વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1010 ) “મારે તે ગામડે એક વાર આવજો”…. ભૂતકાળનું એક જાણીતું ગુજરાતી ગીત …!

village-scene

“મારે તે ગામડે એક વાર આવજો”

૧૯૪૬ માં બનેલા “રાણકદેવી” ચલચિત્રનું આ ગીત એ વખતે ખુબ પ્રખ્યાત થઇ ગયું હતું અને ઘેર ઘેર ગવાતું હતું.ભવાઈ અને નાટકોમાં પણ અવાર નવાર ગવાતું હતું.

‘મારી કટારી મર જાના ’ની મશહુર ગાયિકા અમીરબાઈ કર્ણાટકીએ આ ગીત ગાયું હતું.

ભૂતકાળ યાદ કરાવી જતા આ ગીતને શબ્દોમાં અને અમીરબાઈના કંઠે ઓડિયોમાં આજની આ પોસ્ટમાં માણીએ.

ગીતના શબ્દો છે ….

મારે  તે ગામડે  એક  વાર  આવજો
મારે  તે ગામડે  એક  વાર  આવજો

હે આવો ત્યારે મને સંદેશો કહાવજો
મારે  તે ગામડે  એક  વાર  આવજો

મારાં માખણીયા  મીઠાં મીઠાં ચાખજો
મારે  તે ગામડે  એક  વાર  આવજો

મીઠાં માખણથી ભરી મટકી મારી આજ
મનમોહન આવો તમે માખણ ખાવા કાજ

સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના
સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વિના

અંતરનાં દ્વાર કહો  ક્યારે ઉઘાડશો
મીઠી મીઠી મોરલી  ક્યારે  વગાડશો

હે જમનાને તીર રાસ ક્યારે રચાવશો
મારે  તે ગામડે  એક  વાર  આવજો

વાગ્યા મૃદંગ હો રે.. જાગ્યા ઉમંગ કંઈ
આવ્યા  પ્રસંગ  રંગ   ભીના  હો

મારાં માખણીયા  મીઠાં મીઠાં ચાખજો
મારે  તે ગામડે  એક  વાર  આવજો

સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી. રચનાઃ મનસ્વી પ્રાંતિજવાળા. સંગીતઃ અવિનાશ વ્યાસ. ચિત્રપટઃ રાણકદેવી (૧૯૪૬)

માર કટારી મર જાના … ગાયિકા ..અમીરબાઈ કર્ણાટકી 

MAAR KATARI MAR JANA … SINGER, AMIRBAI KARNATAKI … FILM, SHEHNAI (1947)

Gore gore o banke chhore..Lata-Ameerbai Karnataki-Rajinder K- C Ramchandra
https://youtu.be/Co42dt6HY8Q

બાલ ગાંધર્વ, ગૌહરબાઈ કર્ણાટકી અને અમીરબાઈ કર્ણાટકીનાં નામો એ જમાનામાં ખુબ મશહુર હતાં.

જાણીતા પત્રકાર બકુલ ટેલર લિખિત આ ત્રિપુટીનો પરિચય કરાવતો મુંબઈ સમાચારમાં પ્રગટ આ લેખ વાંચવાથી એનો ખ્યાલ આવી શકશે.

bal-gandhrv-amirbai

બાલ ગાંધર્વ, ગૌહરબાઈ કર્ણાટકી, અમીરબાઈ કર્ણાટકી

સગપણનાં ફૂલ … બકુલ ટેલર … મુંબઈ સમાચાર 

બાળ ગાંધર્વ અને અમીરબાઈ નો અંગ્રેજીમાં વિગતે પરિચય વિકિપીડીયાની નીચેની લીંક પર વાંચી શકાશે.

Bal Gandharva 

Amirbai  Karnataki

 

5 responses to “( 1010 ) “મારે તે ગામડે એક વાર આવજો”…. ભૂતકાળનું એક જાણીતું ગુજરાતી ગીત …!

 1. pravinshastri ફેબ્રુવારી 8, 2017 પર 7:57 એ એમ (AM)

  વિનોદભાઈ, મારે ઘેર ગ્રામોફોન હતું અને આ ગીત મેં વારંવાર સાંભળ્યું હતું. આપે એબી યાદ અપાવી અને સાથે સાથે મને બાળપણની સ્મૃતિમાં ઝબકોળ્યો. આ સુખદ ભૂતકાળ એટલે હું છ સાત વર્ષનો હતો ત્યારની વાતો અને ગીતો. આભાર સહિત રિબ્લોગ કરું છું.

  Like

  • Vinod R. Patel ફેબ્રુવારી 8, 2017 પર 10:10 એ એમ (AM)

   મેં પણ આ ગીત પ્રથમવાર હું સાત/આઠ વર્ષનો હતો ત્યારે મારા પડોશીના ગ્રામોફોન પર સાંભળ્યું હતું.છગન રોમિયોનું કોમિક પણ ત્યાં સાંભળવાની મજા લીધી હતી. એ વખતે હું મારા વતનના નાના ગામ ડાંગરવામાં હતો.ગામમાં ભવાઈ અને તુરીની મંડળીઓ ઉનાળામાં નાટક ભજવવા આવતી. એ નાટકમાં એ વખતના જાણીતાં ગીતો ગવડાવવા માટે બોલી થતી .આ હરીફાઈમાં જે વધુ બોલી બોલે એનું ગીત ગવાય.મારે તે ગામડે ની બોલી વધુ થતી હતી.

   Liked by 1 person

   • pravinshastri ફેબ્રુવારી 8, 2017 પર 10:29 એ એમ (AM)

    આવી વાતો વાગોળવા હવે ઝાઝા મિત્રો રહ્યા નથી. હું શહેરમાં ઉછર્યો પણ બાળપણમાં મારા બધા વેકેશનો ગામડામાં વિતાવ્યા. ભવાઈ, રામલીલાઓની વાત અહિ જન્મેલા ગ્રાન્ડકિડને ના સમજાય. સરસ સંકેલન કર્યું છે વિનોદભાઈ.

    Like

 2. pravinshastri ફેબ્રુવારી 8, 2017 પર 7:59 એ એમ (AM)

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  મારા સમ્વયસ્ક મિત્રો, ચાલો માણીયે આપણા બાળપણના ગીતો.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: