેન -American Airlines Flight 77 પેન્ટાગોનના હેડ ક્વાર્ટર્સ પર ત્રાટકીને મોટી જાન હાની કરી હતી.ચોથું પ્લેન -United Airlines Flight 93 ના બહાદુર પેસેન્જરોએ આતંક વાદીઓનો સામનો કર્યો અને જમીનદોસ્ત થયેલા વિમાનમાં શહીદ થયા . આ ત્રણ હુમલાઓમાં કુલ ૩૦૦૦ માણસોએ જાન ગુમાવ્યા અને૬૦૦૦ માણસોને નાની મોટી શારીરીક ઈજાઓ થઇ હતી.

૯/૧૧ ના આતંકી હુમલા અંગેની વિગતે માહિતી વિકિપીડિયા (અંગ્રેજી) ની આ લીંક પર આપેલી છે.

નીચેની History.com ની લીંક પર 9/11 ATTACKS વિષે વિડીયો સાથેની માહિતી  છે.  
http://www.history.com/topics/9-11-attacks

૯/૧૧ ના હુમલા પછીના ૧૫ વર્ષોમાં ઈરાક અને અફગાનિસ્તાન અને મિડલ ઈસ્ટના દેશોમાં યુધ્ધોમાં અને અનેક શહેરોમાં આતંકવાદી હુમલાઓમાં ઘણા માણસોએ જાન ગુમાવ્યા છે. લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

નીચેના વિડીયોમાં આ ગોઝારા દિવસ ૯/૧૧ નાં દ્રશ્યો જોવાથી એ દિવસની ગંભીરતાનો ખ્યાલ આવે છે.

9/11 Video Timeline: How The Day Unfolded

9/11 Museum Virtual Walking Tour

૯/૧૧/ ૨૦૦૧ ના આતંકવાદી હુમલામાં  ન્યુયોર્ક અને અમેરિકાની શાન ગણાતાં   ૧૧૦ માળનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ના  ટ્વીન ટાવર જમીન દોસ્ત થયા હતા એ જ જગ્યાએ  આજે  One World Observatory નું એથી વધુ ઊંચાઈનું બિલ્ડીંગ ઉભું થઇ ગયું છે . આ વિડીયોમાં એની વિના મુલ્યે મુલાકાત  લો.

Take a tour of new One World Observatory

(951) ‘ગરવું ઘડપણ’ – વૃદ્ધ થતાં શીખીશું ? – ..અવન્તીકા ગુણવન્ત

સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજજરના ફેસ બુક પેજ પર મારાં સુપરિચિત પ્રિય લેખિકા શ્રીમતી અવંતિકા ગુણવંતની એક સુંદર વાર્તા વાંચી જે વાર્તાને તેઓએ એમના બ્લોગ સંડે-ઈ–મહેફિલમાં પ્રથમ પ્રગટ કરી છે.

સીનીયર સિટીઝનોને ગમી જાય એવી આ પ્રેરક વાર્તાને વિ.વિ.ના વાચકો માટે શ્રી ઉત્તમભાઈના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.

શ્રીમતી અવંતિકા ગુણવંતની વાર્તાઓ અગાઉ વિનોદ વિહારની ઘણી પોસ્ટમાં  પ્રસિદ્ધ કરવામાં આવી છે ,એટલે વાચકો માટે તેઓ સુપરિચિત છે.

ગુજરાતી પ્રતિભા પરિચયમાં અવન્તીકાબેન ગુણવંત નો પરિચય આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

અમદાવાદમાં રહેતાં શ્રીમતી અવંતિકાબેન ગુણવંત સાથે મારો પ્રથમ પરિચય ૨૦૦૩માં એમના અમેરિકન જીવન ઉપરના લેખોના પુસ્તક ´છેલ્લી ઘંટડી’ વાંચ્યા પછી એમના એક પ્રસંશક તરીકે થયો.ત્યારબાદ પત્રો દ્વારા અને ફોનમાં વાતચીત દ્વારા તેઓએ મારા અંગત જીવનમાં રસ લઇ મને ઘણીવાર માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી છે.હજુ પણ ફોન પર વાતચીત ચાલુ છે.હાલ નાદુરસ્ત તબિયતે પણ એમની કલમમાંથી એમની કોલમોમાં વહેતો સાહિત્ય રસ સુકાયો નથી.

છેલ્લે હું નવેમ્બર ૨૦૦૭માં અમદાવાદમાં હતો ત્યારે એમના નિવાસ સ્થાને એમની બે વાર મુલાકાત લીધી હતી.એમના હાથની સ્વાદીષ્ટ રસોઈનો સ્વાદ અને એમનો સ્નેહ નીતરતો સ્વભાવ ભૂલાય એવો નથી.

એ વખતે મારા કેમેરામાં ઝડપેલ અવન્તીકાબેન અને એમના પતિ ગુણવંતભાઈની યાદગાર તસ્વીર આ રહી.

avantika-gunvant-with-gunvantbhai-11-20-2007

અવંતિકાબેન અને ગુણવંતભાઈ(તસ્વીર -વિનોદ પટેલ નવે.૨૦૦૭)   

‘ગરવું ઘડપણ’ – વૃદ્ધ થતાં શીખીશું ?
– અવન્તીકા ગુણવન્ત

લતાબહેન અને અજયભાઈનો દીકરો સુલય અને તેની પત્ની ઋતુજા એમના નાના દીકરા હેતને લઈને પરદેશથી માત્ર બે અઠવાડીયાં માટે આવ્યાં છે. આ બે અઠવાડીયાંમાં તેમને ઘણાં કામ પતાવવાનાં છે. બેન્ક, પોસ્ટ, શેર બજાર, ઈન્સ્યોરન્સ કંપની જ્યાં જ્યાં તેમણે પૈસા રોક્યા હોય ત્યાં જવાનું છે. સગાં, સમ્બન્ધીઓ અને મીત્રોને મળવાનું છે. સુલય અને ઋતુજા અમદાવાદમાં જનમ્યાં અને અમદાવાદની સ્કુલ, કૉલેજોમાં અભ્યાસ કર્યો છે. તેથી એમનું મીત્રમંડળ પણ અમદાવાદમાં જ છે. જે મીત્રો સાથે સમ્પર્ક ચાલુ રહ્યો હોય તેમને ખાસ મળવાનું છે.

સવારથી સુલય અને ઋતુજા દીકરા હેતને લઈને બહાર નીકળી પડે છે. બહાર જતી વખતે ઋતુજા એનાં સાસુ લતાબહેનને કહે છે, ‘મમ્મી, તમે રસોઈમાં કંઈ બનાવશો નહીં, બહારથી અમે લેતાં આવીશું.’ પુત્રવધુની સુચના સાંભળીને લતાબહેન કંઈ બોલતાં નથી; પણ તેઓ એમની રીતે દાળ, ભાત, રોટલી અને શાક બનાવે છે.

સુલય અને ઋતુજા બહારથી જે ખાવાનું લાવે તે માત્ર ચાખે જ. સુલય કહે:

‘પપ્પા, તમે કેમ અમારું લાવેલું કંઈ ખાતાં નથી? મમ્મીને અમે કહીને જઈએ છીએ કે તું રસોડામાં કંઈ બનાવીશ નહીં; પરંતુ મમ્મી રોજ રસોઈ બનાવે છે અને તમે એનું બનાવેલું જ ખાઓ છો.’

‘બેટા, બહારનું ચટાકેદાર, તળેલું ખાવાનું અમને માફક ન આવે. તેથી મમ્મી જે સાદું અને ઝટ પચી જાય એવું ખાવાનું બનાવે છે તે હું ખાઉં છું. બહારનું હું ખાતો નથી.’

‘પણ તમારે રોજ ક્યાં ખાવાનું છે ? અમે અહીં છીએ તો લાવીએ છીએ અને પપ્પા તમે તો ખાવાના શોખીન છો. પપ્પા, તમને તો બધું પચી જાય છે. ખોટો વહેમ ન રાખશો. તમારી ઉંમરના બીજા લોકો ખાતા જ હોય છે ને !’ ઋતુજા બોલી.

‘બધાં ખાતા હોય છે અને પછી ડૉક્ટરને ત્યાં દોડતાં રહે છે, મારે ડૉક્ટરને ત્યાં નથી દોડવું.મારે તો પુરાં સો વર્ષ જીવવું છે અને તંદુરસ્ત રહેવું છે.’

‘પપ્પા, તમે સો નહીં; પણ સવાસો વર્ષ જીવશો. તમે પંચ્યાશીના થયા; પણ જ્યારે જુઓ ત્યારે કેટલા ફ્રેશ હો છો ! તમે કદી થાકવાની કે કંટાળવાની ફરીયાદ નથી કરતા, અમે કંટાળી જઈએ છીએ; પણ તમે કદી નથી થાકતા કે કંટાળતા !’

‘બેટા, હું કદી થાકતો નથી; કારણ કે હું કુદરતના નીયમો ચીવટાઈથી પાળું છું. આપણા શરીરમાં સાત પ્રવેશદ્વાર છે, જ્યાંથી રોગનાં જંતુઓ આપણા શરીરમાં પ્રવેશે. માટે હું બહુ સાવધ રહું છું. એક પળના આનંદ માટે કોઈ રોગને શરીરમાં ન પેસવા દેવાય. ઉતરતી અવસ્થાએ રોગ હેરાન કરી મુકે. અને બેટા, કાયમ હું ફ્રેશ હોઉં છું; કારણ કે હું કદી ચીંતા નથી કરતો, કદી તનાવ નથી અનુભવતો. નાનપણથી મારો સ્વભાવ જ આનંદી છે.’

‘પપ્પા, તમે ક્યારેય તનાવમાં નથી આવી જતા, ક્રોધ નથી કરતા, એ તો હું જોઉં છું; પણ અમને પ્રશ્ન એ થાય કે તમારા જીવનમાં એવી પળો તો આવતી જ હશે જ્યારે ચીંતા થાય, લાચારી અનુભવાય, અકળામણ થાય, ગુસ્સો આવે –

’ઋતુજાએ અજયભાઈને પુછ્યું. અજયભાઈ ઋતુજાના સસરા છે પણ તેઓ એક પીતાની જેમ જ ઋતુજા સાથે નીખાલસપણે વાત કરે છે, તેથી ઋતુજા તેના મનમાં ઉઠતી શંકા, કુશંકાઓનું સમાધાન સસરાને પ્રશ્નો પુછીને મેળવે છે.

‘ઋતુજા, મેં મારા બાપુજીના મોંએ સાંભળ્યું કે, ‘Ageing is a natural process.’ જીવનમાં ઉમ્મર વધે તેમ અવસ્થા બદલાવાની છે, તેથી આપણે અગાઉની જ દરેક અવસ્થામાં આનંદપુર્વક સ્વસ્થતાથી રહી શકીએ માટે એની તૈયારી અગાઉથી જ કરવી જોઈએ. વૃદ્ધ થઈએ ત્યારે શારીરીક ક્ષમતા ઘટે; પણ અનુભવ વધે. તેથી જ માણસ વધુ સક્ષમ અને સમ્પન્ન બને છે. વળી ત્યારે સંસારની જવાબદારી ઓછી થઈ હોય છે. સન્તાનો વીકાસ પામીને એમનું જીવન જીવતા થઈ ગયા હોય છે. તેથી તેમની ચીન્તા હોતી નથી. બેટા, શરીરનું આરોગ્ય સાચવીએ તો આપોઆપ આપણું મન તંદુરસ્ત રહે અને જીવનમાં આવતાં પરીવર્તનોને સહર્ષ સ્વીકારાય અને પ્રસન્નતાથી જીવી શકાય.’

‘પણ વૃદ્ધાવસ્થામાં શરીર અને મનની શક્તી ઓછી થઈ જાય છે, એવું આપણે જોઈએ છીએ.’ સુલયે કહ્યું.

અજયભાઈએ હેતથી કહ્યું, ‘બેટા, આપણું શરીર એક અદ્દભુત યંત્ર છે. અંદરનો બગાડ જાતે જ સાફ કરીને આપોઆપ નરવા થઈ જવાની કળા એ જાણે છે. અને આપણે આપણા શરીરને બરાબર સંભાળીએ તો જરાય વાંધો નથી આવતો. દરેક માણસ નીયમીતપણે કસરત કરે, યોગ અને પ્રાણાયામ કરે તો રોગ દુર રહે છે. જીવનશક્તી જળવાઈ રહે છે. ઉંમર વધે તેમ વૃદ્ધાવસ્થા તો આવે; પણ તમારે વૃદ્ધ થવું કે યુવાન રહેવું છે એ તમારે નક્કી કરવાનું છે.’

‘પપ્પા, તમે નીવૃત્ત થયા છો છતાં કંઈ ને કંઈ કામ તો કર્યા જ કરો છો. તમને કામ કરવામાં આટલો બધો રસ પડે છે? શી રીતે રસ ટકી રહ્યો છે ?’
‘બેટા, નીવૃત્તી એટલે નીષ્ક્રીયતા નહીં. માટે આપણને ગમતી કોઈ ને કોઈ પ્રવૃત્તી કરતા જ રહેવાનું, જેથી આપણી જીન્દગી આપણને બોજ ન લાગે. જીન્દગી નીરસ ન બની જાય.’

‘પણ, પપ્પા, તમે તો સમાજકલ્યાણની પ્રવૃત્તી કરો છો, કેટલી જવાબદારવાળી આ પ્રવૃત્તી છે તમારી ! સીધો પૈસા સાથે જ સમ્બન્ધ !’

‘દીકરા, જે સમાજ આપણને સલામતી આપે છે, આપણને સમૃદ્ધ રાખે છે, એ સમાજ માટે હું જે કંઈ કરું છું, એ કરવું જ જોઈએ. મારી આવડત અને અનુભવનો લાભ સમાજને મળે એ જ મારો સન્તોષ છે. સમાજ પાસેથી હું કોઈ લાભ કે નફાની અપેક્ષા નથી રાખતો. નીવૃત્તીકાળનો આ શ્રેષ્ઠ ઉપયોગ છે. તું જાણે છે કે વૃદ્ધાવસ્થા તો જીન્દગીનું સ્વર્ણીમ શીખર મનાય છે. એ સુવર્ણકળશની જેમ હમ્મેશાં ઝગમગવું જોઈએ.’

‘પપ્પા, અત્યારે અમારા વૃદ્ધત્વ માટે અમારે શી તૈયારી કરવી જોઈએ ?’ ઋતુજાએ પુછ્યું.

‘બેટા, શરીર અને મનને જાળવવાં. સૌથી પહેલાં તો તમે નકારાત્મકતાથી દુર રહો. શરીર કે મનમાં કચરો ન નાખો. કોઈ પણ પ્રકારના ક્લેશ, અસંતોષ, નીરાશા, ઉદાસીનતા, હતાશાને મનમાં ઉગવા જ ન દો. આપણા રોજીન્દા જીવનમાં ક્યારેક એવી ઘટના ઘટે છે કે આપણને નુકસાન પણ થાય; પણ એ નુકસાનનો વીચાર જ નહીં કરવાનો. નુકસાન કે વીષાદની પળોમાંય સ્વસ્થ રહો. વૃદ્ધત્વ આવ્યું એટલે હાર નહીં માની લેવાની. આપણે આપણી જાતમાં ભરોસો રાખવાનો, આપણા અનુભવોએ આપણને જે જ્ઞાન અને પરીપક્વતા આપી છે એનો પુરો લાભ લેવાનો. આપણા સમગ્ર લાગણીતંત્રને હકારાત્મકતાથી ભરી દેવાનું, નીર્ભય રહેવાનું, મક્કમ રહેવાનું અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની. વીશ્વના શુભ–મંગલ તત્ત્વમાં વીશ્વાસ રાખવાનો અને પ્રસન્નતાથી જીવવાનું.’

ઋતુજાએ પુછ્યું, ‘પપ્પા મારી મમ્મી આનંદમાં રહે છે; પણ હમણાં હમણાં એની યાદશક્તી ક્ષીણ થતી જાય છે. તેથી એ મુંઝાય છે, તો એના માટે શું કરવું ?’

‘બેટા, ઉંમર વધે તેમ મગજ નાનું થતું જાય છે. બ્રેઈન સેલ્સ ઘટી જાય છે, ક્યારેક લોહી બરાબર પહોંચતું નથી. તેથી યાદશક્તી ક્ષીણ થતી લાગે; પણ એના માટે ઉપાય કરવાના. યોગ કરો, પ્રાણાયામ કરો, બ્રેઈન ટૉનીક જેવા કે શંખપુષ્પી ચુર્ણ, આમળાં વગેરે લો. દવાને ખોરાક ન બનાવો; પણ ખોરાકને દવા બનાવો. આહાર–વીહારમાં તકેદારી રાખીએ તો શરીરનો ઘસારો પુરાઈ શકે છે. દુધ, દુધની બનાવટ, તાજાં ફળો, લીલાં શાકભાજી, બદામ, પીસ્તા, કાજુ, અખરોટ, તલ, મગફળી લેવાથી શરીરને થતો ઘસારો અને ઈજાને પહોંચી વળાય છે. હૃદયના સ્નાયુને સંકોચન કે પહોળા થવાની ક્રીયામાં વીટામીન ડી મદદ કરે છે. વીટામીન ડી હાડકાંને મજબુત કરે છે. આપણાં હાડકાં મજબુત હોય એ જરુરી છે. આપણી રોગપ્રતીકારક શક્તી અકબંધ રાખવામાં વીટામીન ડી મદદ કરે છે. પરન્તુ જેમ ઉમ્મર વધે તેમ શરીરમાં વીટામીન ડી ઓછું બને છે. માટે બહાર સુર્યપ્રકાશમાં ફરવું જોઈએ, કુમળા તડકામાં બેસવું જોઈએ. તડકો મળતાં શરીર આપોઆપ જરુરી વીટામીન ડી બનાવી લેશે. આપણા શરીરની ઉણપો વીશે સમજીને તે પુરવા પ્રયત્ન કરવો જોઈએ.’

ઋતુજા બોલી, ‘પપ્પા, હું ભણતી હતી ત્યારે આ બધું ભણવામાં આવતું હતું; પણ એ તો હું પરીક્ષાની દૃષ્ટીએ યાદ રાખતી હતી. આ બધી જાણકારી જીવનમાં ઉતારવાની સુઝ ન હતી. પરન્તુ અત્યારે સમજાય છે કે શું ખાવું ને શું ન ખાવું, કયો ખોરાક લેવાથી ક્યા અંગને પોષણ મળે છે, એ વખતથી જ જો એક સમજ કેળવાઈ હોત તો શરીર કેવું તંદુરસ્ત હોત !’

‘અરે બેટા, તમે નાનપણમાં ખુલ્લી હવામાં, કુમળા તડકામાં દોડાદોડ કરી હોત, મેદાનમાં રમતો રમ્યાં હોત તો તમારા શરીરનો બાંધો સુદૃઢ હોત. જુઓ, હું પંચ્યાશી વર્ષનો થયો; પણ બાગકામ બધું કરી શકું છું ને ! પણ કોઈ વાતનો અફસોસ નહીં કરવાનો, જાગ્યા ત્યારથી સવાર. હવે આજથી, આ ક્ષણથી તબીયતની કાળજી લો, અને પ્રસન્નતાથી જીવો. આપણને જે મળ્યું છે એને સ્વીકારો અને ખુશ રહો.’

‘પપ્પા, હવે અમે વૃદ્ધત્વથી ગભરાઈશું નહીં; પણ જાગ્રત થઈને પુરા મનથી વૃદ્ધત્વને વધાવીશું.’ ઋતુજા બોલી. સુલયે હસીને મૌનપણે પપ્પાની વાત પર મહોર મારી.

– અવન્તીકા ગુણવન્ત
જુલાઈ, 2014ના ‘અખંડ આનંદ’ માસીકમાંથી સાભાર.. લેખીકા અને ‘અખંડ આનંદ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :
અવન્તીકા ગુણવન્ત,
‘શાશ્વત’ – કે. એમ. જૈન ઉપાશ્રય સામે, ઓપેરા સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ–380 007
ફોન–(079)2661 2505

ઈ–મેઈલ – avantika.gunvant@yahoo.com

‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષ : બારમું – અંક : 356 – 04 September, 2016
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકન :

ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

 

( 950 ) બે વર્ષની ત્રિશાનો સૌને સંદેશ ..અંગદાન મહાદાન ……બે સત્ય ઘટનાઓ

trisha-1

જન્માષ્ટમીના સૂર્યોદય પહેલા ‘ત્રિશા’ અંગદાન કરી જગત માટે દાખલો બેસાડતી ગઈ

રાજકોટ- જગત જ્યારે જન્માષ્ટમીના દિવસે આનંદ ઉત્સાહમાં મગ્ન હતું ત્યારે એક ઘટના રાજકોટની એક ગોકુલ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આકાર લઈ રહી હતી જે સમસ્ત માનવ સમાજ માટે ઉદાહરણરૂપ તથા દિશાદર્શક રહેશે.

આ ઘટનાની મધ્યમાં એક 2 વર્ષની બાળકી જેનું નામ ત્રિશા રવિભાઈ ગોસલિયા છે, તેના પરિવારજનો- પિતા રવિભાઈ, કાકા આશિતભાઈ અને દાદા અતુલભાઈ છે.

ઘટના કાંઈક આમ બની કે 23 ઓગસ્ટે બપોરે 3.30 કલાકે આ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે ડોક્ટરની ઓફીસમાં ફોન કર્યો, સર, બે વર્ષની બાળકી ત્રીજા માળેથી પડી ગઈ છે અને આપણી હોસ્પિટલની પાછળની શેરીના ફ્લેટમાં રહે છે. તેને તાત્કાલિક ઈન્ક્યુબેટ કરવી પડે તેમ છે આપ આવો તેના શ્વાસોશ્વાસ ખૂબ જ ખરાબ છે તથા હાથપગ ચલાવતી નથી.

ડોક્ટરે તરત દોટ મુકી ઈમર્જન્સી રૂમમાં જોયું તો બાળકી ખૂબ જ ગંભીર રીતે ઘવાયેલી હતી, તેના માતાપિતા સહિતના પરિવારજનોનું આક્રંદ કાળજુ કંપાવી નાંખે તેવું હતો તથા કાકા હતપ્રત સ્થિતિમાં હતા. તેઓને મેડિકલ પરિસ્થિતિથી વાકેફ કરાઈ રહ્યા હતા અને તે આઘાત સાથે સાંભળી રહ્યા હતા.

ત્રિશાના કાકાએ કહ્યું ડો. મોઢાને બોલાવો તે ક્યારે આવશે વારંવાર તેઓ આવી આજીજી કરી રહ્યા હતા ત્યાં હાજર અન્ય સ્ટાફની આંખમાં પણ તેમની આજીજીથી આંસુ સરી પડ્યા હતા. સ્ટાફે ડો. મોઢાને વાત કરતા તેમણે સીટી સ્કેન બ્રેઈન તથા ચેસ્ટની સૂટના આપી અને કહ્યું કે ત્યાં સુધી હું હોસ્પિટલ પહોંચું છું.


trisha-2ત્રિશાને સ્ટાફે કૃત્રિમ શ્વાસોશ્વાસ સાથે સીટી સ્કેન માટે મોકલી, સીટી સ્કેન દરમિયાન મગજમાં ખૂબ જ ગંભીર પ્રકારનું હેમરેજ હતું અને સોજો હતું તેવું જાણવા મળ્યું. રિપોર્ટમાં વધુમાં મગજનું હાડકું મગજમાં બેસી ગયું હોવાનું નિદાન થયું. તે દરમિયાન ત્રિશાના ધબકારા ઘટવા લાગ્યાં તેથી તાત્કાલીક તેને આઈસીયુમાં શિફ્ટ કરી.

ડો. મોઢા આવ્યાં અને તેમણે સીટી સ્કેન જોઈને ત્રિશાના કાકા અને દાદાને કહ્યું આ બાળકી માટે કોઈપણ જાતનું આપણે ઓપરેશન કરી શકીએ તેમ નથી તથા મગજની ઈજા જીવલેણ છે.

ત્રિશાને આઈસીયુમાં લાઈફ સપોર્ટીંગ સીસ્ટમ ઉપર તથા દવાઓના પંપ ઉપર સારવાર કરવામાં આવી અને બીજા દિવસે એટલે કે સાતમની સવારે લગભગ ત્રિશાની તબીયતનું ચિત્ર ખૂબ જ આઘાતજનક હતું. ડો. મોતીવારસ, ડોક્ટર મોઢા અને અન્ય નિષ્ણાતો એક તારણ પર આવ્યા કે ત્રિશા બ્રેઈન ડેડની ખૂબ જ નજીક છે અને તે પરિસ્થિતિથી તેના કાકા તથા અન્ય પરિવારજનોને વાકેફ કર્યા.

આ ચર્ચા દરમિયાન ડો. મોતીવારસે ટીમ વચ્ચે એક વિચાર મુક્યો કે આપણે બાળકીના પરિવારજનોને ઓર્ગન ડોનેશન એટલે કે બે વર્ષની ત્રિશાના અંગોના દાન વિશેની માહિતી આપવી તે આપણી ફરજ છે તથા આપણે ત્રિશાના વાલીઓને ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિ લાવવા આપણી ફરજના ભાગ રૂપે તેમને સમજાવીએ.

તબીબી ટીમે ત્રિશાના વાલીઓને પાછા આઈસીયુમાં બોલાવ્યા અને તેમને ઓર્ગન ડોનેશન અંગે માહિતગાર કર્યા. ત્રિશાના અંગો બીજા બાળકને જીવનદાન આપી શકે છે. તેવું જણાવતા જ તબીબી ટીમને જાણે ઈશ્વરીય સ્ફૂર્તિના દર્શન થયા હોય તેમ તેઓના જવાબમાં ત્રિશાના કાકાએ કહ્યું સાહેબ અમે અંગદાન કરવા તૈયારી છીએ તમે તૈયારી કરો.

આવો જવાબ અસંખ્ય દર્દીઓના સગાઓને અંગદાન માટે સમજાવ્યા બાદ ભાગ્યે જ મળતો હોય છે. તબીબી ટીમે અમદાવાદ આઈકેડી (ઈન્સ્ટીટ્યૂટ ઓફ કીડની ડીશીઝ)ની ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડોક્ટર ડો. પ્રાંજલ મોદી તથા ડો. હિમાંશુને જાણ કરી તેઓએ ચેકલીસ્ટ આપ્યું તે પુરું કર્યું તથા બાળકીના લોહીના નમૂનાનો એક સેટ સ્પેશીયલ વાહનમાં અમદાવાદ આઈકેડીની લેબમાં પહોંચતો કરવા સૂચના અપાઈ.


trisha-3દરમિયાન બાળકીના મગજનો ઈસીજીનો અભ્યાસ કરી ડો. મોઢાએ તેને બ્રેઈન ડેડ જાહેર કરી અને તેની નોંધ કેસ પેપરમાં કરી.  અતિ કરૂણ અને હૃદય દ્રાવક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ આઈકેડીના ટીમ ડોક્ટરનો ફોન આવ્યો કે ત્રિશાના વાલી સાથે વાત કરાવો તથા કીડનીના જરૂરિયાતમંદ બાળક છે પણ લીવરનું નથી તેથી આપણે લીવર નહીં લઈએ.

આ વાર્તાલાપ અંગે ત્રિશાના કાકાને અવગત કરવામાં આવ્યા અને ડો. પ્રાંજલ મોદી સાથે વાત કરાવામાં આવી. ત્યાં બ્લડ સેમ્પલ પહોંચાડ્યા બાદ ટ્રાન્સપ્લાન્ટ ટીમ ત્યાંથી રવાના થઈ અને રાત્રે 12.00 કલાકે ગોકુલ હોસ્પિટલ પહોંચી.

આઈકેડીની ટ્રાન્સપ્લાન્ટ ટીમે ત્રિશાના સગા સાથે વાત કરી અને આશરે 12.30 કલાકે ઓપરેશન થીયેટરમાં બંને કીડની, બરોડ અને ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. જન્માષ્ટમીના સૂર્યોદય પહેલા ત્રિશા જગત માટે દાખલો બેસાડતી ગઈ હતી.

ત્રિશાની બંને કીડનીઓ “કળશ મોહનસિંહ ચૌહાણ”નામના અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા 7 વર્ષીય બાળકમાં પ્રત્યાર્પણ કરવામાં આવી અને હાલ તે બાળકની તબિયત સારી છે. આ તબક્કે તેઓ મેડિકલ ક્ષેત્રના વડીલો વતી, સમાજના દર્પણ સમા મુખપત્રો અને તેમના પત્રકાર પ્રતિનીધિઓ વતી સામાજિક આગેવાનોએ દીકરી ત્રિશાને વંદન કર્યું હતું. તથા તેના પરિવારના મોભીઓનો આભાર માન્યો હતો. તબીબી ટીમ અને પરિવારજનોએ આશા વ્યક્ત કરી હતી કે જેમ આ પરિવારની જેમ અન્ય પરિવારો પણ અંગદાન રૂપી દાન કરી અન્યોને જીવનદાન આપે.

સૌજન્ય-ચિત્રલેખા.કોમ 

ઉપરના ત્રીશાના કીડની દાન જેવો જ એક કિશોર ઝીમરમેનના હૃદયદાનનો એક હૃદયસ્પર્શી કિસ્સો નીચેના વિડીયોમાં નિહાળો .

આવા બનાવો એ બતાવે છે કે માનવીમાં પડેલી માનવતા મરી પરવારી નથી.

Alj Jefferies: Fourteen year old Alj Jefferies meets family of his heart donor

 

( 949 ) ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય…. સંકલનઃ શ્રી વિનોદભાઇ માછી (નિરંકારી)/ મિચ્છામી દુક્કડમ

Ganesh art- vrpગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે.મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું,તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે.ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્‍યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

પુરાણોમાં કથા આવે છે કેઃમાતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ,તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો,તે જીવતું થયું.તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કેઃ કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી.હું સ્નાન કરવા બેસું છું.આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં.બરાબર તે જ સમયે કૈલાશ (કિલ + આસ  જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘેર તરફ ઉ૫ડ્યા.ઘેર આવીને જુવે છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી..અટકાવે છે.પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોન..? શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમને ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું.અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા.પાર્વતીજી પૂછે છે કેઃ તમે આ શું કરીને આવ્યા..? તો શિવજીએ કહ્યું કેઃ દ્વાર ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું.આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે.પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ(મસ્તક) શોધી લાવવા મોકલે છે.સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે.જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે તે ગણપતિ..! ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કેઃઆજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવો ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે.ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.

આ બધી વાતો રૂ૫કાત્મક છે.ખરેખર આવી કોઇ ઘટના બનેલી જ નથી,પરંતુ બુધ્ધિશાળીઓએ તેમાંથી સારગ્રહી ગૂઢતત્વનો ભેદ સમવજો જોઇએ.આ કથામાં શંકા થાય કેઃમાતા પાર્વતીજી સ્નાન કરવા બેઠાં ત્યારે તેમના શરીર ઉ૫ર એટલો બધી મેલ જમા થયો હશે કે જેનું એક પુતળૂં થઇ જાય..? ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઇએ કે આ મારો છોકરો છે..! તેમછતાં તેમને એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્ય બજાવી રહેલા છોકરાનો શિરચ્છેદ કરી નાખ્યો..? જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ના ચોટાડી શકે..? બિચારા નિર્દોષ પ્રાણીની હત્યા કેમ કરાવી..? અને માણસના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થાય ખરૂં..?

આ બધી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે કેઃ પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્‍ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ મહતત્વની રચના કરી.આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્તિ કહીએ છીએ..પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે.આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ-વિકાર થયો તે મહતત્વ(બુધ્ધિ)..તેમાંથી અહંકાર અને શબ્દ..સ્પર્શ..રૂ૫..રસ અને ગંધ…આ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશ)..પાંચ જ્ઞાનેન્દ્દિયો (આંખ..કાન..નાક..જીભ અને ત્વચા)..પાંચ કર્મેન્દ્દિયો (હાથ..૫ગ..મુખ..ગુદા અને ઉ૫સ્થ) અને મન. આમ,પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો પુરૂષ છે.આ બધામાં સૌ પ્રથમ મહતત્વ(બુધ્ધિ)નું નિર્માણ કરે છે.આ બુધ્ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જ હોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્તક ગોઠવે છે.ગણપતિનું મસ્તક હાથીનું જ બતાવ્યું છે કારણ કેઃ હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે.પ્રાકૃતિક બુધ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે..ઇન્દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે.યોગવશિષ્‍ઠ રામાયણમાં બે મન બતાવવામાં આવ્યાં છેઃ એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્થામાં ૫ડ્યું છે તે.. તે મનને જો જગાડી દેવામાં આવે તો તે ગણેશ થઇ જાય છે.

ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું..? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન..લાંબી સૂઢ..ઝીણી આંખો..મોટું પેટ..મોટું માથું..વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે..

ઝીણી આંખોઃ   

ઝીણી આંખો સૂક્ષ્‍મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્‍ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.પોતાની દ્રષ્‍ટ્રિ સૂક્ષ્‍મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

મોટું નાકઃ      

મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ.પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી  જોઇએ.કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક  બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

મોટા કાનઃ      

મોટા કાન બહુશ્રુત..ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.તેમના કાન સૂ૫ડા જેવા છે.સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા.વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી..

બે દાંતઃ        

ગણપતિને બે દાંત છે. એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે.માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે. ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે..

ચાર હાથઃ      

ગણપતિને ચાર હાથ છે.તેમાં અનુક્રમે અંકુશ..પાશ..મોદક અને આર્શિવાદ આપતો હાથ છે. અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.પાશ- એ જરૂર ૫ડ્યે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે.

મોદક –

જે મોદ(આનંદ) કરાવે તે..મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્‍ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે.એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે..

વિશાળ પેટઃ    

બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્‍ટ પ્રાપ્‍ત થાય છે.બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે..પોતાની આત્મકથા કહેતા હોય છે.હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે. તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ..

૫ગઃ            

તેમના ૫ગ નાના છે.નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે- તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે.

વાહનઃ ઉંદરઃ   

તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે. બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય. બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે..જે સારૂં હોય તે ચોરી લેવું..તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે.તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

વિવેક બુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે,એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્‍ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી,માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે. આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ..

 ઉંદર એ માયાનું પ્રતિક છે.ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે.

ગણપતિને દુર્વા(દાભ) ઘણી જ પ્રિય છે.લોકોને મન જેની કોઇ કિંમત નથી એવા ઘાસને પણ તેમને પોતાનું માન્યું છે અને તેની કિંમત વધારી છે.તત્વવેત્તાઓ જેનું કોઇ મહત્વ નથી, જેને કોઇ રાખતું નથી એવાને આશરો આપે છે,તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરીને જીવન જીવવાની પ્રેરણા આપે છે.આ દુર્વાને કોઇ રંગ કે સુગંધ નથી.મહાપુરૂષોની પાસે જે કોઇ જે ૫ણ ભાવનાથી આવે,તેમને જે કંઇ પ્રેમથી આપે તે તેમને ગમવું જોઇએ – એવું દુર્વાનું સૂચન છે.

ગણપતિને લાલ ફુલ પ્રિય છે.લાલ રંગ ક્રાંન્તિનો સૂચક છે.તત્વવેત્તા મહાપુરૂષોને દૈવી ક્રાન્તિ પ્રિય હોય છે.

ગણપતિની ઉ૫ર આપણે ચોખા (અક્ષત) ચઢાવીએ છીએ.અક્ષત એટલે જેનામાં ઘા નથી..જે ખંડીત નથી પણ અખંડ છે.મહાપુરૂષોની ૫ણ જીવન ધ્યેય માટે..પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઇએ.

ગણ૫તિને વક્રતુંડ કહે છે.રિધ્ધિ સિધ્ધિથી મુખ મરડીને ઉભા રહેનારને જ રીધ્ધિ સિધ્ધિ સાં૫ડે છે.વાંકા-ચૂંકા ચાલવાવાળાને..આડે અવડે રસ્તે જનારને જે દંડ આપે તે વક્રતુંઙ..

દરેક કાર્યની સિધ્ધિ માટે ગણ૫તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે.તત્વવેત્તાઓ અને શ્રેષ્‍ઠ મહાપુરૂષો સમાજના ગણ૫તિઓ છે.કોઇપણ કાર્યની સિધ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્‍ઠ પુરૂષોનું પૂજન કરવાથી..તેમને બોલાવવાથી..તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્ધ થાય છે.આધ્યાત્મિક દ્દષ્‍ટ્રિએ જોઇએ તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ(સમુહ) છે.આ ગણનો ૫તિ મન છે.કોઇપણ કાર્યને સિધ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ (મન) ઠેકાણે હોવો જોઇએ,એટલે મનને કાર્યના પ્રારંભ ૫હેલાં મન શાંત અને સ્થિર કરવું જોઇએ,જેથી કોઇ વિઘ્નો ઉભા થાય જ નહી અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય.

ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે…?

જે શાંત છે તેને અનંતમાં..સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ..સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે.જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે.ટૂંકમાં ગણ૫તિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ..બધા ૫રમાત્માના જ છે તેથી મારા ભાઇઓ છે..આપણું સૌનું દૈવી સગ૫ણ છે એટલું સમજવાનું છે.

સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે.

નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કેઃ તારે જો મારી પ્રાપ્‍તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુધ્ધ શૈવ બુધ્ધિની સ્થાપના કર..વાસના નહી..પરંતુ આ શુધ્ધ બુધ્ધિ જ શિવ(૫રમાત્મા)ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં ૫ણ ગણ૫તિની પ્રતિમા મુકવામાં આવે છે.

શિવ એટલે કલ્યાણ…શિવ પોતે અજન્મા..નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મ છે….!!! 

 

સંકલનઃ

શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)

મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,

ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)

E-mail: vinodmachhi@gmail.com

GANESH SCULPTURE IN PALITANA JAIN TEMPLE 

GANESH SCULPTURE IN PALITANA JAIN TEMPLE

                                 મિચ્છામી દુક્કડમ

દર વર્ષે ગણેશ ચતુર્થી અને જૈનોનું પર્યુષણ પર્વ સાથો સાથ આવતા હોય છે.પર્યુષણ પર્વને અંતે જૈન ભાઈ-બહેનો એક બીજાને હેતથી મિચ્છામી દુક્કડમ કહીને હળે મળે છે.

અગાઉની નીચેની પોસ્ટમાં આ વિષે વધુ ….

મિચ્છામી દુક્કડમ -જૈન ધર્મનો અપનાવવા જેવો ક્ષમાપના નો ગુણ

( 948 ) શ્રી રીતેશ મોકાસણા અને એમની ગુજરાતી ફિલ્મ “ઓલ્વેઝ રહીશું સાથે ” – એક પરિચય

 કૈંક નવું કરવાનાં સ્વપ્ન જેને બરાબર સુવા ના દે એનું  નામ જ યુવાની. આવા એક સ્વપ્ન દ્રષ્ટા ગુજરાતી યુવાન શ્રી રીતેશ મોકાસણાનો અલ્પ ઝલપ પરિચય વિનોદ વિહારની કોઈ પોસ્ટમાં એમના પ્રતિભાવથી હતો પણ એમની દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ”ઓલ્વેઝ રહીશું સાથે ” વિષે એમના ઈ-મેલ મારફતે જાણી એમનો વધુ પરિચય મેળવીને ખુબ આનંદ થયો.

રીતેશ જણાવે છે એમ આ ફિલ્મના મૂળમાં એમના બ્લોગને લીધે બે ગુજરાતી બ્લોગરોનો અનાયાસે થયેલ પરિચય છે એમાં જરા પણ અતિશયોક્તિ નથી. આ ફિલ્મના ડીરેક્ટર યુવરાજ જાડેજા અને નિર્માતા રીતેશ બંને એમના બ્લોગને લીધે મિત્રો બન્યા અને પહેલી જ મુલાકાતમાં એમણે સાથે ફિલ્મ બનાવવાનું નક્કી  કર્યું.આમ બે નવ લોહિયા સ્વપ્નશીલ બ્લોગર મિત્રોનો અનાયાસે થયેલ પરિચય એક નવતર અર્બન ગુજરાતી ફિલ્મ”ઓલ્વેઝ રહીશું સાથે “ના સર્જનમાં પરિણમ્યો.

આ ગુજરાતી ફિલ્મ શ્રી રીતેશ મોકાસણા લિખિત પુસ્તક “મારી ઉમ્મર તને મળી જાય “થી પ્રેરિત છે.આ ફિલ્મનું નિર્દેશન એમના બ્લોગર મિત્ર શ્રી યુવરાજ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે.

FILM : Always Rahishu Saathe

Producer-Writer : Ritesh Mokasana

Director : Yuvraj Jadeja

Star cast : Bharat Thakkar, Sonali Nanavati, Umang acharya, Tillana desai Harsh Vyas etc.

All stars belong to Theatre/Drama. 

આ ફિલ્મનું મ્યુઝીકલ  લોન્ચ થયું એ વખતનો અખબારી અહેવાલ નીચે પ્રસ્તુત છે જેમાં આ ફિલ્મની વિગતે માહિતી આપવામાં આવી છે .

Ritesh mokaana- Press news

આ ફિલ્મને અમેરિકા રહેતા ગુજરાતીઓ પણ જુએ એ માટે શ્રી રીતેશભાઈ ખુબ ઉત્સુક છે.આ  વિષે એમના ઈ-મેલમાં તેઓએ લખ્યું છે કે …

મુરબ્બી શ્રી
કુશળ હશો !
રમેશભાઈએ, મારા વિષે તમને લખેલું તે સંદર્ભે આપને ઇ-મેઇલ કરું છું.

ફિલ્મ વિષે જણાવું તો ફિલ્મ ઓલવેયઝ રહીશુ સાથે એક મેડિકલ ડ્રોપ બ્રેક વાળી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.જેમાં સ્કૂલમાં સાથે ભણતા બે પ્રેમીનો અધૂરો પ્યાર હોસ્પિટલમાં ફરી જીવંત બને છે. દર્દી ને ડોક્ટર સાજી કરવા ચેલેન્જ ઉપાડે છે અને ફરી દર્દી-ડોક્ટરને સારો કરવા પ્રેમિકા ચેલેન્જ ઉપાડે છે.

ફિલ્મને સિનેમા હોલમાં રિલીઝ કરવા માટે ઘણી મહેનત માંગે છે. મેં અહીંયાં કતારમાં ટ્રાય કરેલો પણ પછી અમે એક ક્લબના સિનેમા હોલમાં મુવી બતાવેલું. ફિલ્મ ને મોટા હોલમાં પ્રોજેક્ટર પર પણ બતાવી શકાય,જે એકદમ સરળ રસ્તો છે. ગુજરાતીઓએ પહેલી વાર ગુજરાતી મુવી જોયેલું. મિત્રો બહુ ખુશ થઇ ગયેલા.

બીજું એ પણ હતું કે આ ફિલ્મ નીટ એન્ડ ક્લીન ઇમેજ વાળી એક પારિવારિક ફિલ્મ છે. ઘણા નોન ગુજરાતી મિત્રોએ પણ આ ફિલ્મ જોયેલી અને ગમેલી.

તમે જે રીતે પણ ફિલ્મને ત્યાં રજુ કરશો તેમાં હું ખુશ છું. મારો ધ્યેય એટલો જ કે ત્યાંના બધા મિત્રો ફિલ્મ જુએ, વળતર રૂપે મને જે મળશે એમાં હું સંતોષ માનીશ.

એમના એક બીજા ઈ-મેલમાં યુ ટ્યુબમાં ફિલ્મનું ટ્રેલર,ટીઝર અને સોન્ગ્સ છે તથા ફેસબુક પર મુકેલા ચિત્રોની લિંક એમણે આપી હતી એ પણ નીચે સૌની જાણ માટે આપેલ છે જેના ઉપરથી આ ગુજરાતી ફિલ્મની  ગુણવતાનો પરિચય મળી રહેશે.