વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 20, 2016

( 975 ) બીજું નાઇન ઇલેવન …..નીલે ગગન કે તલે …. મધુ રાય/દુનિયા ઝૂકતી હૈ, અમેરિકામાં … હરનીશ જાની

 

બીજું નાઇન ઇલેવન …નીલે ગગન કે તલે… મધુ રાય 

trump-3

કોમેડીઅનો કહે છે કે આ માસની નવમી તારીખે ભારતમાં તેમ જ અમેરિકામાં બે નાઇન ઇલેવન થયાં. ભારતમાં મોટી નોટો ખોટી થઈ ગઈ, અને અમેરિકામાં ખોટો માણસ મોટો થઈ ગયો. અમેરિકાના પ્રમુખની ચૂંટણી હતી ૮મી નવેમ્બરે અને તેનું પરિણામ જાહેર થયું મધરાત પછી યાને નવમી નવેમ્બરે. એક રીતે જુઓ તો તે બીજું ‘નાઇન ઇલેવન’ હતું, જે કેટલાકના મતે પહેલા નાઇન ઇલેવન કરતાં વધુ વિનાશકારી પૂરવાર થશે.

દેશના બૌદ્ધિકોને આવા હન્ટરમારની હજી કળ વળી નથી, હજી શાહ શુક્લા ને સોમચંદ, ટોમ ડિક એન્ડ હેરી, ઐરા ગૈરા ને નથ્થુ ખૈરા પોતાની ચામડીને ચીટિયા ભરે છે, ક્યા યહ સચ હૈ? હજી અરધોઅરધ લોકો માને છે કે આ દુ:સ્વપ્ન છે અને આંખો ખોલીશું ત્યારે સૌ સારાં વાનાં થઈ ગયાં હશે. પરંતુ હકીકત એ છે કે અમેરિકાની ગોરી પ્રજાએ દુનિયા સામે બ્યુગલ વાગડી દીધું છે કે અમેરિકા છે ગોરા મરદોનો, ગોરા મરદો માટેનોને અને ગોરા મરદો દ્વારા ચલાવાતો દેશ. અહીં ગોરા મરદો છે નંબર વન! બીજી બધી પ્રજા નંબર ટુ છે: ગોરી ઔરતો, સમસ્ત કાળી પ્રજા, પીળી ને બદામી પ્રજા ગોરા મરદોના દિલ બહેલાવ માટે છે. ‘વાસ્પ’ તરીકે ઓળખાતા વ્હાઇટ એન્ગ્લો સેક્સન પ્રોટેસ્ટન્ટ મરદોએ મુંહફટ છટાથી બાકીના દેશને કહી દીધું છે કે હટ જાઓ વરના ગોલી માર દૂંગા!

અને એ ગોરા મરદોના મૂર્તિમંત આત્મસ્વરૂપ, પોતાના ઉપર ઓળઘોળ નામદાર ટ્મ્પ હવે હાય ચાર ચાર વરસ સુધી રોજ ચાર ચાર હેડલાઇનોમાં ચમકશે અને નિતનવાં અવિચારી નખરા કરશે. હજી ગાદીએ બેઠા નથી તેની પહેલાં જ પોતાના દીકરા દીકરી, જમાઈ અને પટરાણીને રાષ્ટ્રની મોટી જવાબદારીઓ આપી દીધી છે. દરેક ફોટોમાં પોતાની સાથે પોતાની નનકડી આવૃત્તિ જેવો બટુક ટ્રમ્પ પણ દેખાય તેની તકેદારી રાખી છે. બસ હવે જુઓ દેશવાસીઓ, આઈ, મી, એન્ડ માયસેલ્ફ!

ચૂંટણીઓ વખતે અમેરિકાનાં અખબારો મોટા ભાગે રિપબ્લિકન કે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવારોને ટેકો આપે છે. આ વખતે આખા દેશના નેવું ટકા અખબારોએ હિલેરી ક્લિન્ટનને ટેકો આપેલો. જે અખબારોએ કદી કોઈ ડેમોક્રેટ ઉમેદવારને ટેકો નહોતો આપ્યો એવા દરેક અખબારે આ વખતે ક્લિન્ટનને વધાવ્યાં હતાં. કુડીબંધ કટારલેખકોએ, બૌદ્ધિકો, કલાકારો, નટનટીઓએ ટ્રમ્પની અવિચારી વાતોની ભર્ત્સના કરી હતી. ખુદ તેની પોતાની પાર્ટીના આગેવાનોએ તેને ભાંડ્યો હતો, તેણે પોતે એવી અક્ષમ્ય ભૂલો કરી હતી કે બીજો કોઈ ઉમેદવાર તત્ક્ષણ ‘ખલાસ’ થઈ જાય પરંતુ આ સઘળા વંટોળની સામે ટ્રમ્પ એવો ને એવો જ નફ્ફટ ઊભો રહેલો. કોઈને આશા નહોતી કે તે ચૂંટાશે પરંતુ અમેરિકાના ગોરા પુરુષોને તેનામાં એમનું પોતાનું પ્રતિબિમ્બ દેખાયું હતું અને ટ્ર્મ્પ રાજા ધામધૂમથી ચૂંટાઈ આવ્યા છે.

જેણે આજીવન જુઠ્ઠાણાંનો વેપલો કીધો છે, જેણે વારંવાર દેવાળાં કાઢ્યાં છે, સતત પોતાની મિલકતને હકીકતથી દસગણી હોવાની બડાઈ હાંકી છે, જેણે વીસ વરસ સુધી ટેક્સ આપ્યો નથી અને તે ચતુરાઈને પોતાની શાન સમજે છે, જેના ઉપર ગાફેલ વિદ્યાર્થીઓને છેતરવાના કેસ ચાલે છે, જેને ડઝનબંધ મહિલાઓએ લંપટ ને લાલચુ કહ્યો છે, જેણે પોતાનું ટેક્સ રિટર્ન બહાર પાડ્યું નથી, જે કદી કોઈ પદ માટે ચૂંટાયો નથી, જેને કોઈપણ જાતની સરકારી રસમનો કશોય અનુભવ નથી, જે કહે છે કે મને આઈસીસ બાબત લશ્કરના જનરલો કરતાં વધુ ખબર છે, જે કહે છે કે આવકવેરાનો મારા જેવો ઉસ્તાદ કોઈ નથી, જે માને છે કે પોતે આટલો ધનવાન છે, દેખાવડો છે અને પ્રખ્યાત છે તેથી સ્ત્રીઓને ધારે તેમ ભોગવી શકે છે, જે ઇમિગ્ર્રાન્ટોને ભાંડે છે પરંતુ તેની ત્રીજી પત્ની ઇમિગ્રાન્ટ છે, તે નરબંકો ભલભલા અંદાજો ને પોલસ્ટરો ને અખબારો ને કોમેડીઅનો ને વિરોધીઓની આંખમાં ધૂળ નાખીને આજે દુનિયાનો સૌથી જ્યાદા જોરાવર દેશનો રાજા બની ગયો છે. કારણ? અમેરિકાના અરધોપરધું ભણેલા ગોરા પુરુષોનો તે લાડલો છે.

trump-2

કોઈએ કહ્યું છે કે એવરી કન્ટ્રી ગેટ્સ ધ ગવર્નમેન્ટ ઇટ ડિઝર્વ્સ. દરેક દેશમાં તેને લાયક જ સરકાર રચાય છે. આપણને થાય કે ખરેખર આ જ અમેરિકાની ‘સેલ્ફીં’ છે? કદાચ અમેરિકાનું અસલી પોત ગોરા મરદો છે? બીજી બધી પળોજણ છોડો, સહેજ વિચાર કરવા પલાંઠી વાળીને બસો: જે બંદો સહેજ સરખીય ટીકા સહન કરી શકતો નથી ને ઇંટ કા જવાબ પથ્થર સે આપવા રાતના ત્રણ વાગ્યે ઊઠીને ટ્વિટ કરે છે, તેના હાથમાં તમને ને મને ને દુનિયાને ફૂંકી મારે તેવા એટમ બમની ચાવી છે! જય લોકશાહી!

સાભાર:madhu.thaker@gmail.com

Tuesday, July 05, 2016

Image may contain: 1 person , text

સુરતના અખબાર ગુજરાત મિત્રની દર્પણ પૂર્તિમાં “ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની” કોલમમાં ન્યુ જર્સી નિવાસી જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીના લેખો દર બુધવારે નિયમિત પ્રગટ થાય છે.

તારીખ ૧૬મી નવેમ્બર ,૨૦૧૬ના ગુ.મિ.ના અંકમાં તાંજેતરમાં અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો અણધાર્યો વિજય થયો એ અંગે શ્રી હરનીશભાઈ ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દોમાં લિખિત એક સરસ કટાક્ષ લેખ “દુનિયા ઝૂકતી હૈ ,અમેરિકામાં ” એ નામે પ્રગટ થયો છે.

આ લેખને  નીચેની લીંક પર ક્લિક કરીને માણો.

દુનિયા ઝૂકતી હૈ, અમેરિકામાં …  હરનીશ જાની 

અમેરિકામાં દર શનિવારે એનબીસીનો હાસ્ય -કટાક્ષ ટી.વી પ્રોગ્રામ Saturday Night Live(SNL) ખુબ જાણીતો છે .

આ ટી.વી.પ્રોગ્રામમાં અદાકાર Alec Baldwin ડોનાલ્ડ ટ્રમ્પ ના પાત્રમાં નીચેના વિડીયોમાં હાસ્ય-કટાક્ષ કરે છે એ મજાનો છે.

When faced with making good on his campaign promises, president-elect Donald Trump (Alec Baldwin) starts to panic.Trump faces the challenges of fulfilling some of his campaign promises