વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 991 ) કવિતા અને ગઝલોમાં “જીવન”…. શ્રી પી.કે.દાવડા

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો )

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો-મારા આંગણે ! )

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી મિત્ર શ્રી.પી.કે.દાવડા એ તાંજેતરમાં 

” દાવડાનું આંગણું ” 

એ નામે એમનો ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે .

બ્લોગીંગની એક નવી સ્ટાઈલ અપનાવીને એમણે એમના આ બ્લોગમાં અગાઉ લખેલા પ્રકાશિત અને અપ્રકાશિત લેખો,કાવ્યો,પરિચય લેખો વી.સાહિત્ય સામગ્રીને વિષયવાર ગોઠવી એની નવ ઈ-બુકો બનાવીને વાચકોને વાંચવા માટે મૂકી છે.

આજની પોસ્ટમાં એમની ઈ-બુક કવિતામાં માંથી મને ગમેલો એક લેખ ઉદાહરણ રૂપે નીચે પ્રસ્તુત છે.આશા છે આપને એ ગમશે. એમના આવા બીજા ઘણા લેખો તમોને એમની ઈ-બુકોમાંથી વાંચવા મળશે. 

દાવડાજીની અત્યાર સુધી પ્રકાશિત ૯ ઈ-બુકો આ પોસ્ટના અંતે મુકવામાં આવી છે જેનો જરૂર લાભ લેશો અને આપનો પ્રતિભાવ પણ  જણાવશો .

વિનોદ પટેલ  

 

કવિતા અને ગઝલોમાં “જીવન” 

ગુજરાતી કવિતામાં કવિઓએ જીવન શબ્દનો ઉપયોગ પોતપોતાની કલ્પના પ્રમાણે કર્યો છે.આ બધી રચનાઓમાંથી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ મને સૌથી વધારે ગમે છે. 

સપનાનો વાણો, ને સ્નેહનો તાણો

બે    નું      ગૂંથેલું     જીવન    જાણો;

આની  કોરે રમણા, પેલી કોરે ભ્રમણા

 વચ્ચે   વહ્યાં  જાય   જીવન    જમના.”

 જીવનની આનાથી વધારે સુંદર પરિકલ્પના હોઈ જ ન શકે. 

મકરંદ દવેને જીવન સિતાર જેવું લાગે છે. તેઓ પૂછે છેઃ

દોસ્ત, વહેતા જીવનની
કોણ સિતાર સુણાવે છે?
બેઠો છે ક્યાં બજવૈયો ?
કૈં સૂર નથી, કૈં સાજ નથી.
 

અકબરઅલી જસદણવાલા તો જીવનને પોતાની મરજી મુજબ ઢાળે છે. તેઓ કહે છેઃ 

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન  કરી  લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે અકબરના જીવનમાં ?
વિસર્જન થાય છે  નિત્, નિત્ નવું  સર્જન કરી લઉં છું.
 

અમૃત ઘાયલે તો જીવન વિષે ઘણી બધી વાતો કરી છે. દા.ત. 

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું    પછી    થોડું   ઘણું  એને  મઠારું  છું
;
ફરક  તારા  ને મારા વિષે છે   એટલો   જાહિદ,
વિચારીને  તું જીવે છે  હું  જીવીને   વિચારું  છું.”

અહીં ઘાયલ જીવન સાથે છેડછાડ કરતા નથી, થોડું ઠીકઠાક કરી લે છે. 

તેઓ બીજી જ્ગ્યાએ લખે છેઃ

જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ઘાયલનું
છતાં હિંમત જુઓ કે નામ અમૃતલાલરાખે છે

ભાઈ વાહ! ખરેખર હિંમતવાળા છે ઘાયલ. 

બીજી એક જ્ગ્યાએ ઘાયલને માશુકા વગરનું જીવન જીવવા જેવું જ નથી લાગતું,

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?
જીવનમાં   જીવવા   જેવું    કઈ   તારા   વગર   ક્યાં    છે ?”

ઘાયલ સાહેબ જરા શોધો, બીજું ઘણું બધું છે. 

બરકત વિરાણી તો જીવનને સાચું માનતા જ નથી. એમને તો સપના જેવું લાગે છેઃ

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું  એવી  જાગ્રુતિમાં  કે  વધુ  જાગી  નથી      શકતો,”
 

આદિલમન્સૂરી સાહેબનું જીવન તો પાણીની જેમ વહી ગયું.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
 વર્ષો જીવનનાં પાણી બની 
 સરી ગયાં

આદિલ સાહેબ, જીવન તો બધાનું ઝડપથી વહી જાય છે. 

અસિમ રાંદેરી સાહેબ તો પોતાનું જીવન કટકે કટકે જીવ્યા છે.

બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,
 જીવન  પણ   છે  કટકે  કટકે.

આમ તો આપણું બધાનું જીવન કટકે કટકે જ જીવાય છે. 

બરકત વીરાણીએ ખૂબ સરસ વાત કહી છેઃ

બેફામ’  તોયે   કેટલું   થાકી   જવું     પડ્યું?
 નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
 

અને આખરે, જીવનને ઈશ્વર અથવા માસુકાને સોંપનાર ગઝલકાર કહે છેઃ

“તમારી સૂચના  છે  સૌ  ગતિમાં

    તમે   કહ્યું   તો  ગગન   ફરે    છે

    તમારી   આંખોની   સાથ   સાથે

    અમારૂં   આખું   જીવન   ફરે   છે.”

અને અંતેઃ

“આ  મળ્યું  જીવન  છે જેવું એને જીવી જાણો,

અને મળ્યો જેમનો સાથ એને સહી પહેચાણો”  

— પી.કે.દાવડા ,ફ્રીમોન્ટ  

 

 શ્રી પી.કે.દાવડા ની ઈ-બુકો

( નીચેના ચિત્રો ઉપર ક્લિક કરીને ઈ-બુકોમાંનું સાહિત્ય  વાંચો .)

azadi……malava_jewa….ap

 

gita……..કંઈક કવિતા જેવું…..shodhkhol_uper_adharit    kavitaman

   

manthan……mari-dristie…..

2 responses to “( 991 ) કવિતા અને ગઝલોમાં “જીવન”…. શ્રી પી.કે.દાવડા

 1. La' Kant " કંઈક " ડિસેમ્બર 18, 2016 પર 6:05 એ એમ (AM)

  *
  *Dt- ​૧૮.૧૨.૧૬ ​*

  **La’ Kant sends Greetings [ Responds’INNER CALL’ ]**

  **Jay ho.* *Dear Aatman “​ vrp,pkd​ ” *
  *​*
  *બેઉને​ અભિનંદન ..”દિલસે…..”​*
  *​*

  *“ઓ દોસ્ત, વહેતા જીવનનીઆ કોણ સિતાર સુણાવે છે?આ બેઠો છે ક્યાં બજવૈયો
  ?કૈં સૂર નથી, કૈં સાજ નથી.”*

  *​નાં પ્રતિભાવમાં ……​*
  *”​**ભવ્ય* *કોઇની* *ભીતર* *બંસી* *બાજી* *છે**!*

  *કેમ* *કરીને* *રોકું*?*કો**’* *“**હું**”* *કાર* *હાંવી* *છે*,

  *અસીમ* *અંતરે* *આરત* *અકળ* *જાગી* *છે**!*

  ‘*ચેતન*’*સળવળ* *મહીં* *અનહદ* *જાણી* *છે**!*

  *અકળની* *કળતર* *બહુ* *સઘન* *માણી* *છે**.*

  ‘*પરમ*’*નો* *પાવન* *પારસ**-**સ્પર્શ* *કરતો* *હું* *!*

  *“* *હું**”* *ની* *જ* *પ્રદક્ષિણા* *ફરીફરી* *કરતો* *હું**!*

  *માત્ર** “**અહં* *બ્રહ્માસ્મિ**”* *વારંવાર* *રટતો* *હું**!*

  *કોઈ* *કરતું* *સતત* *રટણ** ‘**શુદ્ધાત્મા* *છું**’* *હું* *!*
  *​ ​એજ* *વાત* *મારી*
  *ભાષા**-**શૈલીમાં* *કરતો* *હું**!*

  *​”*
  *———————————————————————————————-*

  *”​મારૂ​ ​​​કામ સરળતાથી ચાલે​ ​છે ​”​ અમેરિકામાં જીવનનો અંતિમ પડાવ …*
  *પરશોત્તમભાઈ​ દાવડાનાં સરળ , વિગતવાર આત્મીય લાગે તેવી શૈલી *
  *પ્રભાવક લાગી . 36​માં પાના પર ​​​ એક સરસ કોમ્પ્રોમાંઈઝીંગ વલણની *
  *સાહેદી પૂરે છે .​*
  *”અહીં મેં​ ​જે લખ્યુ​ ​​છે​ ​એવી જ પરિક્સ્થતિ બધા કુટુબોમા છે​ ,​એવુ​
  ​મારુાં કહ​વું ​નથી. *
  *મેં​ ​તયાાં​ ​જે જોયુ​ ​​​છે​ ​અને​ ​જે હુ​ ​સમજ્યો છાંિેમેંલખ્યુાં​
  ​છે.​”​*
  * આ એકરારમાં તેમની વયની પરિપક્વતાજન્ય મોડેસ્ટી,નમ્રતાના દર્શન થાય છે .*
  * ​”​​હજારો વર્ષપહલે ા આપણા ર્ાસ્ત્રોમાાં “વસધુ વૈ કુટુાંબકમ” ની જે વાત કરી
  છે, *
  *આપણે એની નજદીક પહોંચી રહ્યા છીએ​”*
  *​આ કથન​ દાવાડાજીની સ્વિકૃતિભાવના અને વિશાળ દૃશ્તીબીન્દુનું પરિચાયક
  છે.[પેજ-૫૧]*
  *બે ​ દેશોનામાં જીવનમાં ‘ફર્ક’ ​ સ્પષ્ટ-પૂરબ-પશ્ચિમ અને ઉત્તર દક્ષીણ નો
  હકીકતે છે જ …… *
  *”જે છે તે સહી જ ” આ સ્વિકારભાવ રાખ્યા [સ્વીકાર્યા] સિવાય છૂટકો છે ?*

  *​”​આમ માત્ર હવામાન જ નરહિં, સાસ્ાં કૃનતક, સામાજીક અનેજીવનના પ્રત્યેક
  ક્ષેત્રમા ફરક જણાય છે. મનેલાગેછેકેહુાં **ધરતીનેબીજે છેડેઆવી ગયો છાં. પણ હવે*
  *“અઠ્ઠે દ્વારકા”, બીજુ​ શું ?​”​ [પેજ-54] ** અમુક ભાષાકીય ,ઇગ્નોર કરવા
  જેવી સામાન્ય ભૂલો-ક્ષતિઓ સિવાય એકંદરે સરસ સર્જન ..*
  *બેઉને​ અભિનંદન ..”દિલસે…..”​*

  **La’Kant / L.M.Thakkar , *[ +91 9819083606 – With WhatsApp’.]*
  **Sharing enriches”!Just DO IT. *Wishing U ALL the BEST for your
  journey ahead** *
  **You MAY SEE-**
  -<https://paramaanand.wordpress.com/2015/11/10/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-0%AA%95%E0%AA%A5%E0%AA%A8/
  >**

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: