વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1029 ) પ્રેરક હિન્દી ગીતોની મહેફિલ …વિડીયો દર્શન

અમિતાભ બચ્ચન અભિનીત હિન્દી મુવી પિંક ઘણાએ જોયું હશે. એમાં ઘણાં સારાં ગીતો છે .પરંતુ આ ફિલ્મની આખરમાં ગીતકાર તનવીર ગાઝી લિખિત ગીત જે અમિતાભ બચ્ચન ગાય છે એ ખુબ જ પ્રેરક છે.

આ હિન્દી કાવ્ય અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે પ્રસ્તુત છે.એની નીચે વિડીયોમાં પણ તમે આ ગીતને માણી શકશો.

तू खुद की खोज में निकल
तू किसलिए हताश है,
तू चल, तेरे वजूद की
समय को भी तलाश है,

जो तुझसे लिपटी बेड़ियां;
समझ ना इनको वस्त्र तू
ये बेड़िया पिघाल के;
बना ले इनको शस्त्र तू

तू खुद की खोज में निकल…

चरित्र जब पवित्र है,
तो क्यों है ये दशा तेरी?
ये पापियों को हक नहीं;
कि लें परीक्षा तेरी!

तू खुद की खोज में निकल…

जला के भष्म कर उसे;
जो क्रूरता का जाल है,
तू आरती की लौ नहीं;
तू क्रोध की मशाल है,

तू खुद की खोज में निकल…

चुनर उड़ा के ध्वज बना;
गगन भी कंपकपाएगा,
अगर तेरी चुनर गिरी;
तो एक भूकंप आएगा

तू खुद की खोज में निकल;
तू किसलिए हताश है,
तू चल; तेरे वजूद की
समय को भी तलाश है।

ગુજરાતી અનુવાદ …

ચાલ,તારી ખોજમાં નીકળી પડ

ચાલ,તારી ખોજમાં નીકળી પડ,
નિરાશા શાને ઘેરી વળી તને,
ચાલવા માંડ,સમય પણ તારા,
અસ્તિત્વને શોધી રહ્યો છે.

ચાલ,તારી ખોજમાં નીકળી પડ

જે બેડીઓથી ઘેરાયો છું તું ,
એને વસ્ત્ર માની ના લેતો,
એ બેડીઓને પીંગળાવી દઈ,
તારું હથિયાર એને બનાવી દે.

ચાલ,તારી ખોજમાં નીકળી પડ

તારું ચારિત્ર્ય જ્યારે પવિત્ર છે,
તો આવી દશામાં કેમ જીવે છે?
જે પાપી હોય છે એ લોકોને,
હક્ક નથી તારી પરીક્ષા લેવાનો

ચાલ,તારી ખોજમાં નીકળી પડ

ક્રૂરતાની જાળ ફેલાઈ છે એને ,
તું બાળીને ભસ્મ કરી દે,
આરતીની પવિત્ર જ્યોત તું નથી
પણ તું ક્રોધની એક મશાલ છે.

ચાલ,તારી ખોજમાં નીકળી પડ

તારા વસ્ત્રને ધ્વજની જેમ ફરકાવ,
જોઈ એને આકાશ પણ હાલી જશે.
તારા એ વસ્ત્રનું જો પતન થશે તો,
ધરતીકંપથી ધરા ધણધણી ઉઠશે.

ચાલ,તારી ખોજમાં નીકળી પડ,
નિરાશા શાને ઘેરી વળી તને,
ચાલવા માંડ,સમય પણ તારા,
અસ્તિત્વને શોધી રહ્યો છે.

હવે આ ગીતને અમિતાભ બચ્ચનના સ્વરે ગવાતું સાંભળો.

Movie: Pink – 2016 | Lyricist: Tanveer Ghazi |
Music Director: Shantanu Moitra | Singer: Amitabh Bachchan

तू खुद की खोज में निकल
ચાલ,તારી ખોજમાં નીકળી પડ

અમિતાભ બચ્ચનના પિતાશ્રી અને હિન્દી સાહિત્યના પ્રખર કવિ સ્વ.હરિવંશ રાય બચ્ચનની બહુ જ જાણીતી હિન્દી કવિતા , કોશિશ કરને વાલોકી કભી હાર નહિ હોતી, પણ ઘણી પ્રેરક છે.આ ગીતને પણ અમિતાભ બચ્ચનના કંઠે નીચેના વિડીયોમાં માણો .

Koshish karne walo ki kabhi haar nahi hoti

અગાઉ આ હિન્દી કાવ્યનો કરેલો ગુજરાતી અનુવાદ નીચેની પોસ્ટમાં વાંચી શકાશે.

કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી (કાવ્યાનુવાદ )

હિન્દી શાયરીના નીચેના બે વિડીયો પણ જે મને ગમ્યા એને પણ માણો.

Very motivational shayari

Zindagi Ek Pal Hai…
Narrated By: Syed Jassim Ali.

4 responses to “( 1029 ) પ્રેરક હિન્દી ગીતોની મહેફિલ …વિડીયો દર્શન

  1. pragnaju એપ્રિલ 3, 2017 પર 1:09 પી એમ(PM)

    જાણીતા પ્રેરણાદાયી ગીતો ફરી માણવાની મઝા

  2. Mera Tufan માર્ચ 17, 2017 પર 8:24 એ એમ (AM)

    Liked. Thanks.

    2017-03-11 15:15 GMT-06:00 વિનોદ વિહાર :

    > Vinod R. Patel posted: ” અમિતાભ બચ્ચન અભિનીત હિન્દી મુવી પિંક ઘણાએ જોયું
    > હશે. એમાં ઘણાં સારાં ગીતો છે .પરંતુ આ ફિલ્મની આખરમાં ગીતકાર તનવીર ગાઝી
    > લિખિત ગીત જે અમિતાભ બચ્ચન ગાય છે એ ખુબ જ પ્રેરક છે. આ હિન્દી કાવ્ય અને એનો
    > ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે પ્રસ્તુત છે.એની નીચે વિડ”
    >

  3. સુરેશ માર્ચ 11, 2017 પર 3:35 પી એમ(PM)

    જે વ્યક્તિને આપણે સૌથી વધારે પ્રેમ કરીએ છીએ, તેને આપણે ઓળખતા જ નથી !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: