Daily Archives: ડિસેમ્બર 1, 2016

ઉત્તમ ગજ્જર
સુરત નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર તરફથી એ સમાચાર જાણી આનંદ થયો કે જેની રાહ જોવાતી હતી એ ‘સન્ડે ઈ.મહેફીલ’ની એક વધુ ઈ.બુક ‘ગરવું ઘડપણ ’હવે તૈયાર થઈ ગઈ છે.
આ ઈ-બુકની શરુઆત શ્રી ગુણવંત શાહના લેખ ‘સિનિયર સિટીઝન’થી થાય છે અને અંતમાં કવી મૃગાંક શાહની રચના ‘છેલ્લે તો આપણે બે જ હોઈશું’ મુકવામાં આવી છે.
આ ઈ-બુક વયસ્કો માટે ખાસ વાંચવા જેવી છે.એમાં જાણીતા લેખકોના અનુભવો અને વાચન આધારિત લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા લેખો ઉત્તમભાઈના જાણીતા બ્લોગ ‘સન્ડે ઈ.મહેફીલ’માં પ્રગટ ઘડપણ અંગેના લેખોમાંથી પસંદ કરવામાં આવ્યા છે.પચાસની પાસે પાસે પહોંચેલા દરેકને માટે આ લેખો દીશા સુચક થાય એવા છે.
આ ઈ-બુકની ઉપયોગીતા ઈ-બુકમાંના લેખોની વિવિધ સામગ્રીની નીચેની અનુક્રમણિકા પરથી જ જાણી શકાશે.
અનુક્રમણીકા
ગરવું ઘડપણ -ઈ બુક માં રજુ થયેલ ‘ઘડપણ’ વીશેના લેખો
01-001.સીનીયર સીટીઝન………ડૉ . ગુણવંત શાહ
02-010. પાનખરે વસંત……………..‘ અનંત’
03-013. ઘડપણ : મનની અવસ્થા…..ડૉ. ગુણવંત શાહ
04-030. વૃદ્ધોનો આદર…….. વલ્લભ ઈટાલીયા
05-079. સીત્તેરમે વરસે…અદ્ભુત વળાંક !..ડૉ. શશીકાંત શાહ
06-147. એકસઠમાં પ્રવેશે……….ડૉ. શશીકાંત શાહ
07-158. એક જ વ્યક્તી વગર…….કૃષ્ણકાંત ઉનડકટ
08-195. સાઠે બુદ્ધી નાઠી……….ડૉ. ગુણવંત શાહ
09-207. ફરીયાદો કર્યા કરે તે વૃદ્ધ !…….જગદીશ શાહ
10-242. સીત્તેર વર્ષે ચાળીસની અનુભુતી….ડૉ. શશીકાન્ત શાહ
11-255. વીધુરની વેદના……….ડૉ. કેશુભાઈ દેસાઈ
12-263. ડોસાડોસી કે દાદાદાદી ?…….ડૉ. ગુણવંત શાહ
13-272. જીવનસંધ્યાનું સ્વાગત………..મીરાં ભટ્ટ
14-284. બુઢ્ઢા હોગા તેરા બાપ !…….જયેશ અધ્યારુ
15-323. મારે મરવું નથી કારણ કે……સોનલ પરીખ(અમેરીકા)
16-336. શરીર તારું સંભાળ રે !………દીનેશ પાંચાલ
17-339. ખરતાં પાંદડાંની મોસમ……….વીદ્યુત જોશી
18-347. ‘એકલતા’ અને ‘બેકલતા’…..ચન્દ્રકા ન્ત બક્ષી
19-348. દવાનો મારગ છે શુરાનો……ડૉ. ગુણવન્ત શાહ
20-356. ‘ગરવું ઘડપણ’ …વૃદ્ધ થતાં શીખીશું ?….. અવંતીકા ગુણવંત
21.પરિશિષ્ટ- ગીતોમાં ઘડપણ
આ ઈ-બુક ના એક લેખ અને એક કાવ્યનો આસ્વાદ
આ ઈ-બુક નું નામાભિધાન ઈ-બુકમાં છેલ્લે મુકવામાં આવેલ આદરણીય લેખિકા શ્રીમતી અવંતિકાબેન ગુણવંતના લેખ “ગરવું ઘડપણ’ …વૃદ્ધ થતાં શીખીશું ?” પરથી કરવામાં આવ્યું છે.ગુજરાતી પ્રતિભા પરિચયમાં અવન્તીકાબેન ગુણવંત નો પરિચય આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
આ લેખ અગાઉ વિનોદ વિહાર ની પોસ્ટ નંબર 951 /9-10-2016 થી પ્રકાશિત થયેલ છે.અવંતીબેન મારાં સુપરિચિત લેખિકા છે.નીચેની લીંક પર ક્લિક કરીને આખો લેખ વાંચો.
આ ઈ-બુકની આખરમાં પરીશિષ્ટ પ્રમાણે ઘડપણનાં ગીતો મુકવામાં આવ્યાં છે એ પણ ખુબ મજાનાં છે. આ ગીતોમાં છેલ્લે કવિ મૃગાંક શાહ નું સુંદર ભાવવાહી ગીત છે એનો પણ આસ્વાદ માણીએ.
છેલ્લે તો આપણે બે જ હોઈશું…

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ,
એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું.
જે કહેવું હોય એ કહી લે,
જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર) શોધવા
છેલ્લે તો આપણે બે જહોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે,
તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે,
યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘુંટણ જ્યારે દુઃખશે,
કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે,
આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું.
સાથ જ્યારે છુટી જશે,
વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જહોઈશું.
હાથની પકડ છુટશે,
કાચનો ગ્લાસ પડીને ફુટશે,
ત્યારે કાળજી લઈને કાચ વીણવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું.
કાન સાંભળતાં અટકી જશે,
મોઢામાંથી શબ્દો છટકી જશે,
ત્યારે વાતને ધીરજથી સમજાવવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું
શરીર પડખા ઘસશે,
આંખોમાં ઉજાગરા વસશે,
ત્યારે એકબીજાના માથે હાથ ફેરવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ડાયાબીટીઝ, બીપી આવી પડશે,
સત્તરસો ગોળીઓ ખાવી પડશે,
ત્યારે એક્બીજાને એ યાદ દેવડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું કહીશ કે હું પહેલો જઈશ,
તું કહીશ કે તું પહેલી જઈશ,
ત્યારે એક બીજાનાં ભવીષ્ય ભાખવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું.
મનમાં ગમગીની થશે,
આંખો જ્યારે ભીની થશે,
ત્યારે એક બીજાનાં આંસુડાં લુછવા,
છેલ્લે તો આપણે બે જહોઈશું.
–મૃગાંક શાહ
babham@hotmail.com
..વડોદરા..
આશા છે આપ સૌને આ ઈ-બુક જરૂર ગમશે.
અગાઉની ત્રણ ડઝન જેટલી બધી જ ઈ.બુકસની જેમ, આ
ઈ.બુક આપણા ‘લેક્સિકન’ની નીચેની લીંક પરથી મફત ડાઉનલોડ થઈ શકશે.
શ્રી ઉત્તમભાઈ જણાવે છે કે આ ઈ-બુક અંગે કશી તકલીફ થાય કે ગુંચવણ અનુભવાય તો એમને લખી જણાવશો.તેઓ તમને મોકલી આપશે.
સંપર્ક :
ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
મૈત્રી શાહ – maitri@arniontechnologies.com
વાચકોના પ્રતિભાવ