વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1006 ) યુટ્યુબ પર દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમ દ્વારા પ્રતિલિપિનું આગે કદમ

પ્રતિલિપિ ઍક બેંગ્લોર સ્થિત સોશિયલ નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ છે જે ભારતીય ભાષા- સાહિત્ય ને પ્રોત્સાહન આપે છે.પ્રતિલિપિની વેબસાઈટ 14મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ હિન્દી દિવસના મંગલ દિને લૌંચ થયું એ પછી આજ સુધી એણે ગુજરાતી ભાષાના લેખકોને ઉત્તેજન આપવા માટે અભિનંદનીય કામ કર્યું છે.પ્રતિલિપિ એ દિન પ્રતિદિન ઘણી પ્રગતિ કરી હિન્દી, ગુજરાતી, તામિલ,અંગ્રેજી ભાષામાં વિશાળ લેખક અને વાચક વર્ગ ઉભો કર્યો છે.

પ્રતિલિપિ સંસ્થા હવે દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમથી ગુજરાતી ભાષાની સેવા માટેનું પગલું ભરી રહી છે.

પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કર એમના ઈ-મેલમાં લખે છે.

આદરણીય લેખકશ્રી,

આપ પ્રતિલિપિ પર લેખક તરીકે એક ઉત્તમ સર્જન કરી રહ્યા છો, તેનો અમને આનંદ છે. આપની આ સફરમાં આપ હજી વધારે શ્રેષ્ઠ બની શકો, ઉત્તમ સર્જન વાચકો સમક્ષ મૂકી શકો તેના માટે અમે પણ પ્રયત્નશીલ છીએ.

અને તેથી જ.. આપ માટે “અભ્યાસ” ની શ્રેણી લાવી રહ્યા છીએ. જ્યાં ગુજરાતના શ્રેષ્ટત્તમ સાહિત્યકારો આપને માર્ગદર્શિત કરશે. શાળા અને કોલેજમાં જેના પાઠ – કાવ્યો – નિબંધો આપણે ભણીને આવ્યા છીએ, તેમના જ દ્વારા આપણને સાહિત્યની ઊંડી ઓળખ પ્રાપ્ત થાય, તે વાત જ કેટલી અદભુત છે ને..!

તો આવો. “અભ્યાસ” મારફતે આપણામાં રહેલી લેખનશક્તિને ઉજાગર કરીએ. કલમને સુંવાળી કરીએ, મજબૂત કરીએ અને શ્રેષ્ઠ કરીએ.

દર શુક્રવારે આપની સમક્ષ ઉપસ્થિત થશે, એક શ્રેષ્ઠ સાહિત્યકાર, જે આપણી સમજમાં થોડો વધારો કરશે. નવું જાણીએ, નવું શીખીએ, શ્રેષ્ઠ બનીએ.

એક નાનકડી ઝલક : 

https://www.youtube.com/watc h?v=mkVvxDbwaYI

યુટ્યુબ પર દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમ દ્વારા અમે કરેલા આ પ્રયત્નને આપ વધાવી લેશો તેવી આશા છે. 

આપ યુટયુબ પર “પ્રતિલિપિ ગુજરાતી ” ચેનલ subscribe કરી શકો છો, જેથી તેમાં પ્રતિલિપિ દ્વારા મુકવામાં આવતા દરેક વિડિઓ ની માહિતી આપ નોટિફિકેશન દ્વારા મેળવી શકો. 

Channel Link: 

https://www.youtube.com/ channel/UC0uTNjyOnBzxV-Bm5pMDm qA 

પ્રતિલિપિ સાથે જોડાઈ રહેવા બદલ આભાર 

Brinda Thakkar

Content Marketing Expert

અભ્યાસ.. સૌને માટે https://www.youtube.com/watch?v=mkVvxDbwaYI 

‘Let’s make India well read again’

યુ-ટ્યુબ પર પ્રતિલિપિએ પ્રકાશિત વિડીયોમાંથી કેટલાક ગમેલા વિડીયો….
Published on Jan 24, 2017
પ્રોક્રાસ્ટીનેશન એટલે શું ? પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો ? સપના જોવા એ મહત્વનું કે એને પૂરા કરવા એ ? આવા જ બીજા પ્રશ્નોનો સચોટ જવાબ આપવા આપણી વચ્ચે છે આજે શ્રી સૌરભ શાહ.

Published on Jan 10, 2017

યુવાની એટલે ધગશ… યુવાની એટલે અધીરાઈ …યુવાની એટલે ઉત્સુકતા… યુવાની એટલે તીખા તમતમાતા પ્રશ્નોની વણઝાર..
એક મુલાકાત યુવાઓના પથદર્શક અને જાણીતા લેખક જય વસાવડા સાથે

સ્વામી વિવેકાનંદના જન્મ દિન નિમિતે એક સુંદર નિરૂપણ

પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી કેટલીક સાહિત્ય રચનાઓ વાંચવા માટેની લીંક  ..  

http://gujarati.pratilipi.com/search?q=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A6+%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2+

3 responses to “( 1006 ) યુટ્યુબ પર દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમ દ્વારા પ્રતિલિપિનું આગે કદમ

  1. Pingback: ( 1028 ) “એક મુલાકાત ” અને “અભ્યાસ” કાર્યક્રમ મારફતે પ્રતિલિપિની સાહિત્ય સેવા | વિનોદ વિહાર

  2. jugalkishor જાન્યુઆરી 27, 2017 પર 6:35 પી એમ(PM)

    વિનોદભાઈ, તમે સરસ અને બહુ કીમતી ક્ષેત્રનો પરીચય કરાવ્યો છે…..પ્રતિલિપિએ હવે જે નવું ક્ષેત્ર આરંભ્યું છે તે નેટજગતને અત્યંત ઉપયોગી સીદ્ધ થશે તેમાં શંકા નથી. તેના સંચાલકોને ધન્યવાદ જ નહીં પણ આ કાર્ય માટે તે સૌનો આભાર પણ પહોંચાડશો….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: