વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1022 ) ગધેડાઓના બચાવમાં ….. થોડું મરક… મરક ….

donkey-on-peytrol-pump

ગધેડાઓના બચાવમાં ….. 

હમણાં હમણાં રાજકારણમાં ગધેડાઓ ખુબ ચર્ચામાં છે !

વાત એમ બની છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાયબરેલીની એક ચૂંટણી સભામાં ગુજરાત ટુરિઝમની એક જાહેરાત” ખુશ્બુ હૈ ગુજરાત કી”માં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતના ખાસ પ્રકારના ગધેડાઓની વિશેષતાઓ જણાવતા દર્શાવવામાં આવ્યા છે, એના પર કટાક્ષ કર્યો હતો.

અખિલેશ યાદવે અમિતાભ બચ્ચનને વિનંતી કરતાં કહ્યું હતું કે તમે ગુજરાતના ગધેડાઓની જાહેરાત કરવાનું બંધ કરો.ગધેડાઓની પણ શું જાહેરાત હોઈ શકે?અખિલેશે સભામાં આ આખી જાહેરાત વાંચી સંભળાવી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં તો ગધેડાઓનો પણ પ્રચાર થઈ રહ્યો છે અને વડાપ્રધાન મારા પર આરોપ લગાવે છે. અખિલેશ યાદવ આવું નિવેદન આપીને ટ્વિટર પર અળખામણા બની ગયા છે.અખિલેશના આ નિવેદનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડવામાં આવી રહ્યું છે જેના કારણે મોટો હોબાળો મચ્યો છે.

મોદીનો અખિલેશને જવાબ

ગુજરાતના ગધેડાવાળા નિવેદન સામે અખિલેશને જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે “અખિલેશને સૈકડો કિલોમીટર દૂર રહેતા ગધેડાઓથી ભય લાગે છે.હું મારી તમામ ટીકાઓ હસીને સ્વીકારી લઉં છું.પરંતુ અખિલેશને જણાવવા માગું છું કે ગધેડાઓ પાસેથી પણ પ્રેરણા લઇ શકાય છે. ગધેડુ મહેનતથી કામ કરે છે,બીમાર હોય તેમ છતાં પણ મહેનતથી કામ કરે છે, હું પણ ગર્વથી ગધેડાઓ પાસેથી પ્રેરણા લઉ છુ અને થાક્યા વગર, પૂરી મહેનત સાથે કોઇ પણ રજા વગર સતત કામ કરતો રહું છું.દેશની સવા સૌ કરોડની જનતા મારી માલિક છે અને તેઓ જે આદેશ આપે છે  તે પ્રમાણે હું થાક્યા વગર, અટક્યા વગર મારું કામ પુરું કરું છું.”

democratic-symbolગધેડાઓના બચાવમાં એ કહેવાનું છે કે રાજકારણમાં ગધેડાઓને સંડોવીને બિચારા ગધેડાઓને ખુબ અન્યાય થઇ રહ્યો છે.લેવા દેવા વગર તેઓ ખોટી રીતે વગોવાઈ રહ્યા છે.તેઓમાં ઘણીવાર માણસો કરતાં વધુ બુદ્ધિ હોય છે અને એટલે તો અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે ચુંટણીનું નિશાન ગધેડાનું રાખ્યું છે.

વડા પ્રધાન મોદી સાથે હું સંમત છું કે ગધેડા પાસેથી મહેનત કરવાની પ્રેરણા મળે છે.ગધેડા માલિકને વફાદાર હોય છે અને એના માટે સતત સમય જોયા વિના કામ આપે છે. એની આવી મજુરી પરથી તો “ગધ્ધા મજુરી ” શબ્દ પર્યાય આવ્યો છે.અમારું તો માનવું છે કે ભલે ગધેડા માણસ બનતા નહિ હોય પણ માણસને ગધેડા બની જતાં વાર લાગતી નથી.

રાજકારણમાં ચાલતા ગધેડા પુરાણએ કવિઓને પણ કવિતાઓ બનાવવાની પ્રેરણા આપી છે.એક સહૃદયી મિત્રે ઈ-મેલમાં એક વિડીયોની લીંક મોકલી છે એ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.હાસ્ય કવિ સંમેલનનો આ વિડીયો જોઇને હાસ્ય સાથે તમને પણ ગધેડાઓ પર હમદર્દી થાય તો નવાઈ નહિ.

गधो पर कवी सम्मेलन .. हस्ते हस्ते लोट पोट |
Donkey Kavi Sammelan

કોઈ માણસમાં ઓછી બુદ્ધિ હોય તો ઘણીવાર લોકો એને “ તું તો સાવ ગધેડા જેવો છે “એમ કહેતા હોય છે.પરંતુ ગધેડાઓ પણ બુદ્ધિશાળી હોય છે એ વાતની પ્રતીતિ કરાવતી એક બોધ કથા”ધનજી કુંભારનો ગધેડો” એ નામે ૫મી ડીસેમ્બર ૨૦૧૧ ના રોજ વિનોદ વિહારમાં પોસ્ટ કરી હતી. આ બોધકથા વાંચ્યા પછી “ તું તો સાવ ગધેડા જેવો છે “ એમ કહીને કોઈએ પણ સમગ્ર ગધેડા જાતિનું નું અપમાન કરવું ના જોઈએ !

“ધનજી કુંભારનો ગધેડો … બોધ કથા ….વિનોદ પટેલ 

donkey-politics

4 responses to “( 1022 ) ગધેડાઓના બચાવમાં ….. થોડું મરક… મરક ….

  1. સુરેશ ફેબ્રુવારી 27, 2017 પર 8:03 એ એમ (AM)

    એક ગધેડો આ લખનાર ‘સુજા’ પણ છે !!!!

  2. pragnaju માર્ચ 7, 2017 પર 5:41 એ એમ (AM)

    વાહ
    નોનસ્ટોપ મરક મરક
    માય ગૉડને બદલે સામાન્ય વ્યહવારમા માય ગૉશ ઓલાય તેમ અમારા વડીલ ધગેડા જેવો છે તેમ કહેતા !
    અંતકડી જેવી રમતમા તુરત જવાબ ન અપાય ત્યારે સામેવાળા કહે ગ” ચઢાઉ ત્યારે આઘાતની લાગણી થતી
    તો કૅટલાકને ધન્યતા અનુભવાય !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: