વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1025 ) સંબંધો વગરનું સહ જીવન …. હિરલ શાહ

સુરત નિવાસી મિત્ર આદરણીય શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના બ્લોગ ‘સંડે-ઈ-મહેફિલ”માં સૌ.હિરલ શાહનો ૨૦૧૦માં લખાયેલ “સંબંધો વગરનું સહ જીવન “ ( લીવ ઇન રીલેશનશીપ ) વિષયનો એક મનનીય લેખ પ્રસિદ્ધ કર્યો છે.

આ લેખ એમણે એમના ઈ-મેલમાં મને વાંચવા માટે મોકલ્યો હતો , જે મને ગમ્યો.આ માટે એમનો આભારી છું.

આ લેખમાં હિરલે એના યુ.કે અને ભારતના અનુભવો પર આધારિત વિચારો દાખલા અને દલીલો સાથે રજુ કર્યા છે જે આજે પણ એટલા જ સુસંગત છે.લેખમાં એ સાચું કહે છે કે આદર્શ લગ્ન સંસ્થા એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે.લગ્ન વિનાના સંબંધો એ એક જાતનો મુક્ત વ્યભિચાર જ કહેવાય.

પશ્ચિમમાં પણ લગ્ન સંબંધોની બાબતમાં ઘણા લોકો ભારતીય સંસ્કૃતિને પસંદ કરતા હોય છે.હીરલની મિત્ર કેથરીનના શબ્દો કે ” હું મારો બીજો જન્મ ભારતમાં થાય એવું ઈચ્છું છું”એમાં એના લગ્નેત્તર સહ જીવનનો કટુ અનુભવ  દેખાઈ આવે છે.

આની સામે હવે ભારતમાં જ જો ભારતીય સંસ્કૃતિ અને આદર્શ લગ્ન સંસ્થાનો અનાદાર થતો હોય અને લગ્ન વિનાના સંબંધો થતા હોય તો એ કેટલું ઉચિત કહેવાય!

સહજીવનમાં સાથે રહેવાની ઈચ્છા છે,
સંગતીમાં જીવનનો આનંદ ને સુગંધ છે.
બાગમાં દરેક ફુલની ખુશબો હોય છે,
તેમ દરેક વ્યક્તીનીયે સૌરભ હોય છે.
સહજીવનમાં સ્ત્રીની મધુર સુગંધ છે,
પુરુષનાયે સાંનીધ્યમાં વીશેષ સૌરભ છે.
તેથી જ બેઉને સાથે રહેવાની ઉત્કંઠા છે,
સહજીવનની પ્રેરણા નૈસર્ગીક છે.
પણ, સંયોજન અને વ્યવસ્થા સાંસ્કૃતીક છે,
જેઓ એકમેકના જીવનને સમ્પન્ન કરે છે,
સુરભીત કરે છે, એમનું સહજીવન
ચરીતાર્થ થાય છે, આનંદમય થાય છે…
—- દાદા ધર્માઘીકારી

હિરલ શાહ નો આ આખો મનનીય લેખ શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને લેખિકાના આભાર સહીત સંડે-ઈ-મહેફિલ ની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

સંબંધો વગરનું સહજીવન ….હિરલ શાહ _sem_2017_03_05

સુ.શ્રી હિરલ શાહ નો પરિચય અને લેખો એમના બ્લોગની 

આ લીંક પર ક્લિક કરીને વાંચો.

https://hirals.wordpress.com/about/

Hiral Shah

                      Hiral Shah

ઈ-મેલ સંપર્ક :

 hiral.shah.91@gmail.com   

5 responses to “( 1025 ) સંબંધો વગરનું સહ જીવન …. હિરલ શાહ

 1. સુરેશ માર્ચ 3, 2017 પર 2:14 પી એમ(PM)

  હાશ, આપણે મોડા ના જન્મ્યા !!

  Like

 2. pravinshastri માર્ચ 3, 2017 પર 4:14 પી એમ(PM)

  હિરલબેનને સરસ લેખ બદલ ધન્યવાદ. ‘લગ્નસંસ્થા’ એ માત્ર ભારતની જ સંસ્કૃતિ નથી. એ વૈશ્વિક છે. એક પુરુષ અને એક સ્ત્રી પરસ્પરના પૂરક બનીને ધર્મ, નીતિ કે કાનુનના બંધારણમાં રહીને પોતાનું કુટુંબ અને સંસાર સર્જે એના જેવું ઉત્તમ શું હોઈ શકે?
  પુરુષની જાતીયતા અને કામેચ્છા, જવાબદારી વગરની નિરંકુશ હોઈ શકે પણ કુદરતી રીતે જ મહિલાઓ માટે એ સરળ નથી. પુરુષ સમાજે જ એના પર ઘણા અંકુશો લાદ્યા છે.
  છેલ્લા એક હજાર વર્ષમાં આ જગત જેટલું બદલાયું નથી એટલું છેલ્લા પચાસ વર્ષમાં બદલાયું છે.
  બે પુરુષ મિત્ર સાથે રહે તો આજનો સમાજ તે મૈત્રીને “ગે”નું લેબલ આપે છે. બે સ્ત્રી મિત્રો સાથે રહે તો તે મૈત્રીને “લેસ્બીયન” સિક્કો લાગી જાય છે. બસ એ જ કારણે એડલ્ટ સ્ત્રી પુરુષ વિજાતિય મૈત્રીનો સંગાથ પસંદ કરતા થયા છે…
  અને એ વિજાતીય મિત્રો વચ્ચે શારીરિક સંબંધ? એને માટે આજે કોઈને ખાસ છોછ રહ્યો નથી. દરેકની પોતાની અંગત માન્યતાઓ ઉપર આધાર રાખે છે. શું પરિણિત દંપતી વચ્ચે રોજે રોજ માત્ર સેક્સનો જ સંબંધ હોય છે?
  આજે બાળકોના હિતને માટે લગ્ન સંસ્થા જરૂરી છે જ. પણ વેસ્ટર્ન વર્ડમાં વેડલોક વગરના બાળકોની સંખ્યા વધતી જ રહી છે. આજે લગ્નનું કમીટમેન્ટ કરતાં પહેલાં સ્રીપુરુષ સાથે રહીને એકબીજાને બધી જ રીતે ચકાસી લે છે. અને એવા દાખલાઓ પણ છે કે મિત્ર તરીકે દાયકા ઉપરાંત સાથે રહેલા લીવ ઈન રિલેશન વાળા કપલ્સ બાળકોના હિતમાં લગ્ન કરે છે…મિત્ર તરીકેની અપેક્ષાઓ જૂદી હોય અને લગ્ન બાદ અપેક્ષાઓ બદલાય અને ટુંક સમયમાં જ એમના ડિવૉર્સ પણ થઈ જાય છે.
  એક સ્ત્રી અને એક પુરુષ પાર્ટનર તરીકે સાથે રહેતાં હોય અને એમના અલગ બોયફ્રેન્ડ અને ગર્લ્ફ્રેન્ડ હોય એવા દાખલા પણ મેં જોયા છે.
  હમણાં જ વાંચવામાં આવ્યું હતું. તારક મહેતાના પત્ની કાયદેસર લગ્ન પહેલા જ આજના કહેવાતા લીવ ઈન રિલેશન વ્યવસ્થામાં રહ્યા હતા. (જો કે આ સંજોગો જૂદા હતા) હોલીવુડમાંથી, બોલીવુડમાં અને તેમાંથી ભાર્તના સમાજમાં આ ફેલાતું જ જાય છે. કેથરીનનો પુનર્જન્મ ભારતમાં થાય તે પહેલાં ભારત બદલાઈ ન જાય તો સારું એ જ ઈચ્છવું રહ્યું ( વિનોદની જૂનવાણી માયાનો દીકરો ટોની અને એના સસરા પણ વગર લગ્ને મહિલા મિત્રની સાથે રહેતા થઈ ગયા છે એ જરા જૂદી વાત છે)

  અને આ
  કોન્ટ્રેક્ટ મૅરેજ

  Like

  • Vinod R. Patel માર્ચ 3, 2017 પર 6:13 પી એમ(PM)

   પ્રવીણભાઈ તમારો મુદ્દો સમજાવવા ખરો વિડીયો શોધી લાવ્યા ! એક જ એપાર્ટમેંટમાં રહેતાં આ યુવાન-યુવતીઓ જિંદગીની મજા એમની રીતે લઇ રહ્યાં છે.આધુનિક પર્મીસીવ સોસાયટીનું આ એક ઉદાહરણ છે. જૂની આંખે નવા તમાશા જોયા કરો !

   Liked by 1 person

 3. smdave1940 માર્ચ 4, 2017 પર 8:44 એ એમ (AM)

  બહુ જ સરસ બોધદાયીની કથા. ભારતીય સંસ્કૃતિ એક ઘડાયેલી સંસ્કૃતિ છે. સંત રજનીશમલ જેવાઓએ લગ્ન સંસ્થાનું મૂલ્ય સમજવાની અને માનવીય સંબંધોનું હાર્દ સમજવાની કોશિસ કર્યા વગર, લગ્નસંસ્થા મરણ પથારીએ છે તેમ ઘોષિત કરેલ.

  Like

 4. pragnaju માર્ચ 7, 2017 પર 5:25 એ એમ (AM)

  સુ શ્રી હિરલબેનને સ રસ લેખ
  . એક યુવક અને યુવતી પરસ્પરના પ્રેમે પોતાનું કુટુંબ અને સંસાર સર્જે તે સુંદર વાત જુની પેઢીને ઠીક ન લાગે પણ હવે હકીકત બનેલી આ વાત સહર્ષ સ્વીકારવી જ રહી
  ધન્યવાદ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: