વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 1001 ) અમદાવાદની ઉત્તરાણ /વાસી ઉતરાણ – જન્મ દિવસનાં સંસ્મરણો

૧૫મી જાન્યુઆરી,૨૦૧૭ એ મારો ૮૧ મો જન્મ દિવસ છે.આ દિવસે મારી જીવન યાત્રાનાં ૮૦ વર્ષ પૂરાં કરીને હું ૮૧ ના દસકામાં પ્રવેશ કરી રહ્યો છું.સમય સમયનું કામ કર્યે જાય છે. દર વર્ષે ઉંમરના સરવાળામાં એક વર્ષ ઉમેરાતું જાય છે .જીવનનો દરેક સૂર્યોદય નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામતો હોય છે.

૧૪ મી જાન્યુઆરીનો દિવસ એટલે ઉતરાણ એટલે કે પતંગોત્સવનો દિવસ.૧૫મી જાન્યુઆરીએ વાસી ઉતરાણ અને સાથે મારો જન્મ દિવસ .આ બન્ને દિવસોએ ભૂતકાળમાં માદરે વતન અમદાવાદમાં માણેલ પતંગોત્સવ અને જન્મોત્સવના બેવડા આનંદની એ મધુર યાદો આજે તાજી થઇ જાય છે.

આ બન્ને દિવસોએ સવારથી સાંજ સુધી બંગલાના ધાબા પર પતંગ ચગાવવા,કાપવા તથાકતા કાટા હૈ ની બુમો પાડી આનંદ વ્યક્ત કરવો એ અને ધાબા પર જ ઊંધિયુ,જલેબી,બોર,જામફળ,તલના લાડુ,દાળ વડા અને મગફળીની ચીકીની એ સમૂહમાં કરેલી જયાફત .. વાહ …એ બધી કરેલી મજા કેમ ભૂલાય !એવો આનંદ અહીં અમેરિકામાં કેટલો મિસ થાય છે!

જાન્યુઆરી ૨૦૦૮ માં હું મારા પ્રિય વતન અમદાવાદમાં હતો . એ વખતે ઉતરાયણ અને વાસી ઉતરાણ પર ધાબા ઉપર ચડીને સ્નેહીજનો સાથે પતંગ ચગાવવાની મજા મન ભરીને માણી હતી.એ પ્રસંગની કેટલીક યાદગાર તસ્વીરો .

ગયા વરસે મારા ૮૦ મા જન્મ દિવસે ૨૧ વાર્તાઓ અને ૨૧ ચિંતન લેખોના બે ઈ-પુસ્તકોનું વિમોચન કરી એક નવું પ્રસ્થાન કરેલ એ અંગેની પોસ્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

એવી જ રીતે મારા ૭૯મા જન્મ દિવસે મારા ગત જીવન-ફલક પર એક નજર કરી થોડું આત્મ મંથન અને ચિંતન કરેલું એ પોસ્ટને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

મારું સમગ્ર કુટુંબ-બે પુત્ર ,પુત્રીના પરિવાર સાથેનો ફોટો

maro-varso 

મારી આજ સુધીની ૮૦ વર્ષની જીવન યાત્રા દરમ્યાન આ સોનેરી કાળને સ-રસ અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અનેક સહૃદયી મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો હૃદયથી આભાર માનું છું.

 

તારીખ- જાન્યુઆરી ૧૫,૨૦૧૭ ,

૮૧ મો જન્મ દિવસ …. વિનોદ પટેલ, સાન ડિયેગો.

vrp-utran-2

 

16 responses to “( 1001 ) અમદાવાદની ઉત્તરાણ /વાસી ઉતરાણ – જન્મ દિવસનાં સંસ્મરણો

 1. Ramesh Kshatriya જાન્યુઆરી 16, 2017 પર 2:37 પી એમ(PM)

  Vinodbhai many many return of the day, God bless yu and yu will get success @ every step in yr life.

 2. deejay35(USA) જાન્યુઆરી 16, 2017 પર 10:43 એ એમ (AM)

  વર્ષગાંઠ મુબારક હો.

 3. girishparikh જાન્યુઆરી 15, 2017 પર 9:37 પી એમ(PM)

  વિનોદભાઈઃ જન્મદિન મુબારક.

 4. pravinshastri જાન્યુઆરી 15, 2017 પર 6:35 પી એમ(PM)

  સાદર વંદન સહિત અનેક શુભેચ્છાઓ.

 5. pragnaju જાન્યુઆરી 15, 2017 પર 5:18 પી એમ(PM)

  જન્મદિનની શુભેચ્છાઓ
  અને ઉતરાણના સ્મરણો આંખ ભીજવી ગયા
  મુ શ્રી વિનોદભાઇ
  સસ્નેહ વંદન
  જન્મ દિનની અનેક શુભેચ્છાઓ.
  આજે જ નીરવરવે પર તમારો પ્રેરણાદાયી પત્ર મુક્યો છે.
  બ્લોગ જગત છોડવાની અનેક સ્નેહીઓની સલાહ વચ્ચે આપ જેવા વડીલોની સલાહથી નવું જાણવાની શીખવાની પ્રેરણાદાયી પ્રતિભાવ આપવાની પ્રેરણા મળે છે.મારી તથા ચિ સૌ યામિની અને ચિ પરેશની નાની નાની વિગતો શોધી તમે ઓળખાણ આપી છે તેને લાયક થવાની શક્તિ માટે પ્રભુ પ્રાર્થીએ.
  ओं તચ્ચક્ષુર્દેવહિતં પુરસ્તાચ્છુક્ર મચ્ચરત । પશ્યેમ શરદઃ શતં જીવેમ શરદઃ શતં શ્રૃણુયામ શરદઃ શતં પ્રબ્રવામ શરદઃ શતમદીનાઃ સ્યામ શરદઃ શતં ભૂયશ્ચ શરદઃ શતાત્
  પ્રજ્ઞાજુ

 6. Ramesh Patel જાન્યુઆરી 15, 2017 પર 3:16 પી એમ(PM)

  આપના પ્રેરણાદાયી વ્યક્તિત્વની ખુશાલી એ પરિવાર ને મિત્ર મંડળને મળેયી પ્રસાદી છે. જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

 7. Anila Patel જાન્યુઆરી 14, 2017 પર 11:53 પી એમ(PM)

  Many many happy returns of the day Vinodbhai.
  Hu to India avi gai ane Uttarayan-no labh lidho. Amadavad, vadodara Surat ane Khambhatni uttarayan Gujaratma khoob janiti chhe. Pitani sarkari nokarine karane aa badhi jagyaono labh , ane malyo chhe. Sachej utsvoni majato bharatmaj.

 8. smdave1940 જાન્યુઆરી 14, 2017 પર 11:33 પી એમ(PM)

  HAPPY BIRTH DAY AND ALL THE BEST WISHES TO YOU. ALSO WISH YOU HEALTHY AND VERY LONG LIFE..
  TO DAY IS MY BIRTH DAY ALSO. I HAVE COMPLETED 77 YEARS. AND I AM IN AMEDABAD AND ENJOYING UTTARAYAN FOR TWO DAYS.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: