અમિતાભ બચ્ચન અભિનીત હિન્દી મુવી પિંક ઘણાએ જોયું હશે. એમાં ઘણાં સારાં ગીતો છે .પરંતુ આ ફિલ્મની આખરમાં ગીતકાર તનવીર ગાઝી લિખિત ગીત જે અમિતાભ બચ્ચન ગાય છે એ ખુબ જ પ્રેરક છે.
આ હિન્દી કાવ્ય અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે પ્રસ્તુત છે.એની નીચે વિડીયોમાં પણ તમે આ ગીતને માણી શકશો.
तू खुद की खोज में निकल तू किसलिए हताश है, तू चल, तेरे वजूद की समय को भी तलाश है,
जो तुझसे लिपटी बेड़ियां; समझ ना इनको वस्त्र तू ये बेड़िया पिघाल के; बना ले इनको शस्त्र तू
तू खुद की खोज में निकल…
चरित्र जब पवित्र है, तो क्यों है ये दशा तेरी? ये पापियों को हक नहीं; कि लें परीक्षा तेरी!
तू खुद की खोज में निकल…
जला के भष्म कर उसे; जो क्रूरता का जाल है, तू आरती की लौ नहीं; तू क्रोध की मशाल है,
तू खुद की खोज में निकल…
चुनर उड़ा के ध्वज बना; गगन भी कंपकपाएगा, अगर तेरी चुनर गिरी; तो एक भूकंप आएगा
तू खुद की खोज में निकल; तू किसलिए हताश है, तू चल; तेरे वजूद की समय को भी तलाश है।
ગુજરાતી અનુવાદ …
ચાલ,તારી ખોજમાં નીકળી પડ
ચાલ,તારી ખોજમાં નીકળી પડ, નિરાશા શાને ઘેરી વળી તને, ચાલવા માંડ,સમય પણ તારા, અસ્તિત્વને શોધી રહ્યો છે.
ચાલ,તારી ખોજમાં નીકળી પડ
જે બેડીઓથી ઘેરાયો છું તું , એને વસ્ત્ર માની ના લેતો, એ બેડીઓને પીંગળાવી દઈ, તારું હથિયાર એને બનાવી દે.
ચાલ,તારી ખોજમાં નીકળી પડ
તારું ચારિત્ર્ય જ્યારે પવિત્ર છે, તો આવી દશામાં કેમ જીવે છે? જે પાપી હોય છે એ લોકોને, હક્ક નથી તારી પરીક્ષા લેવાનો
ચાલ,તારી ખોજમાં નીકળી પડ
ક્રૂરતાની જાળ ફેલાઈ છે એને , તું બાળીને ભસ્મ કરી દે, આરતીની પવિત્ર જ્યોત તું નથી પણ તું ક્રોધની એક મશાલ છે.
ચાલ,તારી ખોજમાં નીકળી પડ
તારા વસ્ત્રને ધ્વજની જેમ ફરકાવ, જોઈ એને આકાશ પણ હાલી જશે. તારા એ વસ્ત્રનું જો પતન થશે તો, ધરતીકંપથી ધરા ધણધણી ઉઠશે.
ચાલ,તારી ખોજમાં નીકળી પડ, નિરાશા શાને ઘેરી વળી તને, ચાલવા માંડ,સમય પણ તારા, અસ્તિત્વને શોધી રહ્યો છે.
વાચકોના પ્રતિભાવ