વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1011 ) હે જિંદગી !… મારી એક અછાંદસ રચના

jivan-sandhyana-rango-2

હે જિંદગી !… એક અછાંદસ રચના

હે જિંદગી! તારી પાસેથી હવે,
મારે કશું વધુ નથી જોઈતું,
જે જિંદગી જીવ્યો છું,પામ્યો છું એનો,
અફસોસ નથી પણ એક સંતોષ છે.
જીંદગીમાં હસ્યો છું તો રડ્યો પણ છું,
પ્રેમ પામ્યો છું તો પ્રેમ આપ્યો પણ છે,
હવે તો છેક સામો કિનારો દેખાઈ રહ્યો છે,
જિંદગીનો પ્યાલો હવે ભરાવા આવ્યો છે,
આ પ્યાલામાં આંસુઓ સાથે ખુશીઓ પણ છે
જિંદગીના દિવસો હવે જે બાકી રહ્યા છે,
એમાં નવી આશા અને ઉમંગ જોઈ રહ્યો છું,

જીવન સંધ્યાના અવનવા રંગો નિહાળી રહ્યો છું, 
મૃત્યુને ભૂલી જીવનની બાકી યાત્રાને માણું છું.
આ યાત્રાના આનંદને શક્ય એટલો વહેંચું છું.
જન્મ,વ્યાધી મરણ એ જીવનના જ ભાગ છે,
માણેલી જિંદગી વાગોળવાની પણ મજા છે,
હવે કોઈ પણ દુખ એ મજા ઝુંટવી નહિ શકે.
આભાર માનું છું પ્રભુનો, જેણે સંભાળ્યો મને ,
મારો હાથ પકડી આ આખા રસ્તે દોર્યો મને,
જિંદગીના આજના પડાવ સુધી લાવ્યો મને .
આજે તો અંતરમાં આનંદની જ અનુભૂતિ છે,
જીવનનો દરેક દિવસ નવો પ્રકાશ લાવે છે,
અંતરને ઉજ્વાળે છે,જીવનને ધન્ય બનાવે છે!

વિનોદ પટેલ…૨-૭-૨૦૧૭ 

5 responses to “( 1011 ) હે જિંદગી !… મારી એક અછાંદસ રચના

  1. હરીશ દવે (Harish Dave) ફેબ્રુવારી 7, 2017 પર 8:10 પી એમ(PM)

    એક એક પળ આપણી જિંદગીમાં ‘જીવન’ ભરે છે. પ્રત્યેક પળને સમજદારીથી સ્વીકારવી અને જિંદગીને આગળ ધપાવવી તેમાં શાણપણ છે, વિનોદભાઈ! આપે સાદા-સીધા શબ્દોમાં અણમોલ સંદેશ આપ્યો છે. જીવનનો અંત તો છે જ નહીં. આ અનંતયાત્રામાં હ્રદયમાં ઉમંગ ભરી આગળ ચાલવું, જે મળે તે સ્વીકારીને પણ આપણાં ઉમદા કર્તવ્યોને ન્યાય આપતા રહેવો અને સહયાત્રીઓને સ્નેહભાવ વહેંચતા રહેવો…

  2. સુરેશ ફેબ્રુવારી 7, 2017 પર 4:33 પી એમ(PM)

    ઘણું લાંબું જીવો – શતાબ્દિ પૂરી કરો.

    शतं जीव शरदः

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: