ડાયાબિટીસ – મધુપ્રમેહ એ એક રાજ રોગ કહેવાય છે.અંગ્રેજીમાં એનું આખું નામ Diabetes mellitus છે.જો ધ્યાન રાખવામાં ના આવે તો એના લીધે શરીરના બીજા અંગો જેવા કે હૃદય,કીડની,આંખો વી. પર પણ ડાયાબિટીસ નુકસાન કરે છે.
ઇંટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન/International Diabetes Federationના અહેવાલ પ્રમાણે ભારતની ૮ ટકા વસ્તીને અને અમેરિકાની ૧૦.૩ ટકા વસ્તી ડાયાબિટીસથી પિડાય છે.ડાયાબિટીસના દરદીઓની સરખામણીમાં જેમનું નિદાન ન થયું હોય એમનું પ્રમાણ તો લગભગ પાંચગણું હશે.ભારતમાં ડાયબિટીસ વિશે ખાસ અભ્યાસ નથી થતો.લોકો હજુ આ રોગ વિષે બહુ જાગૃત નથી. આના કારણે ભારતમાં ડાયાબિટીસને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ અમેરિકામાં થતા મૃત્યુના અંક કરતાં ખુબ મોટો છે.
ડાયાબિટીસ વિષે લોકો જાગૃત થાય ,એના વિષે જરૂરી માહિતી મેળવે એ આશયથી દર વરસે નવેમ્બર મહિનો નેશનલ ડાયાબિટીસ માસ (National Diabetes Month 2016) તરીકે મનાવાય છે.
આજની પોસ્ટમાં ડાયાબિટીસ વિષે વિવિધ સ્રોતમાંથી પ્રાપ્ત માહિતી વાચકોને પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે એ શરીરના આરોગ્ય સાચવવા માટે ઉપયોગી થશે.
આ વિડીયોમાં ડાયાબીટીસ- ટાઈપ-૧ ના કેટલાક દર્દીઓની વાતો સાંભળો.
National Institute of Diabetes and Digestive and Kidney Diseases ની નીચેની લીંક પર ક્લિક કરી ડાયાબિટીસ વિષેની માહિતી અંગ્રેજીમાં વાંચો. Managing Diabetes- It’s Not Easy, But It’s worth It
વાચકોના પ્રતિભાવ