વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 2, 2017

( 997 ) મંજિલ કરતાં વધુ આનંદ મુસાફરીમાં આવે છે ….. N Raghuraman

n-raguraman-article

મંજિલ કરતાં વધુ આનંદ મુસાફરીમાં આવે છે
N Raghuraman

આ વખતે ક્રિસમસનો દિવસ રવિવારે આવ્યો. રજામાં મેં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર મિત્રોને જોવાનો નિર્ણય લીધો. મારો મોબાઇલ હાથમાં લઇને બેઠો જ હતો કે શિમલાથી કેટલાક લાઇવ વીડિયોઝ સામે આવવા લાગ્યા. આ હિલસ્ટેશન પર આ સિઝનની પહેલી બરફવર્ષા થઈ હતી. મિત્રો શિમલામાં બરફવર્ષાનો આનંદ લઈ રહ્યા હતા. બાળકો બરફ ભેગો કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં હતાં. પેરેન્ટ્સ બાળકોની એ યાદગાર ક્ષણોને રેકૉર્ડ કરીને આનંદનો અનુભવ કરી રહ્યાં હતાં. બાળકોએ બરફનો પહેલી વાર અનુભવ કર્યો હતો, જેના વિશે તેમણે ફક્ત વાર્તાઓ અને સ્કૂલના પુસ્તકોમાં વાંચ્યુ હતું.

અજમેરનો ધોરણ ત્રણનો વિદ્યાર્થી ગુરબખ્શ સિંહ પિતા રાજેન્દ્ર સિંહની સાથે મુસાફરી પર હતો. તેઓ મરુસાગર એક્સપ્રેસમાં રાજસ્થાનથી કેરળના અર્નાકુલમની મુસાફરી પર હતા. કુલ 45 કલાકની 2,555 કિલોમીટરની મુસાફરીમાં 30 સ્ટોપ હતા. પોતાના નામ મુજબ જ આ ટ્રેન મુસાફરોને સૂકાયેલા એટલે કે રણપ્રદેશ(મરુ)માંથી પાણી(દરિયાઈ)ના પ્રદેશ કેરળ લઈ જઈ રહી હતી. મને એટલે રસ પડ્યો, કેમ કે આ પોસ્ટમાં મુસાફરીના આ પરિવર્તનને રેકૉર્ડ કરી લેવામાં આવ્યો. એવું અત્યારે દુર્લભ છે.

પિતાએ મુસાફરીની દરેક ક્ષણને રેકૉર્ડ કરી. દરેક સ્ટેશનના બોર્ડની આગળ પુત્રની તસવીર લીધી. તસવીરોને સ્ટેશનની વિશેષતાઓની સાથે ફેસબુક પર પોસ્ટ કરી. મારું બાળપણ પણ આવું જ હતું. દરેક સ્ટેશન પર મારા પિતા તેની ખાસિયત વિશે મને સમજાવતા. જેમ કે સોલાપુર ચાદરો માટે જાણીતું છે. ગુરબખ્શ સિંહની મુસાફરીની તસવીરોએ મને મારી એ મુસાફરીને યાદ અપાવી દીધી.

આપણે બધાને પોતાની શરૂઆતની ટ્રેન યાત્રાના કેટલાક અનુભવ યાદ રહે છે, પણ હું બાળપણની આ પળોને ક્યારેય ભૂલ્યો નથી. નાનાં બાળકો દૃશ્ય જોવા માટે બારીઓ પર આવી જતા, જ્યારે ટ્રેન કોઈ વળાંક લેવાની તૈયારી કરી રહી હોય. બધાં બૂમો પાડતા કે મમ્મી મેં ગાર્ડ અને એન્જિનને જોયું. હવે લાગે છે કે એ સમયે જો મોબાઇલ અને કેમેરો હોત તો આ દૃશ્ય તેમા કેદ થઈ ગયાં હોત. રાજેન્દ્ર સિંહે મને કહ્યું કે બાળપણથી મોટા થવાની મુસાફરી કેવી રહી, એટલા માટે હું ભવિષ્ય માટે તેના જીવનને દરરોજ રેકોર્ડ કરું છું.

ફંડા એ છે કે, ઉંમરના કોઈ તબક્કે મોટા ભાગના લોકોને એવું લાગે છે કે જીવનનો વાસ્તવિક આનંદ તો મુસાફરીમાં જ મળે છે.

એન. રઘુરામન.

સૌજન્ય- દિવ્ય ભાસ્કર

આ પોસ્ટ મુકતો હતો ત્યારે મને ” આદમી મુસાફિર હૈ ” એ નીચે વિડીયોમાં છે એ ગીત યાદ આવી ગયું .
Aadmi Musafir Hai Aata Hai Jata Hai | Lata Mangeshkar, Mohammed Rafi | Apnapan 1977