વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ડિસેમ્બર 2016

( 996 ) નવા વરસ ૨૦૧૭ ના પ્રથમ દિવસે ……

જીવનનું અને સમયનું ચક્ર એક સાથે સદા ફરતું જ રહે છે.નવા વરસ ના પ્રારંભે ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે.દરરોજ એક પછી એક કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.આમ એક વર્ષ એની  અનેક યાદો પાછળ છોડીને પૂરું થાય છે  અને નવી આશાઓ અને ઉમ્મીદો લઈને નવું  વર્ષ હાજર થઇ જાય છે.

વરસના છેલ્લા દિવસ એટલે કે ૩૧મી ડીસેમ્બરની મધ્ય રાત્રીએ નવા વર્ષના થતા આગમનને લોકો  હર્ષ, ઉલ્લાસ ,ઉમંગ અને ઉત્સાહથી મન ભરીને  માણી અને  ઉજવીને નવા વર્ષનું  સ્વાગત કરે છે .

નવી આશાઓ અને ઉમ્મીદો લઈને  આવેલ  નવા વર્ષ  ૨૦૧૭ નું સ્વાગત છે.

( મોટા અક્ષરમાં વાંચવા /જોવા માટે ચિત્ર પર ક્લિક કરશો.)

happy-new-year-2

new-year-gauj-poem-2

new-year-2017

નવા વર્ષના સંકલ્પો …

નવા વર્ષની શરૂઆત હસીને કરીએ અને વર્ષ દરમ્યાન હસતા રહેવાનો સંકલ્પ કરીએ તો કેવું ?

જાણીતાં લેખિકા સુ.શ્રી.નીલમ દોશી અને હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલના નવા વર્ષના સંકલ્પો વિશેના વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ નીચેના બે હાસ્ય લેખો બન્ને સાહિત્ય રસિક મિત્રોના આભાર સાથે આજની પોસ્ટમાં ફરી માણીએ.

હાસ્યં શરણં ગચ્છામિ..

હાસ્યં બ્રહ્મા, હાસ્યં વિષ્ણુ, હાસ્યં દેવો મહેશ્વર:

હાસ્યં સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી હાસ્યાય નમ:

૧.નવા વરસના શુભ સંકલ્પો.( હાસ્ય લેખ ) …….. લેખિકા – નીલમ દોશી

નો લેખ એમના બ્લોગ પરમ સમીપેની  આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .            

૨.નવા વર્ષના સંકલ્પો વિશેનો હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલનો નીચેનો હાસ્ય લેખ એમના હાસ્ય લેખોના પુસ્તક “ હળવે હૈયે “ માંથી લેવામાં આવ્યો છે.

નીચેની લીંક પર ક્લિક કરીને લેખ વાંચો.

નવા વર્ષના સંકલ્પો…હાસ્ય લેખ…ચીમન પટેલ 

નવા વર્ષના પ્રથમ દિવસે આ રાજકીય કાર્ટુન વિડીઓ માણો અને હળવા થાઓ. 

વર્ષના દિવસોમાં પણ  સદા હસતા અને હસાવતા રહીએ અને સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ સદ ભાવના

 

namaste-namaskar

વાચક મિત્રો,

વિનોદ વિહાર બ્લોગમાં વર્ષ દરમ્યાન વાચકોને મારી સ્વ-રચિત અને અન્ય લેખકોનું મન પસંદ અને જીવન પોષક સાહિત્ય તથા રસ પડે એવી અન્ય સામગ્રી ચીવટથી મુકવાની મારી કોશિશ હોય છે. આ બધી પોસ્ટ અંગે આપના પ્રતિભાવો દર્શાવીને મને પ્રોત્સાહિત કરવા બદલ આપનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

આપ સૌ મિત્રો તરફથી આ અગાઉ મળ્યો છે એના કરતાં પણ વધુ સારો સહકાર નવા વર્ષ ૨૦૧૭ દરમ્યાન પણ મળતો રહેશે એવી આશા રાખું છું.

આપ સૌ મિત્રો માટે ભૂતકાળના વર્ષોની સરખામણીએ આ નવું વર્ષ બધી દ્રષ્ટીએ એક સર્વોત્તમ-શ્રેષ્ઠ વર્ષ બની રહે અને આપના નવા વર્ષના જે કઈ પણ સંકલ્પો હોય એ ફળદાયી બને તેમ જ આજથી શરુ થતું નવું સંવત વર્ષ આપ સૌને સુખ, સફળતા ,તંદુરસ્તી ,આનંદ,સમૃદ્ધિ અને સંતોષ આપનારું સુંદરત્તમ વર્ષ બની રહે તેવી મારી હાર્દિક શુભ કામનાઓ છે.

You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis

HAPPY NEW YEAR — HAPPY NEW YOU

વિનોદ પટેલ , ૧-૧-૨૦૧૭

 

( 995 ) વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણ ફાળ-અદભુત વિડીયો દર્શન

આજના હરણ ફાળ કરી રહેલ ઝડપી વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં રોજ નવી શોધો થતી રહે છે. ઈન્ટરનેટમાં અવનવી તરકીબો જોવામાં આવે છે જે જોઇને આશ્ચર્યમાં પડી જવાય છે.

આજની પોસ્ટમાં મિત્રો તરફથી મળેલ ત્રણ વિડીયો લીંક મૂકી છે.મને એ ગમતાં વાચકોને એમના આનંદ અને જ્ઞાન માટે શેર  કરું છું.

૧. દુનિયાના કોઈ પણ શહેર નો રેડિયો સાંભળવા માટેની એક અદભુત વિડીયો લીંક.

નીચેની વિડીયો લીંક પર ક્લિક કરી અંગ્રેજીમાં આપેલ સૂચનો પ્રમાણે કરો. તમને મજા આવશે અને ખાસ કરીને સીનીયરો માટે સમય પણ સારી રીતે પસાર  થશે.

મેં એ પ્રમાણે ટ્રાય કરીને મુંબઈ, અમદાવાદ ,દિલ્હી. કલકત્તા ,લંડન રેડિયો સ્ટેશનો પર એ વખતે ચાલતા રેડિયો પ્રોગ્રામ સાંભળ્યા હતા.હિન્દી મુવીના ગાયનો પણ સાંભળ્યા હતા. એ વખતે એ શહેરમાં કેટલા વાગ્યા એ સમય પણ જોવા મળ્યો હતો.

 સાભાર – ડો. કનક રાવલ

AMAZING TECHNOLOGY

Put the *pointer* on any *green dot* on the *globe* & That radio station will start playing LIVE!!*

http://radio.garden/live/boca- raton/fau/

 

1. By using + and – icon in LH bottom corner, You can enlarge/reduce the globe to look for your radio station place in globe.

2. You can turn the globe around, up/down by dragging with pointer (mouse)

3. Bigger the green dot, better the reception. If the radio station is not reachable, you will get message in red. It is possible at this time, the station is in ‘night’ zone! Try some other time. But don’t give up .. read …

4. In RH bottom corner there is a list of more radio stations for that location (Nairobi may have 4 or 5). Click on a station, then upper right corner click on loud speaker icon. Get lucky ? 

THIS IS LIVE BROADCAST! If you can’t catch a particular Radio station,may be they are sleeping, it may be their night time! TRy later. 

સાભાર- ડો. કનક રાવલ

૨. લેબોટરી તપાસ માટે રોબોટ

હવે તમારા હાથની નસોમાંથી લોહી ખેંચશે

કાળા માથાનો માનવી નહિ કરે એટલું ઓછું.
માણસે રોબોટનું સર્જન કરીને કમાલ કરી છે.માણસો વતી એ આજે ઘણા કામો કરે છે.હવે રોબોટ લેબોટરી તપાસ માટે તમારા હાથની નસોમાંથી લોહી ખેંચશે એ નીચેના વિડીયોમાં બતાવવામાં આવ્યું છે.
Robot Draws Blood  

સાભાર- શ્રી મહેન્દ્ર ઠાકર, મુંબાઈ

૩. હિમાલયનો અદભુત નજારો

હિમાલય એ ભારતના માથે શોભતો એક ચમકતો મુગુટ છે. એની ભવ્યતા નીચેના વિડીયો પર જોઇને તમે તાજુબ થઇ જશો. 

The Aerial Cinema experts at Teton Gravity Research, release the first ultra HD footage of the Himalayas, shot from above 20,000 ft, with the GSS C520 system.

It is said to be the most advanced Gyro-Stabilized camera system in the world. Filmed from a helicopter with a crew flying from Kathmandu at 4,600 to 24,000 ft. Breathtaking. Never seen the Himalayas so beautiful. With Mt. Everest and nearby peaks. Must watch video

NICE  ANIMATION PICTURE 

superb-animation

ઓ શિકાર-પતંગિયા  

નજીક તું આવ 

ભૂખ્યા છીએ 

અમે બે શિકારી 

તને ઝડપવા તૈયાર 

nice-animation-2-birds

( 994 ) ક્રિસમસ ૨૦૧૬ અને નવા વર્ષ ૨૦૧૭ ની શુભેચ્છાઓ

merry-christmas-2016-2

દર વર્ષે બને છે એમ જ આ વર્ષ ૨૦૧૬ ના છેલ્લા મહિનાના છેલ્લા દિવસોમાં ક્રિસમસનું પર્વ આવી પહોંચ્યું.ગત વર્ષ ૨૦૧૬ને વિદાય આપીએ અને નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૭ નું પ્રેમથી સ્વાગત કરીએ.

૨૦૧૬ના વર્ષ દરમ્યાન દેશ અને વિદેશમાં ઘણા  યાદગાર અને ઐતિહાસિક બનાવો  બની ગયા.

દર વર્ષની જેમ ક્રિસમસ પર્વની ઉજવણી આ લખાય છે ત્યારે ચીલા ચાલુ રીતે આપણા હિંદુ પર્વ દિવાળીની જેમ હર્ષ ઉલ્લાસથી ઊજવાઈ રહી છે.

નવા વર્ષ ૨૦૧૭ નું સ્વાગત 

નવા વર્ષની મારી એક રચના અહી પ્રસ્તુત છે. 

new-year-poem

MERRY CHRISTMAS AND 
 
HAPPY NEW YEAR 2017 
*:) happy
May the New Year 2017 bring you lots of resons to celebrate life.May it be filled with joy,happiness,kindness, love and good cheers,frolic,fun and glee.
May peace and blessings of God be your gift all year through and always.
 

happy-new-year-2

( 993 ) નિવૃત્તિ એટલે સડવાની સ્વતંત્રતા! ….પદ્મ શ્રી ડો. ગુણવંત શાહ

 નિવૃત્તિ એટલે સડવાની સ્વતંત્રતા!… ડો. ગુણવંત શાહ 

પદ્મ શ્રી એવોર્ડ મળ્યાં બાદ ડો.ગુણવંત શાહ તેમના પરિવાર સાથે ખુશખુશાલ મુદ્ગામાં.

પદ્મ શ્રી એવોર્ડ મળ્યાં બાદ ડો.ગુણવંત શાહ તેમના પરિવાર સાથે ખુશખુશાલ મુદ્ગામાં.

નિવૃત્ત થયા પછી પોતાની નવરાશ અસહ્ય લાગે ત્યારે કોઇ ને કોઇ રીતે કમાણી માટે બીજી કોઇ ગુલામી શોધી લેતા પામર વડીલને તમે જોયા છે? એ ડોસાબાપાને સ્વતંત્રતાનો ડર લાગે છે.પોતાની નિવૃત્તિ રળિયામણી બને તેવી મનગમતી પ્રવૃત્તિમાં મસ્તીથી જોડાઇ જવું એમાં જ શાણપણની શોભા રહેલી છે. ગીતામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જેવા બે શબ્દો સાથોસાથ બે વખત પ્રયોજાયા છે. જીવી જવાની લલિત કલા એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ અને નિવૃત્તિમય પ્રવૃત્તિ!

નોકરીના છેલ્લા દિવસે જે માણસ ખેદ અનુભવે તેને ફુલ્લી નપાસ થયેલો જાણવો. લાંબી પગારદાર ગુલામી પછી આવી મળેલી આઝાદીને બે હાથ પહોળા કરીને ન આવકારે એવો માણસ ભગવાનની કોઇ પણ કૃપાને પાત્ર નથી હોતો. તમે ઘોડાને તળાવ સુધી ભલે તાણી જાઓ, પરંતુ પાણી તો ઘોડાએ પોતે જ પીવું પડે છે. ગરીબીને કેવળ ધનના અભાવ સાથે જોડવાની જરૂર નથી. ગરીબીનો ખરો સંબંધ સુખી થવાની આકાંક્ષાના અભાવ સાથે રહેલો છે. એરિક ફ્રોમના એક પુસ્તકનું નામ છે, ‘Fear of Freedom’. નિવૃત્ત થવા જેવી રળિયામણી ઘટના બીજી કોઇ નથી. નિવૃત્તિ પણ શણગારવા જેવી ઘટના છે.ઘડપણ સાથે શાણપણ આવે જ એવું કોણે કહ્યું? ક્યારેક ઘડપણ એકલું જ આવતું હોય છે. આ શાણપણ તે વળી કઇ ચકલીનું નામ છે? સાંભળો:

શ્વાસ ખૂટે, પરંતુ
ઇચ્છા ન ખૂટે
તેનું નામ મૃત્યુ!
ઇચ્છા છુટે, પરંતુ
શ્વાસ ન ખૂટે
તેનું નામ મોક્ષ!

કોઇ આચાર્ય નિવૃત્ત થાય અને કોઇ પટાવાળો નિવૃત્ત થાય એમાં ઝાઝો તફાવત ખરો? ગુજરાતને કેટલાક એવા આચાર્યો મળ્યા છે, જેમણે પોતાની નિવૃત્તિને માવજતપૂર્વક શણગારી છે. ભાવનગરના આચાર્ય સદ્ગત જયેન્દ્ર ત્રિવેદી, મુંબઇના આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક અને અમદાવાદના પ્રો.મહેન્દ્ર દેસાઇની નિવૃત્તિ રળિયામણી હતી.

હજી આજે પણ આપણી વચ્ચે આચાર્ય ધીરુભાઇ ઠાકર, આચાર્ય મનસુખલાલ સાવલિયા, આચાર્ય રસેશ જમીનદાર, આચાર્ય રાજેન્દ્રર નાણાવટી, આચાર્ય ગૌતમ પટેલ, આચાર્ય નગીનદાસ સંઘવી, આચાર્ય મોતીભાઇ પટેલ, આચાર્ય પી.જી. પટેલ, આચાર્ય મનસુખભાઇ સલ્લા, આચાર્ય ધીરુભાઇ પરીખ, આચાર્ય સિતાંશુ યશશ્વંદ્ર, આચાર્ય ભોળાભાઇ પટેલ, આચાર્ય રઘુવીર ચૌધરી અને આચાર્ય નરોત્તમ પલાણ ટટ્ટાર બેઠા છે.

મારી વાત ન સમજાય તો આચાર્ય ઉશનસનાં કાવ્યો હવેથી જરૂર વાંચશો. આચાર્ય પુરુષોત્તમ ગણેશ માવળંકર આપણી વચ્ચે નથી, પરંતુ ગુજરાત એમને ભૂલી શકશે? તેઓ મૂલ્યનિષ્ઠ રાજકારણના જયોતિર્ધર બની રહ્યા. રજની વ્યાસનું પુસ્તક ‘પુરુષોત્તમ ગણેશ માવળંકર : સંનિષ્ઠ જીવન’ તમે વાંચ્યું?

વડોદરામાં એક નિવૃત્ત આચાર્ય ખાધેપીધે સુખી છે. આચાર્ય વાડીભાઇ પટેલને એક મિશન જડી ગયું છે. તેઓ ગજવાનું રિક્ષાભાડું ખર્ચીને સંસ્થાઓમાં સારાં સારાં પુસ્તકો પહોંચાડે છે. એમના આવા સદ્કાર્યને પરિવારનો ટેકો છે. જેમને કારણે ગુજરાત રળિયાત છે એવાં નિવૃત્ત આચાર્યોનો નામોલ્લેખ કરું? સર્વશ્રી મોહન દાંડીકર, જયંતીભાઇ અંધારિયા, મુનિકુમાર પંડ્યા, રમણ સોની, સુધા પંડ્યા, નર્મદ ત્રિવેદી, હરેશ ધોળકિયા, પ્રતાપ પંડ્યા, પ્રવીણ દરજી, વિધ્યુત જોશી, શશિકાંત શાહ અને ઉષાબહેન જાની ઇત્યાદિ. ઘણાં નામો રહી ગયાં! જેમનાં નામો રહી ગયાં તેમને અધિક પુણ્ય મળશે.

નિવૃત્તિ બડી સુંદર ચીજ છે, પરંતુ એ માણસને એક દુર્ગંધયુક્ત સ્વતંત્રતા આપે છે. એ છે ‘સડવાની સ્વતંત્રતા’. ચીમળાઇ ગયેલાં સો પુષ્પોની સામે પાંચ ખીલેલાં પુષ્પો ખિલખિલ હસી રહ્યાં છે. નિવૃત્તિ દરમિયાન જો માણસને મનગમતી પ્રવૃત્તિ ન મળે, તો તેનું જીવન કટાઇ ગયેલી બાલદી જેવું બની જાય છે. ગુજરાતની કેટલીય કોલેજોમાં અને નિશાળોમાં આજે પણ નિવૃત્તિ પહેલાં જ ચીમળાઇ ચૂકેલા હજારો નિસ્તેજ અને નિર્વીર્ય આચાર્યો જોવા મળશે. કામચોરી પણ ભ્રષ્ટાચારની જ બહેનપણી છે. ક્યારેક ટુવાલ જીવે તેના કરતાં મસોતું વધારે જીવે છે.

વાસણ ભંગાર બની જાય પછી વર્ષો સુધી હરામનું પેન્શન ખાતું રહે છે! આવા માણસોનાં નામ આગળ ‘મરહૂમ’ શબ્દ નથી યોજાયો એટલે તેઓ ‘જીવતા’ ગણાતા ફરે છે. કેટલાય આચાર્ય ગણાતા લોકો વાસ્તવમાં ‘લાચાર્ય’ હોય છે. પ્રાઇવેટ શિક્ષણસંસ્થાઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં કોંગ્રેસી નેતા મનીષ દોશીએ પ્રશસ્ય કામગીરી બજાવી છે. વિષ્ણુગુપ્ત ચાણકયના આવા મૃત:પ્રાય વંશજોને કોઇ ચંદ્રગુપ્ત મળે ખરો? ગુરુપૂર્ણિમાને દિવસે યાદ આવે એવા અધ્યાપકો કેટલા?

કટાઇ ગયેલો માણસ એટલે એવો માણસ, જે સવાર પડે ત્યારે સાંજની રાહ જુએ અને રાત પડે ત્યારે સવારની રાહ જુએ! પૂરતું કામ કર્યા વિના પગાર લેવો એ પણ ભ્રષ્ટાચાર છે. શિક્ષકોને કે અધ્યાપકોને પૂરતો પગાર આપ્યા વિના રોળવી ખાવા, એ પ્રાઇવેટ કોલેજોનો જાહેર ભ્રષ્ટાચાર છે. આવો ભ્રષ્ટાચાર કોઇ કર્મશીલ કરે તો તેને ‘પવિત્ર ભ્રષ્ટાચાર’ કહેવાનું યોગ્ય ખરું? શિયાળને કોણ કહે કે તારું મોં ગંધાય છે? આ બે પ્રશ્નનો જવાબ જાણવો હોય, તો નિવૃત્ત પ્રોફેસર અને શિક્ષણકાર ડૉ.શશિકાંત શાહને પૂછો.

આદરણીય અણ્ણા હજારેના પ્રયત્ન પછી આવનારું જનલોકપાલ બિલ પણ ન પકડી શકે એવા છુટક મિનિ-ભ્રષ્ટાચારનો કોઇ પાર નથી. આમ છતાં અણ્ણા હજારે દ્વારા થયેલી શરૂઆત આવકાર્ય છે. સુબ્રહ્નણ્યમ સ્વામી આજના વિકર્ણ છે. જીવનમાં એક સૂત્ર સતત યાદ રાખવા જેવું છે : ‘બટકુ રોટલો બીજા માટે.’

પોતાને પ્રાપ્ત થયેલા આખા રોટલામાંથી
માણસ જ્યારે
કોઇ અજાણ્યા માણસને આપવા માટે
પોતાનો રોટલો ભાંગે છે ત્યારે
સમગ્ર માનવતા એકરૂપ થઇ જાય છે.
બટકુ રોટલો બીજાને ધરનાર માણસ
અન્ય પર ઉપકાર નથી કરતો કારણ કે
આપવામાં મળતો આનંદ અનેરો હોય છે.
જીવનમાં એક વાર માણસને
આપવાના આનંદનો સ્વાદ ચાખવા મળે
પછી એનું જીવન
આપોઆપ મધુર બનતું જાય છે.
આવો ચમત્કાર બને પછી
બધો ઉપદેશ ફિક્કો પડી જાય છે
અને બધાં શાસ્ત્રો એ માણસના
ટેકામાં થંભી જાય છે.
અને રહી જાય છે: જીવનનો આનંદ!
ઉપકાર માનવો જ હોય તો
રોટલો સ્વીકારનાર પેલા માણસનો
માનવો રહ્યો!

ગિઅર વિનાની કાર જેવું આપણું જીવન નાના ફ્લેગ સ્ટેશન પરથી ઝડપભેર પસાર થઇ જતી રાજધાની એક્સપ્રેસની માફક પસાર થઇ જાય છે. પોતાને ખબર પણ ન પડે તેમ માણસ બાળક મટીને કિશોર અને કિશોર મટીને કુમાર બની જાય છે. કુમાર અવસ્થા ક્યારે વીતી ગઇ અને યુવા અવસ્થા ક્યારે શરૂ થઇ તેનો ખ્યાલ આવે, ત્યાં તો લગ્ન પણ થઇ ગયાં! લગ્નનો રોમાંચ હજી માંડ પૂરો થાય, ત્યાં તો પિતા કે માતાની ભૂમિકા ભજવવાની નોબત આવી પડી! થોડોક સમય વીતે ત્યાં તો નિવૃત્તિ પછીની વૃદ્ધાવસ્થા શરૂ! વિચાર સાથે મહોબ્બત ન કેળવાય તો સડવાની સ્વતંત્રતા મૃત્યુને વહેલું તાણી લાવે છે. લાંબું જીવવા માટે પણ વિચારોના વૃંદાવનમાં લટાર મારવાની હોબી કેળવવી રહી!

પાઘડીનો વળ છેડે

ગાયના આંચળ પર
બેઠેલા મચ્છરો
કદી દૂધ નથી પીતા,
લોહી જ પીએ છે!

-મલયાલમ ભાષાની કહેવત

વિચારોના વૃંદાવનમાં, ગુણવંત શાહ,દિવ્ય ભાસ્કર .કોમ 

સૌજન્ય- દિવ્ય ભાસ્કર.કોમ 

Blog:http://gunvantshah.wordpress.com

Dr. Gunvant Shah

Dr. Gunvant Shah

“એ લખે છે ત્યારે એમની કલમને શબ્દોની સાથે ટહુકા ઊગે છે. એ બોલવા ઊભા થાય છે ત્યારે માઇક ગેલમાં આવી જાય છે. એ વિચારે છે ત્યારે એક નવું જ ચિંતન જન્મ લે છે. એમને એટેક આવ્યો અને એ સર્વાઇવ થયા ત્યારે સુરેશ દલાલે કહેલું, ‘ગુણવંત નહીં, આપણે બચી ગયા છીએ..!’ માની જેમ જ એ ભાષાની કાળજી લે છે. ‘માતૃભાષા વંદના યાત્રા’-સાથે એ ગુજરાતભરમાં ફરીવળે છે. તેમના પડખામાં ગુજરાતી ભાષા સલામતી અનુભવે છે.

જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ગુણવંત શાહ જ્યારે  78 વર્ષના થયા ત્યારે  એમના જન્મદિવસ નિમિત્તે એમણે એષા દાદાવાળા સાથે ખાસ વાત કરી હતી એને નીચેના ઈન્ટરવ્યુંમાં માણો. 

‘GUNVANT SHAH’S BIRTHDAY. INTERVIEW WITH DIVYA BHASKER, BY ESHA DADAWALA

‘પ્રત્યેક ધનવંત, યશવંત, ગુણવંત આખરે તો નાશવંત’

( 992 ) શ્રી રોહિત દેસાઈના બે મનનીય લેખો ….આસ્વાદ

શ્રી ગોવિંદભાઈ મારૂ

શ્રી ગોવિંદભાઈ મારૂ

નવસારી નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ગોવિંદ મારૂ ના આધુનિક રેશનાલીસ્ટ વિચારોના પ્રસાર માટે જાણીતા બ્લોગ અભિવ્યક્તિમાં અમદાવાદના લેખક શ્રી રોહિત દેસાઈ લિખિત નીચેના બે મનનીય લેખો પ્રકાશિત થયા છે.

 ૧.ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે.

૨.દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?

આ બન્ને લેખોમાં લેખકે જે મનનીય વિચારો વ્યક્ત કર્યા છે એ મને ગમ્યા .લેખક શ્રો રોહિતભાઈ દેસાઈ અને અભિવ્યક્તિ બ્લોગના સંપાદક શ્રી ગોવિંદભાઈ ના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે એ બે લેખો આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત કરેલ છે.

વિનોદ પટેલ 

 

ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે
–રોહીત શા

પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડાયેલી ન હોય એવી વાત, ગમે તેટલી ભવ્ય હશે તો પણ; એનું આયુષ્ય ટુંકું જ હોવાનું. કેટલીક વાતો અતી પવીત્રતાની અને ઉંચા આદર્શોની હોય છે; છતાં પ્રૅક્ટીકલ લાઈફનું એમાં અનુસન્ધાન હોતું નથી. એવી વાતો સાંભળવાની તો ગમે છે; પણ સ્વીકારવાનું મન નથી થતું.
નરેન્દ્ર મોદી ચાવાળા સાથે, રાહુલ ગાંધી કુલી સાથે અને કેજરીવાલ રીક્ષાવાળાઓ સાથે બેસીને પોતપોતાના પૉલીટીક્સને પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડી રહ્યા છે. એ દ્વારા એ બધા વ્યાપક સ્વીકૃતી પામવા માગે છે. તમારી વાતો ભલેને ગગનવીહારની હોય; રહેવાનું તો તમારે ધરતી પર જ છે ને! ગગનવીહાર રોમાંચક ખ્વાબ છે. વસુંધરા પરનો વસવાટ વાસ્તવીક વાત છે.

આખો લેખ અભિવ્યક્તિની નીચેની લીંક પર ક્લિક કરીને માણો .
htps://govindmaru.wordpress.com/2016/11/18/rohit-shah-31/

દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?
–રોહીત શાહ

એક મહાત્મા તેમના વ્યાખ્યાનમાં ઉપદેશ આપતા હતા : ‘લાઈફમાં કદી નેગેટીવ ન બનો. સક્સેસ માટેની માસ્ટર–કી પૉઝીટીવ થીન્કીંગ જ છે.

‘જો તમે દરેક બાબતમાં પૉઝીટીવ થીન્કીંગ કરશો તો તમારી લાઈફના અનેક પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે. જો કોઈ તમને ગાળ આપે તો એમ સોચો કે તેણે તમને શારીરીક ઈજા તો નથી કરી ને! જો કોઈ તમને અપમાનીત કરે તો એમ સમજો કે તમારું ગયા જન્મનું ઋણ ચુકવાઈ રહ્યું છે, ગયા જન્મમાં તમે તેને અપમાનીત કર્યો હશે એટલે આ જન્મમાં તેનો હીસાબ ચુકતે થઈ રહ્યો છે.’

આખો લેખ અભિવ્યક્તિની નીચેની લીંક પર ક્લિક કરીને માણો .
https://govindmaru.wordpress.com/2016/12/16/rohit-shah-32/

( 991 ) કવિતા અને ગઝલોમાં “જીવન”…. શ્રી પી.કે.દાવડા

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો )

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો-મારા આંગણે ! )

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી મિત્ર શ્રી.પી.કે.દાવડા એ તાંજેતરમાં 

” દાવડાનું આંગણું ” 

એ નામે એમનો ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે .

બ્લોગીંગની એક નવી સ્ટાઈલ અપનાવીને એમણે એમના આ બ્લોગમાં અગાઉ લખેલા પ્રકાશિત અને અપ્રકાશિત લેખો,કાવ્યો,પરિચય લેખો વી.સાહિત્ય સામગ્રીને વિષયવાર ગોઠવી એની નવ ઈ-બુકો બનાવીને વાચકોને વાંચવા માટે મૂકી છે.

આજની પોસ્ટમાં એમની ઈ-બુક કવિતામાં માંથી મને ગમેલો એક લેખ ઉદાહરણ રૂપે નીચે પ્રસ્તુત છે.આશા છે આપને એ ગમશે. એમના આવા બીજા ઘણા લેખો તમોને એમની ઈ-બુકોમાંથી વાંચવા મળશે. 

દાવડાજીની અત્યાર સુધી પ્રકાશિત ૯ ઈ-બુકો આ પોસ્ટના અંતે મુકવામાં આવી છે જેનો જરૂર લાભ લેશો અને આપનો પ્રતિભાવ પણ  જણાવશો .

વિનોદ પટેલ  

 

કવિતા અને ગઝલોમાં “જીવન” 

ગુજરાતી કવિતામાં કવિઓએ જીવન શબ્દનો ઉપયોગ પોતપોતાની કલ્પના પ્રમાણે કર્યો છે.આ બધી રચનાઓમાંથી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ મને સૌથી વધારે ગમે છે. 

સપનાનો વાણો, ને સ્નેહનો તાણો

બે    નું      ગૂંથેલું     જીવન    જાણો;

આની  કોરે રમણા, પેલી કોરે ભ્રમણા

 વચ્ચે   વહ્યાં  જાય   જીવન    જમના.”

 જીવનની આનાથી વધારે સુંદર પરિકલ્પના હોઈ જ ન શકે. 

મકરંદ દવેને જીવન સિતાર જેવું લાગે છે. તેઓ પૂછે છેઃ

દોસ્ત, વહેતા જીવનની
કોણ સિતાર સુણાવે છે?
બેઠો છે ક્યાં બજવૈયો ?
કૈં સૂર નથી, કૈં સાજ નથી.
 

અકબરઅલી જસદણવાલા તો જીવનને પોતાની મરજી મુજબ ઢાળે છે. તેઓ કહે છેઃ 

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન  કરી  લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે અકબરના જીવનમાં ?
વિસર્જન થાય છે  નિત્, નિત્ નવું  સર્જન કરી લઉં છું.
 

અમૃત ઘાયલે તો જીવન વિષે ઘણી બધી વાતો કરી છે. દા.ત. 

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું    પછી    થોડું   ઘણું  એને  મઠારું  છું
;
ફરક  તારા  ને મારા વિષે છે   એટલો   જાહિદ,
વિચારીને  તું જીવે છે  હું  જીવીને   વિચારું  છું.”

અહીં ઘાયલ જીવન સાથે છેડછાડ કરતા નથી, થોડું ઠીકઠાક કરી લે છે. 

તેઓ બીજી જ્ગ્યાએ લખે છેઃ

જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ઘાયલનું
છતાં હિંમત જુઓ કે નામ અમૃતલાલરાખે છે

ભાઈ વાહ! ખરેખર હિંમતવાળા છે ઘાયલ. 

બીજી એક જ્ગ્યાએ ઘાયલને માશુકા વગરનું જીવન જીવવા જેવું જ નથી લાગતું,

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?
જીવનમાં   જીવવા   જેવું    કઈ   તારા   વગર   ક્યાં    છે ?”

ઘાયલ સાહેબ જરા શોધો, બીજું ઘણું બધું છે. 

બરકત વિરાણી તો જીવનને સાચું માનતા જ નથી. એમને તો સપના જેવું લાગે છેઃ

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું  એવી  જાગ્રુતિમાં  કે  વધુ  જાગી  નથી      શકતો,”
 

આદિલમન્સૂરી સાહેબનું જીવન તો પાણીની જેમ વહી ગયું.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
 વર્ષો જીવનનાં પાણી બની 
 સરી ગયાં

આદિલ સાહેબ, જીવન તો બધાનું ઝડપથી વહી જાય છે. 

અસિમ રાંદેરી સાહેબ તો પોતાનું જીવન કટકે કટકે જીવ્યા છે.

બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,
 જીવન  પણ   છે  કટકે  કટકે.

આમ તો આપણું બધાનું જીવન કટકે કટકે જ જીવાય છે. 

બરકત વીરાણીએ ખૂબ સરસ વાત કહી છેઃ

બેફામ’  તોયે   કેટલું   થાકી   જવું     પડ્યું?
 નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
 

અને આખરે, જીવનને ઈશ્વર અથવા માસુકાને સોંપનાર ગઝલકાર કહે છેઃ

“તમારી સૂચના  છે  સૌ  ગતિમાં

    તમે   કહ્યું   તો  ગગન   ફરે    છે

    તમારી   આંખોની   સાથ   સાથે

    અમારૂં   આખું   જીવન   ફરે   છે.”

અને અંતેઃ

“આ  મળ્યું  જીવન  છે જેવું એને જીવી જાણો,

અને મળ્યો જેમનો સાથ એને સહી પહેચાણો”  

— પી.કે.દાવડા ,ફ્રીમોન્ટ  

 

 શ્રી પી.કે.દાવડા ની ઈ-બુકો

( નીચેના ચિત્રો ઉપર ક્લિક કરીને ઈ-બુકોમાંનું સાહિત્ય  વાંચો .)

azadi……malava_jewa….ap

 

gita……..કંઈક કવિતા જેવું…..shodhkhol_uper_adharit    kavitaman

   

manthan……mari-dristie…..