વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1015 ) વેલેન્ટાઇન અને વયસ્ક પ્રેમ

old-age-love-2

“પાકા ઘડે કાંઠા ના ચડે,પણ પાકી ઉંમરે પ્રેમ તો થાય જ” 

આ અગાઉની વેલેન્ટાઇન અને પ્રેમ અંગેની પોસ્ટ 2017/02/13/1014 માં બે યુવાન દિલોના પ્રેમની વાત કહેતી બે વાર્તાઓ પોસ્ટ કરવામાં આવી હતી.એના અનુસંધાનમાં આજની વેલેન્ટાઇનની પોસ્ટમાં યુવાની વટાવી ગયેલ વયસ્ક પ્રેમને ઉજાગર કરતાં કાવ્યો અને બે વાર્તાઓ પ્રસ્તુત કરવામાં આવેલ છે.

સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં વેલેન્ટાઇન દિવસને અનુરૂપ નવ ગુજરાત-સમય માં પ્રસિદ્ધ અમીષા શાહ લિખિત એક લેખ/વાર્તાપાકા ઘડે કાંઠા ના ચડે ,પણ પાકી ઉંમરે પ્રેમ તો થાય જ” અને કવિ શ્રી મૃગાંક શાહની વયસ્ક પ્રેમની કવીતા “એ મને ગમે છે” એની લીંક સાથે મોકલી હતી જે મને ગમી ગઈ.

લેખિકા સુશ્રી અમીષાબેન,કવિ શ્રી મૃગાંક શાહ અને શ્રી ઉત્તમભાઈના આભાર સાથે નીચેની લીંક પર એ કાવ્ય અને વાર્તાનો આસ્વાદ લો.

“પાકા ઘડે કાંઠા ના ચડે ,પણ પાકી ઉમરે પ્રેમ તો થાય જ “

old-age-love-1સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી…. વાર્તા … વિનોદ પટેલ

ઉપરની અમીષાબેનની વાર્તામાં કહેવામાં આવ્યું છે એમ ‘પ્રેમ’ ઉંમરનો મોહતાજ નથી હોતો.સમય જતાં શરીર ઘરડું બને છે પણ એ ઘરડા શરીરમાં વાસ કરતો પ્રેમ કદી ઘરડો થતો નથી.

આ વાતને પુરવાર કરતી પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક વાર્તા નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

“સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી”…વાર્તા 

પ્રસન્ન દાંપત્યની કવિતા — સુરેશ દલાલ

સ્વ.સુરેશ દલાલ અને ધર્મપત્ની શુશીલા દલાલ

     સ્વ.સુરેશ દલાલ અને ધર્મપત્ની શુશીલા દલાલ

પ્રેમ કરવો એટલે બે માણસોએ એકમેક સાથે વૃદ્ધ થવા સંમત થવું તે… “A true relationship is two imperfect people refusing to give up on each other.”

‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમનો ઉત્સવ.આ દિવસના સ્પીરીટ ને અનુરૂપ સ્વ. સુરેશ દલાલનું એક પ્રસન્ન દાંપત્યનું કાવ્ય સાથે માણો વિડીયોમાં એમના જ અવાજમાં કાવ્યનું પઠન…

પ્રસન્ન દાંપત્યની કવિતા — સુરેશ દલાલ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મુકાવ,
કોકના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય આવું સહિયારું;
ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પહેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઊપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;
સોનલ કમળ અને રુપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

Suresh Dalal – Dosae Dosine Kidhu…

અગાઉ વિનોદ વિહારની સ્વ.સુરેશ દલાલને શ્રધાંજલિ આપતી પોસ્ટ નંબર ૮૦ માં સ્વ. ડો. સુરેશ દલાલનાં ત્રણ ડોસા-ડોસી કાવ્યોનો આસ્વાદ કરાવવામાં આવ્યો હતો.આ કાવ્યોને આ લીંક પર ક્લિક કરીને ફરીથી માણો.

સ્વ.સુરેશ દલાલ અને એમનાં ત્રણ ડોસા-ડોસી કાવ્યો.

Happy ‘Velentine Day’

3 responses to “( 1015 ) વેલેન્ટાઇન અને વયસ્ક પ્રેમ

  1. pravinshastri ફેબ્રુવારી 15, 2017 પર 6:06 પી એમ(PM)

    એમતો હું પણ પ્રેમ કરું છુ. પણ મારો/અમારો પ્રેમ ક્યાં વયસ્કનો પ્રેમ કહેવાય? મને કોઈ વયસ્ક માનવા માનવા તૈયાર જ નથી. મારો પ્રેમ તો બધા વાંદરવેડામાં જ ખપાવી દે છે. બાય ધ વે, કયા નંબરથી વયસ્ક કહેવાઈએ?
    લેક્ષિકોન કહે છે કે વયસ્ક એટલે, ઉંમરલાયક. (૨) વૃદ્ધાવસ્થાએ પહોંચેલું, (૩) વયમાં આવેલું; (૪) ઉંમરમાં આવેલું; (૫) ઘરડું; (૬) પૂરી અવસ્થાએ પહોંચેલું.
    કે સોસિયલ સિક્યોરિટિ મળવા માંદે તે ઉમ્મર?

    Like

    • Vinod R. Patel ફેબ્રુવારી 15, 2017 પર 6:25 પી એમ(PM)

      તમારી વાર્તાઓ વાંચીને તમને કોઈ વયસ્ક ના કહે !! દરેક માણસની બે ઉમ્મર હોય છે .એક બાયોલોજીકલ ઉમ્મર અને બીજી માનસિક ઉમ્મર. આતાજી જેવો ૯૫ એ પહોંચેલો મનથી યુવાન હોઈ શકે તો શારીરિક રીતે યુવાન માણસ મનથી -એના વિચારોથી ઘરડો હોઈ શકે.!

      Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: