વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1034 ) જીવનમાં હાર માનો નહી તો,મંઝીલ દુર નથી / બે દિવ્યાંગ પ્રતિભાઓ

દરેક વ્યક્તિ પર કુદરત એક સરખી કૃપાવાન હોતી નથી.કેટલીક વ્યક્તિઓના જીવનમાં જન્મથી કે જન્મ પછી શરીરના એક કે વધુ અંગો કોઈ રોગનો ભોગ બની નિષ્ક્રિય બની જાય છે ત્યારે શારીરિક રીતે અશક્ત બનેલ આ વ્યક્તિના જીવનમાં મોટો પડકાર ઝીલવાનો થાય છે.આવી દિવ્યાંગ વ્યક્તિઓ શારીરિક પડકારના શાપને દ્રઢ મનોબળ દાખવીને એને એક આશીર્વાદમાં પલટી નાખતા હોય છે.કોઈ અજ્ઞાત હિન્દી કવિએસાચું કહ્યું છે :

तकदीर के खेल से
नाराज नहीं होते
जिंदगी में कभी
उदास नहीं होते
हाथों किं लक़ीरों पे
यक़ीन मत करना
तकदीर तो उनकी भी होती हैं ,
जिन के हाथ ही नहीं होते।

આજની આ પોસ્ટમાં આવી બે વિશ્વ વિખ્યાત બે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનની પ્રેરક કથાઓ છે.

૧. ડૉ.સ્ટીફન હોકિંગ..Stephen Hawking

આજે ડૉ.સ્ટીફન હોકિંગની વીસમી સદીના વિશ્વના મહાન વિજ્ઞાનીઓમાં ગણના થાય છે. ડૉ.સ્ટીફન હોકિંગને ૨૧ વર્ષની યુવાન વયે અસાધ્ય ગણી શકાય તેવો સ્નાયુઓનો ક્લોરોસીસ નામનો ભયંકર રોગ થયો હતો જેનાથી પોતાની જાતે સહેજ પણ હલનચલન કરવા માટે તેઓ અશક્તિમાન બની ગયા હતા.બોલી શકતા પણ ણ હતા.એમ છતાં તેઓ હિંમત હાર્યા નહિ. જિંદગીના આ મહાન પડકારનો એમણે હસતે મુખે પડકાર જીલી લીધો છે .શરીરની અશક્તિને એમની દ્રઢ ઇચ્છા શક્તિથી જીતી લીધી છે.શરીરથી અશક્ત હોવા છતાં મગજની વિચાર શક્તિથી તેઓ આજે એ મહાન વૈજ્ઞાનિક તરીકે નામના મેળવી લીધી છે.

કમ્પ્યુટર એમનું જીવન સાથી બની ગયું છે.ડૉ.સ્ટીફનએ વ્હીલચેરમાં બેઠા બેઠા કેટલીય મહાન શોધ અને સંશોધન કર્યાં છે.કોસ્મ્લોજી વિષયમાં આજે એક નિષ્ણાત વિજ્ઞાની તરીકે એમની ગણના થાય છે.ભગવાનના અસ્તિત્વને તેઓએ પડકાર આપ્યો છે.

આજે ૭૫ વર્ષની ઉંમરે પણ હજુ એમની વિજ્ઞાન યાત્રા વણથંભી ચાલુ છે .આ મહાન વૈજ્ઞાનિક ડૉ .સ્ટીફન હોકિંગ વિશે નીચેના વિડીયોમાં જાણીએ ..

Stephen Hawking (Hindi)

Inspirational Story of Stephen Hawking

(Koshish Karne Walon Ki Haar Nahin Hoti)

‘God particle’ could destroy the universe, warns Stephen Hawking

વિકિપીડિયા પર Stephen Hawking ઉપર અંગ્રેજીમાં વધુ માહિતી .
https://en.wikipedia.org/wiki/Stephen_Hawking

2.જીન ડોમિનિક બોબી Jean-Dominique Bauby

આવી જ એક બીજી પ્રેરક કથા ફ્રાન્સના જાણીતા અભિનેતા અને લેખક Jean-Dominique Bauby ના જીવનની છે.

જીન ડોમિનિક બોબી Jean-Dominique Bauby નું આખું શરીર લકવાથી અશક્ત થઇ ગયું હતું . એમ છતાં એના મૃત્યુ પહેલાં એની ડાબી આંખની પલકની મદદથી એણે એક પુસ્તક પ્રકાશિત કર્યું જે ખુબ વખણાયું.ડોમીનીકના જીવન પર આધારિત એક ફિલ્મ પણ બની જેને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને બીજા એવોર્ડ પ્રાપ્ત થયા .

આવા Jean-Dominique Bauby ના પ્રેરક જીવનની કથા આ વિડીયોમાંથી જાણો.

NEVER EVER GIVE UP 

વિકિપીડિયા પર Jean-Dominique Bauby ઉપર અંગ્રેજીમાં વધુ માહિતી ..
https://en.wikipedia.org/wiki/Jean-Dominique_Bauby

યુ-ટ્યુબની कहानीकार – The Storyteller ચેનલ પર આવી બીજી અનેક મહાન પ્રતિભાઓના જીવન કથાઓના વિડીયો જોવા મળશે . 

https://www.youtube.com/channel/UC7JTJKtXmvtTzStzX9k104g

5 responses to “( 1034 ) જીવનમાં હાર માનો નહી તો,મંઝીલ દુર નથી / બે દિવ્યાંગ પ્રતિભાઓ

  1. સુરેશ માર્ચ 27, 2017 પર 12:08 પી એમ(PM)

    અદભૂત. અને આપણને આપણા જીવન વિશે ઘણી બધી ફરિયાદો હોય છે !

    Like

  2. Vinod R. Patel માર્ચ 27, 2017 પર 5:06 પી એમ(PM)

    Another good video on Stephen Hawking
    The life of Stephen Hawking, past and present, an introduction about his life´s way… Published on Oct 13, 2013

    Like

  3. હરીશ દવે (Harish Dave) માર્ચ 27, 2017 પર 8:03 પી એમ(PM)

    પ્રેરણાદાયી લેખ …. જો જીવન જીવવા માટેની આવી દ્રષ્ટિ મળી જાય તો વ્યક્તિત્વ બદલાઈ જાય. આ લેખનાં નાયકો આપણને અમૂલ્ય જીવનસંદેશ આપે છે.

    જીના ઇસીકા નામ હૈ! વિનોદભાઈ ! આ લેખ ઘણાને પ્રેરણા આપશે. અભિનંદન. … સ્ટીફન હોકિંગના વૈજ્ઞાનિક યોગદાનની એક ઝાંખી આપને ‘મધુસંચય’ના આ લેખ પર મળશે. નીચે ક્લિક કરવા વિનંતી:

    કિપ થોર્ન, ઇન્ટરસ્ટેલર, સ્ટિફન હૉકિંગ અને બ્લેક હોલ


    આભાર . .

    Like

  4. Mera Tufan માર્ચ 28, 2017 પર 4:30 પી એમ(PM)

    Thanks for the nice article and videos.

    Like

  5. pragnaju એપ્રિલ 3, 2017 પર 12:57 પી એમ(PM)

    ડૉ.સ્ટીફન હોકિંગ અને જીન ડોમિનિક બોબી ઘની નવી પ્રેરણાદાયી વાત માણી

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.