Daily Archives: નવેમ્બર 2, 2016
ઓબામાના માઠા દિવસો
હૉલીવૂડ કી બાતેં – જય ફર્નાન્ડિસ
એવું કહેવાય છે કે ઈશ્વર એક દરવાજો બંધ કરી દે ત્યારે બીજો ખોલી નાખતો હોય છે. બે ટર્મ સુધી મહાસત્તા અમેરિકાનું પ્રમુખપદ શોભાવનાર બરાક ઓબામા આવતે મહિને રાજકારણને અલવિદા કરી રહ્યા છે ત્યારે તેમની ચિત્રપટ કારકિર્દી શરૂ થવાના પડઘમ વાગી રહ્યા છે. અલબત્ત ૧૦મી સપ્ટેમ્બરે ટૉરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં એમની જીવનકથની પર આધારિત ફિલ્મ ‘બૅરી’નો પ્રીમિયર શો થઇ ગયો છે અને હવે ૧૬ ડિસેમ્બરે એ ફિલ્મ રિલીઝ થવાની છે. ઉપર જણાવેલી કહેવત તેમને એકદમ અનુરૂપ નથી, પણ એના અર્થનું તેમના માટે મહત્ત્વ છે ખરું.
રસપ્રદ વાત એ છે કે ટૉરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલો કરણ જોહર ઓબામાને ફિક્શન ફિલ્મ (માય નેમ ઇઝ ખાન)માં ચમકાવનાર કદાચ પહેલો નિર્માતા છે. કરણની ફિલ્મ ૨૦૧૦ના ફેબ્રુઆરીમાં આવી હતી. એ જ વર્ષે પહેલી જુલાઇએ ડેમિયન દીમિત્ર નામના ઇન્ડોનેશિયન ફિલ્મમેકરે બનાવેલી ઘઇઅખઅ અગઅઊં ખઊગઝઊગૠ ફિલ્મ રજૂ થઇ હતી. જોકે, આ ફિલ્મમાં ઓબામાના બાળપણની કથા માંડવામાં આવી હતી. હવે પખવાડિયામાં ઓબામા વ્હાઇટ હાઉસને બાય બાય કરી રહ્યા છે ત્યારે જાણે કે તેમની નવી કરિયરનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ઓબામા રૂપેરી પડદે જોવા મળશે. જોકે, આ વાત ઘણા લોકોને બહુ નવાઇ પમાડનારી નથી લાગી રહી. છેલ્લા કેટલાંક વર્ષોમાં સૌથી વધુ ગાજેલા અને સૌથી વધુ ચર્ચાસ્પદ પ્રમુખ તરીકે તેમની નામના છે. એનું મુખ્ય કારણ તેમને મળેલું જનતાનું પીઠબળ છે એમ ચોક્કસ કહી શકાય. પ્રમુખશ્રી રાત્રિના ટૉક શોમાં એટલા નજરે પડી રહ્યા છે કે તેમની તુલના ક્યારેક હૉલીવૂડના યંગ સ્ટાર્સ સાથે કરવામાં આવે છે. એક ખાસ વાત જણાવવી જોઇએ કે આ વર્ષે જ ઑગષ્ટ મહિનામાં ‘સાઉથસાઇડ વીથ યુ’ નામની ફિલ્મ રિલીઝ થઇ હતી જેમાં બરાક ઓબામા અને મિશેલ રૉબિન્સન (પરણ્યા પછી મિશેલ ઓબામા)ની ૧૯૮૯ની પહેલી પ્રણય સાંજ પર ફોકસ રાખવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં રજૂ થનારી ‘બૅરી’માં ૧૯૮૧માં યુનિવર્સિટીમાં ભણતા ઓબામાને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ફિલ્મનો નાયક કશાકની શોધમાં નીકળ્યો છે. મજાની વાત એ છે કે એના ૩૫ વર્ષ પછી પણ આ બાબત અમેરિકાને એટલી જ લાગુ પડે છે.
ફિલ્મના દિગ્દર્શક છે ઇન્ડિયન અમેરિકન ડિરેક્ટર વિક્રમ ગાંધી. રસપ્રદ વાત એ છે કે ઓબામા ભણ્યા હતા એ કોલંબિયા યુનિવર્સિટીમાં જ વિક્રમ ગાંધીએ વિદ્યાભ્યાસ કર્યો હતો. આમાં ઉમેરણ એ છે કે ઓબામા એક સમયે રહેતા હતા એ ૧૦૯ નંબરની સ્ટ્રીટના બિલ્ડિંગની પડખેના મકાનમાં જ વિક્રમ પણ થોડો સમય માટે રહ્યો હતો. ફિલ્મની વાર્તાનું પોત ગંભીર છે, પણ દિગ્દર્શકે એને હળવી બનાવવાનો પ્રયાસ કર્યો છે જેથી દર્શકોને ફિલ્મ ભારેખમ ન લાગે. ફિલ્મોના અભ્યાસુઓના મતે આ ફિલ્મને વિવેચકો વખાણશે અને સાથે સાથે બૉક્સ ઑફિસ પર પણ ઠીક ઠીક આવકાર મળશે. હા, એકાદ બે અવૉર્ડ કદાચ લઇ જશે, પણ એ ધમાકો નહીં કરે. એમ તો ઓબામાએ પણ ક્યાં કોઇ ધમાકો કર્યો?
વાચકોના પ્રતિભાવ