વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1002 ) આતાજી ( હિમતલાલ જોશી ) ની ચિર વિદાય…… શ્રધાંજલિ

atta-no-more-2-2

૯૬ વરસના જીંદાદિલ મિત્ર આતાજીના દુખદ સમાચાર દિલને આંચકો આપી ગયા.ઘરનું જ કોઈ સ્વજન ચાલ્યું ગયું હોય એવી આઘાત અને શોકની લાગણી થઇ આવી. છેલ્લા બે વર્ષથી તેઓ ટેનીસીમાં એમના પુત્ર દેવ જોશીના પુત્ર ડેવિડના પરિવાર સાથે રહેતા હતા.

ન્યુ જર્સીથી મિત્ર પ્રવીણભાઈના ૧૫ મી જાન્યુઆરીના ઈ-મેલમાં આ શોકજનક સમાચાર જણાવતાં એમણે લખ્યું હતું :

મિત્રો,
હમણાં જ દેવ જોશી નો ફોન હતો.
એક કલાક પહેલાં આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.

શુક્રવારે એમનો ફોન હતો, અને દિવ્યભાસ્કરના ઈન્ટરવ્યુની વાત કરી, ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો કરી હતી. આપણા અન્ય સૌ મિત્રોને જણાવશો.

– પ્રવીણ શાસ્ત્રી.

આતાજી જેવા જીંદાદિલ મિત્ર હવે રહ્યા નથી એ માની શકાતું નથી.એમના  પ્રેમાળ અને રંગીલા અને હસમુખા સ્વભાવનાં દર્શન એમની અનેક ઈ-મેલોમાં જોવા મળે છે. એમની ઘણી ઈ-મેલો જેમાં એમણે એમનું હૃદય ઠાલવીને લખ્યું છે એ મેં સાચવી રાખી છે.એમના બ્લોગ આતાવાણીની બધી પોસ્ટમાં પણ એ આપણી સાથે વાત કરતા હોય એમ લાગ્યાં કરે છે.આ બધા લેખોમાં એ જીવંત રહેવાના છે. બ્લોગીત સાહિત્ય એમનો ખરો પરિચય કરાવે છે કે એરીજોનાનો આ સાવજ કઈ માટીનો બનેલો હતો.

થોડા મહિનાઓ પહેલાં પડી જવાથી એમને થાપા- હીપ રીપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવું પડેલું એમાંથી તેઓ એમના મજબુત મનોબળથી ઉભા થઇ છેલ્લે સુધી કાર્ય રત રહ્યા હતા.ફોન પર ની વાતોમાં એમના અડક આત્મ વિશ્વાસની પ્રતીતિ થતી હતી.એમના  જીવનમાંથી ઘણું  બધું શીખવા જેવું છે. 

૯૬ વર્ષ નું ભરપુર જીવન તેઓ ખુમારીથી જીવ્યા અને શાંતિથી પોઢી ગયા .જીવનમાં ય ખુમારી અને મોતમાં ય ખુમારી.ફોન ઉપર અગાઉ એમની સાથે ઘણીવાર કરેલી લાંબી વાતો યાદ આવે છે. એ સાવજ નો અવાજ શું હવે સાંભળવા નહિ મળે ! મનાતું નથી !

આતાજીની ખોટ એમના કુટુંબને તો પડી જ છે પણ એમના વિશાળ મિત્ર પરિવારને માટે એ ખોટ ઘણા લાંબા સુધી સાલશે.

મારા જેવા અનેક મિત્રોના મિત્ર આતાજીને હાર્દિક શ્રધાંજલિ .

પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનો અને મિત્રોને એમના અવસાનથી પડેલ ખોટને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે દિલી પ્રાર્થના.

આતાજીના જીવનથી પ્રભાવિત થઈને જાણીતા ગુજરાતી બ્લોગ વેબ ગુર્જરી એ સૌ ગુજરાતીઓ વતી આતાજીને ૨૦૧૩ માં સન્માન પત્ર એનાયત કરેલો એ નીચે પ્રસ્તુત છે. એમાંથી એમના જીવન અને કાર્યનો અંદાજ આવી જશે.

attaji-sanmaan-web-guj

આતાજીના બ્લોગ આતાવાણીની આ લીંક પર એમનો વિગતે પરિચય અને બીજી વિશેષ માહિતી વાંચી શકાશે,

પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવનાર આતાજી

મુરબ્બી આતાજી મને અવાર નવાર એમના ઈ-મેલ મારફતે એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપતા હતા  જેમાં એમના હૃદયના પ્રેમનાં દર્શન થતાં રહેતાં .મારા બ્લોગ વિનોદ વિહારમાં મુકાતી ઘણી પોસ્ટમાં એમનો પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરતા એ યાદ આવે છે. 

આતાજીનો પ્રેમ કદી નહી ભૂલી શકાય.આ તે કેવો કઠોર સંજોગ કે ૧૫મી જાન્યુઆરીએ મારો જન્મ દિવસ આખો આનંદમાં ગયો અને સાંજે આતાજીના અચાનક અવસાનથી મારી સાંજ શોક અને દુખમાં પલટાઈ ગઈ! આનંદ અને શોક એ જીવનનો કેવો વિચિત્ર ક્રમ હોય છે !

તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨ – મારા ૭૬ મા જન્મ દિવસ પ્રસંગે એમણે મને એમના ઈ-મેલમાં જે આશિષ વચનો લખ્યા હતા એમાં એમનો પ્રેમ અને એમના દિલની નિખાલસતા જોવા મળે છે.એમનો ઈ-મેલ આ પ્રમાણે હતો.

સ્નેહી ભાઈશ્રી વિનોદભાઈ પટેલ

સૌ પ્રથમ તમને તમારા જન્મ દિવસની વધાઈ આપુ છું.

તમે તમારા કઠોર દિવસો ઠોકર મારીને દુર હડસેલી દીધા .અને તમારા નામ પ્રમાણે “વિનોદ વૃતિ “ટકાવી રાખી .તમારી પાસેથી ઘણું શીખવા જેવું ,અને જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું છે.

Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.

આતાજીની ચાર પેઢી દર્શાવતી એક તસવીર-કુટુંબ વર્તુળ  atta-family

આતાજી, પુત્ર દેવ જોશી, પૌત્રી તાન્યા , પૌત્ર  ડેવિડ અને એનાં બે બાળકો- પુત્ર ,પુત્રી 

આતાજીના જીવનના વિવિધ તબક્કે લીધેલ તસ્વીરોનાં બે આલ્બમ  Aataa picasa albums ( સૌજન્ય- શ્રી મહેન્દ્ર ઠાકર )

 

1.Himatlal Joshi ……. 2.Aataa Wife & Parents

આતાજી જ્યારે ફીનીક્સ ,એરીજોનામાં એકલા રહેતા હતા ત્યારે એમને હૃદયની તકલીફને લીધે હોસ્પીટલમાં એકાએક જવું પડ્યું હતું .  નીચેના વિડીયોમાં એ વખતની વાત તેઓના મુખે સાંભળો.આ વિડીયોમાં એરિજોના ના સાવજની ખુમારી નાં દર્શન થાય છે. 

Published on May 26, 2012
Hospital_Experience-Himatlal

નીચેના વિડીયોમાં આતાજીને એમના લખેલા કબીર ભજનને ગાતા સાંભળી શકાશે.આ ભજન એમણે કબીર સાહેબને અર્પણ કર્યું છે.
Uploaded on Jun 22, 2011

આતાજી વિષે અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવેલી બે પોસ્ટ

( 546) અમેરિકામાં વૃદ્ધ જનો સાથેના મારા અનુભવો …..આતાજી

(216) ૯૩ વર્ષના યુવાન બ્લોગર મિત્ર શ્રી હિમ્મતલાલ જોશી- આતાજીને ૯૩મા જન્મ દિને શુભેચ્છાઓ 

 

7 responses to “( 1002 ) આતાજી ( હિમતલાલ જોશી ) ની ચિર વિદાય…… શ્રધાંજલિ

 1. pragnaju જાન્યુઆરી 16, 2017 પર 1:22 પી એમ(PM)

  આઘાતજનક સમાચાર
  એક જમાનાના દિગ્જજો ગણાતા કલાકાર-કસબીઓ ઢળતી ઉંમરે એવી ગુમનામીમાં પહોંચી જાય છે કે ક્યારેક તો માત્ર તેમની માંદગી કે મરણના સમાચાર આવે ત્યારે જ યાદ આવે કે આ કલાકાર હજી આપણી આસપાસ છે કે હતા!
  પણ
  આતાજી જે રીતે પ્રેરણા આપતા તે રીતે તેઓ આપણી વચ્ચે જીવતા જ રહેશે .ધન્ય તેમનું જીવન અને સહજ મહાપ્રયાણ..

  Like

 2. Pravin Patel જાન્યુઆરી 16, 2017 પર 6:08 પી એમ(PM)

  આતાજી ફિનીક્ષ રહેતા ત્યારે અવારનવાર મિલન થતું,ફોન અને ઈ મેલ દ્રારા સંપર્ક થતો હતો !
  ફિનીક્ષ ત્યાગી ટેનેસી વસવાટ કરવા ગયા ત્યારે મારી સાથે ફોટો પડાવતા હસતા હસતા કહ્યું હતું કે જબ આતા નહી હોગા તબ યહ તસવીર કામ લગેગી !
  તેઓનો ફોટો સદાય તેમની યાદ કરાવતો રહેશે !

  Like

 3. pragnaju જાન્યુઆરી 17, 2017 પર 6:11 એ એમ (AM)

  આજે યાદ

  ← તેમનો મગર હમ ન હોંગે અણસાર
  તેમને ગમતા-તેમના શબ્દમા અનુભવેલ– બોટાદકરના કાવ્ય ની યાદ આપે
  અવસાન
  ( શિખરિણી )
  અધૂરી અાશાઓ હૃદય મહિં રાખી હૃદયની, અહો ! સૂતો આજે કરી અહીં પથારી મરણની;
  વહે ધીમી નાડી, શિથિલતર અંગો થઈ ગયાં, હવે લેવા શ્વાસો પરિમિત મદર્થે રહી ગયા.
  ગઇ અાંખો ઉંડી, પ્રથમ સમ દૃષ્ટિ નવ પડે, ક્રમેથી કર્ણાદિ અબળ અતિશે ઇંદ્રિય બને;
  ઘડી ઉંડો ઉંડો ઉતરી પડું પાતાલ-તલમાં, ઘડી વાયુવેગે વિવશ વિચરૂં વ્યોમ–પથમાં.
  ઘડી હાહાકારે બધિર શ્રવણે આ બની જતા, ધડી મંજુ ગાને હૃદય અનુવર્તે રસિકતા;
  ઘડી સ્વર્ગસ્થોનો સહચર બનીને વિચરતો, ધડી જીર્ણારણ્યે, ભયંકર નિદ્રાઘે ભટકતો.
  સમીપે શું થાયે ? ખબર નહિ તેની ધડી પડે, વિલાપો વ્હાલાંના સકરૂણ ઘડીમાં મન દહે,
  ઘડી કાન્તાસંગે કદલીવનમાં કેલિ કરતો રીસાતી રામાને પ્રણય-પટુતાથી રીઝવતો.
  ઘડી અંકે રાખી સુતવદન હોંશે નિરખતો, શુણી કાલાં ઘેલાં મૃદુ વચન હૈયે હરખતો;
  થતી હૃત્સૃષ્ટિમાં બહુ વિધ ક્રિયાને અનુભવું, ન જાણે જેનારાં, પરવશ નહિ હું કહી શકું.અરે ! એની આશા સહજ સહુ લાગી સળગવા, વિચારો ધારેલા ઉર ઉછળી આવે ખસી જવા.
  ભિષણ ધ્યાનાભાસે ધમની અવલોકે કર ધરી, ઘડી અાશાવેશી, ઘડી ઉર નિરાશા ઉલટતી; અ
  રૂએ માતા પેલી, જનક–મન છાનું અહીં રુએ, નિરાશે, નિઃશ્વાસે, વ્યથિત બની મારૂં મુખ જુએ;
  રે ! શાને ઘેલા વિફળ વિષયે યત્ન કરતે ? ઉકાળા આ કાળા દઈ વિવિધ કાં દેહ ભરતો ?
  ચડ્યું સ્કંધે ચાહી નહિ મરણ પાછું હઠી જશે, ઉપાયો સૌ તારા વન-રૂદન જેવા થઇ જશે.

  દશા આ સર્વેની જરૂર બનવાની જગતમાં, હું આજે તું કાલે નહિ ધરવી શંકા નિધનમાં.
  ઉદાસી મિત્રો ને પરિચિત જનો સૌ કળકળે, પૂછે વારે વારે, અભિલષિત ના ઉત્તર મળે;
  રહી શાંતિ વ્યાપી પિતૃવિપિન જેવી સદનમાં, શુણી શું મૃત્યુનો પદરવ સહુ મૌન ધરતાં ?
  અરે ! આ એકાંતે રડતી મમ ભોળી પ્રિયતમા, મૂકે છે નિ:શ્વાસો પ્રલયસમયસ્પર્શન સમા;
  ઘડી પાસે આવી મુજ વિલોકી નવ શકે. અધીરાં આંસુને વિપળ પણ રેાકી નવ શકે.
  દશા એના દુ:ખી હૃદય તણી કેવી થતી હશે ? નિરાધારા દારા વિપદનિલથી વેપતી હશે !

  સુભાગી શુંગારો ઘડી પછી શું એના ઉતરશે ? અરે ! શું મૃદ્ધંગી પ્રિયવિરહ વૈધવ્ય ભજશે ?
  દયા લાવી એની નિકટ જન કોઈ નથી જતું, મુંઝાણી જાણી ના પતિવચનથી શાત કરતું;
  પડે જેને માથે સહન જગમાં તે જન કરે, સહુ દુઃખે ડૂબ્યાં, ક્યમ ઇતરનું સંકટ હરે ?
  રૂદંતી રામાની સમીપ શિશુ પેલાં ટળવળે, મુખે વીલે રોતાં, જનની મુખ જોતા પળપળે;
  “અહો ! માતા ! શાને રૂદન કરતી દીન વદને ? “પિતા કાં ઉઠે ના ? નિકટ નવલે કેમ અમને ?”
  “બિચારાં ઓ ! મારાં શિશુ સતત ભાગી સુખતણાં ! “શિરે છાયાં અભ્રો નિરખી ન શકો સંકટ તણાં;
  “રડે શાને બાપુ ! તમ જનક આરોગ્ય લઈને,”પથારીથી કાલે જરૂર ઉઠશે સ્વસ્થ થઈને.
  “હસી બેાલી હેતે તમ હૃદયને હૃષ્ટ કરશે, “રમાહીને રંગે, સતત લઈ સંગે વિચરશે;”
  દિલાસા દેતી ને હૃદય સરસા ચાંપતી અરે ! પરંતુ પ્રાણેશે હૃદય કંઈ વિશ્વાસ ન ધરે.
  પિતાને સૌ પૂછે, કંઈક જન પૂછે જનનીને, પરંતુ આને કયાં પૂછવું મમ આરોગ્ય જઈને ?
  ભુંડા ભાવી તર્કો હૃદય પટ ચીરે અયુતધા, મને વ્હાલાં કેરાં અહિતશતશંકાકુલ સદા.
  ઘડી એક સ્થાને ઠરી નવ શકે ધીરજ ધરી, વિપજ્જાલે પેસી હરિણી સમ કંપે હર ધડી;
  સુરોને સંભારી વિહિતવિનયા પ્રાર્થન કરે, પતિને મૃત્યુના કર થકી મૂકાવા કરગરે.
  ઘડીમાં શાંતિથી શ્રવણ દઈ સાશંક શુણતી, સગાંના સંવાદે ભયચકિત ભીરૂ ભડકતી;
  અરેરે ! સંસારે જરૂર સુખ શોધ્યું નવ જડે, વડા વિઘુત્પાતે કદલી ઢળીને કાં નવ પડે ?
  ખરે ! પામી મૂર્ચ્છા, નહિ જઈ ઉઠાડે નિકટ કો, ધડી જાતાં ઉઠી, અહહ ! દુઃખકારી સમય શો !
  સગું તેનું સાચું નહિ જગતમાં કો પણ રહ્યું,પતિ પ્હેલાં હા ! શું સકળ સુખ દૂરે વહી ગયું !
  અરે ! શાને શાણી ! મમ હૃદયરાણી ! ટળવળે ? સલુણી છોડી દે રૂદન, નહિ તેથી કંઈ વળે,
  વિપત્તિ પ્રાણીને સહન કરવાની શિર સદા, સુખો દુઃખો સર્વે મનુજ-ગણ માટે નહિ મૃષા.
  સ્થિતિ જોને ! કેવી બહુવિધ બને એક દિનની ? ઋતુના ભેદેથી ષડવિધ નથી શું વરસની !

  અને તેવી રીતે સમય વધતાં આ શરીરની, દશાભેદે એવી સ્થિતિ થતી સદા સંસૃતિ તણી.
  શિરે સૌને શાણી ! મરણ રજની ને દિન વસે, સુએ, બેસે સર્વે પણ વિપળ ત્યાંથી નવ ખશે;

  જવું વ્હેલું મોડું ત્યજી જગત, પ્રાણી સકળને, રડ્યાથી, કુટ્યાથી, વિધિનિયમ મિથ્યા નહિ બને.
  સગાં ને સંબંધી પવનવશ સૌ અભ્ર સરખાં, થઈ ભેગાં છૂટે વિવિધ ભવનોમાં વિહરતાં;

  ગયા જોને ! કોટિ મનુજ, ત્યજીને સર્વ મમતા, જવું તેવી રીતે, શરીરધરને શી અમરતા ?
  વિપત્તિ જે વ્હાલી ! શરણગતની સત્વર હરે, ત્યજાવે સૌ ચિંતા, પ્રણયરસથી માનસ ભરે;
  પ્રભુની પ્રાપ્તિને પુનિત પથ ઉદ્ઘાટિત કરે,અરે ! એ મૃત્યુનું શરણ ભયકારી ક્યમ ઠરે ?
  વિયેગાવસ્થાને અમુક દિન તું સહ્ય ગણજે ! નિરાંતે દેહાંતે મુજ હૃદયને આવી મળજે !
  અદેહીની સૃષ્ટિ, સતત સુખવૃષ્ટિ થકી ભરી, યથાકાળે કાન્તે ! અભય બનવું ત્યાં પદ ધરી.
  નહિ જ્યાં સંસારી સહજ પણ દુઃખો રહી શકે, નહિ જેની કીર્ત્તિ સુરગુરૂ સમાએ કહી શકે;
  સુરોની સંગાથે રસભરિત જ્યાં અંતર રમે, પ્રિયે ! એ સૃષ્ટિમાં ગમન મનને કેમ ન ગમે ?
  જવા દે ઉત્સાહે વિતથ જગમાંથી મન ત્યજી, પરાનંદે પ્રીતિ પ્રકટ થતી ના રોક્ય રમણી !
  રૂએ છે આ બાળો, દઈ દિલ દિલાસો નિકટ લે ! નબાપાંનાં દુઃખો મન નયનને પ્લાવિત કરે.
  ઘડીમાં તેઓનું જનક-સુખ બ્હોળું બળી જશે, શિરશ્વત્રાભાવે ભવવિપિન માંહે ભટકશે;

  નહિ એ શું મારાં ? વળી નહિ હું એનો પણ રહ્યો? ખરે ! એ સંસારી સુખ-સમય પૂરો થઈ ગયો.
  હવે તે શાંતિથી, વિમળ મનથી પ્રાપ્ત મરવું, હવે શાને માટે જડ જગતમાં ધ્યાન ધરવું ?
  હવે શાને માટે મરણ–પળથી લેશ ડરવું ?હવે શાને માટે પરમપદવૈમુખ્ય વરવું ?
  સુખી રે’જો, સર્વે, ગત મનુજને વીસરી જજો, જગદ્ધયાપારોમાં ફરી વિવશ,
  સંક્રાન્ત બનજો; રહે ના કૈં ભીતિ તન–મન થકી તેમ કરજો,
  દશા આ પર્યન્તે સહન કરવા તત્પર થાજો !

  Like

 4. Pingback: (1003 ) અમદાવાદમાં આતાજી એ મોરલો પાળ્યો …!!! | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: