ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 963) શ્રી નરેન્દ્ર મોદી શા માટે અભિનવ ‘ચાણક્ય’ કહેવાય છે.?
ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાની ઘણા લોકો ટીકા કરતા હોય છે.કોંગ્રેસના રાહુલ ગાંધી અને અન્ય વિરોધ પક્ષોએ એમની વિદેશ યાત્રાની ઘણી વાર ટીકા કરી છે.બિહારી બાબુ લાલુ યાદવએ તો એક વાર એમને ભારતના એન.આર.આઈ. વડા પ્રધાન કહીને ટોણો માર્યો હતો.
આ લેખ વાંચ્યા પછી તમને શ્રી નરેન્દ્ર મોદીની એમની વિદેશ યાત્રાઓ પાછળની ચાણક્ય નીતિ અને એમની કુનેહનો અંદાઝ આવી જશે.તા.૨૫મી મે ૨૦૧૪ ના રોજ એમની શપથ વિધિ પ્રસંગે બધા જ પડોશી દેશો – સાર્કના સભ્ય દેશો -ને શ્રી મોદીએ નિમંત્ર્યા હતા ત્યાંથી જ એમની રાજકીય કુનેહની શુભ શરૂઆત થઇ હતી.દેશ અને વિદેશના લોકોએ મોદીની આ ચાણક્ય નીતિની પ્રસંસા કરી હતી.
ફેસ બુકમાંથી પ્રાપ્ત આ લેખ વાંચ્યા પછી વાચકોને પ્રતીતિ થઇ જશે કે “શ્રી નરેન્દ્ર મોદી શા માટે અભિનવ ‘ચાણક્ય’ કહેવાય છે..?”
વિનોદ પટેલ
નરેન્દ્ર મોદીજી શા માટે અભિનવ ‘ચાણક્ય’ કહેવાય છે..?

(મેસેજ વાંચતી વખતે એશિયાનો નકશો હાથવગો રાખજો)
Asia Map

🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
ભારતના પરંપરાગત શત્રુઓ,પાકિસ્તાન, ચીન અને હાલની નેપાળની ‘પ્રચંડ’ વાળી કમ્યુનિસ્ટ સરકાર..
આ તમામ ઉપરાંત ફક્ત મુસ્લિમ કન્ટ્રી હોવાનાં કારણે જ પાકિસ્તાન ગલ્ફ કઁટ્રીઝ, કે જે આપણને મેક્સિમમ પેટ્રોલ સપ્લાય કરે છે, તેની પાસે ઈમોશનલ કાર્ડ ખેલે તે પણ જોવાનું..
જુઓ, કે તમામ રીતે સુરક્ષિત ગેમ ખેલવા મોદી એ શું શું કર્યું.
જેમ ચીન આપણને ચારે બાજુથી ઘેરવા માટે ચાલ ચાલે છે,તે જ રીતે,તેના જવાબ રૂપે મોદીજી સર્વપ્રથમ ભૂટાન અને ત્યારબાદ ચીન ની ઉત્તરી સીમા પર આવેલ તથા જેને ચીન સાથે સખત અણબનાવ છે તેવા ગરીબ દેશ મોંગોલિયા ની મુલાકાતે ગયા. તેને અન્ય ગુપ્ત સહાય ની સાથે ભારતમાં નિર્મિત ‘પરમ’ નામના સુપર કોમ્પ્યુટરની ભેટ આપી. ભારતની પોતાની મોટાભાગની સીમાઓ, LOC- મેકમોહન રેખા, વગેરે, એક યા બીજી રીતે વિવાદાસ્પદ છે.તેથી (મોદીજી ના કહેવા મુજબ ભારતનાં BSF જવાનો ને બોર્ડર પરની સાચી ટ્રેનિંગ નથી મળી શકતી..!!
જયારે સામે પક્ષે મોંગોલિયાની પોતાની બહુ મોટી સરહદ ચીન સાથે ફેલાયેલી છે.
એટલે
બોર્ડર સિક્યુરિટીની ટ્રેનિંગના બહાને આજે ભારતનાં 10,000 થી વધુ જવાનો મોંગોલિયા માં છે એ વાત કેટલા લોકો જાણે છે..?
👊🏼 ચીનના પૂર્વ કિનારે આવેલા અને ચીન નાં પરંપરાગત શત્રુ જાપાનની મુલાકાત, તેના PM શીંજો ઍબે સાથે મોદીજીની મિત્રતા અને જાપાન સાથેનાં આપણાં આર્થિક-સામરિક-સ્ટ્રેટેજીક સંબંધો વીશે કોણ નથી જાણતું !!
👊🏼 ચીનની દક્ષિણ બાજુએ આવેલા વિયેટનામની મોદીજીની મુલાકાત, તેની સાથે એસ્સાર અને અંબાણી ગ્રુપનાં ‘ઓઇલ સમજોતા’ અને આપણી આર્મી એ ત્યાં ગોઠવેલી બ્રહ્મોસ મિસાઇલોની જાણકારી તમને હશે જ..
👊🏼 બર્મા પાસેથી, ચીને તેને ડરાવી ને આંચકી લીધેલ અને હિંદમહાસાગરમાં આંદામાન નિકોબાર ટાપુ પાસે તેની નેવી એ ડેવલપ કરેલો ‘કોકો ટાપુ’ આપણાં માટે ખતરો હતો.
પણ, એશિયા પેસિફિક કન્ટરીઝની સમિટ વખતે બર્મા ગયેલા મોદીજી એ બર્મા પાસેથી ત્રણ અન્ય ટાપુ ‘ડેવલપ (!!)’ કરવા માટે ‘ખરીદી’ લીધા, કે જે કોકો ટાપુને ત્રણ બાજુએ થી બ્લોક કરે તેવી પોઝિશનમાં છે.👍🏻
👊🏼 ચીનની અવળાઇ નો ભોગ બનેલા, ચીનની પશ્ચિમ બાજુએ આવેલા, જુના સોવિયેત યુનિયન માંથી જુદા થયેલા કઁટ્રીઝ..
કઝાકસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજીકિસ્તાન વગેરે દેશો ની મુલાકાત લઈ ને તેઓ સાથે સ્ટ્રેટેજીક રિલેશનશીપની હારોહાર અફઘાનિસ્તાન ને સાંકળતી ભારત સુધી ની તેલ-ગેસ પાઇપલાઇન ના કરાર કર્યા..
👊🏼 ચીને પાકિસ્તાન સાથે મળી ને ભારતને પશ્ચિમ બાજુથી ઘેરવા અને હિંદ મહાસાગર સુધી પોતાની ઘૂસ મારવા ચીનથી બલુચિસ્તાનનાં ગ્વાદર બંદર સુધી રસ્તાની કોરીડોર બનાવી અને તે બંદર ને રીતસરનું હાઇજેક કરી ને ત્યાં પોતાનું નેવીબેઝ વિકસાવે છે.
પણ
મોદીજી એ ઈરાન ની મુલાકાત લઈ અને ગ્વાદર થી ફક્ત 75 નોટિકલ માઇલ પશ્ચિમે આવેલું ચાબહાર પોર્ટ વિક્સાવવાનો કોન્ટ્રાક્ટ ભારતનાં ખાતે જમા કરાવ્યો અને સાથે સાથે છેક રશિયા થી કઝાકસ્તાન-ઉઝબેકિસ્તાન-અફઘાનિસ્તાન થઇ ને ચાબહાર સુધી 8 લેન રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ સંપૂર્ણ ભારતીય કંપનીને અપાવ્યો.
રશિયાને હિંદ મહાસાગર સુધી ‘ઘૂસ’ મરાવી, ચીન-રશિયા ને સામસામે મૂકી દીધા..
બેઉ બળિયા એકમેકના પલ્લા સમતોલ રાખ્યા કરશે..
ને ભારત ને એડનના અખાતમાં મજબૂત સ્થિતિમાં લાવી દીધું..
ભારતનો યુરોપનાં દેશો સાથેનો વેપાર આ જ રસ્તેથી વધુ થાય છે.
ઉપરાંત,
બલુચિસ્તાનમાં પાકિસ્તાનનાં જુલ્મોની વાત વિશ્વ સમક્ષ મૂકી ને ચીન-પાકિસ્તાન ના મનમાં *જાજી ખટપટ કરશું તો બલુચિસ્તાન હાથમાંથી જશે અને ત્યાં કરેલો જબરો ખર્ચ માથે પડશે એવો ભય પેદા કરીને છાનામાના છપ્પ કરી દીધા..
👊🏼 રો નાં જાસુસોએ શ્રીલંકા માં ગત વર્ષની ચૂંટણી દરમિયાન ‘ફાટફૂટ’ અને લાંચ આપી ને નેતાઓને ખરીદી લેવા સહિતનાં જબરદસ્ત અભિયાન ચલાવી ને ભારત વિરોધી સરકારને ઘરભેગી કરી અને ભારત તરફી સત્તા આણી.
મહીંદા રાજપક્ષેની સરકારે ચીન સાથે કરેલા પોતાના સી-પોર્ટ વાપરવાની મંજૂરી અને અન્ય ભારત વિરોધી નિર્ણયોને નવી સરકારે રદ કર્યા..!!
આમાં ચીન ત્યાં છેટે બેઠા કંઈ ન કરી શક્યું.
ઘરઆંગણે નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોને,
નેપાળ_ભૂટાન_બર્મા_ભારત અને બાંગ્લાદેશ ની સંયુક્ત
ફ્રી ટ્રેડ ઇકોનોમી કોરીડોર ની મધલાળ ઉપરાંત
સામ-દામ-ભય-ભેદ-લાભ-સપના
વગેરેની મદદથી પોતાના બનાવ્યા, કહો કે પાંસરા કર્યા..
બાંગ્લાદેશ સાથેનો સીમા વિવાદ કાયમ માટે હલ કર્યો.
તાલિબાનો અને પાકિસ્તાન થી પીડા ભોગવતું
અને ભારત તરફથી અનેકવિધ આર્થિક સહાયની સાથે સાથે લશ્કરી માર્ગદર્શન પણ મેળવતું અફઘાનિસ્તાન તો લાંબા સમયથી મિત્રતા નિભાવે છે.
ગઈ સાર્ક સમિટ વખતે તેના વડાપ્રધાન સાથે મોદીજી એ લાંબા સમય સુધી મંત્રણા કરી હતી..
ચીન ને ફક્ત પોતાના લાભમાં જ રસ છે.
ચીન ના માલસામાનનું ભારતમાં બહુ મોટું બજાર છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના આંતરિક મામલા જેવા
જમ્મુ-કશ્મીર, સિંધુ જળવિવાદ, આતંકવાદ, સીમાવિવાદ વગેરે પ્રશ્નો બાબતે પાકિસ્તાન જેવા ભિખારી દેશ નો સાથ આપીને ચીન ભારતમાંનું પોતાનું બજાર હાલ તો તોડી નાખવા નથી માંગતુ.
સાઉદી અરેબિયા માં ચાલતા લગભગ તમામ ‘પ્રોજેક્ટ’ માં ભારત ના કામગારોની સંખ્યા બહુ મોટી છે.
9/11 બાદ અમેરિકામાં ચાલતા સાઉદી અરેબિયા નાં કાળઝાળ વિરોધ બાદ અરબી સમુદ્ર રિજન માં અરેબિયા ની લાઈફ લાઈન જેવા ઓઇલ અને અન્ય એન્જીનીયરીંગ મિરેકલ્સ ને મૂર્તિમન્ત કરી આપે એવો
‘સ્કિલ્ડ & ચિપ મેન પાવર’
ભારત સિવાય કોણ આપી શકે..?
ત્યાંની મુલાકાત વખતે મોદીજી એ આવા પોઇન્ટસની એવી તો ગોળી પીવરાવી કે આરબ શેખો શ્રીનાથજીની આરતી ઉતારતા થઇ ગયા
ને ક્યારે પાકિસ્તાન ને સપોર્ટ કરવાનું ભૂલી ગયા એની તેઓને પોતાને પણ ખબર ન રહી..
અમેરિકા નું આર્થિક સંકટ અને ભારતીય CEOs નો અમેરિકન કંપનીઓ પરનો પ્રભાવ, ભારતનું મૂક્ત અર્થતંત્ર અને વિશાળ બજાર, સોફ્ટવેર તાકાત, ચીન ને નાથવા માટે ભારતની જરૂરિયાત અને મોદી-ઓબામા ની ભાઇબંધીએ અમેરિકા નો ભારત વિરોધી ચંચુંપાત ઓછો કર્યો.
યુનો ની પાંચ દેશોની કાયમી સમિતિ નો એક દેશ, કે જેની મંશા કળાતી નહોતી.. એ ફ્રાન્સ સાથે ‘રાફેલ’ નો સોદો કરી ને કળ થી ભારત પ્રત્યે તટસ્થ બનાવ્યો..
મોદીજી એ આફ્રિકન દેશો ની સમિટ બોલાવીને તેને ભારતની તાકાત અને અનિવાર્યતા સમજાવી.
નતિજો : ભારત માટે હવે અરબી સમુદ્ર સલામત મેદાન..
પાકિસ્તાનમાં આયોજિત થનાર સાર્ક શિખર સંમેલન ની, પોતાના મિત્ર બનાવેલા
ભૂટાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ની મદદ થી ‘હવા’ નીકાળી દીધી..
આ તમામ કર્યો ફક્ત બે જ વર્ષનાં સમયગાળા માં..
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
હવે સમજાયું કે મોદીજી “ચાણક્ય ” કેમ કહેવાય છે..?
હવે સમજાયું કે POK માં ભારતે કરેલા ઍક્શનનો વિરોધ કેમ ન થયો..?
એવી પરિસ્થિતિ પેદા કરી, કે જો કહે કે – હા.. ભારતે હુમલો કર્યો હતો, તો પોતાને ત્યાં આતંકવાદીઓ હોવાનું પૂરવાર થઇ જાય..
અને
જો ના પાડે તો પાક સેનાનું મનોબળ ભાંગી જાય..
આ બધા કાર્યો કરવા માટે બુદ્ધિ, શક્તિ, લગન, દેશપ્રેમ, મહેનત, આત્મવિશ્વાસ અને ચારિત્ર્યની શુદ્ધતા જોઈએ..
છે કોઈ અન્ય નેતા માં..???
એસી રૂમ માં પાન ચાવતા ચાવતા મોદીજી ની વટતા રહેતા ફાંદાળા શુરવીરો ની કોઈ ઓકાત નથી દેશ વીશે સલાહ આપવાની..
આ દેશને સંભાળવા માટે એક સીધી સાદી ગુજરાતી નારી, હીરાબેન નો વીર સપૂત કાફી છે.

આ મહામાનવ ને સાથ આપો..
કમ સે કમ એની બદબૉઈ ન કરો..

સાભાર- શ્રી હરેન્દ્ર દવે/શ્રી ચીમન પટેલ (ઈ-મેલમાંથી )
Like this:
Like Loading...
Related
Modijine sadar vandan sahit khoob khoob abhinandan.Tika ane badboi karanara samji jaya ke kasoti kanchan-nij thay kathir nahi. Tikaona tapama tapine vadhare shuddhi thashe.
Boori najarvale tera muh kala
LikeLike
“આ મહામાનવ ને સાથ આપો..
કમ સે કમ એની બદબૉઈ ન કરો..”
બસ સૌએ આટલું જ કરવાનું છે.
LikeLike
Liked.
LikeLike
સુંદર પ્રેરણાદાયી માહિતી
LikeLike
It is perfect.We must support him by not distorting his image. India has been unfortunate for many years, now nature has given a true ‘saput’ if we indians can do propagate right work and his ideas to his opponents we will be lucky to be steered in right direction; otherwise we should cry thru our generations. It is best time to work in tendum to bring our nation at par or bettet than that by following small need like cleanliness and observing law.
LikeLike
છે એ તો હિરાબાનો હિરો ને ભારતનો પ્રધાનમંત્રી વિરો
મંત્રણા માટે સજાગ પુરો ને સર્જિકલ સ્ટ્રાઇકનો છે શુરો
LikeLike
No doubt he is a great leader and we Indians are lucky to have him as our Prime minister. We must support him. we are really proud of you Modiji.
LikeLike